આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: ટેક્નોલોજી

વિદ્યાનગરની જી.એચ.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જી-સ્લેટ નામની એજ્યુકેશનલ એપ્લીકેશન તૈયાર કરાઈ.


  • વિદેશમાં વસતા ગુજરાતીઓ સહીત સ્થાનીકો માટે પણ બેઝીક ગુજરાતી શીખવા માટે ઉપયોગી એપ્લીકેશન

પ્રવર્તમાન યુગમાં વધતા જતા અંગ્રેજીભાષાના પ્રભુત્વને કારણે આજના બાળકો માતૃભાષામાં કેટલીકવાર પાંગળા સાબિત થાય છે. હાલમાં તમામ માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલ માંજ મુકવાનો આગ્રહ રાખતા હોય છે. આવા સમયે બાળકો પોતાની માતૃભાષાથી વિશેષ રીતે અવગત ન થાય તે સ્વભાવીક છે અને ખાસ કરીને આ જ કારણથી આજે કડકળાટ અંગ્રેજી બોલતો વિદ્યાર્થી જ્યારે ગુજરાતીની વાત નિકળે ત્યારે ઢ સાબિત થાય છે. પહેલાના સમયમાં શાળામાં જતા પહેલા બાળકો માટે વાલી સારી સ્લેટ લાવતા હતા હાલમાં આ સ્લેટનું સ્થાન ટેબલેટે લઈ લીધું છે કેટલીક સ્કૂલોમાં ઈ-ક્લાસની પણ સુવિધા ઉપલબ્ધ બની છે અને બાળકોના હાથમાં સ્લેટ કે નોટબુકની જગ્યાએ ટેલલેટ આવી ગયા છે.

હાલમાં ઈ-યુગમાં પણ બાળકો પોતાની માતૃભાષા પ્રવર્તમાન યુગને અનુરૂપ શીખી શકે તે માટે હાલમાં એન્ટ્રોઈડ ડીવાઈઝ માટે જી-સ્લેટ નામની એપ્લીકેશન બહાર પડી છે. વિદ્યાનગરની જી-સેટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ સદર એપ્લીકેશનથી નાના-બાળકો કક્કો,બારાખડી તેમજ ગુજરાતીમાં સ્વર તેમજ વ્યંજનોનું જ્ઞાન મેળવી શકે છે. જી-સ્લેટ નામની Android એપ્લીકેશનમાં ગુજરાતી પરિવારના બાળકો માટે ગુજરાતીનું બેઝીક જ્ઞાન મેળવી શકાશે. આ એપ્લીકેશનથી ગુજરાતીમાં સ્વર વ્યંજન સહીત સંખ્યા પણ શીખવા મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત હાલમાં નામશેષ થઈ ગયેલ સ્લેટની યાદો પણ આ એપ્લીકેશન દ્વારા તાજી થશે, સ્લેટમાં લખતા હોય તેવી જ રીતે આ એપ્લીકેશનમાં લખવાની સુવિધા છે, તેમજ લખેલું ઈરેઝ પણ થઈ શકે છે. જી-સ્લેટ એપ્લીકેશન ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.અક્ષરો અને સંખ્યાનો અભ્યાસ, ઉચ્ચાર અને સ્લેટ પર લેખન – આ વિવિધ વિભાગમાં અક્ષરો અને સંખ્યાને સરળતાથી રજૂ કરવામાં આવી છે જેથી નાના બાળકોને તુરંત સમજમાં આવે. આ ઉપરાંત જે તે સંખ્યા જેટલી વસ્તુઓ પણ મુકવામાં આવી છે જેથી બાળક ગણતરી કરતા પણ શીખી શકે તેમજ અક્ષર સાથે તે અક્ષરથી શરૂ થતી કોઈ વસ્તુ પણ ચિત્રમાં દર્શાવવામાં આવી છે જેથી દેશીહિસાબ જાણે એન્ડ્રોઈડ ડીવાઈઝ ઉપર જોતા હોય તેમ લાગે. એપ્લીકેશનની સૌથી સરસ મજાનો વિભાગ સ્લેટ લેખન છે, આ વિભાગમાં જેમ આપણે સ્લેટમાં લખતા હતા તેમ લખવાની સુવિધા આપવામાં આવી છે અને લખેલુ ભૂંસવા માટે ઈરેઝર ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. આ એપ્લીકેશનના ઉદ્દેશ અંગે વાત કરતા ડેવલોપર ટીમના ભાવિક ટૂકુડીયાએ કહે છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓના બાળકોના અભ્યાસક્રમમાં ગુજરાતી શીખવા માટે આવા બેઝીક કાર્યક્રમો હોતા નથી જેથી તેઓને આ એપ્લીકેશન ખુબજ ઉપયોગી સાબીત થશે આ સાથે સ્થાનિક ગુજરાતીઓને પણ પોતાના બાળકોને ગુજરાતી શીખવવા આ એપ્લીકેશન આશિર્વાદ સમાન બનશે.

 જી.એચ.પટેલ ઈન્ટિટ્યુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થી ભાવિક ટીકુડીયા (પોરબંદર) અને તેઓની ટીમ દ્વારા જી-સ્લેટ નામનો સદર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તેઓના આ પ્રોજેક્ટને દેવાંગ મહેતા આઈ.ટી.એવોર્ડ -૨૦૧૩ પ્રાપ્ત થયો હતો. પ્રોજેક્ટ ડેવલોપર ભાવિક ટીકુડીયાએ જણાવ્યું હતુ કે, જણાવ્યું હતુ કે ગુજરાતીનું બેઝીક જ્ઞાન એન્ડ્રોઈડ ડીવાઈઝ પર ઉપલબ્ધ બને અને વિદેશમાં વસતા ગુજરાતી પરીવારના લોકો પોતાના બાળકોને ગુજરાતીનું જ્ઞાન આપી શકે તે આ એપ્લીકેશનનો મૂળ હેતુ છે,જેથી દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડ મળ્યા બાત તેઓએ એપ્લીકેશન તૈયાર કરી પ્લેસ્ટોરમાં મફત ઉપલબ્ધ બનાવી છે. 

વિદ્યાનગરની જી.એચ.પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સ્વ દેવાંગ મહેતા આઈ.ટી.એવોર્ડ-૨૦૧૩ એનાયત કરાયો.


  • જી.એચ.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જી-સ્લેટ નામની એજ્યુકેશનલ એપ્લીકેશન તૈયાર કરાઈ.

સ્વ દેવાંગ મહેતાની યાદમાં દર વર્ષે એન્જીનીયરીંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે તેઓને એક લાખ રૂપિયા રોકડા તેમજ ટ્રોફીથી પ્રોત્સાહીત કરવામાં આવે છે. આ વર્ષે પણ સ્વ દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડ-૨૦૧૩ અમદાવાદ ખાતે ગુજરાત યુનિ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સ્વ દેવાંગ મહેતા મેમોરીયલ લેક્ચર પણ યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા પદે શ્રી અશોક સુત (હેપીએસ્ટ માઈન્ડ,ચેરમેન)ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દિપ-પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો, મુખ્ય વક્તા અશોક સુતએ સ્વ દેવાંગ મહેતા સાથે વિતાવેલ દિવસો યાદ કરતા તેઓની કૂનેહની પ્રશંશા કરી હતી. તેઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પોતાના જીવન દરમ્યાન કઈ રીતે શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ નવોદીત ઉદ્યોગ સાહસીકોને મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ સમજ્યાવ્યું હતું. આ સમયે આવકાર પ્રવચન કરતા હરીશ મહેતા (કો.ફાઊન્ડર – નાસ્કોમએ ઉપસ્થિત મહાનુંભાવોનો પરિચય આપ્યો હતો. સ્વ.દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડ માટે ગુજરાતભરની એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રોજેક્ટ સબમીટ કરવામાં આવ્યા હતા જેમાંથી વિદ્યાનગરની જી.એચ.પટેલ ઈન્ટિટ્યુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થી ભાવિક ટીકુડીયા (પોરબંદર) , અમી શાહ (વાપી), અને ચાંદની મેનપરા (જૂનાગઢ)ના પ્રોજેક્ટ જી-સ્લેટને (એજ્યુકેશન એપ્લીકેશન ફોર બેઝીક ગુજરાતી)ને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું હતું. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે જી-સ્લેટ એપ્લીકેશન બેઝીક ગુજરાતી શિખવા માટે ખુબ જ ઉપયોગી સાબીત થશે. આ એપ્લીકેશન દ્વારા ગુજરાતી ભાષાની બારીકાઈથી છનાવટ કરવામાં આવી છે, સ્વર, વ્યંજન સહીતના વિભાગો તેમાં આવરી લેવામાં આવ્યા છે. તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં જી-સ્લેટ એપ્લીકેશન એન્ડ્રેઓઈડ માર્કેટમાં ઉપલબ્ધ નથી પરંતુ એન્ડરોઈડ મારકેટમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ કરાવવા પ્રોસેસ કાર્યરત છે. સમારોહના અંતે સ્વ.દેવાંગ મહેતા ફાઊન્ડેશન દ્વારા સમારોહને સફળ બનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ કાર્યકરો સહીત ગુજરાતીમાં દેવાંગ મહેતાના જીવન ઉપર પુસ્તક લખનાર જીતેન્દ્રભાઈ જોશી તેમજ સ્વ.દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડની પસંદગી કરવા માટે પ્રોફેસરોની પેનલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ તેઓને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

તમારા લેપટોપ કે કોમ્યુટરમાં whatsapp મેસેન્જર ડાઊનલોડ કરો.


whatsappથી ફોટા,વિડીયો,ઓડીયો, પણ અન્ય વ્યક્તિના મોબાઈલમાં સરળતાથી મોકલી શકાય છે, જેને કારણે હાલમાં આ મેસેન્જર યુવાધનમાં ખુબજ લોકપ્રિય છે. તમામ લોકો પોતાના મોબાઈલમાં whatsapp મેસેન્જર ડાઊનલોડ કરે જ છે અને પોતાના મિત્રો અને પરિવારના લોકોની સાથે પોતાના ફોટા અને વિડીયોની આપ-લે કરે છે. whatsapp મેસેન્જર હવે માત્ર મોબાઈલ પુરતું સિમિત નથી હવે તે તમારા લેપટોપ કે કોમ્યુટરમાં પણ ડાઊનલોડ કરી શકાય છે. તમારા લેપટોપ કે કોમ્યુટરમાં whatsapp મેસેન્જર ડાઊનલોડ કરવા માટે નીચેની પ્રક્રિયા અનુસરો.

(૧) સૌ પ્રથમ તમે http://www.bluestacks.com/ વેબસાઈટ ઓપન કરો ત્યાર બાદ તમારી ઓપરેટીંગ સિસ્ટમ સિલેક્ટ કરી BlueStacks તમારા કોમ્યુટર કે લેપટોપમાં ડાઊનલોડ કરો.

(૨) ઈન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ BlueStacks ઓપન કરો.

(૩) BlueStacks ઓપન કરી જમની બાજૂ ખૂણામાં “સર્ચ” ઓપશન દેખાશે ત્યાં whatsapp સર્ચ કરો, જ્યાં તમને whatsappનો આઈકોન દેખાય એટલે ઈન્સ્ટોલ ઉપર ક્લિક કરો.

ઉપરોક્ત સ્ટેપ અનુસરવાથી whatsapp એપ્લીકેશન સફળતાપૂર્વક તમારા કોમ્યુટરમાં ડાઊનલોડ થઈ જશે. હવે,

(૪) BlueStack Programમાં whatsapp ઓપન કરો.

(૫) તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

(૬) થોડી જ ક્ષણોમાં તમારા મોબાઈલમાં એસ.એમ.એસ દ્વારા એક ૬ આંકડાનો નંબર આવશે જે વેરીફીકેશન કોડ તરીકે દાખલ કરો. ( જો એસ.એમ.એસ કદાચ ન આવે તો કોલ મી ઓપશન ઉપર ક્લિક કરો જેથી તમારા મોબાઈલ ઉપર ફોન આવશે અને તમને વેરીફીકેશન નંબર આપશે.)

(૭) વેરીફેકેશન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે તમે તમારા કોમ્યુટરમાં whatsappનો આનંદ મેળવી શકો છો.

ઓપેરા બ્રાઊઝરથી એન્ડ્રોઈડ ડિવાઈસમાં પણ ગુજરાતી વાંચો..!


સ્માર્ટ ફોન બાદ હવે, એન્ડ્રોઈડ ફોન હાલમાં યુવા વર્ગમાં ખસ્સો લોકપ્રિય બન્યો છે. સ્માર્ટ ફોન તેમજ એન્ડ્રોઈડ ફોનમાં ગુજરાતી સહીતની કેટલીક પ્રાદેશીક ભાષા વંચાતી નથી. કેટલીક જૂજ મોબાઈલ ફોન કંપનીના ડીવાઈસમાં ગુજરાતી ભાષા વંચાય છે પણ મોટાભાગની કંપનીના મોબાઈલ ફોનમાં ગુજરાતી વાંચવામાં મુશ્કેલી થતી હોય છે. ઓપેરા મીની મોબાઈલ બ્રાઊઝરમાં હવે ગુજરાતી સહીત અન્ય પ્રાદેશીક ભાષા વાંચી શકાય તેવું શક્ય બન્યું છે. જો તમારા મોબાઈલમાં ફેશબુક સહીત અન્ય ગુજરાતી વેબ સાઈટ ગુજરાતીમાં ન વંચાતી હોય તો તમારા મોબાઈલમાં ઓપેરા મીની વેબ બ્રાઊઝર ડાઊનલોડ કરો અને નીચેના સ્ટેપ અનુસરો..!

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ ડીવાઈસમાં ઓપેરા મીની વેબ બ્રાઊઝર ડાઊનલોડ કરો

  • ત્યાર બાદ એક વિન્ડો ઓપેરા મીની બ્રાઊઝરમાં ઓપન કરો, પછી એડ્રેસ બારમાં www લખેલું હોય છે ત્યાં opera:config લખો અને ok કરો.

  • ત્યાર પછી એક મેનું ઓપન થશે, તેમાં છેક નીચે use bitmap fonts for complex scripts લખેલું આવશે જેમાં NO ની જગ્યાએ YES કરો અને SAVE કરી બહાર નિકળી જાવ.

હવે, તમારા મોબાઈલમાં તમે ઓપેરા મીની વેબ બ્રાઊઝરનો ઉપયોગ કરી આપણી મનપસંદ ગુજરાતી વેબ સાઈટની મજા લઈ  શકો છો.

ફોન્ટ રૂપાંતર


ઈન્ટરનેટ ઉપર આપણી ભાષામાં આપણી વાતો રજૂ કરવાની અને આપણી ભાષામાં આપણે ગમતું સાહિત્ય વાંચવાની મજા કાંઈ ઓર જ છે પરંતું કેટલાક સમયે ફોન્ટને કારણે મજા બગડી જતી હોય છે. આપણી પાસે કોઈ લખાણ અન્ય ફોન્ટમાં હોય કે જે આપણે આપણા બ્લોગ ઉપર પ્રસિધ્ધ કરવા માગતા હોય અને અન્ય લોકો સુધી પહોંચાડવા માગતા હોય તો તેમ આપણે કરી શકતા નથી કારણ કે આપણી પાસે ઉપલબ્ધ લખાણ યુનિકોડ નથી હોતું જેથી અન્યના કોમ્યુટરમાં જે તે લખાણ વંચાતું નથી.

..પણ હવે http://gurjardesh.com/ ધ્વારા આ સમસ્યાને દૂર કરતી એક સેવા શરૂ કરવામાં આવી છે. (આમ તો આ સેવ ચાલુ જ હતી મારા ધ્યાનમાં હમના હમના આવી છે.) http://gurjardesh.com/ વેબ સાઈટ ઉપરથી તમે લગભગ ૧૩ જેટલા ફોન્ટ Non-Unicode to Unicode માં રૂપાંતરીત કરી શકો છો.

આ ઉપરાંત આ વેબ સાઈટ ઉપર ઈ-મેલ સહાયક સેવા પણ ઉપલબ્ધ છે. કેટલીક વખત આપણે ઈ-મેલમાં ગેડીયા મેડીયા અક્ષરો જેવા કે,#2750;&#2690#2717;ર&#2 જોવા મળે છે. અને તે વાંચવા માં મુશ્કેલી પડતી હોય છે આવા ઈ-મેલના ફોન્ટ પણ આ વેબ સાઈટ ઉપરથી રૂપાંતરીત કરવાની સવલત છે.

ગૂગલનો ધમાકો, ટીવી ઉપર મફત ઇન્ટરનેટ


ગૂગલનો ધમાકો, ટીવી ઉપર મફત ઇન્ટરનેટ વધુ માહિતી માટે અહિયા ક્લિક કરો

હવે જી-મેલથી કરો મોબાઇલ કૉલ


હવે જી-મેલ ઈ-મેલ પુરતું સીમીત નથી હવે, જી-મેલથી કોલ પણ થઈ શકશે આ અંગે વધુ માહિતી માટે વાંચો આ સમાચાર...

ફ્યુચર એસ.એમ.એસ


જેમ http://www.in.com/ દ્વારા ફ્યુચર ઈ-મેલ સુવિધા આપવામાં આવે છે તેવીજ રીતે હવે http://www.way2sms.com/ દ્વારા ફ્યુચર એસ.એમ.એસ સુવિધા અમલમાં મુકવામાં આવી છે. આ સુવિધા મારા જેવા ભુલકના લોકો માટે ખુબ ઉપયોગી સાબિત થશે.ફ્યુચર એસ.એમ.એસ દ્વારા તમે કોઈ પણ વ્યક્તિને ભારતમાં એસ.એમ.એસ કરી શકો છો તે પણ બિલકુલ મફત…

હાલમાં જ ચોથી એપ્રિલે મારા એક મિત્રના પૂત્રનો જન્મ દિવસ હતો મેં ત્રણ દિવસ પહેલા તેને જન્મ દિવસની શુભકાંમના પાઠવતો એસ.એમ.એસ ટાઈમ અને દિવસ સેટ કરી સેન્ડ કર્યો હતો . સમય અને દિવસ જે પ્રમાણે નક્કી કર્યો હતો તે જ રીતે તે એસ.એમ.એસ ડિલીવર પણ થયો હતો. હાલમાં ફ્યુચર એસ.એમ.એસ લગભગ ૧૫ દિવસ અગાઉ કરી શકાય છે. પણ ભવિષ્યમાં http://wwwd.way2sms.com/ પ્રગતિ કરે તેવી આશા.

કોમ્યુટર


એકદમ વિચાર આવ્યો કે કોમ્યુટર ના હોત તો શું થાત…?

કાંડા ઘડિયાળમાં મોબાઈલ..!


જી…હા બિલકુલ સાચી વાત છે એલ.જી દ્વારા ટૂક સમયમાં કાંડા ઘડિયાળ બજારમાં મુકવામાં આવશે જે માત્ર ઘડિયાળ જ નહિ પરંતું મોબાઈલ ફોન થી પણ સજ્જ હશે..! જરા..વિચારો બસ માં કે ટ્રેનમાં તમને કોઈ કહેશે , ” ભાઈ , જરા તમારું ઘડિયાળ તો આપો એક ફોન કરવો છે.” ..હા હવે તેવા દિવસો દૂર નથી લઘભગ ગણતરીના દિવસમાં આ મોબાઈલ વોચ બજારમાં આવી જશે તેની ખાસિયત છે કે, આ ઘડિયાળથી ફોન કરવાની સાથે , કેમેરા, મ્યુઝિક સહિત મોબાઈલ ફોનમાં મળતી બધીજ સવલતો ઉપલબ્ધ થવાની છે. ખરીદવાનું મન થયું…? એક મિનિટ તેનો ભાવ રૂ.૫૦,૦૦૦ ની આસપાસ હશે તો શરુ કરી દો પૈસાભેગા કરવાનું..!
અને હા..મારી વાત સાચી ન લાગે તો અહિયા ક્લિક કરો..

પ્રી-પેઈડ લાઈટ બીલ…!


ગુજરાતમાં સૌપ્રથમ વખત મોબાઈલની જેમ હવે, લાઈટબીલમાં પણ પ્રી-પેઈડની પ્રથા અમારા ગામમાં ચાલુ થઈ ગઈ છે. જેમ મોબાઈલમાં બેલેન્સ પતે એટલે સર્વીસ બંધ થઈ જાય તેમ લાઈટબીલમાં પણ બેલેન્સ પ્રથા અમલમાં આવી  છે, તમારો વપરાશ જેવો હોય તેવું રીચાર્જ કરાવો ને જલસા કરો બીલ ભરવાની ઝંઝટ માંથી પણ છુટકારો ને વીજ કંપની વાળાને પણ લેભાગુ ગ્રાહકોના વીજ કનેકશન કાપવાની કળાકૂટમાં છુટકારો પણ હા.. આ પ્રથા ફરજીયાત નથી જે તે ગ્રાહક ઈચ્છે તો જ આ પ્રથાનો ઉપયોગ કરે…

આ અંગ સરદાર ગુર્જરીમાં પ્રસિધ્ધ થયેલ આર્ટીકલ વાંચવા અહિયા ક્લિક કરો.

યુટ્યૂબના વિડિયોની મજા, નેટ કનેક્શન વિના


હા..યુટ્યૂબના વિડિયોની મજા, નેટ કનેક્શન વિના પણ લઈ શકશો આ અંગે વધુ માહિતી માટે અહિયા ક્લીક કરો.

YouTube ના વિડીયો ડાઉનલોડ કરવા માટે…


       YouTube હાલમાં લોકપ્રીય સાઈટ  છે,તેમાં લોકો જાત જાતના અને ભાતભાતના વિડીયો અપલોડ કરતા હોય છે ત્યારે કેટલાય વિડીયો આપણે ખુબ ગમી જતા હોય છે અને આવા વિડીયો આપણે આપણા કોમ્યુટરમાં ડાઉન લોડ કરવા માગતા હોઈયે છે.

          YouTube માંથી સીધો વિડીયો તમારા કોમ્યુટરમાં સેવ કરવો લઘભગ સક્ય નથી તે માટે તમારે YouTube નું ડાઉનલોડ ટુલ બાર તમારા કોમ્યુટરમાં ડાઊનલોડ કરવું પડે છે કદાચ કેટલાય લોકોઆ YouTubeના ડાઊનલોડ અંગે જાણતા હશે..તેમના માટે આ પોસ્ટ નકામી હશે મને તો આ પહેલા આ અંગે કોઈ જ્ઞાન નહતું હુ તો YouTube ના મને ગમતા વિડીયો સીધા ઓરકૂટમાં ટ્રાન્સફર કરી દેતો,પણ મિત્ર દર્શન શાહ સાથે વાત નિકળી અને તેમને મને YouTube ડાઊનલોડ ટુલબાર વિશે માહિતી આપી આ માહિતી માટે દર્શન શાહનો આભાર

તમારે YouTube નું ડાઊનલોડ ટુલબાર ડાઊનલોડ કરવું હોય તો અહિયા ક્લિક કરો.

%d bloggers like this: