આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: કેટલીક અંગત વાતો…

પાવાગઢ


..વડોદરા પાસે આવેલા પાવાગઢની વાત નથી કરતો, પહેલા સ્કૂલના સમયમાં અમે પોળમાં માટીનો પાવાગઢ બનાવતા હતા અને માતાજીની સ્થાપણા કરી દરોજ્જ આરતી કરતા હતા. નવરાત્રિના ચાર-પાંચ દિવસ પહેલ થીજ પાવાગઢ બનાવવાની તૈયારી થઈ જતી હતી. બધા મિત્રો સાઈકલ ઉપર ગામના પાદરેથી કોઈ ખૂણે થી માટીના ઢગલા લઈ આવતા હતા અને પોળમાં એક ખૂણે પાવાગઢ બનાવતા હતા. હવે આ પ્રથા બંધ થઈ ગઈ લાગે છે, માત્ર અમારી પોળમાં જ નહી પણ અન્ય જગ્યાએ પણ આ પ્રથા બંધ થઈ ગઈ હશે..! પહેલા કરતા પાવાગઢ બનાવવાનું પ્રમાણ ઘટી ગયું છે, અત્યારે બાળકોને કદાચ આ પ્રથા વીશે ખબર પણ નહી હોય. પાવગઢ ઉપર અવનવા રમકડા અને નાનકડા તગાળામાં પાણી ભરી તેમા બોટ ચાલે તેવી વ્યવસ્થા પણ કરતા, તે સમયનો આનંદ કાંઈ અનેરો જ હતો..!

..ખેર આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, ઉમરેઠમાં ભદ્રકાળી માતાજીના મંદિર, કાલીકા માતાજીના મંદિર તેમજ મહાલક્ષ્મીજીનું મંદીર અને ત્રણ પોળ પાસે સાચી માતાજીના મંદિરમાં નવરાત્રિ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેશે. આ ઉપરાંત જગ વિખ્યાત શ્રી વારાહી માતાજીના દર્શન સહીત નોમના હવનમાં પણ ભાગ લઈ ભક્તો ધન્યતાનો અનુભવ કરશે.

આવા પણ લોકો હોય છે..!


આજે એક મિત્ર રધુવીર ધડીયાનો જન્મ દિવસ છે, ફોન કરવામાં થોડી આળશ આવી એટલે, ફેશબુક ઉપર શુભેચ્છા પાઠવી દીધી, પણ આ મિત્રએ પોતાનો જન્મ દિવસ કઈ રીતે ઉજવ્યો તેની જાણ થઈ એટલે બધા કામ બાજૂમાં મુકી તેમને ફોન કર્યો. આજે તેમને અમદાવાદમાં ગરીબ ઘરના નાના બાળકો સાથે તેમનો જન્મ દિવસ ઉજવ્યો. આ ગરીબ બાળકોને ચોકલેટ, બિસ્કીટ અને રમકડા આપી તેમને આનંદ આવે છે, આજે તેમનો જન્મ દિવસ છે તેટલે જ નહી પણ તે અવાર નવાર ગરીબ બાળકોને કાંઈ ને કાંઈ આપતા હોય છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તેમની કારમાં કાયમ બિસ્કીટ અને ચોકલેટ અવસ્ય હોય છે. કો’ક વાર પેટ્રોલ ખુટે પણ બિસ્કીટ ચોકલેટ અખંડ રહે જ છે.

ઉમરેઠ પણ અમે જ્યારે મળીયે ત્યારે તેઓ ગરીબ બાળકો માટે કાંઈક લઈને જ આવે છે, અને તે આવે ત્યારે બાળકોને ચોકલેટ બિસ્કીટ પાક્કા..! આજે રઘુભાઈ જોડે વાત થઈ ત્યારે તેમના આ વિચારો અંગે મે પ્રશંશા કરી ત્યારે તેમને કહ્યું , ” હોટલમાં જઈ હજાર પંદરસો ઉડાવી દેવા તેના કરતા હજ્જાર પંદરસો ના ચોકલેટ બિસ્કીટ ગરીબ છોકરાને આપીયે તો તેમને કેટલો બધો આનંદ મળે..? હોટલમાં તો આપણે અવાર નવાર જતા જ હોઈયે છે, પહેલા મારૂતી લઈને ફરતો હતો, હવે મર્સીડીઝ લઈને ફરું છું, બધુ તેમના જ આશિર્વાદ થીજ ને…!” તે લોકો ખુશ એટલે હું પણ ખુશ..!

સમાજમાં આવા પણ લોકો હોય છે.. ધન્ય છે આવા રધુભાઈ જેવા લોકો…!

ઉઘરાણી


ધંધો લઈને બેસીયે એટલે ઉધાર તો આપવું જ પડે અને નાના-ગામમાં ધંધો હોય તો શરમમાં ઉધાર આપ્યા વગર છુટકો નથી. બે-ત્રણ દિવસ પહેલા ઉમરેઠની એક દૂકાનમાં ગયો ત્યાં દૂકાનમાં કેટલાક લોકોના નામ લખ્યા હતા અને નામ સામે રકમ અને ગામનું નામ લખ્યું હતું. કૂતુહલવશ મેં દૂકાનદારને પુછ્યું શું છે કાકા આ બધુ કેમ આ બધા નામ અને સામે રકમ લખી છે. પેલા દૂકાનદારે જવાબ આપ્યો, “આ તો ઉઘરાણીનું લીસ્ટ છે, આમ જાહેરમાં નામ લખીયે એટલે ઉઘરાણીએ જવું ન પડે જે તે બાકીદાર ગ્રાહકનો લાગતો વળગતો દૂકાને આવેને લીસ્ટમાં તેનું નામ જોવે એટલે બાકીદાર સુધી વાત પહોંચે જ અને પૈસા દોડતાને દોડતા તે આપી જાય..!” મેં પુછ્યું આવી રીતે કોઈ પૈસા આપી ગયું…? તેમને કીધું, ” હા..કેટલાય લોકો આપી ગયા..તમારું પણ કોઈ લાગતું વળગતુ લીસ્ટમાં હોય તો સંદેશો આપી દે જો…”

વહેપારીની આ તરકીબ ખરેખર ગમી અને કહેવું જ પડ્યું ” વોટ આઈડીયા સરજી…”

ઉત્તરાયણ


બસ હવે ઉત્તરાયણને આડે પાંચ-છ દિવસ બાકી રહ્યા, પણ હજુ ગઈકાલે પહેલીવાર છાપરે જવાની તક મળી, એક પતંગ પણ ચકાવી પણ સાલી કપાઈ ગઈ. પહેલા સ્કૂલમાં હતા ત્યારે નાતાલના વેકેશન થીજ ઉત્તરાયણ શરૂ થઈ જતી હતી પણ હવે તેવું નથી રહ્યું ઉત્તરાયણના દિવસે પણ જોરબેરે ૧૦ વાગે છાપરાના દર્શન થાય છે.ઉત્તરાયણના મહિના પહેલા કેટલીય પતંગો ચકાવી મારતા હતા અને લૂંટી પણ લેતા હતા. એક પતરા ઉપરથી બીજા પરતા ઉપર જવું જાણે રમત વાત હતી. છાપ્રા ઉપર ઢગલો મિત્રો એકઠા થતા અને જાત જાતની મોજ મસ્તી..! હવે તો ઉત્તરાયણના દિવસે પણ મિત્ર મળે તો..ય બહુ કહેવાય..!

નવી પતંગોને કીન્ના કરવાનું કામ બહૂ અઘરું છે, છતા પણ પહેલા બધા મિત્રો રાત્રે કોઈ એક મિત્રને ત્યાં ભેગા મળી મોટી ટેપ મુકીને બધાની પતંગોને કીન્ના કરતા હતા. ખુબ મજા આવતી હતી પણ હવે ઉત્તરાયણના આગલે દિવસે માંડ બે-ચાર મિત્રો મળે છે, જેથી કીન્ના કરવાની જવાબદારી પતંગના વહેપારીને જ સોપી દેવામાં આવે છે.

છતા પણ ઉત્તરાયણના હાલના બે દિવસ ખરેખર મજાના હોય છે. સવારના પહોરમાં બધાની અગાસીમાં ટેપ વાગે..ભૂંગડા અને પીપૂળાનો શોર બકોર હોય અને હાથમાં પતંગ,ફિરકા તેમજ અગાસીના ખુણામાં મઠિયા, તલસાંકડી અને મમરાના લાડવા ને ચીકી..જોરદાર જલસા પડી જાય ઉત્તરાયણમાં.. અરે હા હવે તો કેબલ કનેક્શન અને ડીટીએચને કારણે પતંગો ચકાવતા સમયે ટી.વી ના એરીયલ પણ નથી નડતા એટલે ઓર મજા આવે. અને સાંજે આતીશ બાજી અને ડુક્કલ કાપવાની પણ મજા કાંઈ ઓર જ છે. બસ ખાલી અફસોસએ છે કે, ઉત્તરાયણમાં ગોગલ્સ પહેરવાના નથી મળતા કારણ કે પહેલેથીજ ચશ્માધારી છે, છતા પણ આપણે ગોવિંદાવારી કરી પણ નાખીયે કાંઈ નક્કી નહી..ચાલો ત્યારે આવજો, પતંગ પકડવા કરતા ચકાવવામાં ધ્યાન આપજો..ધાબા પતરાં ઉપર સાચવજો..અને પતંગ કાપો ત્યારે “ચકા ચોંગ” બોલી જો..જો…

બાજરીની ખીચડી


બાજરીની ખીચડી

તમે બાજરીના રોટલા, ઢેબરાં અને મૂઠીયાં તો ખાધા હશે, પણ શું બાજરીની ખીચડી ખાધી છે..? ખાવાની વાત તો દૂર કેટલાય લોકો તેવા હશે જેમને બાજરી ની ખીચડી જોઈ પણ નહી હોય..! બાજરીની ખીચડીને કેટલાક લોકો “ઠોઠું” તરીકે પણ ઓળખે છે. ખાસ કરીને ચરોતર વિસ્તારમાં શિયાળાના સમયે બાજરીની ખીચડી સ્વાદ રસીકો વધુ પ્રમાણમાં ખાતા હોય છે, તેમા પણ ઉમરેઠના લોકોતો બાજરી ની ખીચડી ઉપર ફીદા જ હોય છે. શિયાળાના સમયમાં ઉમરેઠની વિવિધ પોળો અને ફળીયામાં સમૂહમાં બાજરીની ખીચડી બનાવી લોકો મિજબાની પણ કરે છે. બાજરીની ખીચડી રીંગણનું શાક અને કઢી સાથે ખાવાની ખૂબ મઝા આવે છે અને તેમા પણ પાપડ અને તલનું તેલ જોડે હોય તો કહેવાનું જ શું…!

50,000 Hits


http://www.aapnuumreth.wordpress.com blog completed 50,000 hits Today…

 

 

 

 

 

 

 

Thanks to all readers

With Friends @ જાબુંઘોડા રીસોર્ટ – HAPPY FRIENDSHIP DAY…


મિત્ર દર્શનને ત્યાં થોડા દિવસ પહેલા પ્રસંગમાં બધાજ મિત્રો ભેંગા થયા,  અને બધા એક દિવસ ક્યાંક પીકનીક માટે જવાનું નક્કી કર્યું. આમતો બધાજ દિવસ આપણા માટે તો, ફ્રેન્ડશીપ-ડે જેવા જ છે, છતા પણ આજે ફ્રેન્ડશીપ-ડે ની ગરીમાને ધ્યાનમાં રાખી ૧૫મી ઓગષ્ટના દિવસે જાબુંઘોડા રીસોર્ટમાં પીકનીક યોજવાની જગ્યાએ આજે ૭મી ઓગષ્ટને ફેન્ડશીપ-ડેના દિવસે નક્કી કરી દીધી. છેવટે મિત્ર ટીકું હિરેન અને જયના આયોજન પાર પડ્યું ખરૂં..! થોડા મિત્રોને તેમના અંગત આયોજનોમાં ફેરફાર કરવા પડ્યા પણ બધુજ સરસ રીતે ગોઠાવાઈ ગયું ખરૂં તેનો આનંદ છે. જોઈયે હવે શું થાય છે. જાબુંઘોડા રીસોર્ટમાં…!

આમ તો છેલ્લા કેટલાય સમયથી હું અને મિત્ર મિતેષ જ ઉમરેઠમાં રહ્યા છે. અને અમે બંન્ને તો લગભગ દિવસમાં એક વારતો મળીયે છે જ પણ બાકી બધા પોતાના નોકરી ધંધા અર્થે અમદાવાદ,આણંદ,વડોદરા જેવા શહેરોમાં ચાલ્યા ગયા છે. સારા નરસા પ્રસંગે બધા મિત્રો મળીયે છે, નાની મુલાકાતો, ટુંકી વાતો બસ પછી પોતપોતાના કામ ધંધે છતા પણ કામના સમયે અચુક બધા પોતપોતાના કામ ધંધા છોડી મિત્રો પાસે આવી જાય છે તેમ કહીયે તો અતિરેક નહી હોય નઈ..!?

(standing Left To Right) Ankit shah, Hiren Shah, Mitesh Bhavsar,Vivek Doshi (seating left to right) Ravish Bhavsar, Brijesh Shah,Nishant Shah,Hiren Shah(TIKU),DArshan Shah

મિત્રનો સબંધ જે એક માત્ર તેવો સબંધ છે, જેની પસંદગી કરવાનો હક્ક ભગવાન આપણે આપ્યો છે.પરિવાર પણ આપણે ભગવાન ની મરજીથી મળે છે. શેરી,મહોલ્લા અને ગામ મા આપણે કેટલાય મિત્રો મળે છે કેટલાય હાય હેલ્લો કરી આગળ જાય ,કેટલાય કામપુરતી વાતમા આપણી સાથે રહે છે તો કેટલાક સુખ દુઃખમા હંમેશા આપણી સાથે રહે છે. આવા મિત્રો નસિબદાર લોકોને મળે છે.મારી પાસે આવા એક બે નહી પણ આઠ મિત્રો છે એટલેજ હુ કહુ છું…….હું મિત્રોના મામલે માલદાર છું.

ચાલો ત્યારે ફરી મળીશું , વાંચતા રહો “આપણું ઉમરેઠ” બધા જ મિત્રોને હેપ્પી ફ્રેન્ડશીપ ડે.

તાઢીશેર..


તાઢીશેર…શબ્દ પણ જોરદાર છે. આજે વડા,પૂરી અને બાસુંદી ખાવાનો મહીમા પણ ઠંડા અને વાસી…! આજે ખાવા માટે ગઈકાલે હોંશે હોશેં વડા,પૂરી અને શાક લગભગ બધાની ઘરે એક જ તળેલા ઘીલોડાનું શાક બની ગયા હતા…! તહેવારો અને માન્યતાઓ પણ જબરી હોય છે, કાંઈ વાસી ખાવા માટે પણ કોઈ તહેવાર હોય …? પણ વર્ષોથી આજ પ્રથા ચાલું છે એટલે આપણે અનુસરવી જ પડે છુટકો જ નથી..!આજે બધુ જ ઠંડુ ખાવા-પીવાનું..અરે નાહ્વાનું પ ઠંડા પાણીએ..!

..બસ ત્યારે વડા,પુરી બાસુંદી ખાધા પછી સ્વભાવિક રીતે આળાશ ચઢે,એટલે બહું નથી લખવું..તમે વળગો તમારા કામે હું વળગું મારા કામે..

હેપ્પી તાઢીશેર

ઉમરેઠમાં ચોમાસું – Moon Soon Memories


દેર સે આયે દુર..! ..આખરે આપણા ઉમરેઠમાં વરસાદ પડ્યો ખરો..! આમ જોવા જઈયે તો વરસાદની વાતમાં આપણું ઉમરૅઠ પહેલેથી થોડું પાછું છે, મેઘરાજા જાણૅ આપણા ઉમરૅઠથી રીસાયેલા હોય તેમ લાગે છે. કેટલીય વખત તેવું જોવા મળ્યું છે કે ડાકોરમાં ધમધોકાર વરસાદ પડતો હોય, લીંગડામાં પણ ધમધોકાર વરસાદ પડતો હોય અને બેચરી સુરેલીમાં પણ વરસાદની ધાર સાંબેલા જેટલી હોય પણ ઉમરૅઠમાં વરસાદનું નામોનિશાન ન હોય. આખું ચરોતર ભીંનું ને આપણું ઉમરેઠ કોરૂ ધાક્કોર..!

પણ આજે ઉમરૅઠમાં સિઝનનો પહેલો વરસાદ આવ્યો. માટી પહેલા વરસાદમાં ભીંજાય એટલે અનેરી સુંગંધ આવે જેનો અહેસાસ ખુબ સરસ હોય છે. વરસતો વરસાદ અને ઘરમાં બારી ઉપર બેસી મસ્ત મઝાના ગરમા-ગરમ ભજીંયા ખાવાની મજા જ કાંઈ અલગ હોય છે. વરસાદમાં ભીંજાવાનો આનંદ અનેરો  હોય છે. આપણે તો વરસાદમાં ભીંજાવા માટૅ બહાના જ શોધતા હોઈયે છે અને હા બહાનું ન મળે તો પણ કાંઈ ચિન્તા નહી એક બે મિત્રોને ભેંગા કરી બસ સ્ટેશન તરફ હાલતા હાલતા વરસાદમાં ભીંજાતા ભીંજાતા પ્રયાણ કરવાનું ને મસ્ત ગરમા ગરમ ચા ની ચુસ્કી અને ગોટાનો આનંદ લેવાનો..કેટલી મસ્ત મઝાની લાઈફ વરસાદમાં ભીંજાવાનું..ચા પીવાની..અને પછી ચટની ને ગોટા…! ..પણ ગઈ કાલે વરસાદ એવા ટાઈમ પળ્યો કે, બજારમાં ગોટા કે ચટણીનું નામોનિશાન ન હતું પણ મિત્ર મિતેષ ને હું ગરમા ગરમ “ચા”ની ચુસ્કી લેવા ઉપડી ગયા અને ગામમાં આમ તેમ રખડી પહેલા વરસાદની મઝા લીધી. ગઈકાલે વરસાદ પડ્યો ત્યારે ફરતા ફરતા અમે બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા ત્યાં એક વિજળીના થાંભલા ઉપર મોટો ધડાકો થયો સાથે તણખાં ની ઝોળ ઊડી સદનસીબે કોઈને કાંઈ થયું ન હતુ અને ઉમરેઠમાં લાઈટો કલાક સુધી ડૂલ થઈ ગઈ હતી. પહેલા જ વરસાદમાં ઉમરેઠની વીજ કંપણીવાળાને દોડા દોડ થઈ ગઈ.

..અરે હા આ વરસાદમાં માત્ર એક વાત ગમતી નથી, ધોધમાર વરસાદનો આનંદ ચરમસીમાએ હોય અને દુશ્મન ચશ્મા સાફ કરવા પડે, આ સમયે ચશ્માને તો તોડી નાખુ, ફોડી નાખુને ભૂક્કો કરી નાખુ તેવું મન થાય પણ તેવું ન કરાય… બોસ ગુસ્સો કાબુમાં રાખવો જ પડે. ઉમરૅઠમાં વરસાદ પડે એટલે ઓડ બજાર સ્વામિનારાયણ મંદિર, દૂધ ની ડેરી, ખારવાવાડી અને વડાબજાર વિસ્તારમાં ધુંટણીયા પાણી ભરાઈજ જાય આ સમયે જો સ્કૂટર આ વિસ્તાર માંથી બંધ થયા વગર કાઢી નાખો તો તમે ખરા…! પણ આ વિસ્તારોમાં સ્કૂટર ઉપરથી ઉતરીને સ્કૂટર ચલાવતા લોકો જ એટલા બધા હોય કે તે જોઈ તમે સ્કૂટર અહિયા નાખવાનો પ્રયાસ પણ ન કરો…!

આમતો વરસાદ મને ખુબ ગમે છે, પરંત કેટલીય સમયે વરસાદ રુદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે કંપારી છુંટી જાય છે. થોડા વર્ષોથી ઉમરૅઠમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હોય તેવા દિવસો આવ્યા નથી અને કાયમ ન આવે તે જ સારૂં. પૂરની પરિસ્થીતીમાં બિચારા સોસાયટી વિસ્તારના લોકોની ખરેખર દયા આવી જાય છે તેઓ માટે જાયે તો જાયે કહાં..? પ્રશ્ન પેદા થઈ જાય છે. ઉમરૅઠના સ્થાનિકો હોય તો પોત પોતાના સ્વજનો કે મિત્રોને ત્યાં પણ શરણ લઈ લે પણ બહારના લોકોની હાલત ખુબજ ખરાબ થઈ જાય છે.

લગભગ પાંચ સાત વર્ષ પહેલા પૂરનું રુદ્ર સ્વરૂપ ઉમરેઠમાં જોયું હતું જોત જોતામાં પાણી ની સપાટી વધવા માડી હતી અને કેટલાય લોકોને પોતાના ઘરનો સામાન પણ ઉચોં કરવાની તક પણ મળી ન હતી. સોસાયટી વિસ્તારના લોકો માટે પૂર એક વિકટ સમસ્યા હતી. ખાસ કરીને ઉમરેઠની કર્ણાવટી થી રજનીનગર સુધીની સોસાયટીની હાલત અત્યંત ગંભીર હતી તેમજ ઓડ બજાર ખરીદ વેચાણ સંઘમાં પણ દુકાનોની અંદર પાણી જતા રહ્યા હતા. બીજી બાજૂ ઉમરૅઠ ડાકોર માર્ગ લગભગ ત્રણ દિવસ સુધી બંધ રહ્યો હતો અને કેટલાય વાહનો અટવાયેલા રસ્તા ઉપર ત્રણ દિવસ સુધી પડ્યા રહ્યા હ્તા આ સમયે અસરગ્રસ્તોની વહારે ઉમરૅઠની કેટલીક સામાજીક સંસ્થાઓ આવી હતી. પૂર આવે ત્યારે ઉમરેઠના લોકો ડાકોર પાસે શેઢી નદીનું પાણી જોવા અચુક જાય..! શેઢી નદી રસ્તા ઉપર વહેતી જોવાની મઝા જ કાંઈ ઓર છે. લગભગ ત્રણ દિવસ દરોજ્જ સવારથી ગામમાં પુર ગ્રસ્ત વિસ્તારોમાં રખડપટ્ટી કરવા હું, મિતેષ, અને હિરેન ફર્યા હતા અને પુરના પાની જોઈ બસ સ્ટેશન વિસ્તારમાં ગોટ અને ચા ની જીયાફત માણતા..!

…ખેર હવે, ઉમરૅઠમાં મેઘરાજાનું આગમણ થઈ જ ગયું છે ત્યારે સૌ કોઈને મારા તરફ થી “હેપ્પી મોનસુન”…!

નામમાં શું રાખ્યું છે…?


મારું સ્કૂલનું,ઘરનું, ઓફિસનું, વ્હાલથી વેરથી કોઈ પણ રીતે બસ એક જ નામ છે “વિવેક” વિવેક ને વિવેક…છતા પણ કેટલાક લોકો મારું નામ ખબર ન હોય તોય ગમે તે નામથી બોલાવી મારા ફોઈ બનવાનો તુચ્છ પ્રયાસ કરી દે છે.

..ખેર આજે એક મહાશયે મને નવા નામથી બોલાવ્યો..વિજય.આ પહેલા કેટલાય લોકો મને ભયલું,પીન્ટું,વિકાસ અને હાર્દિક નામથી બોલાવી ચુક્યા છે હું પણ વાંધો ઉઠાવતો નથી કેમ કે શેક્સ્પિયરે નતું કહ્યું નામમાં શું રાખ્યું છે…? છતા પણ દિલના કોઈ ખૂણામાં પ્રશ્ન તો થયા જ કરે છે કે સાલું તેઓને મારું નામ ખબર જ નથી તોય આટલા કોન્ફીડન્ટ થી કેમ બીજા નામથી બોલાવે છે. આવા પણ લોકો હોય છે. પણ હા હું તો કોઈને આવું લાગતું વળગતું કે ભળતા નામથી ક્યારે નથી બોલાવતો, નામ ખબર ન હોય ને કોઈને બોલાવવાની જરૂર પડે તો કાકા, દોસ્ત, બોસ કે સાહેબ જેવા શબ્દોનો ઉપયોગ કરી જ દેવા નો…

આમ પણ નામમાં શું રાખ્યું છે.

થોડા પ્રશ્નો..(?)


 • આપણે જે વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ સહ-પરિવાર હાજરી આપીએ છે તેજ વ્યક્તિને ત્યાં કોઈનું મૃત્યુ થયું હોય તો બેસણામાં એક વ્યક્તિ જાય તો ચલાવી લઈયે છે, આવું કેમ..?
 • લગ્ન પ્રસંગે જ ચાંલ્લા પ્રથા કેમ..? મૃત્યુ સમયે આ પ્રથા કેમ નથી..?
 • ભજન કિર્તનમાં ગેરહાજર રહી ભોજનમાં આપણે કેમ અચુક પહોંચી જઈયે છે…?
 • મોટાભાગના લોકો તેવું કેમ વિચારે છે કે, તે હોશિયાર છે અને જે પ્રમાણે તે મહેનત કરે છે તે પ્રમાણે તેમને ફળ નથી મળતું..?
 • સ્કૂટર અને સાયકલ અથડાય તો હંમેશા સ્કૂટર વાળાનો જ વાંક કેમ..? તેવીજ રીતે સ્કૂટર અને કાર વાળો અથડાય તો કાર વાળાનો વાંક કેમ..?
 • કાંઈ વિચાર કરવા માટે સૌથી સારી જગ્યા કઈ..? તમને સારા વિચારો ક્યારે આવે છે..?
 • ..અને આવા વિચારો મને જ કેમ આવે છે…?

Bye Bye Facebook અને બીજૂ બધુ..!


 • ફેશબુકમાં જ થોડા દિવસ પહેલા ફેશબુક એકાઊન્ટ ડીલીટ કરવાની વાત કરી હતી પણ મોટાભાગના લોકો એપ્રીલ ફુલ સમજ્યા હતા પણ તે હકીકત જ હતી મેં ફેશબુક એકાઊન્ટ ખરેખર ડીલીટ કરી નાખ્યું છે, હા પણ આ માત્ર વેકેશન છે એક દોઢ મહિનામાં પાછો ફરી ફેશબુક જોઈન કરી જ દઈશ (મિંયા ઠેરના ઠેર). ફેશબુકનું વ્યસન ના થઈ જાય તેથી વર્ષમાં એક દોઢ મહીનો ફેશબુક નહી વાપરવાનો નિરધાર કર્યો છે. એક મહિનો મોબાઈલ ફોન પણ ત્યજી દેવાનો વિચાર આવ્યો છે પણ તે શક્ય નથી.આ પહેલા ઓરકૂટ છેલ્લા કેટલાય સમયથી બંધ કરી દીધુ હતુ, પણ એકાઊન્ટ હજૂ ડીલીટ કર્યું નથી.
 • ભારત વિશ્વકપ જીત્યું તે ખરેખર અવિસ્મરણીય છે. આ સમય હંમેશા માટે થંભી જાય તેવી ઈચ્છા છે. વિશ્વ વિજેયતા બનવું તે ખરેખર ખુબજ મોટી વાત છે. અમારા ઉમરેઠમાં પણ ભારતના વિજયને વધાવી લેવામાં આવ્યો હતો. પંચવટી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને આતીશબાજી કરી હતી અન્ય વિસ્તારમાં પણ આવોજ માહોલ હતો.
 • ઉડતી ઉડતી એક વાત મળી અને આ વાત જાણી ખુબ અચરજ થયું કે, ઉમરેઠમાં પણ તિરૂપતી બાલાજીનું મંદિર છે પણ અફસોસ તે છે કે આ મંદિર ક્યાં છે..? તે આ વાત કહેનારને પણ ખબર નથી કદાચ ૧ એપ્રીલે વાત મળી હતી તેથી વાત બહૂ ગંભીરતાથી લીધી નથી છતા પણ આ અંગે પહેલા પણ ક્યાંક શાંભળ્યું હતુ જેથી જાણવાની પ્રબળ ઈચ્છા છે કે ખરેખર ઉમરેઠમાં તિરૂપતી બાલાજીનું મંદિર છે…? જો કોઈને આ અંગે વધુ જાણકારી હોય તો ચોક્કસ જણાવજો..
 • “આપણું ઉમરેઠ” બ્લોગના એક વાચક મુકુંદભાઈ શાહ (નાસિકવાળા)એ એક પ્રશ્ન કર્યો હતો કે, ઉમરેઠના સટાકપોળમાં વર્ષો પહેલા ખડાયતા જ્ઞાતિ ધ્વારા શિવણ ક્લાસ ચલાવવામાં આવતો હતો અને તેની નીચે એક મીની લાઈબ્રેરી પણ હતી. ખડાયતા જ્ઞાતિ ધ્વારા આ બંન્ને સારા કામ કેમ બંધ કરી દેવામાં આવ્યા છે શું તે પૂનઃ કાર્યરત થાય તેમ નથી..?

 

હોળી/રવીવાર/ધુળેટી


દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પંચવટી વિસ્તારમાં અઢળક લાકડાનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી અને લગભગ ૧૦ વાગ્યાની આસ પાસ લોકોએ અંગારા ઉપર ચાલવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો અંગારા ઉપર ચાલ્યા હતા પણ આ સમયે નગમતી બાબત એવી બની કે અમારી પોળના એક સજ્જન અંગારા ઉપર ચાલતા ચાલતા દાઝી ગયા..! હવે આ બાબત ખરેખર વિચાર માગે તેવી છે, અંગારા ઉપર ચાલવું શ્રધ્ધાની વાત છે કે પછી ..? ખેર જેવા લોકોના વિચાર જવા દો..!

કોપરાની કાચલીની હોળી-(તસ્વીર- મેહૂલ ચોકસી) (મોબાઈલથી લીધેલ ફોટો)

એક તરફ આખા ઉમરેઠમાં મોટા ભાગના તમામ વિસ્તારમાં અઢળક લાકડાંના ઉપયોગથી હોળી દહન કરવામાં આવ્યું ત્યારે બીજી બાજૂ ઉમરૅઠની ચોકસીની પોળમાં કોપરાની કાચલીની હોળી પ્રગટાવવામાં આવી હતી. એકદમ સરસ વિચાર કહેવાય આ પોળના લોકોનો સહેજ પણ લાકડાનો ઉપયોગ કર્યા વગર પર્યાવરણને અનુકૂળ હોળી પ્રગટાવી ઉમરેઠના ચોકસીની પોળના રહીશોએ હોળી પર્વની ઉજવણી કરી હતી.

હવે ધુળેટીની વાત, આ વર્ષે કોણ જાણે કેમ એકેય મિત્રોને ધુળેટીમાં રસ ન હોય તેમ લાગ્યું, બધા પોતપોતાની વસ્તી અને મસ્તીમાં વ્યસ્ત હોય તેમ લાગે છે. છતા પણ આપણે તો ઉમરૅઠમાં હોઈએ એટલે મસ્ત મઝા થી ધુળેટી કરી એક તો રવીવાર ને ઉપરથી ધુળેટી બેવડો આનંદ હતો સવારે ૧૦ કલાકે પોળની બહાર લટાર મારવા નિકળ્યો ત્યાંજ હતો તેનાથી બદતર થઈ ગયો અવનવા કલર અને પાણીની પિચકારીથી લોકો તુટી પડ્યા..! છતા પણ બહાદૂરની જેમ પોળની બહાર અન્ય પોળના લોકો સાથે બેસી રહ્યા અને ગપ્પાબાજી શરૂ કરી જોતજોતામાં બે કલાક ક્યાંય પસાર થઈ ગયા પછી પેટ પુજા અને ફરી પોળમાં પિચકારી લઈ નાના છોકરા જોડ અટકચાળા શરૂ કર્યા, જોત જોતામાં નાના- છોકરા અને મારી જોડે ધુળેટી રમવા અન્ય પોળના મોટા લોકો પણ જોડાઈ ગયા પછી તો દર વર્ષની જેમ ફરી પોળમાં ધૂળેટીની રંગત જામી..!

ફાઈનલી, સવાર સુધી બોરીંગ લાગતી ધુળેટીમાં બપોર પછી થોડો રંગ આવ્યો છતા પણ દર વર્ષની જેમ માનીતા ભેરૂઓ જોડે ધૂળેટી ન રમવા મળી તેનો વસવસો તો એક ખૂણામાં રહ્યો જ..! એન ઈ વે..બેટર લક નેક્સ્ટ યર..! અને છેલ્લે ધૂળેટી રમ્યા પછી નાહી-ધોઈ ચા-નાસ્તો કરી ઈન્ડિયા વેસ્ટેન્ડીઝની મેચ જોવાની મઝા આવી ( અફકોર્સ આપણે જીત્યા એટલેજ )

કાકા હોળીનો પૈસો..!


જો આ કાકા છોકરાને પૈસા આપ્યા વગર ગયા તો ખલ્લાસ...! (ફાઈલ તસ્વીર)

…અરે ચીન્તા ના કરશો તમારી પાસે હોળીનો પૈસો નથી માંગતો આતો હોળી આવી એટલે કેટલાક જૂના સ્મરણો તાજા થયા. હોળી-અને ધૂળેટી પહેલા માત્ર રંગ અને પાણી થીજ નહી પણ રસ્તે જતા લોકો પાસે પૈસા ઉઘરાવવાનો પણ તહેવાર. હા, અમારા ઉમરેઠમાં પોળે પોળે બધા નાના-છોકરાં હોળી અને ધૂળેટીના દિવસે પીચકારી અને કલર લઈ ઉભા રહે અને કોઈ રસ્તે થી પસાર થતું હોય તેની પાસે હોળીનો પૈસો માંગે અને જો કોઈએ ના આપ્યો એટલે બધા છોકરા ની પીચકારીઓ ચાલું..અને કાકા બિચારા રંગાઈ જાય.

હું અને મારા મિત્રો પણ પહેલા અમારી પોળની બહાર હોળીનો પૈસો ઉઘરાવવા ઉભા રહેતા હતા. દૂર થી પોળ તરફ કોઈ કાકા આવતા દેખાય એટલે તરત અમે બધા સમૂહમાં બૂમ પાડીયે ” પેલા કાકા આવે છે…હોળીનો પૈસો લાવે છે.” જ્યાં સુધી કાકા અમારી નજીક ના આવે ત્યાં સુધી આજ લાઈન અમે બોલેજ રાખીયે અને જેવા કાકા અમારી પાસે આવે એટલે બધા જ એક સાથે મોટેથી બોલીયે “કાકા હોળીનો પૈસો” કેટલાક સીધા લોકો હોય તે બે-પાંચનો સિક્કો આપી દે અન્ય ચાલતી પકડે અને જે પૈસા આપ્યા વગર જાય તેમની ઉપર અમે બધા પાણી છાંટીયે અને અમારા માંથી કોઈ અવરચંડું હોય તો પાક્કો કલર કાકા પર નાખી ભાગી પણ જાય..! શું જોરદાર મઝા ના દિવસો હતા તે.લગભગ સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી હોળી અને ધૂળેટીના દિવસે આમ અમે પૈસા ઉઘરાવીએ પછી ધૂળેટીના દિવસે સાંજે બધા પૈસા ભેગા કરી પફ અને કેક લાવી ઉજાણી કરીયે.

અમારા ઉમરેઠમાં હોળીના દિવસે પંચવટી વિસ્તારમાં મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી બરાબર પ્રગટી જાય પછી અંગારા બરાબર જમીન ઉપર પાથરવામાં આવે છે અને કેટલાક શ્રધ્ધાળૂંઓ આ અંગારા ઉપર ચાલે છે પણ ખરા હવે આ પ્રક્રીયા પ્રમાણમાં ઓછી થાય છે પણ કેટલાય લોકો કહે છે કે, ઉમરૅઠમાં પંચવટી વિસ્તારમાં પહેલાના સમયમાં મોટી સખ્યામાં લોકો અંગારા ઉપર ચાલતા હું કદી આવું કરી શક્યો નથી અને કરવાનો પણ નથી ચાલો ત્યારે છેલ્લે એક ખાસ વાત પાક્કા કલર ના વાપરશો, પાણી નો ઓછો બગાડ કરજો..

હોળી-ધૂળેટીની ખૂબ ખૂબ શૂભેચ્છા..!

ઉત્તરાયણ


બસ હવે ઉત્તરાયણને આડે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા, પણ હજુ છાપરે જવાની તક નથી મળી. સ્કૂલ અને કોલેજના સમયમાં ઉત્તરાયણની મજા કાંઈ ઓર જ હતી. ઉત્તરાયણના મહિના પહેલા કેટલીય પતંગો ચકાવી મારતા હતા અને લૂંટી પણ લેતા હતા. એક પતરા ઉપરથી બીજા પરતા ઉપર જવું જાણે રમત વાત હતી પણ કહેવાય છે પરિવર્તન સંસારનો નિયમ છે.

હવે અને પહેલા ઉત્તરાયણમાં ખાસ્સો ફેર પડી ગયો છે. પહેલા તો ડીસેમ્બર માસ ચાલું થાય ને ઉત્તરાયણ શરૂ.. સ્કૂલ કે કોલેજ થી નવરાં પડીયે એટલે ધાબા ઉપર ધામા… ઉત્તરાયણમાં નવી પતંગોને કીન્ના કરવાનું કામ બહૂ અઘરું છે, છતા પણ પહેલા બધા મિત્રો રાત્રે કોઈ એક મિત્રને ત્યાં ભેગા મળી મોટી ટેપ મુકીને બધાની પતંગોને કીન્ના કરતા હતા. ખુબ મજા આવતી હતી પણ હવે ઉત્તરાયણના આગલે દિવસે માંડ બે-ચાર મિત્રો મળે છે, જેથી કીન્ના કરવાની જવાબદારી પતંગના વહેપારીને જ સોપી દેવામાં આવે છે.

છતા પણ ઉત્તરાયણના હાલના બે દિવસ ખરેખર મજાના હોય છે. સવારના પહોરમાં બધાની અગાસીમાં ટેપ વાગે..ભૂંગડા અને પીપૂળાનો શોર બકોર હોય અને હાથમાં પતંગ,ફિરકા તેમજ અગાસીના ખુણામાં મઠિયા, તલસાંકડી અને મમરાના લાડવા ને ચીકી..જોરદાર જલસા પડી જાય ઉત્તરાયણમાં.. અરે હા હવે તો કેબલ કનેક્શન અને ડીટીએચને કારણે પતંગો ચકાવતા સમયે ટી.વી ના એરીયલ પણ નથી નડતા એટલે ઓર મજા આવે. અને સાંજે આતીશ બાજી અને ડુક્કલ કાપવાની પણ મજા કાંઈ ઓર જ છે. બસ ખાલી અફસોસએ છે કે, ઉત્તરાયણમાં ગોગલ્સ પહેરવાના નથી મળતા કારણ કે પહેલેથીજ ચશ્માધારી છે, છતા પણ આપણે ગોવિંદાવારી કરી પણ નાખીયે કાંઈ નક્કી નહી..

ચાલો ત્યારે આવજો, પતંગ પકડવા કરતા ચકાવવામાં ધ્યાન આપજો..ધાબા પતરાં ઉપર સાચવજો..અને પતંગ કાપો ત્યારે “ચકા ચોંગ” બોલી જો..જો..

કોમેન્ટ(સ)


..આખરે પાંચસો કોમેન્ટ બ્લોગ ઉપર મળી, હા થોડી લગભગ ૨૫ થી ૩૦ મારી રીપ્લાય કોમેન્ટ હશે, છતા પણ બ્લોગમાં પાંચ સો કોમેન્ટ મળશે તેવી આશા લગભગ ન હતી. અને ૫૦૦ કોમેન્ટ માટે ૧૫૦૦ પોસ્ટ લખવી પડશે તેમ પણ વિચાર્યું હતુ..!

હમનાજ “કનકવો” બ્લોગના સંચાલક જયભાઈની કોમેન્ટ આવી ત્યારે બ્લોગ ઉપર ૫૦૦ કોમેન્ટનો જાદૂઈ આંકડો જોવા મળ્યો બ્લોગ ઉપર પહેલી કોમેન્ટ વિનયભાઈ ખત્રીની આવી હતી.

જીમ


બે દિવસ ઉપર ચાર વર્ષ જૂના ફોટા જોયા લાગ્યું મારે જીમ જોઈન કરવું જ જોઈયે, આપણે સારા વિચારોનો અમલ પણ તરતજ કરી દઈયે છે એટલે આજ થી જીમ જવાનું શરૂ કરી દીધુ છે. આજે જીમમાં પહેલો દિવસ સારો રહ્યો. થોડા સમય પછી મારા સીક્સપેક્સ એબ્સ બ્લોગ ઉપર જોવા મળે તો નવાઈના પામશો.. અરે હા, કહેવાનું તો રહીજ ગયું કે, ઉમરેઠમાં સંતરામ મંદિર સંચાલિત જીમ પણ છે. અને તે પણ આધુનિક સાધનોથી સજ્જ..

…ખેર હમના તો હાથ પગ ખુબ દૂઃખે છે,એટલે વધારે નહી લખું. ચાલો ત્યારે ફરી મળીશું. આવતા રહેજો વાંચતા રહેજો.

£950,000,00નું દાન કરી દીધું..!


..જી હા, મેં £950,000,00નું દાન કરી દીધું ચોકી ગયાને…? વાત એમ હતી કે થોડા સમય પહેલા ઈ-મેલ આવ્યો, અને તેમાં જણાવ્યું હતુ કે તમારું (એટલે મારું) ઈ-મેલ આઈ.ડી £950,000,00ના ઈનામ જીત્યુ છે, તમારી ઈનામની રકમ માટે ક્લેમ કરવા નીચેની વિગરો મોકલો..

નીચેની વિગતો એટલે મારું નામ, સરનામું બધુજ.. આવા ઈ-મેલ જૂદી જૂદી રીતે કેટલાય દિવસથી આવે છે. નેટ પર ધૂતારાનો રાફળો ફાટ્યો છે તો મને પણ નવરાં બેઠા વિચાર આવ્યો લાવો તેમને જબાબ આપી વાત પૂરી કરું.. મેં નીચે મુજબ જવાબ આપી દીધો..

i dnt need this amount b’coz already i am reach person so pls i request you to donate this amount to your Nearest NGO…please

Vivek Doshi (India)

ભા’ઈ તમને પણ આવો મેલ આવે અને આવી માતબર રકમ ઈનામમાં મળે તો દાન કરી દે જો , કારણ કે જ્યાં લોભીયા હોય ત્યાં ધૂતારા પેટ ભરીનેજ ખાય છે…!

આવા લોકો પણ હોય છે…!


“ચા” સરસ છે, પણ એક વાત કહૂ ખોટૂં ના લગાડાશો મઠીયામાં મઝા નથી, બહૂ દિવસે ઘરે આવેલા એક સ્વજને મમ્મીને કહ્યું, મમ્મી પણ બિચાર શું કરે લોટ બરાબર નહી કચરાયો હોય તેમ કહી વાત બદલી.

બીજી બાજૂ પેલા સજ્જન પોતાની ડીશમાં પડેલા ચારેય મઠીયા ટપોટપ પેટમાં ઠાલવતા હતા અને ચા પણ બચ્ચન સ્ટાઈલથી લબાલબ પીતા હતા પછી થોડીવાર ઈધર સુધરની વાતો કરી અને પછી મે તેમને કહ્યું, જોવો હું પણ તમને એક વાત કહું ખોટું ના લગાડશો, તે મહાશય બોલ્યા કહે બેટા, મેં કહ્યું ” જો મઠીયામાં મઝા ના હોત તો ચોક્ક્સ ચાર માંથી ત્રણ મઠીયાતો કમસે કમ ડીશમાં રહ્યા હોત પણ ચારેય મઠીયા તમારા પેટમાં પડ્યા એટલે ચોક્કસ મઠીયા મજેદાર લાગે છે..

આટલું સાંભળી અમે સૌ હસી પડ્યા ને પેલા મહાશય બોલ્યા,ચાલો ત્યારે નવા વર્ષમાં મળીશું જય શ્રી કૃષ્ણ કહી ચાલતા થયા.

મતદાન


આજે આપણો દિવસ છે, આપણો એટલે સામાન્ય નાગરિકનો, આજે આપણા ઉમરેઠમાં નગરપાલિકાની ચુંટની છે. મેં તો લાંબી લાઈનથી બચવા સવારના પહોરમાં મતદાન કરી દીધુ, પ્રમાણમાં દર વર્ષની જેમ સવારના સમયે વધારે લોકો બુથ ઉપર દેખાયા લાગે છે બધા મારી જેમ લાઈનથી બચવા વહેલા મતદાન કરવા આવ્યા હશે.

આજે ચાલુ દિવસે ચુંટની છે જેથી મતદાન ઓછું થાય તેવી શક્યતા છે છતા પણ ઉમરેઠ નગરપાલિકાની ચુંટનીમાં અને તે પણ અમારા વોર્ડ નં.૮ માં ભાજપ અને કોગ્રેસ બંન્ને ના મોટા માથા આમને સામને હોવાથી બહારગામના લોકોને પણ ઉમરૅઠમાં મતદાન કરવા માટે બંન્ને પક્ષ ધ્વારા આયોજન કરાયા છે.

જોઈયે હવે ૨૩મીએ શું થાય છે…

%d bloggers like this: