આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: ganesh mahotsav

ઉમરેઠમાં ભક્તિભેર ગણેશજીની શોભાયાત્રા-વિસર્જન સંપન્ન


ગલાગોઠડીયાની પોળના શ્રીજીની શોભાયાત્રા આંતંકવાદ અને અંધશ્રધ્ધાના વિધ્નને દૂર કરવા માટે ગણેશજીને પ્રાર્થના કરતા પોસ્ટરો આક્રર્ષનનું કેન્દ્ર બન્યા હતા.

ગલાગોઠડીયાની પોળના શ્રીજીની શોભાયાત્રા આંતંકવાદ અને અંધશ્રધ્ધાના વિધ્નને દૂર કરવા માટે ગણેશજીને પ્રાર્થના કરતા પોસ્ટરો આક્રર્ષનનું કેન્દ્ર બન્યા હતા.

પંચવટીના રાજા ગણેશજીની શોભાયાત્રા ચોકસીબજારમાં આવી પહોંચી હતી.

પંચવટીના રાજા ગણેશજીની શોભાયાત્રા ચોકસીબજારમાં આવી પહોંચી હતી.

ઉમરેઠમાં છેલ્લા દશ દિવસથી ઉજવવામાં આવતા ગણેશ મહોત્સ બાદ આજે નગરના વિવિધ વિસ્તારના ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગણેશજીની શોભાયાત્રા બેન્ડ બાજા સાથે નિકળી હતી કેટલાક વિસ્તારના ગણેશ મંડળો દ્વારા ડી.જે તાલા સાથે ગણેશજીની શોભાયાત્રા નિકળી હતી. નગરના કાછીયાવાડ,શેલતિયાકૂવા સહીત પંચવટી અને ગલાગોઠડીયાની પોળ તેમજ રૂદ્રગૃપના ગણપતિજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી આકર્ષનનું કેન્દ્ર બન્યા હતા. નગરની ગલાગોઠડીયાની પોળના ગણપતિજીની શોભાયાત્રામાં આતંકવાદ અને અંધશ્રધ્ધાના વિધ્નને દૂર કરવા માટે સુચક સાઈન-બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને ગણેશજીને દેશ માંથી આતંકવાદ અને અંધશ્રધ્ધા દૂર કરવા પ્રાર્થના કરવામાં આવી હતી. ઉમરેઠના દાદાના દરબાર વિસ્તારમાં ગણેશ મહોત્સવની રજત જયંતિની ઉજવણી હોવાથી આ વિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ હતો. દાદાના દરબારના ગણેશજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ગણેશજીને ભાવભીની શ્રધ્ધાભેર વિદાય આપી હતી. ગણેશજીની શોભાયાત્રામાં સદર વિસ્તારના યુવકો દ્વારા અન્ના ટોપી પહેરવામાં આવી હતી અને પરાંપરાગત મહારાષ્ટ્રની સ્ટાઈલમાં ગણેશજીની શોભાયાત્રામાં લોકો મનમુકી ગણેશજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. નગરમાં ઠેર-ઠેર ગણેશજીની શોભાયાત્રાને લોકોએ આવકાર આપ્યો હતો.પાણી,છાસ સહીતની ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ વિસ્તારના ગણેશજીની શોભાયાત્રા સાંજના સમયે વારાહી દરવાજા પાસે રામ તળાવ ખાતે આવી પહોંચી હતી ત્યાર બાદ ગણેશજીની વિસર્જન વિધિ હાથ ધરવામાં આવી હતી. વિસર્જન પૂર્વે ગણેશજીની મહાઆરતી કરી આવતા વર્ષે ગણપતિબાપાને જલ્દી આવવા ભક્તોએ આજીજી કરી હતી. ગણેશ વિસર્જન સંપૂર્ણ સલામત રીતે પાર પડે તે

વિસર્જન  - ગણપતિ બાપા મોરિયા.આવતા વર્ષે જલ્દી આ..

વિસર્જન – ગણપતિ બાપા મોરિયા.આવતા વર્ષે જલ્દી આ..

માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા તરાપા સહીત તરવૈયા અને ફાયર બ્રિગેડના માણસોને ખડે પગે રાખવામાં આવ્યા હતા અને અતિરેક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરમાં ગણેશજીની શોભાયાત્રા ઉપર ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે.મોઢીયા સહીતના પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સવારે લગભગ ૧૧ કલાક થી શરૂ થયેલ વિસર્જન વિધિ સાંજે ૮ કલાક સુધી ચાલવાનું તંત્રના અધિકારીઓ અનુમાન લગાવી રહ્યા છે. દર વર્ષ કરતા ચાલુ વર્ષે નગરમાં ગણેશ મંડળોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેથી કેટલાક મંડળોને પ્રસાસન દ્વારા શોભાયાત્રામાં જોડાયા વગર અન્ય રૂટ ઉપરથી સીધા વિસર્જન સ્થળ ઉપર મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવાવે ૧૧ કલાકથી વિવિધ મંડળો પોતાની ગણેશજીની આરતી કરી વિસર્જન કર્યું હતુ.

ઉમરેઠના દાદાના દરબારમાં ગણેશ મહોત્સવની રજત જયંતિ ઉજવણી


  •  ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ તેમજ ન.પા.પ્રમુખ સંજય પટેલે મહા-આરતી કરી
  •  ૨૫ કીલોની કેક કાપી ૨૫માં ગણેશ મહોત્સવની ઉજવણી

ઉમરેઠના કાછીયાવાડ વિસ્તારના દાદાના દરબારમાં ૧૯૮૮થી ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત સ્વ.દિપકભાઈ કાછીયાએ  કરી હતી. તેઓના અવસાનબાદ કાછીયાવાડના લોકો શ્રધ્ધાભેર આ પરંપરા આગળ વધાવ રહ્યા છે. દાદાના દરબારના લોકોએ જણાવ્યું હતુ કે, સ્વ.દિપકભાઈ કાછીયા દ્વારા શરૂ કરાયેલ ઉમરેઠનો પ્રથમ ગણેશ મહોત્સવ સાથે સાથે ઉમરેઠમાં પ્રથમ વખત ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ પણ દાદાના દરબારના ઈન્દ્રવદનભાઈ કાછીયાએ બનાવી હતી, વર્ષો સુધી તેઓએ માટીની મદદથી વાતાવરણને અનુરૂપ ગણેશજીની મૂર્તિ બનાવી હતી.

દાદાના દરબારમાં ચાલું વર્ષે રજત જયંતિની ઉજવણીના ભાગ રૂપે બાળકલાકાર દ્વારા કેક કાપવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ મહા-આરતી ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ તેમજ ન.પા.પ્રમુખ સંજય પટેલે કરી હતી.  ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે જણાવ્યું હતુ કે, નગરમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પ્રજાજનોનો સાથ સહકાર જરૂરી છે, તેઓએ ઉમેર્યું હતુ કે, ઉપસ્થિત લોકોને પ્રવર્તમાન સમયમાં પડતી મુશ્કેલી સહીત ભારતીય સંસ્કૃતિ અંગે જરૂરિ માર્ગદર્શન આપ્યું હતું. દાદાના દરબારમાં રજત જયંતિ નિમિત્તે ગણેશ મહોત્સવ દરમ્યાન વિવિધ ધાર્મિક તેમજ મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા કાછીયાવાડ દાદાના દરબારના કાર્યકરોએ નગરજનોને અપીલ કરી છે.

ગણેશ મહોત્સવ – ૨૦૧૩ (ઉમરેઠ)


This slideshow requires JavaScript.

ઉમરેઠના વાંટા વિસ્તારમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજી..!


વાંટા સ્ટ્રીટ - ઈકો ફ્રેન્ડલી ગણેશજી

ઉમરેઠના વાંટા વિસ્તારમાં બાળકો દ્વારા માટીથી ગણેશજીની મૂર્તિ બનાવવાની અનોખી પહેલ કરવામાં આવી છે. સંપૂર્ણ રીતે માટીથી બનાવેલ ગણેશજીની મૂર્તિની સ્થાપણા કરી આ વિસ્તારના બાળકો ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, સદર વિસ્તારમાં ગણેશજીની આ ઈકો ફ્રેન્ડલી મૂર્તિના દર્શનાર્થે ગણેશ ચતુર્થીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમરૅઠમાં આ વર્ષે વાંટા સ્ટ્રીટ માં જ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાંનું સ્થાપણ કરવામાં આવ્યું છે. બાળ મંડળ દ્વારા કરેલી આ અનોખી પહેલને ભવિષ્યમાં તમામ ગણેશ મંળડો અનુસરે તેમ નગરનો બૌધ્ધિક વર્ગ ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે.

%d bloggers like this: