આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: રવીવાર

ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી


 j_umreth01J_umreth_2

ઉમરેઠ જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલીત ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી શાળા પટાંગણમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહના આશિર્વચનદાતા પદે બ્ર.કુ.જાગૃતિબેન, અધ્યક્ષ પદે નવીનભાઈ ચીમનલાલ સુત્તરીયા(મુંબઈ)મુખ્ય મહેમાન પદે વિકેશભાઈ જયંતિલાલ સુત્તરીયા (અમદાવાદ) તેમજ અતિથિ વિશેષ પદે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી), પરમાનંદભાઈ જે. પટેલ(સૂર્ય પરિવાર-ઓડ),જગદીશભાઈ શ્રોફ,કિરીટભાઈ ચંપકલાલ ગાભાવાળા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શૈક્ષણિક ક્ષેત્ર્રે અગ્રેસર તેવી ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલની પ્રશંશા કરતા જણાવ્યું હતુ કે, આ શાળામાં અભ્યાસ કરી ચુકેલા કેટલા વિદ્યાર્થીઓ આજે સમાજમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. ઉમરેઠની જ્યુબિલી સ્કૂલ દ્વારા વર્ષોથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્ર સહીત સમાજમાં ગૌરવભેર રહેવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે જે બહુમુલ્ય છે.

ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી)એ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતુ કે ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ દ્વારા વર્ષોથી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું સિંચન કરવામાં આવે છે તે ધન્યતાને પાત્ર છે. જ્યારે ચરોતરમાં આંગળીના વેઢે સ્કૂલોની ગણતરી થતી હતી ત્યારે પણ ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલનું નામ પહેલું આવતું હતું. તેઓએ શાળામાં ગ્રાન્ટ તેમજ બ્લોગ પેંગવીન કરાવ્યું હોવાથી શાળા પરિવારે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રત્યુત્તરમાં તેઓએ જણાવ્યું હતુ કે, પ્રજાજનો સરકારને ટેક્ષ આપે છે અને બદલામાં સરકાર તેઓને સુવિધા આપે છે જેથી તેઓએ શાળાને જેકાંઈ આપ્યું છે તે સમાજમાં રહેલા લોકોના જ પૈસા થી આપ્યું છે. કોઈ પણ નેતા પોતાના ખિસ્સા માંથી કાંઈ આપતા નથી તેમ કહી તેઓએ કટાક્ષ કરતા ઉમેર્યું હતુ કે હું ધારાસભ્ય તરીકે સ્કૂલ માટે કાંઈ કરું અથવા બીજા પક્ષના કોઈ નેતા સ્કૂલ માટે કાંઈ કરી જાય તે તેઓની ફરજ જ છે અને નેતાઓ કામ કરવા માટે જ હોય છે. તેઓના સદર કટાક્ષ ઉપર ઉપસ્થિત મેદનીમાં હાસ્યનું મિજૂ ફરી વળ્યું હતું.

શાળાની વ્યવસ્થાપક કમિટિના ભાનુભાઈ પરીખ,જગમોહનભાઈ પટેલ,ભીખુભાઈ દવે, અરવીંદભાઈ સુત્તરીયા,હેમાંશુંભાઈ ચોકસી સહીત વિરેન્દ્રભાઈ મહેતા તેમજ શાળાના શિક્ષકો અને સ્ટાફ ની કામગીરીની પ્રશંશા કરતા મહાનુભાવોએ જણાવ્યું હતુ કે સદર શૈક્ષણિક સંસ્થાને આગળ લાવવા માટે તેઓની મહેનત નોંધણીય છે. વિશેષમાં ઉદ્યોગ પતિ નવીનભાઈ ચીમનલાલ સુત્તરીયા દ્વારા પ્રપોઝ્ડ જ્યુબિલિ ઈગ્લિસ મિડીયમ સ્કૂલ અંગે લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો. પ્રવર્તમાન સમયને અનુરૂપ ઈગ્લિસ મિડીયમ સ્કૂલ સંસ્થા દ્વારા ટુંક સમયમાં કાર્યરત બનશે તેમ નવીનભાઈ સુત્તરીયાએ જણાવ્યું હતું. સમારોહને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો સહીત સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

રવીવાર


છેલ્લા કેટલાય રવીવાર સારા નથી જતા, એટલે મનમુકીને સુઈ જવા નથી મળતું, ક્યાંક જવાનું થાય છે તો કો’ક આવાનું હોય છે, અને તે જો ક્યાંક જવાનું ન હોય કે કો’ક આવાનું ન હોય તો લાઈટો જતી રહે છે. ગઈકાલે પણ કાંઈ એવું જ થયું રવીવારે સવારે વહેલા ઉઠી જવું પડ્યું કારણ કે લાઈટો જતી રહી હતી. હવે ઉમરૅઠમાં એમ.જી.વી.સી.એલ વાળા પાછા વાંકા થઈ ગયા છે, તેમની ઓફિસમાં રવીવારે રજા એટલે લાઈટો પણ બંધ કરી દે છે. ચાર પાંચ કલાક વગર લાઈટે રહેતા શીખવું હોય તો ઉમરૅઠમાં આવી જવાનું…!

આ રવીવારે તો થોડા બહાર ગામના મિત્રો ગામમાં આવ્યા હતા તેમની સાથે ગપ્પા-સપ્પા મારી પસાર થયો. સવારે ટીવી-૯ના રીપોર્ટર ઉમરેઠમાં ઓવર બ્રીજની સ્ટોરી કવર કરવા આવ્યા, પહેલી વાર ઈલેક્ટ્રોનિક મિડીયાની આઊટ ડોર કામગીરી રૂબરુ જોવા મળી. ભવિષ્યમાં સ્ટૂડિયો જોવા મળે તેવી પ્રબળ ઈચ્છા છે. આજે કદાચ ટીવી-૯ ઉપર ઉમરૅઠની સ્ટોરી પ્રસારીત થઈ હશે, તક મળે તો ટીવી-૯ ઓન કરી લેજો..

બપોરે મિત્ર ભાવિકને ત્યાં પ્રસંગ હોવાથી બંગડી લાડું અને બટાકાનું શાક, ફુલવડી અને દાળ-ભાત ખાવાની મઝા આવી, અને સાંજે પાણીપુરી અને પ્યારેલાલ ની કચોરી (મેડ બાય માય મમ્મી) છેલ્લા કેટલાય રવીવાર ખાવાની બાબતે જોરદાર જાય છે..હોપ કીપ ઈટ અપ. બપોરે ઊંઘવાની મઝા જ કાંઈ ઓર હોય છે,આ રવીવારે સંતોષકારક ઊંઘ ન મળી કાંઈ ને કાંઈ ફતકડા આવી જ ગયા. બસ સાંજે તો રાબેતા મુજબ મિત્ર દર્શન અને મિતેષ પાસે કીટલી પાર્ટી… ચા ની ચુસ્કી અને દેશ વિદેશની વાતો સાથે સન્ડે પુરો….

રવીવાર


સુવાનું ઉઠવાનું ખાવાનું ફરી સુવાનું ઉઠવાનું અને ખાવાનું ….બસ બીજી કોઈ જ મગજમારી નહી. જોરદાર આરામથી ભરપૂર રવીવાર રહ્યો બધા રવીવાર આવા જાય તેવી આશા. વચ્ચે થોડા ફોન કોલ્સ મજા બગાડવા આવ્યા પણ ચાલ્યા કરે..! આખો દિવસ રવીવારે લાઈટો જવાની દહેશત હતી પણ નઠારી સાબીત થઈ પણ હા ફક્ત અમારા વિસ્તારમાં ઉમરેઠના બીજા અન્ય વિસ્તારોમાં લાઈટ વગર લોકો પરસેવે રેબઝેબ થઈ જ ગયા હશે. આ રવીવારે લાઈટ સાથે જલસા કર્યા પણ આવતા રવીવારે શું થશે રામ જાણે..! સ્વાભાવિક રીતે આવતા રવીવારે સ્ટેગરીંગમાં અમારા વિસ્તારનો વારો આવશે જ, જેથી આવતા રવીવારે આખો દિવસ વગર લાઈટે રહેવા માનસિક રીતે અત્યાર થી તૈયારી શરૂ કરી દીધી છે.

ગરમી બોસ, જોરદાર છે ઉમરૅઠમાં માપી નથી પણ અનુભવ થી વિશેષ શું હોય. પણ હવે બરફનો ગોળો હાજર છે કોઈ ચીન્તા નહી.

હોળી/રવીવાર/ધુળેટી


દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પંચવટી વિસ્તારમાં અઢળક લાકડાનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી અને લગભગ ૧૦ વાગ્યાની આસ પાસ લોકોએ અંગારા ઉપર ચાલવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો અંગારા ઉપર ચાલ્યા હતા પણ આ સમયે નગમતી બાબત એવી બની કે અમારી પોળના એક સજ્જન અંગારા ઉપર ચાલતા ચાલતા દાઝી ગયા..! હવે આ બાબત ખરેખર વિચાર માગે તેવી છે, અંગારા ઉપર ચાલવું શ્રધ્ધાની વાત છે કે પછી ..? ખેર જેવા લોકોના વિચાર જવા દો..!

કોપરાની કાચલીની હોળી-(તસ્વીર- મેહૂલ ચોકસી) (મોબાઈલથી લીધેલ ફોટો)

એક તરફ આખા ઉમરેઠમાં મોટા ભાગના તમામ વિસ્તારમાં અઢળક લાકડાંના ઉપયોગથી હોળી દહન કરવામાં આવ્યું ત્યારે બીજી બાજૂ ઉમરૅઠની ચોકસીની પોળમાં કોપરાની કાચલીની હોળી પ્રગટાવવામાં આવી હતી. એકદમ સરસ વિચાર કહેવાય આ પોળના લોકોનો સહેજ પણ લાકડાનો ઉપયોગ કર્યા વગર પર્યાવરણને અનુકૂળ હોળી પ્રગટાવી ઉમરેઠના ચોકસીની પોળના રહીશોએ હોળી પર્વની ઉજવણી કરી હતી.

હવે ધુળેટીની વાત, આ વર્ષે કોણ જાણે કેમ એકેય મિત્રોને ધુળેટીમાં રસ ન હોય તેમ લાગ્યું, બધા પોતપોતાની વસ્તી અને મસ્તીમાં વ્યસ્ત હોય તેમ લાગે છે. છતા પણ આપણે તો ઉમરૅઠમાં હોઈએ એટલે મસ્ત મઝા થી ધુળેટી કરી એક તો રવીવાર ને ઉપરથી ધુળેટી બેવડો આનંદ હતો સવારે ૧૦ કલાકે પોળની બહાર લટાર મારવા નિકળ્યો ત્યાંજ હતો તેનાથી બદતર થઈ ગયો અવનવા કલર અને પાણીની પિચકારીથી લોકો તુટી પડ્યા..! છતા પણ બહાદૂરની જેમ પોળની બહાર અન્ય પોળના લોકો સાથે બેસી રહ્યા અને ગપ્પાબાજી શરૂ કરી જોતજોતામાં બે કલાક ક્યાંય પસાર થઈ ગયા પછી પેટ પુજા અને ફરી પોળમાં પિચકારી લઈ નાના છોકરા જોડ અટકચાળા શરૂ કર્યા, જોત જોતામાં નાના- છોકરા અને મારી જોડે ધુળેટી રમવા અન્ય પોળના મોટા લોકો પણ જોડાઈ ગયા પછી તો દર વર્ષની જેમ ફરી પોળમાં ધૂળેટીની રંગત જામી..!

ફાઈનલી, સવાર સુધી બોરીંગ લાગતી ધુળેટીમાં બપોર પછી થોડો રંગ આવ્યો છતા પણ દર વર્ષની જેમ માનીતા ભેરૂઓ જોડે ધૂળેટી ન રમવા મળી તેનો વસવસો તો એક ખૂણામાં રહ્યો જ..! એન ઈ વે..બેટર લક નેક્સ્ટ યર..! અને છેલ્લે ધૂળેટી રમ્યા પછી નાહી-ધોઈ ચા-નાસ્તો કરી ઈન્ડિયા વેસ્ટેન્ડીઝની મેચ જોવાની મઝા આવી ( અફકોર્સ આપણે જીત્યા એટલેજ )

રવીવાર


સરસ રવીવાર, સવારે દશ વાગ્યા સુધી ગોદલામાં મોં નાખી સુઈ રહેવાની મજા જ કાંઈ ઓર હોય છે, ગઈકાલે કેટલાય દિવસ પછી સવારે ગરમા ગરમ ગાંઠીયા ખાધા અને એટલા બધા કે બપોરે ખાવાની પણ જરૂર ના પડી. આ રવીવારે એક ખાસ વાતએ હતી કે સમગ્ર ઉમરેઠમાં ક્યાંય પણ લાઈટો બંધ નતી થઈ એટલે જાણે સોનામાં સુગંધ ભરી હોપ તેમ લાગ્યું.

બપોરે ફરી પથારી ભેગા થઈ સાંજે બહાર નિકળ્યો ત્યારે આકાશમાં નજર મારી તો એક્કલ દુક્કલ પતંગો ચકતી જોઈ ને, ટાંબરીયા કાપ્યો ની બૂમો પાળતા પણ સંભળાતા હતા હવે ધીરે ધીરે ઉત્તરાયણનો માહોલ જામતો હોય તેમ લાગે છે. ગઈ કાલે પતંગોને દોરીની ખરીદી પણ કરી દીધી પણ હજૂ ડીલીવરી મળી નથી અને ઉતાવળ પણ નથી.. ઉત્તરાયણ વીશે બહૂ યાદો છે પછી ક્યારે અલગથી લખીશ.

અમારા ઉમરેઠમાં ” આર્ટ ઓફ લીવીંગ ” નો છ દિવસનો કેમ્પ આવ્યો હતો, ગઈકાલે સમાપન સમારોહ હતો, અને ત્યાં જવા માટે ઈન્વીટેશન હતું જેથી કાલે સાંજે ત્યાં આટો મારવા ગયો. ” આર્ટ ઓફ લીવીંગ” વાળા જબરી પ્રવૃત્તિઓ કરે છે, ખાસ કરીને ધ્યાન અને ડાન્સ ઉપર તેઓ વધુ જોર આપતા હોય તેમ લાગ્યું. આર્ટ ઓફ લીવીંગ સારૂં છે કે ખોટું કહેવું અતિરેક હશે કારણ કે માત્ર દોઢ બે કલાક આ શિબિરમાં હું હતો અને તે પણ ઓડીયન્સ તરીકે પણ જે લોકોને હું નજીકથી ઓળખું છું તેઓએ કહ્યું જો સમયનો અભાવ ન હોય તો એક વાર આર્ટ ઓફ લીવીંગનો બેઝીક કોર્સ કરવો જ જોઈયે..!

રાજ્ય ઉર્જા મંત્રીના સંસદ વિસ્તાર ઉમરેઠમાં દર રવીવારે વીજકાપથી નગરજનો ત્રસ્ત..!


..આવો અમારા ગુજરાતમાં અહિયા વહેપાર ઉધોગ માટે રોકાણકારોને મોકળું મેદાન છે, અહિયા સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ વીજકાપ નથી..! આ વાક્ય તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રમોદી તામિલનાડુંમાં ઉધોગપતિઓની એક સભાને સંબોધતા બોલ્યા હતા. પણ મોદીજી જો ઉમરેઠમાં રવીવારે આવે તો મોં માં આંગળા નાખી પોતાનું બોલેલું વાક્ય પાછું ખેંચી લે તેમાં કોઈ બે મત નથી. આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં દર રવીવારે જાણે એમ.જી.વી.સી.એલ રજા પાડતું હોય તેમ લાગી રહ્યું છે. ઉમરેઠમાં રવીવારે સવાર થી લાઈટો બંધ થઈ જાય છે અને તે બપોરે આવે છે જેના કારણે મહિલાઓ, બાળકો સહિત દૂકાનદારો પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે.

એક બાજૂ તંત્રએ ઉમરેઠ નગરને એમ.જી.વી.સી.એલ ની મોડેલ કચેરીની ભેટ ધરી ઉમરેઠ પ્રત્યે પોતીકું વર્તન કર્યું છે, ત્યારે બીજૂ બાજૂ દર રવીવારે લાઈટો બંધ કરી એમ.જી.વી.સી.એલના અધિકારીઓ ઉમરેઠ પ્રત્યે ઓર્માયું વર્તન કરી રહ્યા છે. ઉમરેઠની મોડેલ એમ.જી.વી.સી.એલ ની કચેરીમાં પ્રી-પેઈડ વીજ મિટર સહિત એ.ટી.પી મશીનથી લાઈટ બીલ ભરવાની સુવિધા છે ત્યારે આવી આધુનિક સુવિધા પુરી પાડતા વીજ તંત્ર ધ્વારા વીજપુરવઠો પુરો પાડવામાં શા માટે ગલ્લા તલ્લા કરવામાં આવે છે, જે નગરજનો માટે મોટો સવાલ બની ગયો છે. રવીવારે બાળકો સ્કૂલ નિશાળની રૂટીન જીંદગી માંથી અલગ થઈ ઘરે આનંદ કરતા હોય છે ત્યારે તેઓના આનંદમાં ભંગ પાડવા માટે એમ.જી.વી.સી.એલ વાળા મીટ માંડીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ઉમરેઠમાં પહેલેથી દર સોમવારે બજારો બંધ હોય છે જેના કારણે રવીવારે સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે ભીડ હોય છે જેથી રવીવારે જ લાઈટો બંધ થઈ જતી હોવાને કારણે વહેપારી વર્ગ પણ ખાસ્સો પરેશાન થઈ ગયો છે.

રાજ્ય ઉર્જા મંત્રી ભરતભાઈ સોલંકી ઉમરેઠના સંસદ સભ્ય હોવા છતા પણ, ઉમરેઠમાં વીજ ધાંધિયા થઈ રહ્યા છે ત્યારે ઉમરેઠમાં દિવાનીચે અંધારું જેવી પરિસ્થીતી પેદા થઈ છે તેમાં કોઈ બે મત નથી થોડા મહિના અગાઊ ઉમરેઠના કેટલાક વહેપારી મંળડો ધ્વારા લાગતા વળગતા અધિકારીઓ ને આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતું ઘરે રવીવારની આનંદ માનતા આ અધિકારીઓ ઉમરેઠના લોકોની રવીવારની મજા બગાડવા જ આવ્યા હોય તેમ લાગે છે.

રવીવાર


ઓર ભી દીન હૈ કેલેન્ડ મેં..ઓર ભી દીન હૈ કેલેન્ડ મેં…

કમ્બકત રવીવાર હી ક્યું, પાવર કટ કરને કે લીયે..!

કહેવાય છે, આણંદ જિલ્લા માંજ નહિ સમગ્ર ગુજરાતમાં એમ.જી.વી.સી.એલ ની ઓફિસ ઉમરેઠમાં સરસ છે, સરસ એટલે દેખાવ માંજ નહિ કસ્ટમર સર્વીસની બાબતે પણ, પણ રવીવારે શું થઈ જાય છે કાંઈ ખબર નથી પડતી. અમારા ઉમરેઠની વીજ કંપનીની ઓફિસમાં એ.ટી.પી મશીન થી વીજ બીલ ભરવાની સુવિધા છે. (એ.ટી.પી. મશીન એટલે જેમ એ.ટી.એમ માંથી ગમે ત્યારે પૈસા ઉપાડાય તેમ એ.ટી.પી. મશીનમાં ગમે ત્યારે પૈસા ભરાય), પણ હમના ગામના લોકો ટેવાયા નથી એટલે ત્યાં મશીન પાસે એક માણસ ઉભો રહે છે તે મશીન ધ્વારા બધાના લાઈટ બીલ ભરી આપે , જાતે ભરવાનો મેં એક વાર પ્રયાસ કર્યો હતો પણ હું ઠોઠ સાબિત થયો (સાદી ભાષામાં ન આવડ્યું) સાથે સાથે પ્રી-પેડ વીજ બીલની પણ સુવિધા જેટલી લાઈટ જોઈયે તેટલી રીચાર્જ કૂપન લઈ લેવાની, રીચાર્જ ખતમ એટલે ઘરમાં અંધારૂં..

… ખેર સવારે મિત્ર સાથે બસ સ્ટેન્ડ ગરમા ગરમ ભજીયા ખાધાને ઓફિસ ભેગો થયો.. પણ લાઈટો ન હોવાથી ધાર્યુ કામ થયુ નહિ એટલે આવતા રવીવારે પણ ..

નેટ ઉપર ભટકતા ભટકતા અમારી જ્ઞાતિના પ્રમુખ નવનીતભાઈ પરીખ ની ની વેબ સાઈટ http://www.parikhparivar.com/ જોઈ, જે લોકો ધાર્મિક વૃત્તિ ધરાવતા હશે તેમને તો જરૂર મજા આવશે. ખાસ કરીને વૈષ્ણવોને ગમે તેમા ગીતો,ભજનો વિગેરે તેઓની સાઈટ ઉપર ઉપલબ્ધ છે. જો યાદ હોય તો પેલી સ્મરણાંજલિકા કેસેટો આવતી હતી તે તેઓ એજ બહાર પાડી હતી.

બસ હવે, હળવે પંખે આરામ અને સાંજે મિત્રો સાથે ચા ની ચુસ્કી..

રવીવાર


..ફરી એક વખત આરામદાયક રવીવાર, હવે લાઈટોનું રામાયણ પૂરૂ થઈ ગયું હોય તેમ લાગે છે, આ રવીવારે ઉમરેઠમાં આ બાજૂ કે પેલી બાજૂ લાઈટો ગઈ જ ન હતી હવે લાગ્ય કે, અમારા સંસદ સભ્ય રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી જ છે.

..બસ રવીવારે બપોરે સવાર થઈ સત્તર અટ્ઠાર મિનિટમાં રેડી થઈ પોળ માંજ એક મિત્રને ત્યાં બાફેલો લોટ (કેટલાક લોકો ખીચું કહે છે) ખાધો.. પહેલાતો ફોરમાલીટી કરવામાં ના ના કરી પણ જોરદાર સ્વાદીષ્ટ હતો એટલે બીજીવાર પણ આલાટી પાડ્યો..! પછી શું થોડીવાર બજારમાં ટહેલવા નિકળ્યો અને ઘરે આવી ટી.વી જોઈ ફરી પથારી ભેગો… સાંજે મિત્રો જોડે ગામની ભાગોળે ચા ની કીટલી ઉપર દેશ-વિદેશ ની ચર્ચા કરી..

સાજે ડિનરમાં એક વર્ષ પછી બાજરીની ખિચડી ખાધી, મારી મમ્મીની બાજરીની ખિચડી જોરદાર બને છે, પણ બનાવવામાં બહૂ કૂથો છે, એટલે વર્ષમાં બે-ત્રણ વખત જ બને છે. અને આમ પણ બાજરી ની ખિચડી ખાવાની મજા શિયાળા માંજ આવે. આ વર્ષે બે-ત્રણ વારની જગ્યાએ પાંચ-છ વાર બાજરીની ખિચડી બનાવવા મમ્મી સાથે માંગ કરી છે, આશા છે, પૂર્ણ થઈ જ જશે (પણ મારે કદાચ તેની મોટીં કિંમત પણ ચુકવવીજ પડશે.) મારી મમ્મી ની અને અમારી પોળમાં પણ બાજરીની ખિચડી સરસ જ થાય છે, પણ આ વર્ષે પોળમાં કસ્ટ્રકશનનું કામ ચાલે છે એટલે પોળની ભૌગોલિક પરિસ્થિતી જોઈ બાજરીની ખિચડીની ફિસ્ટ થાય તેવા એંધાન દેખાતા નથી..

રવીવાર


બે-ત્રણ દિવસ પહેલા મોદી સાહેબે તામિલનાડુંના ઉદ્યોગપતિઓને સંબોધતા કહ્યું હતું કે, અમારા ગુજરાતમાં ક્યાંય પાવર કટ નથી પણ મોદીજી કો’ક વાર રવીવારે ઉમરેઠની સર્પ્રાઈઝ મુલાકાત કરજો,તમારા બધા દાવા પોકળ સાબિત થશે. પણ હા એક વાત ચોક્ક્સ છે કે પહેલા કરતા પ્રમાણમાં પાવર કટનો પ્રોબ્લેમ ઓછો થયો છે, પણ પાવર કટનો પ્રોબ્લેમ નથી તેવું તો છાતી ઠોકીને ના કહી શકાય. ..ખેર જવાદો.

રવીવારે સવારથી જ પાવર કટ હતો જેથી પોળના ઓટલે પારકી પંચાત કરી બપોરે ભોજન કરી પથારી ભેગા થયા સાંજે મિત્ર જોડે ચા ની ચુસ્કી ને રાત્રે “પા” અને “તારે જમીન પર” મુવી જોઈ..

રવીવાર


રવીવાર,બેસતુ વર્ષ અને ભાઈબીજ બધુજ એક જ દિવસે જાણે ૨૪ કલાકનો દિવસ પણ નાનો લાગ્યો, આમ જોવા જઈયે તો નવાવર્ષની શરૂઆત સારી થઈ સવારે ઓફિસમાં મહૂર્ત કરવા ગયા ને ગ્રાહકો અમારી રાહ જોઈને જ બેઠા હતા, જૂના ગ્રાહકોતો ઠીક મહૂર્તમાં એક નવો ગ્રાહક પણ મળ્યો એટલે જાણે સોનામાં સુગંધ ભળી હોય તેમ લાગ્યું

ઓફિસનું મહૂર્ત તો પૂરુ થયું પછી મિત્રોને મળવાનો સીલસીલો શરૂ થયો, જે છેક સાંજે ચાર સાડા ચાર સુધી ચાલ્યો બધાજ મિત્રોને ત્યાં વારાફરથી ગયા વચ્ચે એક મિત્રને ત્યાં ઘાપચી મારી અને ભાઈબીજ કરવા બહેનને ત્યાં ઉપડી ગયો. ગઈકાલે કેટલાય એવા સ્વજનો અને મિત્રો મળ્યા કે જે ઉમરેઠ બહાર રહેતા હતા તેઓ ધ્વારા “આપણું ઉમરેઠ બ્લોગ વાંચવામાં આવે છે તેવું જાણી આનંદ થયો.તેમજ બ્લોગ અંગે તેઓની પ્રત્યક્ષ અને મૌખિક ટિપ્પણીઓ પણ અદભૂત હતી.બસ પછી સાંજે રાબેતા મુજબ બધા મિત્રો સાથે બસ સ્ટેશન પાસે ચા ની મજા લીધી.સાંજે ડિનર ઉમરેઠમાં નવી બનેલ અતિથિ હોટલમાં લીધુ પ્રસંગ હતો ભાઈબીજ અને પિતરાઈ બહેનના જન્મદિવસનો, ભોજન તો સરસ હતુ.અને આજે સાંજે ફુવાના હાથની સ્પેશિયલ ચટણીપૂરી

રવીવાર


એકંદરે સરસ રવીવાર રહ્યો, તેનો અર્થ તે પણ નથી કે લાઈટો બંધ નતી થઈ આ રવીવારે સવાર થી બપોરની જગ્યાએ બપોરથી સાંજ લાઈટો બંધ રહી સવારે લાઈટો ચાલુ હતી એટલે સવારનો સમય જલસાથી પસાર થઈ ગયો. થોડા કપડા ખરીદ્યા ને કાકાનો છોકરો દૂબઈ જવાનો હોવાથી સવારનું ભોજન તેની સાથે લીધુ…

બસ પછી લાઈટો ગઈ છતા પણ બપોરનો આરામ વગર પંખે કરી જ લીધો, લાઈટો નતી જેથી આખ વહેલી ખુલી સાંજે મિત્ર સાથે ચા ની ચુસ્કીને ઈધર સુધરની વાતો..બસ રીટીન સન્ડે…

રવીવાર (ભાગ-૨)


Google Earth as on 30.8.2010

રવીવારે સાંજે ૮.૩૦ પછી આપણા ઉમરેઠમાં જોરદાર વરસાદ પડ્યો, પહેલાતો વિજળીના ભયાનક ચમકારા અને પછી ગાજવીજ સાથે વરસાદ એક વિજળીનો ચમકારોતો એટલો મોટો હતો કે જાણે બ્લાસ્ટ થયો હોય તેવો અનુભવ થયો.

લગભગ ચાર કલાક એટલે કે મોડી રાત્રે ૧૨.૩૦ સુધી એક ધાર્યો સાંબેલા ધારે વરસાદ ખરેખર ભયાનક હતો. હજૂ પણ આવનારા કેટલાક દિવસો સુધી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસા રહેશે તેમ ગઈકાલે ટી.વીમાં જોયું હતું. હમના જ ગુગલ અર્થમાં દેશનો નકજો જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે દેશ ઉપર વરસાદના વાદળ કેટલા છવાયેલા છે. આ ગુગલ અર્થમાં દેખાતી તસવીર જૂની હશે કે નવી ખ્યાલ નહિ પણ જો આ તસવીર નવી હોય તો ચોક્કસ ગુજરાત ઉપર મેઘરાજાની સવારી આવાની નક્કી જ.

રવીવાર


આજે રવીવારને ફરી આપણા ઉમરેઠમાં પાવર કટનું ભૂત ધૂન્યું, છેલ્લા બે ત્રણ રવીવારે લાઈટો બંધ નતી રહી જેથી પાવર કટનું ભૂત બાટલીમાં આવી ગયું તેવું સમજતો હતો પણ સવારે ૯ થી બપોરે ૨ સુધી આજે લાઈટો બંધ રહેતા રવીવારની મજા બગડી ગઈ ૨ વાગે લાઈટો આવી અને “થ્રી ઈડીયટ ” મૂવી જોવા બેસ્યો ને પછી થોડીવારમાં ધોધમાર વરસાદ થતા પોળમાં મિત્રો સાથે પત્તા રમ્યો (દો,તીન પાંચ અને લાસ્ટ કાર્ડ)(તીન પત્તી નહિ હો…)

..બસ પછી ફરી લાઈટો ગઈ પણ કલાક માટે ને આવી એટલે ઓફિસમાં થોડું જૂનું કામ તમામ કરવા માળ્યો..સાંજે હું ને મિત્રો નવરા પડીયે તો ચા ની ચુસ્કી પાક્કી…

દર રવીવારે લાઈટો બંધ રાખીને એમ.જી.વી.સી.એલ વાળાને શું મળતું હશે….?

રવીવાર


આજે રવીવાર અને એક ખાસ વાત ઉમરેઠમાં લાઈટ નથી ગઈ, પાણી પણ બરાબર આવ્યું છે અને ઓફિસમાં કામ પણ નથી એકંદરે સરસ રવીવાર છે. બપોરે ભરપુર આરામ અને સાંજે વહેલું ઉઠાશે તો મિત્રો સાથે ચા ની ચુસ્કી પાક્કી…

રવીવાર


…સાડા અગિયાર થયા, તેવો અવાજ કાને અથડાયો ને ઉત્થાપણ થઈ ગયું, બસ પછી સ્નાન ને સંણગાર કરી બજારમાં અડધો કલાક ફર્યો ને ઘરે આવી ભોજન કર્યું.

ટી.વી ચેનલ ફેરવતા ફેરવતા દુરદર્શન પર અટકી ગયો જ્યાં ” પા ” ફિલ્મ ચાલતી હતી આમ પણ મોડો ઉઠેલો એટલે બપોરે સુવાનો ઈરાદો ન હતો “પા” ફિલ્મ આખી જોઈ ખરેખર મઝા આવી ખુબ સરસ ફિલ્મ છે.

..ફિલ્મ જોઈને ફરી સુઈ ગયો સાંજે મિત્રો સાથે અમારા “ટી” પોઈન્ટ ઉપર રાબેતા મુજબ ચા પીધી ને ભાણીને લઈ કલાક આંટો મારી આવ્યો.

રાત્રે ઘરે જમી ફરી ટી.વી બોક્સ સામે, રવીવાર હોવાથી કોઈ ટી.વી જોવામાં ભાગ ન પડાવે એટલે સ્વાભાવિક રીતે રીમોટ મારી પાસે જ હતુ. ને કોઈક ચેનલ ઉપર “તારે જમીન પર” ચાલતું હતું રીમોટ બાજૂમાં મુક્યું ને “તારે જમીન પર” આખુ જોઈ નાખ્યું તે પણ ખુબજ સુંદર ફિલ્મ લાગી. એક જ દિવસમાં બે સરસ મુવી જોઈ જોરદાર મઝા આવી ગઈ.. અને હા ગઈકાલે બંન્ને મુવીમાં એકદમ થોડી ડુંગળી સમારવી પડી તેવું કદાચ પહેલીવાર બન્યું.

એકંદરે સરસ સીમ્પલ સન્ડે રહ્યો..!

રવીવાર


આ રવીવાર તેવું કાંઈ ખાસ નથી થયું કે લખવું પડે ..છતા પણ…પરંપરા જળવવવા માટે

આ રવીવારે ભરપુર આરામ કર્યો… બસ બીજૂ કાંઈ નહી…!

ગાંઠીયા તો શનિવારે જ મિત્રો સાથે આરોગી દીધા હતા.

રવીવાર


આ રવીવારે ઓફિસમાં ઈનામી યોજનાનો ડ્રો હતો. જેથી સવારે સમય ઓફિસ માંજ પસાર થઈ ગયો, ત્યા બાદ ઘરે ગયો ત્યારે રાબેતા મુજબ લાઈટની રામાયણ ચાલુ હતી એટકે કે, લાઈટો બંધ હતી. જેથી પોળના મિત્રો સાથે ગાંઠીયાની લારીએ જવા પ્રસ્થાન કર્યું.

જોત જોતામાં કલાક પસાર થઈ ગયો અને ઘરે આવ્યા, પણ લાઈટોના કોઈ ઠેકાણા ન હતા. જેથી પોળમાં ઓટલા સભા કરી અને મિત્રો સાથે ઈધર દુધરની વાતો કરી. લગભગ બપોરે ૧ કલાકની આસપાસ લાઈટો આવી એટલે બપોરનું ભોજન કરી ન્યુઝ પેપર વાંચ્યા..! અને પછી રાબેતા મુજબ પથારી ભેગા.

સાંજે મિત્રનો ફોન આવ્યો ને ડાકોર જવાનો પ્રોગ્રામ બનાવ્યો. આ વખતે ડાકોર મંદિરમાં પહોંચ્યાને દર્શન બંધ થઈ ગયા, જેથી અડધો કલાક સુધી દર્શન ફરી ખુલે તે માટે રાહ જોવાની હતી. જેથી “મેડા ઉપર”ના ખમણ ખાવા જતા રહ્યા. પછી થોડીવાર રહી મંદિરમાં ગયાને દર્શન કર્યા. આ વખતે મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ નબળી લાગી, મોબાઈલ ફોન કે અન્ય વસ્તુ સાથે કેટલાય લોકો મંદિરમાં ફરતા જોવા મળ્યા. તેમજ એક મિત્રએ કહ્યુ કે, પ્રસાદમાં આપવામાં આવતી કોથળીઓ સરકાર દ્વારા પ્રતિબંધીત છે છતા મંદિરમાં બેરોકટોક આવી કોથળીઓ વાપરવામાં આવે તે કેટલું વ્યાજબી છે..?

..ખેર દર્શન કરી ડાકોરની દાબેલી ખાવા ગયા અને ગોટાનો કાર્યક્રમ રદ કર્યો, કારણ કે ઘરે પાણીપુરી રાહ જોતી હતી. એકંદરે સરસ રવીવાર રહ્યો..

રવીવાર


આ રવીવારની શરૂઆત ગાંઠીયા થી જ કરી, ફોઈના છોકરાને લઈ સવારના પહોરમાં ગરમા ગરમ ગાંઠિયા લઈ આવ્યો આમ તો દર રવીવારે ગાંઠિયાની લારી પર ગાંડિયાની મઝા લેતો હતો પણ આ રવીવારે ઘરે બધાને સવારે નાસ્તામાં ગાઠિયા જ ખવડાવ્યા. પછી નેટ ઉપરથી કાકાના છોકરાના એડમીશન માટે કેટલીક કોલેજના ફોર્મ ડાઊનલોડ કરવા ઓફિસમાં લટાર મારી આવ્યો. અને કોલેજ સીલેક્શન પણ કર્યુ બે વર્ષ થી આ પધ્ધતિથી જ એડમીશન આપવામાં આવે છે જે ખુબ સરળ છે અને લાઈનમાં ઉભુ રહેવાની ઝંઝટ નહિ કરવાની. પણ ગામડાના લોકોને ખુબ અગવળ પડે છે તેમાં કોઈ શક નથી ખેર..જવા દો..

આ રવીવાર ખૂબ સરસ મઝાનો રહ્યો, આમ તો રવીવારે આણંદ મોર્નિંગ શો માં રાજનીતી જોવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો પરંતું દશ દિવસ પછી ફુવા કેનેડા જવાના હોવાથી તેમને વિદાય આપવા પરિવારજનો ઘરે એકઠા થયા હતા. ફોઈના છોકરાઓ જોડે ટસા ટસીમાં ત્રણ વાળકી કેરીનો રસ આલી પાડ્યો પછી પાપી પેટે દગો દીધો કે રાત્રે ખાવું જ ન પડ્યું…!

કેટલાય દિવસ પછી ફોઈ હું અને ફોઈના બે છોકરા મળ્યા નવી જૂની કેટલીય વાતો કરી. અને એક બીજા જોડે થી કોમ્યુટરની કેટલીક કરામતો શીખ્યા (દા.ત- નેટ બેકિંગ અને રેલ્વે ટીકેટને લગતી વિગેરે…)

..આ રવીવારે બપોરે પોઢવાનો ટાઈમ ના મલ્યો ભા’ઈ લોકો સાથે વાતોના વડા કરવામાં ક્યાં સમય નિકળી ગયઓ ખબર ના પડી બપોરે સરસ મઝાનો આઈસ્ક્રીમ ખાઈ ગરમીમાં રાહત લઈ લીધી…

સાંજે કલાક આરામ કર્યો ને મિત્રો સાથે ચા ની ચુસ્કી લેવા પહોંચી ગયો એક મિત્ર જોડે ફોન ઉપર સંતાકૂકડી રમવાનું થયું છેલ્લે અમે ભેંગા ન થયા તે ન જ થયા ..ખેર હવે જ્યારે તે ઉમરેઠ આવે ત્યારે મળીશું…

રાજનીતી જોવાનો પ્રોગ્રામ કેન્સલ થયો પણ રવીવારે રાજનીતી જોઈ ને જ રહ્યો.. કેવી રીતે…? વાંચ જો આ  પછીની પોસ્ટ

રવીવાર


આજે ઓફિસમાં થોડું જૂનું પેન્ડીંગ કામ પતાવ્યું , બસ હવે ઘરે જઈ ખાટલા ભેંગા થઈશું સવારે નાસ્તામાં ગાંઠિયા અને ખમણ ઝાપટ્યા અને બ્લોગમાં ઉમરેઠના અગત્યના ટેલિફોન નંબરનું પેજ ઉમેર્યું કદાચ કેટલાક લોકોને કામ આવશે. સાંજે કેટલાવાગે ઉત્થાપણ થશે ખ્યાલ નથી પણ ઉઠી મિત્રો સાથે ચા ની ચુસ્કી ફાઈનલ…

રવીવાર


વડોદરાની અસહ્ય ગરમીનો અનુભવ કર્યો, મિત્રના લગ્નમાં રવીવારે વડોદરા જવાનું હતુ આમ જોવા જઈયે તો વડોદરા અને ઉમરેઠમાં સરખી જ ગરમી લાગી. બસ હવેતો વરસાદ સરપ્રાઈઝ આપે તેવી પ્રબળ ઈચ્છા છે…! મિત્રના લગ્નમાં રવીવાર જોત જોતામાં પસાર થઈ ગયો.

સાંજે ૬.૩૦ પછી ઉમરેઠ આવી કાકાના છોકરાનું એન્જીનીયરીંગનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું, અરે હા કહેવાનું રહી ગયું કાકાના છોકરાના ૧૨ સાયન્સમાં ૮૦% આવ્યા..! બોસ અત્યારના છોકરા ૭૫/૮૦ ટકાતો રમતા રમતા લાવ દેતા હોય છે.

રાત્રે થાકેલા પાકેલા આઈસ્ક્રીમનો આનંદ લીધો, અને આઈ.પી.એલ એવોર્ડ સમારોહ જોતા જોતા..પથારીમાં ઢેલ…

%d bloggers like this: