આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: dasha khadayata

ઉમરેઠ દશા ખડાયતાની વાડીનો લોકાર્પણ સમારોહ યોજાયો


  • વડીલશ્રી અંબાલાલ શાહનું વિશેષ સન્માન કરાયું

    This slideshow requires JavaScript.

DK01ઉમરેઠના ચોકસી બજારમાં આવેલ દશા ખડાયતા પંચની વાડીના નવા મકાનનો લોકાર્પણ સમારોહ દશા ખડાયતાની વાડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સવારે વાડીમાં લક્ષ્મીહોમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં યજમાન પદે રીનોવેશક કમિટીના સભ્યો બિરાજ્યા હતા, જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.

આ સમયે બપોરે લોકાર્પણ સમારોહ ઉમરેઠ અર્બન કો.બેન્કના ચેરમેન રશ્મિભાઈ જે.શાહના પ્રમુખ પદે યોજાયો હતો. સમારોહના ઉદ્ગાટક કનુભાઈ દોશી(ડાકોર),મુખ્ય મહેમાન પદે પ્રો.વસંતભાઈ દોશી(અમદાવાદ), ઈન્દ્રવદન રમનલાલ દોશી (વલસાડ), તેમજ અતિથિ વિશેષ પદે જયેશભાઈ શ્રોફ (વડોદરા),ભદ્રેશ શાહ (વડોદરા),ધ્રુવેન શાહ (અમદાવાદ),તેમજ દિલીપભાઈ શાહ (અમદાવાદ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિ તેમજ કેળવની મંડળમાં મહત્વનો ભાગ ભજવનાર જ્ઞાતિના વડીલ શ્રી અંબાલાલ સોમાલાલ શાહ (આગરવાવાળા)નું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ અને તેઓએ જ્ઞાતિ માટે કરેલ કાર્યોની જ્ઞાતિજનોએ પ્રશંશા કરી હતી. ઉમરેઠ દશા ખડાયતાની વાડીના પ્રમુખ ઘનશ્યામભાઈ શેઠ તેમજ કેળવની મંડળના પ્રમુખ ગુરૂશરણભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.

DK02સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કનુભાઈ દોશીએ કરી હતી. આવકાર પ્રવચન કરતા રીનોવેશન કમિટીના સભ્ય જગદીશભાઈ શ્રોફે તેઓને રીનોવેશનની જવાબદારી સોપવા બદલ આભાર વ્યકત કરી જણાવ્યું હતુ કે, વર્ષોથી જ્ઞાતિના વડીલો દ્વારા બનાવેલ વાડીનો આપણે ઉપયોગ કરતા આવ્યા છે, જેથી સમયને અનુરૂપ જ્ઞાતિની વાડીને નવું રૂપરંગ આપવું જરૂરી હતું. તેઓએ વાડી રીનોવેશન કમીટીના સભ્યો શશીનભાઈ શાહ, મુકેશભાઈ દોશી, ઘનશ્યામભાઈ શેઠ(પ્રમુખ-દશા ખડાયતા વાડી), તેમજ અરવિંદભાઈ દોશી, અને નિતિનભાઈ દોશી(ડાકોર)નો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કેળવણી મંડળના પ્રમુખ ગુરૂશરનભાઈ શાહના સહકારની પણ પ્રસંશા કરી હતી. સમારોહના અદ્યક્ષ રશ્મિભા શાહ(વકીલ)એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, જ્ઞાતિજનોએ વાડી બનાવવા જેાર્થિક સહયોગ આપ્યો છે તે પ્રશંશાને પાત્ર છે, જ્ઞાતિબંધુઓના આવાજ ઉદારવલનને કારણે આપણો સમાજ આજે આગવું સ્થાન ધરાવે છે. વાડીના નવનિર્માણમાં આર્કીટેક તરીકે સેવા આપવા બદલ રી.કમિટીના સભ્ય શશીનભાઈ શાહના હસ્તે હેમલભાઈ શાહ(આણંદ)ને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ, અને તેઓની સેવા બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હેમલભાઈ શાહએ તેમના સન્માનના પ્રત્યુત્તરમાં જ્ઞાતિની વાડી બનાવવા માટે કરકસર સહીત જ્ઞાતિના પૈસા બચે તે રીતે વ્યવસ્થિક વહિવટ કરવા બદલ રીનોવેશન કમિટીના સભ્યોનોની સરાહના કરી હતી. રીનોવેશન કમિટી ચેરમેન જગદીશભાઈ શ્રોફને પોતાની સેવા બદલ જ્ઞાતિજનો વતી આપવામાં આવેલ સન્માન પત્રનું વાંચન કર્યું હતુ જ્યારે જ્ઞાતિના અગ્રણીઓએ તેનોને સન્માન પત્ર અર્પણ કર્યું હતું. જ્ઞાતિના સનિષ્ટ કાર્યકર પ્રકાશભાઈ શાહને પોતાના કાર્યો બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા, તેઓને રાજેશભાઈ શાહ, ભાવેશભાઈ શાહએ મોમેન્ટો તેમજ સન્માન પત્ર અર્પણ કર્યું હતું. જ્ઞાતિના પીઢ અને ભૂ.પૂ પ્રમુખ અંબાલાલ શાહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રો.વસંતભાઈ દોશીએ જ્ઞાતિમાં થતી પ્રવર્તમાન પ્રવૃત્તિઓની પ્રશંશા કરી હતી.સમગ્ર સમારોહનું સફળ સંચાલન અલ્કાબેન.પ્રમેશભાઈ દોશીએ કર્યું હતુ અને આભાર વિધિ મુંકુંદભાઈ દોશીએ કરી હતી. રાત્રે સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેનો લાભ જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં લીધો હતો.

ઉમરેઠ ખડાયતા જ્ઞાતિનું ગૌરવ


KHUSHALI SHAH

ઉમરેઠના પ્રકાશભાઈ શાહની પૂત્રી તાજેતરમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૪૦ પર્સન્ટાઈલ સાથે ઉત્તર્ણીય થયેલ છે. તેઓને ઉમરેઠ ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓએ તેમજ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

%d bloggers like this: