આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: 26th january

ઉમરેઠમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી


ઉમરેઠમાં ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નગરની મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રી વસાવાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરેઠની તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખશ્રી ભૃગુરાજસિહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કરવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે નગરની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ તાલુકા પંચાયત કચેરીના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉમરેઠ નગરપાલિકા ખાતે પ્રમુખ સંજયભાઈ પટેલે ધ્વજ વંદન કર્યું હતુ, જ્યાં નગરપાલિકાના સભ્યો સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરેઠના વાંટા સ્ટ્રીટ વિસ્તારમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં આ વિસ્તારના યુવાનોએ એકઠા થઈ ધ્વજ વંદન કર્યું હતું. ઉમરેઠ ન્યાય સંકુલમાં સિવિલ જજના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. નગરની જ્યુબિલિ સ્કૂલ, એચ.એમ.દવે, શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય તેમજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે પણ ધ્વજ વંદન સહીત સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરમાં સવારથી દેશ ભક્તિનો માહોલ દેખાતો હતો, કેટલા નાના બાળકો નાના ઝંડા લઈ ફરતા જોવા મળ્યા હતા. એકંદરે ઉમરેઠમાં ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

%d bloggers like this: