આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: ambulance umreth

ઉમરેઠમાં એમ્બ્યુલન્સ સેવા શોભાના ગાઠીયા સમાન.


  • નગરપાલિકાની એમ્બ્યુલન્સ ધુળ ખાય છે.

  • આરોગ્ય કેન્દ્રની એમ્યુલન્સ સરહદોના નિયમોને કારણે બિન-ઉપયોગી.

ઉમરેઠ નગરમાં ઈમરજન્સીના સમયમાં કોઈ દર્દીને એમ્બ્યુલન્સની જરૂર પડે તો ઉમરેઠ નગરપાલિકા અથવા આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તેઓ માટે શોભાના ગાઠીયા સમાન સાબીત થાય છે અને આખરે દર્દીને હોસ્પિટલ સુધી ખસેડવા માટે ખાનગી વાહન કે પછી ખાનગી એમ્બ્યુલન્સ સેવાનો તેઓને સહારો લેવો પડે છે. ઉમરેઠ નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી એમ્બ્યુલન્સ હોવા છતા યોગ્ય રખરખાવ કરવામાં સત્તાધીશોની ઉદાસીનતાને કારણે નગરપાલિકાની એમ્યુલન્સ હાલમાં પાલિકા દ્વારા બનાવેલ પાર્કિંગ શેઢમાં ધુળ ખાઈ રહી છે. આ બિસ્માર એમ્યુલન્સને જોઈ નગરજનો મુઝવનમાં મુકાઈ ગયા છે. તાજેતરમાં ઉમરેઠમાં ભાજપના જ કેટલાક સભ્યો દ્વારા ભાજપની જ બોડીને ઓવર ટેક કરી વિપક્ષ સાથે મળી સત્તા મેળવી હતી જેના ગણતરીના સમય માંજ તાબળ તોળ પાલિકા તંત્ર દ્વારા નગરના જીવન આધાર સેવા સંકૂલને ફાળવેલ જમીન ઉપર ટેક્નીકલ ખામી કાઢી આ જગ્યા ઉપર એમ્યુલન્સ અને ફાયર ફાઈટર ઉભું રાખવા પાર્કીંગ શેઢ બનાવવામાં આવ્યો હતો. આ શેઢ બન્યા બાદ ફાયર ફાયટર તેમજ એમ્યુલન્સનો સત્તાધીશો દ્વારા યોગ્ય રખરખાવ કરવામાં આવશ તેવી નગરજનોને આશા બંધાઈ હતી પરંતુ હાલમાં પણ નગરપાલિકાની એમ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે અને નગરજનોને આ સેવાનો લાભ મળતો નથી.

બીજી બાજૂ ઉમરેઠના આરોગ્ય કેન્દ્રમાં બે એમ્યુલન્સ વાન હોવા છતા ઈમરજન્સીના સમયમાં સ્થાનિકોએ ખાનગી એમ્યુલન્સ સેવા કે પછી સંતરામ મંદિર સંચાલિત જનરલ હોસ્પિટલની એમ્યુલન્સ ઉપર નિર્ભર રહેવું પડે છે. આરોગ્ય કેન્દ્રના અધિકારોના જણાવ્યા મુજબ તેઓ એમ્યુલન્સ ઉમરૅઠ થી આણંદ કે કરમસદની હોસ્પિટલો સુધી જ મોકલી શકે છે. અન્ય જગ્યાએ જવા આવવામાં વાર લાગે અને અન્ય ઈમરજન્સી આવી પહોંચે તેવા સમયને ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્રની એમ્યુલન્સ અમદાવાદ કે વડોદરા સુધી મોકલવામાં આવતી નથી. કેટલાક દર્દીઓ તેવા હોય છે કે જેઓની દવા અમદાવાદ કે વડોદરા જેવા મોટા શહેરની હોસ્પિટલમાં ચાલતી હોય છે અને તેઓ બિમાર પડે ત્યારે તેઓના પરિવાર જનો જે તે હોસ્પિટલ માંજ જવાનો આગ્રહ રાખતા હોય છે છતા પણ આવા સમયે આરોગ્ય કેન્દ્ર કે પછી નગરપાલિકાની એમ્બ્યુલન્સ વાન પોતે આણંદ કે કરમસદ સુધી જ એમ્યુલન્સ મોકલી શકે છે તેવા નિયમો બતાવે છે, ત્યારે ખરેખર પ્રજાને ઉપયોગી સાબીત ન થાય તેવા નિયમો શું કામના…? આ અંગે તંત્ર દ્વારા પૂનઃ વિચાર કરવો જરૂરી છે અને એમ્બ્યુલન્સને સરહદોના નિયમથી મુક્ત કરવામાં આવે તે દીશામાં પગલા ભરવા અનિવાર્ય બની ગયા છે.

૧૦૮ની સેવા પણ સરહદો મુક્ત કરવાની માંગ..!

૧૦૮ની સેવા પણ હાલમાં ઉમરેઠમાં ઉપલબ્ધ નથી પરંતુ ઈમરજન્સીના સમયમાં ૧૦૮ વાન પણસોરા,ઓડ કે ડાકોર થી ઉમરેઠમાં આવી જાય છે.૧૦૮ની સેવા પણ આણંદ કે કરમસદ સુધી જ જાય છે ત્યારે બહારના શહેરોમાં દવા ચાલતી હોય તેવા દર્દીને જેતે હોસ્પિટલ માંજ જવું હોય ત્યારે તે દ્રીગામાં મુકાઈ જાય છે.

  •  સરકારી એમ્બ્યુલન્સ માત્ર આણંદ કે કરમસદ સુધી જ જઈ શકે..?
  •  અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં દવા ચાલતી હોય તેવા દર્દીઓને જરૂરીયાતના સમયે ખાનગી એમ્બ્યુલન્સ સેવા કે પછી ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડે છે.
  •  પ્રજાને ઉપયોગી અને લાભદાયક ન હોય તેવા નિયમોને શું કરવાના…?
  •  ઉમરેઠના નેતાઓ ક્યારે જાગશે…? ૧૦૮ની સેવા પણ હજૂ ઉમરેઠને મળી નથી, પણસોરા,ઓડ કે ડાકોરની ૧૦૮ ઉપર ઉમરૅઠના દર્દીઓ નિરભર છે.
  •  કેટલાય દિગ્ગજ નેતાઓની રજૂઆત તંત્રએ કચરા પેટીમાં નાખી દીધી હશે કે શું…? ઉમરેઠના કહેવાતા નેતાઓનું ઉપજતું કેમ નથી…?
  •  હવે બે મહીના આચાર સહીતાને કારણે કોઈ પણ પ્રજાલક્ષી કાર્યો નહી થાય..!
%d bloggers like this: