આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: નગરપાલિકા ચુંટણી-૨૦૧૦

ઉમરેઠ નગરપાલિકાના ભાજપના બળવાખોર સભ્યો પક્ષ માંથી સસ્પેન્ડ કરાયા


  • વ્હીપનો અનાદર કરનાર સભ્યો સસ્પેન્ડ

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની ચુંટણી ગઈકાલે પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. આ સમયે ભાજપ દ્વારા પ્રમુખ પદે અરવિંદભાઈ લલ્લુભાઈ પટેલ(વકીલ) તેમજ ઉપ પ્રમુખ પદે જરીનાબેન ચૌહાનના નામ મુકવામાં આવ્યા હતા. આ અંગે પક્ષના જ સંજયભાઈ પટેલ અને અલ્તાફભાઈ મલેક દ્વારા અનુક્રમે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે ઝંપલાવ્યું હતુ અને તેઓને ભાજપના અન્ય ચાર સભ્યો સાથે વિપક્ષના તમામ સભ્યોનો ટેકો મળ્યો હતો અને તેઓ પાલીકાના પ્રમુખની ચુંટણી જીતી ગયા હતા.ભાજપના સભ્યો દ્વારા જ ભાજપના પ્રમુખ પદ માટેના જાહેર કરવામાં આવેલ સભ્યને ટેકો ન આપી વ્હીપનો અનાદર કરવા બદલ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહએ પ્રદેશ પ્રમુખને જાણ કરતા પ્રદેશ પ્રમુખ ફળદુએ તાત્કાલીક અસરથી પાલિકા પ્રમુખની ચુંટણી સમયે ગેર હાજર રહેનાર વિષ્ણુભાઈ મકવાણા, ચીમનભાઈ તળપદા અને મુકેશ કાછીયા સહીત પક્ષના આદેશનો અનાદર કરી નેગેટીવ મતદાન કરનાર છાયાબેન ભટ્ટ, ભુપેન્દ્રભાઈ પટેલ,શારદાબેન પટેલ, જયેશ પટેલને પક્ષ માંથી સસ્પેન્ડ કર્યા હતા.

અપક્ષના ટેકાથી પ્રમુખ સંજય પટેલ(લુલી)એ નગરપાલિકા ઓવર ટેક કરી – ઉપ-પ્રમુખ પદે અલ્તાબ મલેક..!


  • ભાજપની નેતાગીરી નબળી પડી..! ભાજપના બળવાખોર સભ્યો  (૧) છાયાબેન ભટ્ટ (૨) જયેશભાઈ પટેલ (૩) શારદાબેન પટેલ (૪) અલ્તાફ મલેક (૫) સંજય પટેલ (લુલી)

ભાજપના પ્રમુખના ઉમેદવાર અરવીંદભાઈ પટેલ અને ઉપ-પ્રમુખના ઉમેદવાર જરીનાબેન ચૌહાણની હાર  

 ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને ઉપ પ્રમુખ સંજય પટેલ(લુલી)ની અઢીવર્ષની મુદ્દત પૂર્ણ થતા આજે સવારે ઉમરેઠ નગરપાલિકાના સભા ખંડમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવા બેઠક મળી હતી. ઉમરેઠ નગરપાલિકામાં ભાજપ ૧૮ સભ્યો સાથે સત્તામાં હતુ જ્યારે અપક્ષના ૮ સભ્યો હતા. દેખીતી રીતે ભાજપ પૂનઃ સત્તા ઉપર આવશે તેવા સ્પષ્ટ સંકેતો હતા પરંતું પ્રમુખની વરણીના આખરી દિવસે ભાજપનો આંતરિક વિગ્રહ સપાટી પર આવી ગયો હતો પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુંટણીમાં ટિવ્સ્ટ આવી ગયો હતો.
 
ભાજપમાં જિલ્લામાંથી પ્રમુખ પદ માટે અરવિંદભાઈ લલ્લુભાઈ પટેલ તેમજ ઉપ પ્રમુખ માટે જરીનાબેન ચૌહાણનું નામ પસંદ પામ્યું હતું. પરંતુ ઉમરેઠ નગરપાલિકાના ભાજપ નાજ ઉપ પ્રમુખ સંજયભાઈ પટેલે પ્રમુખ પદ માટે તેમજ અલ્તાફ મલેકે ઉપ પ્રમુખ પદ માટે દાવેદારી કરતા ભાજપનો આંતરીક વિગ્રહ દેખાઈ ગયો હતો. ભાજપના આંતરીક વિવાદનો લાભ લઈ ઉમરેઠ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ લાભ લઈ ભાજપમાં બળવો કરનાર સંજયભાઈ પટેલને ટેકો આપ્યો હતો અને તેઓની તરફેનમાં મતદાન કર્યું હતું. પરિનામે પ્રમુખ પદ માટે ભાજપના અરવિંદભાઈ પટેલ(વકીલ)ને ૮ મત જ્યારે સંજય પટેલ (લુલી)ને ૧૪ મત મળ્યા હતા, અને સંજયભાઈ પટેલને પ્રમુખ પદે જાહેર કરવામાં આવ્યા હતા. બીજી બાજૂ ઉપ પ્રમુખ પદે પણ ભાજપના જરીનાબેન ચૌહાન સામે ભાજપ નાજ અલ્તાફ મલેકે ઝંપલાવ્યું હતુ જેમાં જરીનાબેનને ૮ અને અલ્તાફભાઈ મલેકને ૧૪ મત મળતા અલ્તાફભાઈ મલેકને વિજેયતા જાહેર કરવામાં આવ્યા હતા.
 
ભાજપ નાજ સભ્યો દ્વારા બળવો કરી પ્રમુખ અને ઉપ-પ્રમુખ પદ ભાજપ પાસેથી ઝુંટવી અપક્ષના સહયોગથી સંજય પટેલ અને અલ્તાફ મલેકે સત્તા મેળવતા ભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ઉમરેઠમાં રાજકારણ ઓવર ટેકનો ટ્રેન્ડ ચાલે છે. આ પહેલા વિષ્ણુભાઈ પટેલે સુભાષભાઈ શેલતને ઓવરટેક કર્યા હતા. ત્યાર બાદ પ્રકાશભાઈ પટેલે વિષ્ણુભાઈ પટેલને ઓવર ટેક કર્યા હતા ત્યાર બાદ પૂનઃ સત્તા વિષ્ણુભાઈ પટેલના હાથમાં આવી હતી અને હવે, વિષ્ણુભાઈના નિકટના કહેવાતા સંજય પટેલે વિષ્ણુભાઈ પટેલ અને ભાજપને ઓવર ટેક કરી સત્તા મેળવી છે.પ્રમુખ પદે જીત્યા બાદ સંજય પટેલ (લુલી)એ અને અલ્તાફભાઈ મલેકે નગરમાં પાણી અને રસ્તાની સમસ્યાને દૂર કરવા સાથે વિકાસ કરવા માટે કટીબધ્ધતા દર્શાવી હતી.

ગેર હાજર સભ્યો 

 
(૧) ચીમનભાઈ વાધરી(ભાજપ)  (૨) મુકેશભાઈ કાછીયા(ભાજપ)  (૩) વિષ્ણુભાઈ મકવાના(ભાજપ)  (૪) જયંતિભાઈ વાઘરી(અપક્ષ)

ઉમરેઠ નગરપાલિકાના નવા પ્રમુખને લઈ અસમંજસ..!


  • સંજય પટેલ (લુલી), નીતાબેન પટેલ, દેવેન્દ્રભાઈ પટેલના નામની ચર્ચા..!

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદ માટેની પહેલી ટર્મની મુદત પૂરી થતા હવે નવા પ્રમુખની વરણી માટે ઉમરેઠ નગરપાલિકામાં સત્તાધીશો મથામન કરી રહ્યા છે. પહેલી ટર્મમાં ઉમરેઠના માજી ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલે અઢી વર્ષ સુધી પ્રમુખ પદ શંભાળ્યા બાદ હવે નવા પ્રમુખને લઈ નગરમાં વિવિધ અટકળો થઈ રહી છે. હાલમાં ભાજપના સંજયભાઈ પટેલ (લુલી)નું નવા પ્રમુખ પદેને લઈ નામ વધુ ચર્ચાઈ રહ્યું છે. સંજયભાઈ પટેલ(લુલી) હાલમાં નગરપાલિકાના ઉપ પ્રમુખ છે અને પ્રવર્તમાન પ્રમુખ વિષ્ણુભાઈ પટેલના ખુબજ વિશ્વાસું અને નિકટના સભ્ય પણ છે, જેથી તેઓને આગામી ટર્મ માટે પ્રમુખ પદની જવાબદારી સોપવામાં આવે તેમા કોઈ બે મત નથી.

બીજી બાજૂ ઉમરેઠના વોર્ડ નં.૧ના નીતાબેન પટેલનું નામ પણ પ્રમુખ પદને લઈ ચર્ચાઈ રહ્યું છે, નીતાબેન પટેલ મહિલા સભ્ય છે અને આ પહેલા પણ તેઓ પાલિકામાં સભ્ય પદે રહી ચુક્યા છે. ભાજપ દ્વારા હાલ માંજ મહિલાઓને આગળ કરવાની વાતો પણ થઈ રહી છે. અમદાવાદ જેવા શહેરમાં પણ મેયર પદે મહિલાને જ આગળ કરવામાં આવી છે જેથી જો પક્ષ પોતાની મહિલાઓને આગળ કરવાન વિચારધારા જાળવી રાખશે તો નીતાબેન પટેલ પણ પ્રમુખ પદે બિરાજે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

આ ઉપરાંત ઉમરેઠમાં દેવેન્દ્રભાઈ પટેલ પણ પ્રમુખ પદના દાવેદાર હોવાની ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી દેવેન્દ્રભાઈ પટેલ ચોખ્ખી છબીના નેતા તરીકે વોર્ડ નં.૧માં લોકપ્રિય બન્યા છે તેઓ ભૂતકાળમાં એન.સી.પીના મેન્ડેટ ઉપર પણ પોતાના વોર્ડમાં વિજેયતા બની ચુક્યા છે ત્યાર બાદ પૂનઃ તેઓ ભાજપમાં જોડાઈ હાલમાં પોતાના ગામ અને વોર્ડમાં વિકાસ કાર્યો કરી રહ્યા છે. અંદરખાને ચર્ચાતી વાતોને ધ્યાનમાં લઈએ તો દેવેન્દ્રભાઈ પટેલ પોતાની સાથે અન્ય સભ્યોનું પીઠબળ ધરાવે છે તેથી તેઓની અનદેખી ન કરી પક્ષ દ્વારા તેઓને પણ પ્રમુખ પદ શોપવામાં આવે તો નવાઈ નહી.

આ અંગે ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહને પુછતા તેઓએ જણાવ્યું હતુ કે, પક્ષ દ્વારા જે પણ કોઈ ઉમેદવારને પ્રમુખ પદે મુકવામાં આવશે તેનો ઉમરેઠ શહેર ભાજપ તેમજ ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો સ્વીકાર કરશે અને પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા ઉમેદવારની સાથે જ રહી નગરમાં વિકાસ કાર્ય કરવામાં આવશે. આજ સુધીમાં હજૂ પક્ષ દ્વારા કોઈ ઉમેદવારનું નામ જાહેર થયું નથી.

ઉમરેઠ નગર પાલિકાના આગામી પ્રમુખની પસંદગીને લઈ ઉમરેઠ શહેર ભાજપને લોઢાના ચણા ચાવવાની સ્થિતિ પેદા થઈ છે, પ્રમુખ પદ માટે ત્રણ થી ચાર સભ્યો થનગન કરતા હોવાથી પસંદગીનો કળશ કોણા ઉપર ઢોળવો તેને લઈને પ્રવર્તમાન પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ સહીત ભાજપના ઉચ્ચ હોદ્દેદારો અસમંજસમાં આવી ગયા છે, ત્યારે બધાને સાથે લઈ આગળ વધનાર વિષ્ણુભાઈ પટેલ જાગામી ટર્મ માટે પણ પ્રમુખ પદ પોતાની પાસેજ રાખે તેવી શક્યતા પણ હોવાનું રાજકિય પંડીતો ચર્ચા કરી રહ્યા છે. આ પહેલા ઉમરેઠમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ પટેલનું નામ પણ ઉડ્યું હત પરંતું તાજેતરમાં ઉમરેઠ ઓડ ચોકડી ઉપર આકાર પામેલ વ્રજ-મીરા કોમ્પ્લેક્ષના વિવાદને લઈ તેઓએ રાજીનામું ધરી દેતા તેઓના પ્રમુખ પદને છેદ ઉડી ગયો છે ત્યારે હવે વિષ્ણુભાઈ પટેલ પ્રમુખ પદ પોતાની સાથે જ રાખી તમામ અટલળોને ઉડાવી દેશે કે પછી નવા પ્રમુખની નિમણુક કરી ભાજપમાં આંતરીક દખ્ખાને આમંત્રણ આપશે એતો આવનારો સમય જ બતાવશે.

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદે વિષ્ણુભાઈ પટેલ અને ઉપ પ્રમુખ પદે સંજય પટેલની વરણી


વિષ્ણુભાઈ પટેલ અન સંજયભાઈ પટેલ

ઉમરેઠ નગરપાલિનાની તાજેતરમાં યોજાયેલ સામાન્ય ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહૂમતિ મળતા આજે સવારે ૧૨ કલાકે નગર પાલિકાના સભાખંડમાં સત્તાધારી તેમજ વિપક્ષના તમામ સભ્યોની ઉપસ્થિતીમાં નગરપાલિનાના પ્રમુખ પદે વોર્ડ નં.૮માંથી ચુંટાયેલ વિષ્ણુભાઈ પટેલ અને વોર્ડ નં.૬ માંથી ચુંટાયેલ સંજયભાઈ પટેલને ઉપ પ્રમુખ પદે સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યા હતા. આ પહેલા નગરમાં ભાજપને બહૂમતિ મળતાની સાથે પાલિકાના પ્રમુખ પદને લઈને અનેક અટકળો થતી હતી જેનો આજે અંત આવ્યો હતો.

આ સમયે વિષ્ણુભાઈ પટેલનું તેઓના સમર્થકો તેમજ કાર્યકરો ધ્વારા ફુલહાર પહેરાવી અભિનંદન કરવામાં આવ્યું હતુ જ્યારે પોતાના પ્રમુખ પદને લઈ વિણુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદી જેમ ગુજરાતનો વિકાસ કરે છે તેમ અમે પણ ઉમરેટનો વિકાસ કરૂશું અને જનતાએ અમારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે તેને સાર્થક કરી બતાવીશું, અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, સત્તાધારી પક્ષે હવે ઉમરેઠમાં પાણી અને ગટર સમસ્યા દૂર કરવા કમર કસવી પડશે ત્યારે નગરમાં ખરાબ રસ્તાનો પણ પેચીદો પ્રશ્ન દૂર કરવા સત્તાધીશોએ નક્કર પગલા લેવાની ખાસ જરૂર છે.

એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો ઠાકોર..!


ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની પંચાયતની બેઠક ઉપર કોગ્રેસના વારીસમીંયા ઠાકોર અને ભાજપના જહીરમીયાં ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો બંન્ને ઉમેદવારો એકજ જ્ઞાતિના હતા અને તેઓના વોર્ડમાં તેજ જ્ઞાતિ-સમૂદાયના મત વધારે હતા જેથી આ બેઠક ઉપર કોણ હારશે ને કોણ જીતશે તેની ચર્ચાઓ પણ વધુ થતી હતી જ્યારે પરિનામ આવતા ભાજપના જહીરમીયા ઠાકોરને ૧૨૫૦ અને કોગ્રેસના વારીસમીંયા ઠાકોરને ૧૨૪૯ મત મળ્યા હતા જેથી ભાજપના ઉમેદવારનો ૧ મતે અત્યંત રસાકસી પૂર્ણ વિજય થયો હતો.

ઉમરેઠ પાલિકાના પ્રમુખને લઈ નગરમાં અટકળોનો દોર શરૂ.


  • વિષ્ણુભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ પ્રમુખ પદની રેસમાં…

ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહૂમતિ મળતા હવે, પાલિકાના પ્રમુખ પદને લઈ અટકળોનો દોર શરૂં થઈ ગયો છે ત્યારે ભાજપમાં પ્રમુખ પદના દાવેદાર ઉમેદવારોના નામનો ગંજીફો પણ ચીપાઈ ગયો છે ત્યારે ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખ પદે કોણ બિરાજમાન થશે તેને લઈને નગરમાં ચર્ચાઓ થઈ રહી છે.

હાલમાં નગર પાલિકાના પ્રમુખ માટે વોર્ડ નં.૮ના વિષ્ણુભાઈ પટેલ વોર્ડ નં.૧ના દેવેન્દ્રભાઈ પટેલ અને વોર્ડ નં.૯ના અરવિંદભાઈ પટેલ અને દિલિપભાઈ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે. ત્યારે એક વાત તો ચોક્કસ છે કે, ઉમરેઠ નગરપાલિકામાં પ્રમુખ પદે કોઈ પટેલ ઉમેદવાર જ હશે.

વોર્ડ નં.૮માં વિષ્ણુભાઈ પટેલનો વિજય થયો છે, તેઓ ધારાસભ્ય અને નગર પાલિકાના પ્રમુખ પદે વહિવટ સંભાળી ચુકેલ છે જેથી તેઓના અનુભવને કારણે તેઓ પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર છે બીજી તરફ તેવી પણ ચર્ચા થઈ રહી છે કે, વર્ષોથી પાલિકામાં વિષ્ણુભાઈ પટેલ વહિવટ કરતા આવ્યા છે ત્યારે હવે નવા ચહેરાને પણ બહાર લાવવાની નિતિ પણ કારગત સાબિત થાય તો નવાઈ નહિ.

વોર્ડ નં.૧ના દબંગ દેવેન્દ્રભાઈ પટેલ, પણ પ્રમુખ માટૅ પ્રબળ દાવેદાર છે. તેઓ માત્ર વોર્ડ નં.૧ માંજ નહિ પરંતુ સમગ્ર ઉમરેઠ નગરમાં લોકોના માનીતા બન્યા છે, હાલની પરિસ્થીતી જોઈયે તો ભાજપના પીઢ વિષ્ણુભાઈ પટેલથી પણ તેઓની લોકપ્રિયતા ગામમાં વધારે થઈ ગઈ છે જેથી તેઓ પણ નગરના પ્રમુખ બને તેમાં કોઈ બે મત નથી પરંતુ હાલમાં તેઓ ભાજપ શહેર પ્રમુખ પદે હોદ્દો સંભાળી રહ્યા છે જેથી એક વ્યક્તિ બે પદ ની થીયરીથી તેઓને પ્રમુખ પદથી દૂર રાખવામાં આવે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. છતા પણ ઉમરેઠ શહેર પ્રમુખ પદ પદેથી રાજીનામુ આપી દેવેન્દ્રભાઈ પટેલને પાલિકાના પ્રમુખ પદે બેસાડી વોર્ડ નં.૮ના હારેલા સભ્ય સુધાબેન શાહના પુત્રને શહેર પ્રમુખ બનાવી કામે લગાડાય તેવા પણ સમિકરણો ગતિમાન થાય તેવી ચર્ચાઓ થઈ રહી છે. જો દેવેન્દ્રભાઈ પટેલને પ્રમુખ પદે બેસાડવામાં આવે તો વિષ્ણુભાઈ પટેલનો દબદબો પણ કાયમ રહે તેમાં કોઈ બે મત નથી.

વધુમાં વોર્ડ નં.૯ના અરવિંદભાઈ પટેલ (વકિલ) પણ પોતાન વોર્ડમાં વર્ષોથી દબદબો ધરાવે છે હાલમાં પણા વોર્ડ નં.૯ના જાહેર થયેલ પરિનામમાં તેઓના સૌથી વધુ વોટ નોંધાયા છે. તેઓ બધીજ જ્ઞાતિમાં લોકપ્રિય હોવાથી તેઓનું નામ પણ પ્રમુખ પદે સંભળાઈ રહ્યું છે. ત્યારે બીજી બાજૂ વોર્ડ નં.૯માં પછાત વર્ગની વોટ બેન્કમાં લોકપ્રિય દિલિપભાઈ પટેલ પણ વોર્ડ નં.૯માં મજબુત પક્કડ ધરાવે છે. તેમજ તમાદ દાવાઓનો છેદ ઉડાવવા તેઓ સક્ષમ છે સૌથી વધારે તેઓનું જમા પાસુ તે છે કે તેઓ સ્વચ્છ છબી ધરાવે છે તેમજ શિક્ષિત અને પાલિકાના વહિવટ અંગે બહોળું જ્ઞાન ધરાવે છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ નિષ્ક્રીય હોવા છતા પણ તેઓના પહેલાના અનુભવને ધ્યાનમાં રાખી ભાજપ તેઓના અનુભવનો ઉપયોગ કરી તેઓને પ્રમુખ પદે બેસાડે તો બિલકુલ નવાઈ નહી.

ઉમરેઠ પાલિકામાં વોર્ડ વાઈઝ ઉમેદવારોને મળેલ મત


ઉમરેઠ નગરપાલિકા ચુંટણી – ૨૦૧૦ ઉમેદવારોની પરિનામ

https://aapnuumreth.wordpress.com/

 

વોર્ડ નં

 

ઉમેદવારનું નામ

 

પક્ષનું નામ

 

મેળવેલ મત

 

પરિનામ

નીતાબેન આર.પટેલ 


ભા.જ.પ 875 જીત્યા
મહેન્દ્રભાઈ જે.દવે 

 

ભા.જ.પ 765 હાર્યા
દેવેન્દ્રભાઈ આર.પટેલ 


ભા.જ.પ 1055 જીત્યા
પ્રકાશભાઈ કે.પટેલ 


કોગ્રેસ  

839 જીત્યા
ચેતનાબેન દવે કોગ્રેસ 

 

797 હાર્યા
વિજયભાઈ આર પટેલ કોગ્રેસ 

 

679 હાર્યા
ઈશ્વરભાઈ પટેલ અપક્ષ 

 

409 હાર્યા
વિષ્ણુભાઈ જી.મકવાણા 


ભા.જ.પ 862 જીત્યા
મુકેશભાઈ એ કાછીયા 


ભા.જ.પ 903 જીત્યા
ગીતાબેન સી.રાણા 


ભા.જ.પ 874 જીત્યા
સંગીતાબેન પી.પટેલ કોગ્રેસ 

 

776 હાર્યા
સરોજબેન આર.રાણા કોગ્રેસ 

 

723 હાર્યા
ઉપેન્દ્રભાઈ પી.મકવાણા કોગ્રેસ 

 

787 હાર્યા
મુકેશભાઈ એસ.પટેલ બી.એસ.પી 

 

127 હાર્યા
ઈમ્તીઆઝ શેખ 

 

ભા.જ.પ 726 હાર્યા
અલ્તાબ મલેક 


ભા.જ.પ 771 જીત્યા
જશીબેન વાઘરી 

 

ભા.જ.પ 649 હાર્યા
હાજી અલ્લારખાં એમ 


કોગ્રેસ  

794 જીત્યા
વ્હોરા સલીમભાઈ જી. 

 

કોગ્રેસ 

 

716 હાર્યા
કારીગર રશીદાબેન એફ 


કોગ્રેસ  

681 જીત્યા
ઝરીનાબેન મયુદ્દીન ચૌહાણ 


ભા.જ.પ 1025 જીત્યા
ચીમનભાઈ કે.વાઘરી 


ભા.જ.પ 1014 જીત્યા
રણછોડભાઈ એસ.ભોઈ 

 

ભા.જ.પ 899 હાર્યા
મુસ્તુફાભાઈ મલેક કોગ્રેસ 

 

918 હાર્યા
મુમતાઝબાનું પઠાણ કોગ્રેસ 

 

978 હાર્યા
જયંતિભાઈ વાઘરી 


કોગ્રેસ  

1054 જીત્યા
અશોકભાઈ પટેલ 


ભા.જ.પ 1314 જીત્યા
શીતલબેન બી.શાહ 


ભા.જ.પ 1026 જીત્યા
જયેશભાઈ બી.પટેલ 


ભા.જ.પ 1334 જીત્યા
ગોવિંદભાઈ પટેલ કોગ્રેસ 

 

817 હાર્યા
રજવતસિંહ રાઊલજી કોગ્રેસ 

 

584 હાર્યા
બીનાબેન એન.શાહ કોગ્રેસ 

 

590 હાર્યા
મીનાબેન એ પટેલ 

 

અપક્ષ 160 હાર્યા
શારદાબેન આર.પટેલ 


ભા.જ.પ 1071 જીત્યા
ભૂપેન્દ્રભાઈ જી.પટેલ 


ભા.જ.પ 1034 જીત્યા
સંજપ એમ.પટેલ 


ભા.જ.પ 1014 જીત્યા
હિનાબેન શૈલેષભઆઈ પટેલ કોગ્રેસ 

 

706 હાર્યા
ભાવિક બકુભાઈ પટેલ કોગ્રેસ 

 

754 હાર્યા
મહેન્દ્રભાઈ નરસિંહભાઈ પટૅલ કોગ્રેસ 

 

809 હાર્યા
કૌશીકભાઈ પી.દવે 

 

ભા.જ.પ 740 હાર્યા
હીનાબેન આર દવે 

 

ભા.જ.પ 599 હાર્યા
શંકરભાઈ  વાઘરી 

 

ભા.જ.પ 607 હાર્યા
ભદ્રેસભાઈ કે.વ્યાસ 


કોગ્રેસ  

942 જીત્યા
રેણુકાબેન પ્રવિણભાઈ જોશી 


કોગ્રેસ  

890 જીત્યા
અંબાલાલ ચુનીલાલ વાઘરી 


કોગ્રેસ  

889 જીત્યા
શૈલેષભાઈ બી.શેઠ 

 

ભા.જ.પ 857 હાર્યા
વિણુભાઈ સી.પટેલ 

ભા.જ.પ 973 જીત્યા
 

સુધાબેન એ.શાહ

 

 

ભા.જ.પ

 

847

 

હાર્યા

સુભાષભાઈ શેલત 


કોગ્રેસ  

1087 જીત્યા
તીલાબેન નયનભાઈ ગાભાવાળા 


કોગ્રેસ  

1067 જીત્યા
સંજય કે.શાહ 

 

કોગ્રેસ 

 

813 હાર્યા
અનંત જી.ચૌહાણ 

 

બી.એસ.પી 83 હાર્યા
દિલીપભાઈ ડાહ્યાભાઈ પટેલ 


ભા.જ.પ 911 જીત્યા
અરવિંદભાઈ લલ્લુભાઈ પટેલ 


ભા.જ.પ 1149 જીત્યા
છાયાબેન ભરતભાઈ ભટ્ટ 


ભા.જ.પ 895 જીત્યા
મક્સુદ વ્હોરા 

 

કોગ્રેસ 

 

378 હાર્યા
રમીલાબેન કે.પટેલ 

 

કોગ્રેસ 

 

575 હાર્યા
પિયુષ શુક્લ 

 

કોગ્રેસ 

 

512 હાર્યા
પરેશ એમ.ભટ્ટ 

 

બી.એસ.પી 171 હાર્યા
કેતનકુમાર વ્હોરા 

 

બી.એસ.પી 182 હાર્યા

ઉમરેઠમાં ભાજપનો કમાલ કોગ્રેસનું ભોપાળું


– વોર્ડ નં.૮માં ભાજપના વિષ્ણુભાઈ પટેલ અને કોગ્રેસના સુભાષભાઈ શેલતનો વિજય

ઉમરેઠ પાલિકાની  ચુંટણીમાં ભાજપને ૧૮ બેઠકો સાથે ચોખ્ખી બહૂમત મળી હતી. કોગ્રેસના ફાળે માત્ર ૯ બેઠકો આવતા ઉમરેઠમાં સત્તાનું પૂર્નાવર્તન થયું છે. ઉમરેઠની કુલ ૨૭ બેઠકો માટે ઉમરેઠના સ્ટેશન રોડ ઉપર આવેલ ટાઊન હોલમાં સવારે ૯ કલાકે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપે પહેલા વોર્ડથીજ જીતના શ્રી ગણેશ કર્યા હતા. પહેલા વોર્ડમાં ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ રજનીભાઈ પટેલના પત્નિ નીતાબેન પટેલનો વિજય થયો હતો જ્યારે વોર્ડ નં.૧માં એક બેઠક ઉપર કોગ્રેસે વિજય મેળવી સૌ કોઈને અચરજમાં મુકી દીધા હતા. જ્યારે બીજી બાજૂ વોર્ડ નં.૫માં ભાજપની પેનલનો ભવ્ય વિજયો હતો જ્યારે પહેલી પંદર બેઠકોના પરિણામ જાહેર થયા ત્યાર થીજ ભાજપમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું ભાજપના કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો બેન્ડ બાજા ડી.જે સાથે મેદાનમાં આવી ગયા હતા જ્યારે પહેલી ૧૫ જાહેર થયેલ બેઠકમાં ૧૧ ભાજપ અને ૪ કોગ્રેસના ફાળે ગઈ હતી ત્યાર બાદ વોર્ડ નં૬ થી વોર્ડ નં.૯ની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વોર્ડ નં.૬ માં ભજપ અને વોર્ડા નં.૭માં કોગ્રેસની પેનલ બાજી મારી ગઈ હતી જ્યારે સૌથી વધુ ચર્ચા સ્પદ અને બંન્ને પક્ષોના દિગ્ગજ ઉમેદવારો જે વોર્ડમાં હતા તે વોર્ડ નં.૮માં ભાજપ માંથી માત્ર પૂર્વ ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલનો વિજય થયો હતો જ્યારે કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુભાષભાઈ શેલત અને મહિલા બેઠક ઉપર તીલાબેન ગાભાવાળાનો વિજય થયો હતો જ્યારે વોર્ડ નં.૮માં ભાજપના ઉપ-પ્રમુખ રહેલ સુધાબેન શાહનો પરાજય થતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. ત્યાર બાદ વોર્ડ નં.૯ માં ભાજપની પેનલનો ઝળહળતો વિજય થયો હતો.

આ પહેલા તાજેતરમાં ” આપણું ઉમરેઠ ” બ્લોગમાં નગરપાલિકામાં સત્તાનું સુકાન કોણ સંભાળશે તે અંગે એક પોલ કરવામાં આવ્યો  હતો જેમાં પણ ભાજપનો વિજય થશે તેમ લગભગ ૫૮ ટકા લોકોએ જણાવ્યું હતુ જ્યારે કોગ્રેસનો વિજય થશે તેમ માત્ર ૪૨ ટકા લોકો વિશ્વાસ ધરાવતા હતા.

ઉમરેઠમાં ભાજપનો કમાલ , કોગ્રેસનો રકાસ..!


વોર્ડ નં.૮ માં ભાજપ અને કોગ્રેસના માજી ધારાસભ્યો વિષ્ણુભાઈ પટેલ , સુભાષભાઈ શેલત અને તીલાબેન ગાભાવાળાનો વિજય

ભાજપ – ૧૮

કોગ્રેસ – ૯

ઉમરેઠ નગરપાલિકાની ચુંટનીમાં ઉમેદવારોના ભાવી ઈ.વી.એમમાં સીલ – ૭૨.૬૪ ટકા મતદાન


– ઉમેદવારો ઉપર મતદારો આફરીન

ઉમરે નગરમાં વોર્ડ નં.૮માં થોડી ચહેલ પહેલ તેમજ રગજકને બાદ કરતા સમગ્ર ઉમરેઠના તમામ વોર્ડમાં ચુંટણી પ્રક્રીયા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી જ્યારે વોર્ડ નં.૮માં પહેલેથી હાઈ ટૅન્શન ડ્રામા હોવાને કારણે ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે થોડી રગજક થઈ હતી પરંતુ મામલો વધુ બિચકે તે પહેલા તંત્ર અને કેટલાક સમજૂ નાગરીકોએ બાજી સંભાળી લેતા વોર્ડ નં.૮માં પણ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતૂ.

વધુમાં સવારથી ઉમરેઠના વિવિધ મતદાન મથકો ઉપર મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવી પહોંચ્યા હતા જ્યારે બપોર પછી આ ઘસારો પ્રમાણમાં ઓછો થયો હતો જ્યારે બપોર પછી તમામ ઉમેદવારના કાર્યકરો પોતાના સમર્થકો સાથે વિવિધ વોર્ડ માંથી મતદારોને મતદાન કરવા આવવા અપીલ કરવા આવ્યા હતા જ્યારે કેટલાય મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા માટે જેતે પક્ષના કાર્યકરોએ વ્યવસ્થા પણ કરી હતી. ઉમરેઠમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.૪ માં અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં.૯ માં થયું હતું

 

વૃધ્ધોને પણ મતદાન મથકે લાવવામાં આવ્યા..

 

 

 

 

કુલ મતદાર થયેલ મતદાન

વોર્ડ નં

પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી

ટકા

 

1448 1308 2756 1055 926 71.88%`

 

1221 1109 2230 961 870

78.58%

 

1226 1149 2375 898 726

68.38%

 

1413 1312 2725 1139 1019

79.19%

 

1415 1392 2807 1119 976

74.63%

 

1349 1285 2634 998 954

74.11%

 

1366 1237 2603 957 779

66.69%

 

1446 1361 2807 1061 980

72.71%

૯ 

 

1327 1228 2555 924 796

67.32%

https://aapnuumreth.wordpress.com/

કુલ મતદાન – ૭૨.૬૪

મતદાન


આજે આપણો દિવસ છે, આપણો એટલે સામાન્ય નાગરિકનો, આજે આપણા ઉમરેઠમાં નગરપાલિકાની ચુંટની છે. મેં તો લાંબી લાઈનથી બચવા સવારના પહોરમાં મતદાન કરી દીધુ, પ્રમાણમાં દર વર્ષની જેમ સવારના સમયે વધારે લોકો બુથ ઉપર દેખાયા લાગે છે બધા મારી જેમ લાઈનથી બચવા વહેલા મતદાન કરવા આવ્યા હશે.

આજે ચાલુ દિવસે ચુંટની છે જેથી મતદાન ઓછું થાય તેવી શક્યતા છે છતા પણ ઉમરેઠ નગરપાલિકાની ચુંટનીમાં અને તે પણ અમારા વોર્ડ નં.૮ માં ભાજપ અને કોગ્રેસ બંન્ને ના મોટા માથા આમને સામને હોવાથી બહારગામના લોકોને પણ ઉમરૅઠમાં મતદાન કરવા માટે બંન્ને પક્ષ ધ્વારા આયોજન કરાયા છે.

જોઈયે હવે ૨૩મીએ શું થાય છે…

ઉમરેઠ નગરપાલિકામાં સત્તા ઉપર કોણ આવશે…?


થોડા દિવસ પહેલા “આપણું ઉમરેઠ” બ્લોગમાં ઉમરેઠ નગરપાલિકામાં સત્તા ઉપર કોણ આવશે મુદ્દા ઉપર એક પોલ યોજવામાં આવ્યો હતો. જેનું પરિનામ નીચે મુજબ છે.

ઉમરેઠ નગરપાલિકામાં ખુબજ ટૂંકા અંતરથી ભાજપ બાજી મારી જાય તો નવાઈ નહિ પરંતું કોગ્રેસ ધ્વારા પણ મરણિયો પ્રસાય કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં તો બંન્ને પક્ષ ધ્વારા ફિંગર ક્રોસ કરવામાં આવી છે જોઈયે હવે ૨૩મીએ શું થાય છે.

ઉમરેઠના બી.એસ.પી ઉમેદવાર ઉપર થયેલ હુમલો બનાવટી નિકળ્યો…!


ઉમરેઠ નગરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ઉમેદવારએ ચુંટણી માટે મતદારોની સહાનુભૂતિ મેળવવા પોતાનું જ અપહરન થયું હોવાની તરકટ રચી હોવાની વાત બહાર આવતા ઉમરેઠ નગરમાં આ અપક્ષ ઉમેદવારની કરતુત ઉપર સૌ કોઈ ફિટકાર વર્ષાવી રહ્યા છે.

વધુમાં વોર્ડ નં.૮ માં ભાજપ અને કોગ્રેસના બે દિગ્ગજ માજીધારાસભ્યો આમને સામને છે અને વોર્ડ નં.૮માં પહેલેથી ચુંટણીને લઈ વાતાવરણ ગરમ છે, ત્યારે વોર્ડ નં.૮ માં બી.એસ.પી ના ઉમેદવારે વોર્ડ નં.૮ માં પોતાના અપહરનનું નાટક કરી મતદારોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જે નો પર્દાફાશ ઉમરેઠ પોલિસે ગણતરીના કલા માં જ કરી દીધો હતો.

આ અંગે વધુ વાંચવા અહિયા ક્લિક કરો

ઉમરેઠના વોર્ડ નં.૮ના ઉમેદવારને ઉઠાવી જઈ અજાણ્યા ઈસમોએ ફટકાર્યો…!


ઉમરેઠના વોર્ડ નં.૮ માંથી બી.એસ.પ ના ઉમેદવાર તરીકે ચુંટણી લડતા અનંત ચૌહાણ ને કોઈ અજાણ્યા ઈસમો ઉઠાવી જઈ મૂઢ માર મારતા નગરમાં ચકચાર ફેલાઈ ગઈ છે અને ચુંટણીને લઈ વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

વધુમાં વોર્ડ નં.૮ના બી.એસ.પી ઉમેદવાર અનંત ચૌહાણ પોતાના કામ અર્થે બાઈક લઈ આનંદ ગયા હતા જ્યારે પાછા ફરતા સમયે જાખલા લીંગડા માર્ગ ઉપર એક કાર માંથી અજાણ્યા ઈસમો ઉતરી તેને રોક્યો હતો જ્યારે અનંત કાંઈ સમજે તે પહેલા તેને ઉઠાવી ગાડીમાં બેસાડી મોં માં ડુચો મારી દીધો હતો અને ખુબ માર્યો હતો જ્યારે થોડીજ વારમાં અનંત બેભાન થઈ ગયો હતો જ્યારે આ ઈસમોએ આણંદ પાસે મોગરી ગામ નજીક એક જગ્યાએ રોડની બાજૂમાં ફેંકી દીધો હતો.

અનંતને ઘાયલ હાલતમાં જોતા કેટલાક લોકોએ ૧૦૮ બોલાવી હતી અને તેની સારવાર કરાવી હતી જ્યારે અનંત હોશમાં આવતા ઉમરેઠ પોતાના મિત્રો અને સ્વજનોને પોતાની સાથે ઘટેલ ઘટના અંગે જાણ કરી હતી. અને અનંતે ઉમરૅઠ આવી પોલીસ સમક્ષ હાજર થઈ આ અંગે ફરિયાદ કરી હતી હવે ઉમરેઠ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

ઉમરેઠના વોર્ડ નં.૮ ના બી.એસ.પી ઉમેદવાર ઉપર થયેલા હૂમલાના પગલે સમગ્ર ઉમરેઠ નગર સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે કેટલાક લોકો તેમ પણ ચર્ચા કરી રહ્યા છે કે આ રાજકિય નહિ પરંતું અંગત અદાવત પણ આ ઘટના પાછળ જવાબદાર હોય તેમાં કોઈ શંકા નથી જે પણ હોય તે પણ હાલમાં ઉમરેઠ પોલિસ આ અંગે ઉડી તપાસ કરી રહી છે.

તસ્વીર તેમજ વિડીયો જોવા અહિયા ક્લીક કરો

ઉમરેઠમાં ડબલ ઢોલકી કાર્યકરોની સક્રીયતાથી રાજકિય નેતાઓ પરેશાન


  • તમામ વોર્ડમાં લોકસંપર્કમાં વ્યસ્ત નેતા

ઉમરેઠમાં નગરપાલિકાની ચુંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ વાતાવરણમાં રાજકિય ગરમાવો આવી રહ્યો છે. આવનારી ચુંટણી અત્યંત રસાકસી પૂર્ણ અને કોગ્રેસ તેમજ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેનાર હોવાને કારણે બંન્ને પક્ષના નેતાઓ અને કાર્યકરો એડીચોટીનું જોર લગાવી એક-એક વોટ માટે લોકોને સમજાવવા કલાકો બગાડી રહ્યા છે.

બીજી બાજુ રાજકિય પક્ષોની મજબુરીનો કેટલાક ડબલ ઢોલકી કાર્યકરો ભપુર લાભ ઉઠાવી રહ્યા છે ત્યારે સવારનો નાસ્તો અન્ય પક્ષના કાર્યલયમાં તો સાંજનો નાસ્તો અન્ય પક્ષના કાર્યાલયમાં જલસાથી પતાવતા હોય છે. ત્યારે રસાકસી પૂર્ણ બની રહેનાર નગરપાલિકાની ચુંટણીમાં કોઈ કાર્યકર ઉપર ડબલ ઢોલકીનો આક્ષેપ કરવાનું પણ હાલમાં રાજકિય નેતાઓને પોસાય તેમ નથી જેથી લાફો ખાઈ ગાલ લાલ રાખવાની નિતિ હાલમાં નેતાઓ અખત્યાર કરી રહ્યા છે.

વધુમાં ચર્ચાઈ રહ્યું છે કે આવા ડબલ ઢોલકી કાર્યકરો વધુ ને વધુ સક્રીયતા દાખવસે તો નગરના કેટલાક વોર્ડમાં અનધાર્યા પરિનામો પણ આવી શકે છે જો રાજકિય નેતાઓ ડાબલ ઢોલકી કાર્યકરોને નિષ્ક્રીય કરવામાં અસફળ નિવડશે તો તેઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમા કોઈ બે મત નથી.

તાજેતર માંજ મહાનગરપાલિકાના પરિનામો જાહેર થયા છે ત્યારે ભાજપમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે ,ત્યારે બીજી બાજૂ મહાનગરપાલિકાના પડગા નગરમાં ન પડે તે માટે કોગ્રેસનું તંત્ર સાબદુ બની દિવસ રાત એક કરી ખડે પગે લોકસંપર્ક અને વોટર્સને મનાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે એક વોટ માટે સાત સમુંદર પારની લાગવગો લાવી રાજકિય નેતાઓ પોતાની જીત પાક્કી કરવા અનેક દાવપેચ કરી રહ્યા છે.

આવનારી ચુંટણીમાં દૂવિધાની વાત તે એ કે, વોર્ડ નં.૧, વોર્ડ નં.૮ અને વોર્ડ નં.૯ સિવાયના તમામ વોર્ડમાં કોગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડત છે અને તે પણ અત્યંત રસાકસી પૂર્ણ બની રહેવાની સંભાવના છે જેથી જે તે વોર્ડના કાર્યકરો અને નેતાઓ પોતાના જ વોર્ડના હિતમાં સક્રીય છે જેથી અન્ય વોર્ડમાં પોતાના પક્ષ માટે પણ કાંઈ કરવા સમય કાઢી સકતા નથી ત્યારે આ ચુંટણીમાં નેતાઓ અને કાર્યકરો પોતાના દમ પર જીતવા મજબુર છે.

ત્યારે ચુંટનીના દિવસે મતદારો કેવો મિજાજ ધરાવશે તેના ઉપર સમગ્ર રાજકિય આલમની મીટ છે. ઉમરેઠ નગરપાલિકાની ચુંટણી ગુરૂવારે આવતી હોવાને કારણે ઓછુ મતદાન થવાનો પણ રાજકિય નેતાઓને ભય સતાવી રહ્યો છે ત્યારે બહારગામના પોતાના વિશ્વસુ મતદારોને મતદાન કરવા માદરે વતન ઉમરેઠમાં લાવવા પણ રાજકિય પક્ષો આયોજન કરી રહ્યા છે.

ઉમરેઠ નગરપાલિકા ચુંટણી-૨૦૧૦ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર


ઉમરેઠ નગર પાલિકાની કુલ ૨૭ બેઠકો માટે તમામ વોર્ડના ઉમેદવારોની યાદી આજ રોજ જાહેર કરવામાં આવી હતી કુલ ૨૭ બેઠકો માટે ૬૦ ઉમેદવારો હવે મેદાનમાં છે જ્યારે સૌથી વધુ હાઈ-ટેન્શન ડ્રામા વોર્ડ.૮માં થશે આ વોર્ડ ઉપર કોગ્રેસ અને ભાજપ બંન્ને પક્ષના મોટા નેતાઓની પણ નજર રહેશે ઉલ્લેખનિય એ કે વોર્ડ નં.૮માં બે માજી ધારાસભ્યો વિષ્ણુભાઈ પટેલ (ભાજપ) અને સુભાઅભાઈ શેલત (કોગ્રેસ) મેદાનમાં છે

 

ઉમરેઠ નગરપાલિકા ચુંટણી – ૨૦૧૦ ઉમેદવારોની યાદી

https://aapnuumreth.wordpress.com/

વોર્ડ નં

ભા.જ.પ

કોગ્રેસ

બી.એસ.પી

અપક્ષ

1 નીતાબેન આર.પટેલ

 

પ્રકાશભાઈ કે.પટેલ   ઈશ્વરભાઈ કે.પટેલ
મહેન્દ્રભાઈ જે.દવે

 

ચેતનાબેન દવે    
દેવેન્દ્રભાઈ આર.પટેલ

 

વિજયભાઈ આર પટેલ    
2 વિષ્ણુભાઈ જી.મકવાણા

 

સંગીતાબેન પી.પટેલ મુકેશભાઈ એસ.પટેલ  
મુકેશભાઈ એ કાછીયા

 

સરોજબેન આર.રાણા    
ગીતાબેન સી.રાણા

 

ઉપેન્દ્રભાઈ પી.મકવાણા    
3 ઈમ્તીઆઝ શેખ હાજી અલ્લારખાં એમ

 

   
અલ્તાબ મલેક

 

વ્હોરા સલીમભાઈ જી.    
જશીબેન વાઘરી

 

કારીગર રશીદાબેન એફ    
4 ઝરીનાબેન મયુદ્દીન ચૌહાણ

 

મુસ્તુફાભાઈ મલેક    
ચીમનભાઈ કે.વાઘરી

 

મુમતાઝબાનું પઠાણ    
રણછોડભાઈ એસ.ભોઈ

 

જયંતિભાઈ વાઘરી    
5 અશોકભાઈ સોમાભાઈ પટેલ

 

ગોવિંદભાઈ પટેલ મીનાબેન એ પટેલ  
શીતલબેન બી.શાહ

 

રજવતસિંહ રાઊલજી    
જયેશભાઈ બી.પટેલ

 

બીનાબેન એન.શાહ    
6 શારદાબેન આર.પટેલ

 

હિનાબેન શૈલેષભઆઈ પટેલ    
ભૂપેન્દ્રભાઈ જી.પટેલ

 

ભાવિક બકુભાઈ પટેલ    
સંજપ એમ.પટેલ

 

મહેન્દ્રભાઈ નરસિંહભાઈ પટૅલ    
7 કૌશીકભાઈ પી.દવે

 

ભદ્રેસભાઈ કે.વ્યાસ    
હીનાબેન આર દવે

 

રેણુકાબેન પ્રવિણભાઈ જોશી    
શંકરભાઈ મણીલાલ વાઘરી

 

અંબાલાલ ચુનીલાલ વાઘરી    
8 શૈલેષભાઈ બી.શેઠ સુભાષભાઈ શેલત

 

અનંત જી.ચૌહાણ  
વિણુભાઈ સી.પટેલ તીલાબેન નયનભાઈ ગાભાવાળા

 

   
સુધાબેન એ.શાહ સંજય કે.શાહ

 

   
9 દિલીપભાઈ ડાહ્યાભાઈ પટેલ

 

મક્સુદ વ્હોરા પરેશ એમ.ભટ્ટ  
અરવિંદભાઈ લલ્લુભાઈ પટેલ

 

રમીલાબેન કે.પટેલ કેતનકુમાર વ્હોરા  
છાયાબેન ભરતભાઈ ભટ્ટ

 

પિયુષ શુક્લ  

 

 

 

ઉમરેઠમાં અપક્ષ ઉમેદવારોને બેસાડવા રાજકિય પક્ષોનું એડીચોટીનું જોર – અપક્ષો મક્કમ..!


ઉમરેઠ નગર પાલિકાની ચુંટણીના બ્યુગલ વાગી ગયા છે ત્યારે ફોર્મભરી ચકાસવાની પ્રક્રીયા પણ પૂર્ણ થઈ છે ત્યારે કેટલાક વોર્ડમાં અમુક અપક્ષો ભાજપ કે કોગ્રેસના મહારથીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયા છે ત્યારે આવા અપક્ષ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવવા માટે રાજકિય પક્ષોના દિગ્ગજો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

વધુમાં ઉમરેઠના ત્રણ થી ચાર વોર્ડમાં કેટલાક સક્ષમ અપક્ષ ઉમેદવારો મોટા રાજકિય પક્ષોના ઉમેદવારો માટે રાજકિય સમિકરણો બદલી સકવા સક્ષમ છે ત્યારે આવા વોર્ડમાં ઉમેદવારી નોંધાવેલ અપક્ષ ઉમેદવારોને કોઈ પણ સંજોગોમાં મનાવવા માટે રાજકિય પક્ષો ધ્વારા અનેક દબાણ લાવવામાં આવી રહ્યા છે પરંતુ કોઈક રીતે જે તે પક્ષથી અસંતોષ પામેલા આવા અપક્ષો આ સમયે ચુંટની લડી રહેવાના મૂળમાં છે. ત્યારે રાજકિય પક્ષોના ઉમેદવારો માટે આ અપક્ષ ઉમેદવારો ખતરાની ગંટી સમાન સાબિત થાય તેમાં કોઈ બે મત નથી.

કહેવાય છે, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કેટલાક અપક્ષ ઉમેદવારો ભૂગર્ભમાં પણ ચાલ્યા જાય તેવી સંભાવના નકારી સકાય તેમ નથી ત્યારે હાલમાં કેટલાક અપક્ષ ઉમેદવારો ફોન ઉપર પણ સંપર્ક વિણોણા થઈ રહ્યા છે ત્યારે આ અપક્ષ ઉમેદવારો ઉમરેઠમાં સત્તાના સમિકરણો બદલી મોટી રાજકિય ઉથલ પાથલ કરે તો કોઈ નવાઈ નહિ.

ઉમરેઠ નગરપાલિકામાં સત્તા ઉપર કોણ આવશે…?


ઉમરેઠ નગરપાલિકાની આવનારી ચુંટણીમાં સત્તા ઉપર કોણ આવશે તમારો ગુપ્ત પ્રતિભાવ આપવા અહિયા ક્લિક કરો.

ઉપરોક્ત પોલનું પરિણામ તા.૨૦.૧૦.૨૦૧૦ના રોજ ” આપણું ઉમરેઠ ” બ્લોગ ઉપર રજૂ થશે.

ઉમરેઠ નગરપાલિકાની ચુંટણી માટે કોગ્રેસ,બી.એસ.પી અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા


  • કોગ્રેસ ધ્વારા તમામ બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત, બી.એસ.પી સહિત અપક્ષ ઉમેદવારો મેદાનમાં
  • કોગ્રેસના સુભાષ શેલત સક્રીય થતા ભાજપમાં ચિન્તાનું મોજૂ

ઉમરેઠ નગરપાલિકાની ચુંટણી માટે આજે અંતિમ દિવસે ઉમેદવારી પત્રક ભરવા માટે કોગ્રેસ,બી.એસ.પી સહિત અપક્ષ ઉમેદવારોનો અવિરત ઘસારો રહેવા પામ્યો હતો જ્યારે આ પહેલા ભાજપ દ્વારા શનીવારે પાલિકાની તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જાહેર કરી તેમના ઉમેદવારી પત્રકો ભરવામાં આવ્યા હતા.

ઉમરેઠમાં કોગ્રેસ ધ્વારા રાહજોવોની નિતિ વાપરી આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પાલિકાની તમામ ૨૭ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોના ફોર્મ ભર્યા હતા જ્યારે ઉમરેઠમાં બી.એસ.પી તેમજ અપક્ષ ઉમેદવારો પણ કેટલાક વોર્ડમાં ઉમેદવારી નોંધાવી મેદાનમાં આવી ગયા છે. ત્યારે બી.એસ.પી અને અપક્ષ ઉમેદવારો કેટલાક વોર્ડમાં ભાજપ કે કોગ્રેસના કોઈ દિગ્ગજ માટે ભારે પડે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.

આજે સવારથી ફોર્મ ભરવા માટે કોગ્રેસના ઉમેદવારો પોતાના કાર્યકરો સાથે પાલિકા ભવન ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં શાંતિપૂર્ણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, બપોરના સમયે કોગ્રેસના સુભાષભાઈ શેલત પોતાના ટેકેદારો સાથે વોર્ડ નં.૮ માંથી ચુંટણી લડવા ઉમેદવારી પત્રક ભરવા પાલિકામાં આવી પહોંચ્યા હતા ત્યારે સુભાષભાઈ શેલતની નિષ્ક્રીયતાને લઈ ગેલમાં આવી ગયેલા ભાજપના કાર્યકરોમાં સોપો પડી ગયો હતો.

અત્રે ખાસ ઊલ્લેખનિય છે કે, વોર્ડ નં.૮માં હાઈ-ટેન્શન ડ્રામા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વોર્ડ નં.૮માં ભાજપના પૂર્વ ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ સામે લાંબા સસપેન્સ બાદ માજી.ધારાસભ્ય શુભાષભાઈ શેલતે ઉમેદવારી નોંધાવી છે. જેથી ભાજપ અને કોગ્રેસ બંન્ને પક્ષ માટે વોર્ડ નં.૮ની ચુંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે જ્યારે આ વોર્ડમાં બંન્ને પક્ષના કાર્યકરો પોતાનું તમામ જોર લગાવી દેવાના મૂળમાં છે.

ઉમરેઠ પાલિકાની ચુંટણી માટે ભાજપ,કોગ્રેસ, બી.એસ.પી તેમજ અપક્ષ ઉમેદવારો મળી કૂલ ૧૩૮ ઉમેદવારો હાલમાં મેદાનમાં છે. પરંતું ફોર્મ પાછું ખેંચવાની તારીખ બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે હાલમાં રાજકિય વાતાવરણ ઉમરેઠમાં ગરમ થયું છે.

જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે ૧૬ ફોર્મ ભરાયા હતા અને ઉમરેઠ તાલુકા પંચાયતની કુલ ૧૯ બેઠકો માટે ૮૧ ફોર્મ ભરાયા હતા

ઉમરેઠ નગરપાલિકાની ચુંટણી માટે ફોર્મ ભરવા ઉમેદવારોનો ઘસારો


ઉમરેઠ નગર પાલિકાની ચુંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. જ્યારે આવતી કાલે ગાંધી જયંતિ તેમજ પછી રવીવારની રજા આવતી હોવાને કારણે આજે ઉમેદવારી પત્ર ભરવામાં ઘસારો જોવા મળ્યો હતો.

આજે ભાજપ ધ્વાર ઉમરેઠના તમામ ૯ વોર્ડ માટે ૨૭ ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે ભાજપમાં ઉમેદવારને લઈ આંતરીક વિખવાદો થયા હોવાને કારણે કેટલાય અસંતોષ થયેલ કાર્યકરોમાં રોષ વ્યાપ્યો હતો જ્યારે ભાજપ સીવાય અન્ય અપક્ષ ઉમેદવારોએ પણ આજે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

જ્યારે સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોઈ કોગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા આવી પહોંચવાની સંભાવના છે. હજૂ કોગ્રેસમાં ઉમેદવારને લઈને અસમંજસ ની સ્થિતી યથાવત છે. પરંતું હજૂ પણ કોગ્રેસ ધ્વારા સુભાષભાઈ શેલતને સક્રીય કરવા માટે દબાણો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુભાષભાઈ શેલત પૂનઃ સક્રીય થશે તો ભાજપ માટે કપરા ચઢાણ નક્કી છે. જ્યારે ભાજપ ધ્વારા પહેલેથી વોર્ડ નં.૮ માં પ્રતિસ્પર્ધી ઉમેદવારને હંફાવવા વિષ્ણુભાઈ પટેલને ઉભા રાખવામાં આવ્યા છે. પરંતું કોગ્રેસના કેટલાક નજીકના સુત્રો આ ભાજપનું માત્ર તુત હોવાનું માની રહ્યા છે ત્યારે સોમવારે સંપૂર્ણ ચીત્ર સ્પષ્ટ થશે અને કયા વોર્ડ માં કયા ઉમેદવારો ઝંપલાવશે તે નક્કી થઈ જશે .

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, ૬.૧૦.૨૦૧૦ના સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે જેથી કેટલાક ડમી ઉમેદવારો ના ફોર્મ પરત ખેંચાય પછી જ તમામ વોર્ડના ઉમેદવારો કોણ છે તે સ્પષ્ટ થશે.

%d bloggers like this: