આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: holi dhuleti 2014

ઉમરેઠમાં હોળી-ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી.


પંચવટી વિસ્તારમાં હોળીના ધગધગતા અંગારા ઉપર શ્રધ્ધાળુંઓ ચાલ્યા..!

ઉમરેઠમાં હોળી-ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળીના દિવસે પંચવટી વિસ્તારમાં સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવી હતી જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધગધગતા અંગારા ઉપર શ્રધ્ધાળુંઓ ખુલ્લા પગે ચાલ્યા હતા.ઉમરેઠના અન્ય વિસ્તારોમાં પણ હોળી પ્રગટાવવામાં આવી હતી અને જે તે વિસ્તારના લોકોએ પરંપરાગર રીતે હોળી દહન ના દર્શન કર્યા હતા.

બીજા દિવસે ધૂળેટી પર્વની ઉજવણીથી ઉમરેઠ રંગીન બની ગયું હતુ. ઉમરેઠના મોટાભાગના વિસ્તારોમાં અબીલ ગુલાલ અને કલરથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં સવારથી નાના મોટા સૌકોઈ રંગ અને ગુલાલ સાથે પોતાના મિત્રો સ્વજનો સાથે ધુળેટી રમ્યા હતા. નગરના વાંટા વિસ્તારમાં કલર કે પાણી વગર ટામેટાથી ધુળેટી રમવામાં આવી હતી લોકો વાટામાં ભેગા થયા હતા અને એકબીજા ઉપર ટામેટાનો વરસાદ કરી દીધો હતો. બપોરે લોકો ગળતેશ્વર, લાલપુરા તેમજ અન્ય જગ્યાએ સ્નાન કરવા ગયા હતા અને સાંજના સમયે નગરના વિવિધ વિસ્તારોમાં મીજબાનીનો દોર શરૂ થયો હતો. એકંદરે ઉમરેઠમાં હર્ષોલ્લાસ સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

%d bloggers like this: