આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: g h patel g-slat bhavik tikudiya

વિદ્યાનગરની જી.એચ.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જી-સ્લેટ નામની એજ્યુકેશનલ એપ્લીકેશન તૈયાર કરાઈ.


  • વિદેશમાં વસતા ગુજરાતીઓ સહીત સ્થાનીકો માટે પણ બેઝીક ગુજરાતી શીખવા માટે ઉપયોગી એપ્લીકેશન

પ્રવર્તમાન યુગમાં વધતા જતા અંગ્રેજીભાષાના પ્રભુત્વને કારણે આજના બાળકો માતૃભાષામાં કેટલીકવાર પાંગળા સાબિત થાય છે. હાલમાં તમામ માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલ માંજ મુકવાનો આગ્રહ રાખતા હોય છે. આવા સમયે બાળકો પોતાની માતૃભાષાથી વિશેષ રીતે અવગત ન થાય તે સ્વભાવીક છે અને ખાસ કરીને આ જ કારણથી આજે કડકળાટ અંગ્રેજી બોલતો વિદ્યાર્થી જ્યારે ગુજરાતીની વાત નિકળે ત્યારે ઢ સાબિત થાય છે. પહેલાના સમયમાં શાળામાં જતા પહેલા બાળકો માટે વાલી સારી સ્લેટ લાવતા હતા હાલમાં આ સ્લેટનું સ્થાન ટેબલેટે લઈ લીધું છે કેટલીક સ્કૂલોમાં ઈ-ક્લાસની પણ સુવિધા ઉપલબ્ધ બની છે અને બાળકોના હાથમાં સ્લેટ કે નોટબુકની જગ્યાએ ટેલલેટ આવી ગયા છે.

હાલમાં ઈ-યુગમાં પણ બાળકો પોતાની માતૃભાષા પ્રવર્તમાન યુગને અનુરૂપ શીખી શકે તે માટે હાલમાં એન્ટ્રોઈડ ડીવાઈઝ માટે જી-સ્લેટ નામની એપ્લીકેશન બહાર પડી છે. વિદ્યાનગરની જી-સેટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ સદર એપ્લીકેશનથી નાના-બાળકો કક્કો,બારાખડી તેમજ ગુજરાતીમાં સ્વર તેમજ વ્યંજનોનું જ્ઞાન મેળવી શકે છે. જી-સ્લેટ નામની Android એપ્લીકેશનમાં ગુજરાતી પરિવારના બાળકો માટે ગુજરાતીનું બેઝીક જ્ઞાન મેળવી શકાશે. આ એપ્લીકેશનથી ગુજરાતીમાં સ્વર વ્યંજન સહીત સંખ્યા પણ શીખવા મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત હાલમાં નામશેષ થઈ ગયેલ સ્લેટની યાદો પણ આ એપ્લીકેશન દ્વારા તાજી થશે, સ્લેટમાં લખતા હોય તેવી જ રીતે આ એપ્લીકેશનમાં લખવાની સુવિધા છે, તેમજ લખેલું ઈરેઝ પણ થઈ શકે છે. જી-સ્લેટ એપ્લીકેશન ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.અક્ષરો અને સંખ્યાનો અભ્યાસ, ઉચ્ચાર અને સ્લેટ પર લેખન – આ વિવિધ વિભાગમાં અક્ષરો અને સંખ્યાને સરળતાથી રજૂ કરવામાં આવી છે જેથી નાના બાળકોને તુરંત સમજમાં આવે. આ ઉપરાંત જે તે સંખ્યા જેટલી વસ્તુઓ પણ મુકવામાં આવી છે જેથી બાળક ગણતરી કરતા પણ શીખી શકે તેમજ અક્ષર સાથે તે અક્ષરથી શરૂ થતી કોઈ વસ્તુ પણ ચિત્રમાં દર્શાવવામાં આવી છે જેથી દેશીહિસાબ જાણે એન્ડ્રોઈડ ડીવાઈઝ ઉપર જોતા હોય તેમ લાગે. એપ્લીકેશનની સૌથી સરસ મજાનો વિભાગ સ્લેટ લેખન છે, આ વિભાગમાં જેમ આપણે સ્લેટમાં લખતા હતા તેમ લખવાની સુવિધા આપવામાં આવી છે અને લખેલુ ભૂંસવા માટે ઈરેઝર ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. આ એપ્લીકેશનના ઉદ્દેશ અંગે વાત કરતા ડેવલોપર ટીમના ભાવિક ટૂકુડીયાએ કહે છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓના બાળકોના અભ્યાસક્રમમાં ગુજરાતી શીખવા માટે આવા બેઝીક કાર્યક્રમો હોતા નથી જેથી તેઓને આ એપ્લીકેશન ખુબજ ઉપયોગી સાબીત થશે આ સાથે સ્થાનિક ગુજરાતીઓને પણ પોતાના બાળકોને ગુજરાતી શીખવવા આ એપ્લીકેશન આશિર્વાદ સમાન બનશે.

 જી.એચ.પટેલ ઈન્ટિટ્યુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થી ભાવિક ટીકુડીયા (પોરબંદર) અને તેઓની ટીમ દ્વારા જી-સ્લેટ નામનો સદર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તેઓના આ પ્રોજેક્ટને દેવાંગ મહેતા આઈ.ટી.એવોર્ડ -૨૦૧૩ પ્રાપ્ત થયો હતો. પ્રોજેક્ટ ડેવલોપર ભાવિક ટીકુડીયાએ જણાવ્યું હતુ કે, જણાવ્યું હતુ કે ગુજરાતીનું બેઝીક જ્ઞાન એન્ડ્રોઈડ ડીવાઈઝ પર ઉપલબ્ધ બને અને વિદેશમાં વસતા ગુજરાતી પરીવારના લોકો પોતાના બાળકોને ગુજરાતીનું જ્ઞાન આપી શકે તે આ એપ્લીકેશનનો મૂળ હેતુ છે,જેથી દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડ મળ્યા બાત તેઓએ એપ્લીકેશન તૈયાર કરી પ્લેસ્ટોરમાં મફત ઉપલબ્ધ બનાવી છે. 

%d bloggers like this: