આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: નવરાત્રિ મહોત્સવ-૨૦૧૦,ઉમરેઠ

ઉમરેઠ વારાહિ માતાજીના હવન દર્શન * એક્સલુઝીવ વિડીયો *


આ હવનનું ઐતિહાસીક મહત્વ જાણવા માટે અહિયા ક્લીક કરો..

નાના બાળકોના ગરબા, ઉમરેઠ * એક્સલુઝીવ * વિડીયો ભાગ-૩


ઉમરેઠના શ્રી ગૃપ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં નાના બાળકોના સ્પેશીયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૨ થી ૧૫ વર્ષના બાળકોએ ભાગ લીધો હતો જ્યારે બાળકોને પ્રોત્સાહિત કરવા જૂદી જૂદી કેટેગરીમાં ઈનામો પણ આપવામાં આવ્યા હતા.

*એક્સલુઝીવ વીડીયો (ભાગ-૨)* શ્રી ગૃપ ઉમરેઠ આયોજીત ગરબા મહોત્સવ-૨૦૧૦


Thanks To Mr.Arvind Patel for Provide This Video

to

www.aapnuumreth.wordpress.com

ઉમરેઠમાં વારાહિ માતાજીનો ૨૫૩મો ઐતીહાસિક હવન હોજાશે.


  • હવનમાં યજમાન પદે બિરાજવા ૪૫ વર્ષ રાહ જોવી પડે છે..!
  • હવનમાં લગભગ ૧૨૦ લિટર દૂધ, ૧૫ કીલો ચોખ્ખુ ઘી, ૩૦ કિલો તલ, ૭૫ મણ કાષ્ટ તથા અનેક શ્રીફળ હોમાશે..!
વારાહિ માતાજીનું મંદિર
શ્રી વારાહિમાતાજી

ઉમરેઠમાં વારાહિમાતાનો “સર્વજન કલ્યાણ હવન” સંવત ૨૦૬૬ને આસો સુદ-૯ ને શનિવારના રોજ શ્રી વારાહિમાતા હવન ચોકમાં શ્રી ચંન્દ્રકાન્તભાઈ દવેના આચાર્ય પદે યોજાશે. હવનની તૈયારીઓમાં બાજખેડાવાડ જ્ઞાતિના સેવકો લાગી ગયા છે ત્યારે ખાસ કરીને બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા વારાહિમાતાજીના હવનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવી પહોચશે.

ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસીક વારાહિમાતાના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી જતા હોય છે, આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહિમાતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, કહેવાય છે આ હવણ દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહિમાતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ઓગનીસ ગાંઠો મારતા હોય છે.

આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૫ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, યજમાન ના ઘરે આ સમયે લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય છે, ખાસ કરીને બાજખેડાવાડ ભ્રાહ્મનોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા ચમત્કારી વારાહિમાતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે તેમજ હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ,તેમજ ૭૫ મણ કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.દૂધમાં ૩૫ કિલો ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરિકે કરવામાં આવે છે.ઉમરેઠમાં યોજાનારા આ ઐતિહાસિક હવનને સફળ બનાવના વારાહિમાતા ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષી સહિત ઉમરેઠનું તંત્ર ખડે પગે તૈયારીઓમાં લાગી ગયુ છે.

અંગ્રેજો પણ માતાજીમાં શ્રધ્ધા રાખતા…!

અંગ્રેજોએ પણ વારાહિમાતા હાજરા હજુર હોવાનો અનુભવ કર્યો હતો. અંગ્રેજોએ પણ મંદિરના ધાર્મિક મહત્વને ધ્યાનમાં લઈ મંદિરને એક તલવાર ભેટ તરિકે અર્પણ કરી હતી અને માતાજી પ્રત્યે પોતાન શ્રધ્ધા વ્યકત કરી હતી, આ તલવાર આજે પણ મંદિરમાં જ છે.

…અને ચોર આંધળા થઈ ગયા..!

ઉમરેઠના વારાહિમાતાજી હાજરા હુજૂર છે તેનો પરચો અંગ્રેજોના સમયમાં પણ જોવા મળ્યો હતો. મંદિરની જાહોજલાલી જોઈ કેટલાક ચોરો મંદિરમાં બદ ઈરાદાથી આવી મંદિરમાં ચોરી કરી પલાયન થતા હતા ત્યાં મંદિર માંજ તેઓ આંધળા થઈ ગયા હતા.જ્યારે મંદિરમાં પુજારી આવ્યા ત્યારે ચોરોએ પોતાની આપવીતી મંદિરના પુજારીને શંભળાવી ત્યારે મંદિરના પુજારીએ ચોરોન સાચા દિલથી માતાજીની માફી માગવા જણાવ્યું અને ચોરોએ તેમ કરતા તેઓની આંખો પાછી આવી ગઈ આમ માતાજી કેટલા ઉદાર અને હાજરા હજૂર એ તેનો સાક્ષાત્કાર થયો હતો.

*એક્સલુઝીવ વીડીયો (ભાગ-૧)* શ્રી ગૃપ ઉમરેઠ આયોજીત ગરબા મહોત્સવ-૨૦૧૦


ઉમરેઠના નાસિકવાલા હોલ ખાતે નગરના શ્રી ગૃપ દ્વારા નવરાત્રિ મહોત્સવ – ૨૦૧૦નું સુંદર આયોજન કરવામાં આવ્યું એ , ત્યારે ઉમરેઠનું યુવાધન ઉત્સાહભેર ગરબાનો આનંદ લઈ રહ્યું છે. ગઈરાત્રિના ગુજરાતી ટી.વી સિરીયલની અભિનેત્રી જયશ્રી પરીખ ઉમરેઠની મહેમાન બની હતી અને શ્રી ગૃપ ધ્વારા આયોજીત ગરબા મહોત્સવની મુલાકાત કરી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે આ સમયે જયશ્રી પરીખે જણાવ્યુ હતું કે, હાલના વેસ્ટ્રન કલ્ચરમાં શેરી ગરબા નામશેષ થવાને આરે આવી ગય છે તેઓએ જણાવ્યું હતું ઉમરેઠ જેવા નાના ગામમાં આ રીતે સુંદર મઝાના ગરબા થાય છે તે ખૂબ સારી વાત છે.

ઉમરેઠના થામણામાં સિનિયર સિટીઝનો પણ ઉત્સાહભેર ગરબા રમે છે..!


  • ગરબા રમવાનો ઈજારો માત્ર યુવાધનનો નથી..!

  ગરબાની વાત નિકળે એટલે આપના મનમાં યુવાધન રંગબેરંગીન કપડા પહેરી ગરબાના તાલે ઝુમતા હોય તેવું ચિત્ર પ્રથમ દ્રષ્ટીએ અંકિત થાય પણ હવે તેવું નથી રહ્યું ગરબા ઉપર માત્ર યુવાધન નો જ ઈજારો નથી રહ્યો સિનિયર સિટીઝન પણ ગરબાના તાલે ઝુમી રહ્યા છે અને તે પણ યુવાનોને પણ સરમાવે તેવું..

ઉમરેઠના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેયતા થામણા ગામમાં સિનિયર સિટીઝન ફોરમ ધ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ વાત તે છે કે સિનિયર સિટીઝનો પણ આ ગરબામાં પુરા જોશ સાથે ગરબા રમે છે ત્યારે તેઓનો ઉત્સાહ વધારવા માટે ગામના યુવાનો યુવતિઓ સહિત નાના બાળકો પણ તેઓ સાથે ગરબા રમી રહ્યા છે. ઉમરેઠના થામણા ગામમાં ૬૦ થી ૭૫ વર્ષના વૃધ્ધ નાગરિકો સહિત નાના ટાંબરિયાથી માંડી યુવાધન એક જ ચોકમાં પરંપરા ગત શેરી ગરબાનો લુપ્ત ઉઠાવે છે.

ગરબામાં યુવાધન અવનવા વેશ ધારન કરી ગરબા રમતા હોય છે ત્યારે ગતરાત્રિના થમણા ગામે એક યુવાને મોદી માસ્ક પહેરી ગરબા રમતો દેખાયો હતો જે આકર્ષનનું કેન્દ્ર બની ગયો હતો. એક તરફ મહાનગરપાલિકાઓમાં મોદી ફિવર છવાયેલ એ ત્યારે બીજી બાજૂ ગરબામાં પણ મોદી ફીવર છવાઈ ગયેલો દેખાય છે.શહેરોમાં સિનિયર સિટીઝનો માત્ર ટી.વી સેટ માં ગરબા જોઈ નવરાત્રિનો આનંદ લઈ રહ્યા છે ત્યારે ઉમરેઠના થામનામાં સિનિયર સિટીઝનો જીવનની પાનખરમાં ગરબાનો આનંદ લઈ વસંતનો અહેસાસ કરી રહ્યા છે.

%d bloggers like this: