આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: આપણું ઉમરેઠ – વિશેષ

સમગ્ર વિશ્વના પાંચ કરોડ વૈષ્ણવોને પુષ્ટીમાર્ગ સાથે સક્રીયતા થી સાંકળવાનું લક્ષ – પુ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદય


વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનની શાખાઓના હોદ્દેદારોનીની બેઠક યોજાઈ.
VYO01.jpg

નડિયાદ પાસે પામ ગ્રીન ક્લબ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ની ગુજરાત સહીત મહારાષ્ટ્ર ની વિવિધ શાખાના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા અને પોતાની શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ ધાર્મિક અને સેવાકિય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. બેઠકની શરૂઆત મંગલાચરણ થી છાયાબેન (મુંબઈ)એ કરી હતી ત્યાર બાદ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ના ટ્રસ્ટી અશોકભાઈએ આવકાર પ્રવચન કર્યું હતુ અને સૌ વી.વાય.ઓ ના સભ્યોને શાબ્દિક આવકાર આપ્યો હતો. ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. વી.વાય.ઓ છેલ્લા નવ વર્ષ થી સમાજ ની સેવા અને પુષ્ટીમાર્ગના પ્રચાર માટે કાર્યરત છે ત્યારે સદર સંસ્થાના વિશેષ ઢાંચા ની રૂપરેખા વી.વાય.ઓ ની મુખ્ય શાખાના મુખ્ય અધિકારી સચીનભાઈ શેઠે વિગતવાર રજૂ કરી હતી અને તે મુજબ જ તમામ વી.વાય.ઓ શાખાના હોદ્દેદારોને કાર્યો કરવા માટે સમજ આપી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે, વી.વાય.ઓ ની વિવિધ શાખામાં સકારાત્મક સ્પર્ધા થાય અને સારા કામ કરવા માટે વિવિધ શાખાના સભ્યોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુ થી વી.વાય.ઓ ની વિવિધ શાખા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓના તેઓને પોઈન્ટ આપવામાં આવશે તેમજ જે શાખાના પોઈન્ટ વધારે હશે તેઓને એવોર્ડ પણ એનાયત થશે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા એજ્યુકેશન કાર્યક્રમ ચલાવવામાં આવે છે જેની વિગતવાર માહીતી યુ.કે થી વિશેષ બેઠકમાં ઉપસ્થીત જયભાઈ(લવભાઈ) અને તેજલબેનેએ આપી હતી. તેઓએ જણાવ્યું હતુ કે વિવિધ કોર્ષ કરવા માટે નિયત અભ્યાસક્રમ હોય છે તેવીજ રીતે પુષ્ટીમાર્ગ નું જ્ઞાન વિદ્યાર્થીઓને વ્યવસ્થીત રીતે પ્રાપ્ત થાય તે માટે વી.વાય.ઓ.ઈ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બાળકોને પુષ્ટીમાર્ગ પાયા થી શિખવવામાં આવે છે. તેઓએ ઉમેર્યું હતુ કે વી.વાય.ઓની તમામ શાખા દ્વારા પોતાના ગામ-શહેરમાં આ કાર્યક્રમ શરૂ કરવો જોઈયે જેના થી ધર્મ અને સંપ્રદાયનો પ્રચર થશે અને વિદ્યાર્થીઓ પાયા થી અલૌકિક જ્ઞાનનો લાહ્વો મેળવી શકશે. આ કાર્યક્રમ શરૂ કરવા માટે તમામ શાખાના હોદ્દેદારોને જે પણ માહીતી કે મદદ ની જરૂર હોય તે તેઓએ પુરી પાડવા જણાવ્યુ હતુ સાથે જણાવ્યું હતુ કે, કે વિદેશમાં પણ આ કાર્યક્રમ અમલમાં મુકાઈ ગયો છે અને તેઓન લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે અને આ કારણ થી હાલમાં કેટલાય વિદેશમાં વસતા ભારતીયો પુષ્ટીમાર્ગ તરફ વળ્યા છે. વી.વાય.ઓ ઈન્ટરનેશનલ ના ચેરમેન રમેશભાઈ રાખોલીયા યુ.એસ.એ થી વિશેષ સદર બેઠકમાં ઉપસ્થીત રહ્યા હતા અને હાલમાં વી.વાય.ઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રભુ પધરામની પ્રોજેક્ટ થી વી.વાય.ઓના હોદ્દેદારોને અવગત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે વી.વાય.ઓ ની વિવિધ શાખા દ્વારા પ્રભુ પધરામણી કાર્યક્રમ રાખવો જોઈયે આ પ્રોજેક્ટ અંતર્ગત વૈષ્ણવને ત્યાં વી.વાય.ઓ મુખ્ય શાખા માંથી પ્રાપ્ત થયેલ ઠાકોરજીની પધરામણી પોતાના ઘરે કરવાની હોય છે અને પાઠ પુજા કરવાના હોય છે. તેઓએ યુ.એસ.એ માં પણ પ્રભુ પધરામણી કાર્યક્રમણ કેવી રીતે થાય છે તેની વિશેષ સમજ આપી હતી. સમગ્ર સભાનું સંચાલન સચીનભાઈ શેઠ તેમજ દક્ષેસભાઈ શાહ (પામ ગ્રીન ક્લબ)એ કર્યું હતું. આભાર વિધિ શર્માજીએ કરી હતી.

શ્રી કૃષ્ણ સંસ્કાર પ્રોજેક્ટ વૈષ્ણવ સંપ્રદાયનું કેન્દ્ર સ્થાન બનશે –  પુ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદય
vyo5

વી.વાય.ઓ ના હોદ્દેદારોની બેઠકમાં શ્રી પુ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદય વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને તમામ શાખાના હોદ્દેદારો સાથે તેઓની શાખા દ્વારા કરવામાં આવતા કાર્ય ની રૂપરેખાની માહીતી મેળવી હતી આ સમયે તેઓએ આશિર્વચન પાઠવતા જણાવ્યું હતુ કે હાલમાં વૈષ્ણવો તેમાં પણ ખાસ કરીને યુવાનોને પુષ્ટીમાર્ગ તરફ વાળવાનો તેમનો પ્રયાસ છે સાથે સમગ્ર વિશ્વના પાંચ કરોડ વૈષ્ણવો પણ સક્રીયતા થી પુષ્ટીમાર્ગ તરફ વળે તે માટે તેઓની સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે, તેઓએ ઉમેયું હતુ કે રાજકોટ પાસે શ્રી કૃષ્ણ સંસ્કાર પ્રોજેક્ટ આકાર પામશે જેમાં વૈષ્ણવો પોતાના બાળકો ને પુષ્ટીમાર્ગનું જ્ઞાન મેળવવા મોકલી શકશે આ ઉપરાંત મનોરંજન સહીત અન્ય એકમો દ્વારા પુષ્ટીમાર્ગનો પ્રચાર થશે અને વૈષ્ણવો માટે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્ડ કેન્દ્ર સ્થાન બઈ રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

vyo

ગુજરાતી પરિષદ દ્વારા ગિરનાર એવોર્ડ એનાયત કરાયા.


 ઉમરેઠના જયંતિ એમ દલાલને સાહિત્ય ક્ષેત્રે ગિરનાર એવોર્ડ-૨૦૧૩ એનાયત કરાયો.
 
ગુજરાતી પરિષદ બૃહદ મુંબઈ દ્વારા દર વર્ષે મુંબઈમા વસતા ગુજરાતી લોકોને પ્રોત્સાહીત કરવા માટે વિવિધ ક્ષેત્રમાં અનન્ય સિધ્ધિ હાસલ કરવા બદલ ગિરનાર એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરનાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ ક્ષેત્રમાં સુંદર કામગીરી કરનાર ગુજરાતીઓને સદર એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સાહીત્ય ક્ષેત્રે મૂળ ઉમરેઠના સાહીત્યકાર અને લેખક જયંતિ એમ દલાલને સાહીત્ય ક્ષેત્રે તેઓના અનન્ય પ્રદાન બદલ ગિરનાર એવોર્ડ ૨૦૧૩ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓએ ગુજરાતી પરિષદ બૃહદ મુંબઈના પ્રમુખ હેમરાજભાઈ શાહ, ઉપ-પ્રમુખ સુરેન્દ્રભાઈ પરીખ તેમજ મહામંત્રી રાજેશભાઈ દોશીનો આભાર વ્યક્ત કર્યો હતો.

એક્રીલીક મારું ધબકતું હ્ર્દય છે,તો સાહિત્યસર્જનએ મારો પ્રાણવાયું છે – જયંતિ દલાલ


પૂત્ર અમિત અને પત્નિ વસુબેન સાથે જયંતિ દલાલ

સાહીત્ય જગતમાં જેમનું આગવું સ્થાન છે, તેવા જયંતિ એમ.દલાલ મૂળ ઉમરેઠના છે,તેઓનો જન્મ કપડવંજ મુકામે થયો હતો. તેઓએ તેઓનું બાળપણ ઉમરેઠ માંજ વિતાવ્યું હતુ અને પ્રાથમિક શિક્ષણ પણ ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ માંથી મેળવ્યું હતુ. તેઓએ ટુંકી વાર્તા, નવલકથા સહીત અનેક સાહીત્યો લખી સમગ્ર વિશ્વમાં માત્ર ભારતનું જ નામ નથી ઉમરેઠ જેવા નાના ગામને પણ વિશ્વના ફલક ઉપર લઈ જવામાં અનન્ય ફાળો આપ્યો છે. જયંતિ એમ દલાલ વીશે આ પહેલા હું ખુબજ ઓછું જાણતો હતો, તેઓ માત્ર સારા લેખક છ અને તેઓ ઉમરેઠના છે તેટલું જ મને ખબર હતી પણ અચાનક ઈન્ટરનેટ ઉપર તેઓની સાથે વાતચીત થઈ અને તેઓની અદ્રિતિય સિધ્ધિઓ ઉપર પ્રકાશ પડ્યો, દર વર્ષે અચુક નવરાત્રિ દરમ્યાન ઉમરેઠ આવતા જયંતિ એમ દલાલને રૂબરૂ મળવાનો અવસર મળ્યો,આ દરમ્યાન તેઓ સાથે કરેલ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

પ્ર. ઉમરેઠ થી મુંબઈ કઈ રીતે પહોંચ્યા

જ. પેટ કરાવે વેઠ,ધંધા રોજગાર માટે હું મુંબઈ તરફ વળ્યો અને વર્ષોથી ત્યાંજ સ્થાહી થઈ ગયો છું, આ દરમ્યાન મેં મારા એક્રિલિકના ધંધા અને સાહિત્ય ગોઠડી અને ગુજરાતી ભાષાના પ્રચાર અર્થે અનેક દેશના પ્રવાસ કર્યા છે. મારા કુંટંબના અન્ય લોકો પણ મુંબઈમાં જ વસે છે. છતા પણ અમે સૌ નવરાત્રિ દરમ્યાન ઉમરેઠ અચુક આવી જ જઈયે છે. દલાલ પોળ પાસે આવેલ મહાલક્ષ્મી માતાજી અમારા કુળ દેવી છે. હું મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં ટ્રસ્ટી પણ છું.

પ્ર. ઉમરેઠની કઈ સ્કૂલમાં તમે શિક્ષણ મેળવ્યું.

જ. ઉમરેઠની સૌથી જૂની જ્યુબિલિ સ્કૂલમાં મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યુબિલિ સ્કૂલે મને ઘણું બધું આપ્યું છે, આજે હું જે પણ કાંઈ છું તેમા જ્યુબિલિ સ્કૂલનો અમુલ્ય ફાળો છે. મને યાદ છે કેખું સ્કૂલમાં હતો ત્યારે વકૃત્વ સ્પર્ધામાં જ્યારે પણ ભાગ લવું ત્યારે શેલત સાહેબ મને માર્ગ દર્શન આપતા હતા. મારા ઘડતરમાં મારા શિક્ષકોનો અગત્યનો ભાગ છે. આ વર્ષે મેં જ્યુબિલિ સ્કૂલની મુલાકાત પણ કરી અને ત્યાં બધા શિક્ષકોને મળ્યો અને વિચારોનું આદાન પ્રદાન કર્યું હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારની વાતો વર્તમાન શિક્ષકો પાસે આપ-લે કરી, સ્કૂલ હવે ખુબ બદલાઈ ગઈ છે, સ્કૂલનું નવું રૂપ રંગ જોઈ ખરેખર આનંદ થયો. છેલ્લા કેટલાય સમયથી સ્કૂલની મુલાકાત લેવાનું સપનું હતુ જે આ વર્ષે સાકાર થયું, શિક્ષકો દ્વારા અદ્ભુત આવકાર પણ મળ્યો.

પ્ર. તમે બિઝનેસમેન છો કે સાહિત્યકાર..?

જ. હસતા..હસતા..હું બિઝનેસ મેન અને સાહિત્યકાર બે ભૂમિકામાં છું, સવારના સમયે બિઝનેસમેન અને રાત્રી પછી સાહિત્યકાર બની જવ છું. લેખન કાર્ય હું મોટાભાગે મોડી રાત્રીએ જ કરું છું. હવે ઉંમરને કારણે વાંચન ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

પ્ર એક્રિલિકના ધંધામાં તમે કઈ રીતે શિખર ઉપર પહોંચ્યા

જ. કોઈ પણ ક્ષેત્રે તમારે શિખર સર કરવું હોય તો તમારામાં જે તે કાર્ય કરવાની ધગશ હોવી જોઈયે અને સૌથી મહત્વનું કે, તે કામ કરવા માટે તમને વાતાવરણ મળવું જોઈયે, મારામાં ધગશ હતી અને પરિવારનો સાથ સહકાર મળતા મને મારા પ્રિય ક્ષેત્રમાં આગળ જવા તક મળી જે મેં તુરંત ઝડપી લીધી. ધંધામાં કેટલાક પગથિયા તેવા પણ આવ્યું હતા જ્યાં મને ખોટના ખાટલે બેસવું પડ્યું હતું. પણ મહેનતથી હું આગળ ને આગળ વધતો ગયો પરિનામે એક્રિલિકની દૂનિયામાં મને આગવું સ્થાન મળી ગયું. એક્રિલિકના ધંધાને ભારતમાં શરૂકરવાનો શ્રેય કદાચ મને જ મળે તેમ કહું તો અતિરેક નથી, ફિલ્મ સ્ટાર દિલિપ કુમાર થી માંડી આગલી હરોળના લાલકૃષ્ણ અડવાની જેવા રાજકારણીઓ પણ મારા સ્ટોરમાં પધારી ચુક્યા છે. એક્રિલિકનું ફર્નિચર દેશમાં મેં બહાર પાડ્યું હતુ, અને મુંબઈમાં ભવ્ય શો-રૂમ ખોલ્યો હતો, જોતા જોતા.. મેન્યુફેક્ચરીંગ થી સુપર ઈન્ડ્રસ્ટીઝ શરૂ થઈ અને ધંધામાં સફળતાના શિખરો પ્રાપ્ત થતા ગયા, વિદેશમાં પણ એક્રિલિકનું ફર્નિચર નિકાસ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે ગવર્મેન્ટે સબસીડી પણ આપી હતી.

પ્ર. લખવાની શરૂઆત કઈ રીતે થઈ..?

જ. સૌ પ્રથમ લખવાની શરૂઆત નાના આંદોલન દરમ્યાન થઈ હતી, ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં હું અભ્યાસ કરતો હતો ત્યારની વાત છે, એક સમયે ફી વધારવામાં આવી હતી. ભગવાનની દયાથી હું ફી ભરવા સક્ષમ હતો પણ મારા સહપાઠીઓની ચિંતા થવાથી અમે બધા મિત્રોએ ફી વધારાનો સ્કૂલ પ્રસાસન સામે વિરોધ કર્યો આ માટે ઉમરેઠના પંચવટી વિસ્તારમાં હાલમાં જે અર્બન બેંક છે તે જગ્યાએ ખુલ્લી જગ્યા હતી ત્યાં બેસી અમે સ્કૂલના ફી વધારાના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ઉમરેઠમાં “ચિરાગ” નામનું એક મેગેઝિન પ્રસિધ્ધ થતું હતુ, આ મેગેઝિનમાં સ્કૂલમાં થયેલ ફી વધારા અંગે મે એક લેખ લખ્યો હતો અને મેગેઝિનમાં પ્રસિધ્ધ થઈ ગયો હતો, ત્યારથી મારા મિત્ર વર્તુળમાં મને લેખક તરીકે બધા મને સંબોધવા લાગ્યા અને ત્યાર થીજ લેખન ક્ષેત્રે મે શરૂઆત કરી સતત ચિંતન અને જે તે વિષય ઉપર ઉંડાણ પૂર્વક ઉતરવાની મારી આદત મને લેખન કાર્યમાં ખુબ જ કામમાં લાગી.

પ્ર.તમારું પ્રથમ પુસ્તક કયું પ્રસિધ્ધ થયું હતું.

જ. “તરસી આંખો, સુકા હોઠ” મારું પ્રથમ પુસ્તક હતુ. પુસ્તક લખવાની શરૂઆત થઈ પછી મેં ક્યારે પાછળ નથી જોયું, આ પુસ્તક પ્રસિધ્ધ કરવામાં મને અન્ય લોકોનો ખુબજ સાથ સહકાર મળ્યો હતો અને મને પ્રોત્સાહન પણ મળ્યું હતુ, જેઓએ મને લેખક સાહિત્યકાર તરીકે પ્રસ્થાપીત કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો હતો જેઓનો હું સદાય આભારી રહીશ, “તરસી આંખો,સુકા હોઠ” બાદ મેં “શૂન્યના સરવાળા (અન્ય સાથે),”જેકપોટ”,આંખને સગપણ આસુંના”,”કારગિલના મોરચે”, જેવા પુસ્તકો લખ્યા હતા જે ખુબજ લોકપ્રિય થયા હતા. જેમાંથી કેટલાક પુસ્તકો તો, અન્ય ભાષામાં પણ પ્રકાશીત થયા હતા.

પ્ર. તમારા પુસ્તક માંથી કયું પુસ્તક તમારી સૌથી નજદીક છે.

જ. ..આ’તો તમારી બે આંખ માંથી તમારી પ્રિય આંખ કઈ…? તેવી વાત કરી..! મારા માટે મારા બધા પુસ્તકો મારી નજદીક છે, મારા તમામ પુસ્તક લખવા માટે મારા વિચારોનો બરોબર નિચોડ કરેલ છે, હું જે વિષય ઉપર કે જે મુદ્દા ઉપર લખુ છું તે અંગે ઉંડાણ પૂર્વક વિચાર કરું છું, લખવા માટે હું વધારે સમય લઈ હું છનાવટ સાથે લખવાનો હંમેશા પ્રયત્ન કરું છું. મારા બધાજ પુસ્તકો પોતપોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ રહે તેવા મારા પ્રયત્નો છે, તમામ પુસ્તકો મારા માટે મહત્વના જ છે.

પ્ર.તમારા પરિવારમાં કોણ કોણ છે, અને તમારી સફળતામાં પરિવારનો કેટલો ફાળો છે.

જ. મારી સફળતા પાછળ મારા પરિવારનો અમુલ્ય ફાળો છે, હું બિઝનેસમેન તરીકે, સાહિત્યકાર તરીકે કે પછી અન્ય સામાજીક જવાબદારીને કારણે પરિવારથી દૂર હોવ તો પણ પરિવારના સભ્યો મને ક્યારે પણ ટોકતા ન હતા, ઉલ્ટું મને મારા કામમાં આગળ વધવા માટે પત્નિ વસુ દ્વારા હિંમત અને પ્રોત્સાહન મળતું, મારી ગેર હાજરીમાં મારા પરિવારને મારી પત્નિ વસુ સુંદર રીતે સંભાળતી જેથી હું ચિંતા વગર અન્ય ક્ષેત્રે મારું સો ટકા યોગદાન આપવા સક્ષમ બન્યો. મારા ત્રણ પૂત્રો છે જેમાં અમિત સેરિબ્રલ પોલ્ઝી નામના રોગથી પીડાય છે, તે ચાલી પણ સકતો જેથી અમો તેની વિશેષ કાળજી રાખીયે છે અમે ક્યારે પણ બહાર ફરવા જઈયે ત્યારે પણ તેને વ્હિલચેરમાં બેસાડી લઈ જઈયે છે, તે પોતાના રોગને કારણે બહારની દૂનિયાથી વંચિત રહે તેવું અને કદી નથી ઈચ્છતા, આવી પરિસ્થિતિમાં પણ અમિતને અમે ભારત ભ્રમણ તો કરાવી જ દીધુ છે. મારા અન્ય બે પૂત્રો અને પૂત્રવધુ અને દિકરી પણ મારી સફળતામાં ફાળો આપ્યો છે, મારો પ્રેમાળ પરિવાર મારા માટે સર્વસ્વ છે, પૂત્ર અમિત માટે હું ક્યારે પણ કચાશ રાખતો નથી તમામ કામ છોડી હું અમિત માટે જ્યારે પણ તેને મારી જરૂર પડે ત્યારે તેની પાસે હાજર થઈ જવું છેં. આજે હું જે કઈ છુ તે અમિતના કારણે છું, તેના જન્મ પછીજ મારા જીવનમાં મેં સફળતાના શિખરો સર કર્યા છે.

પ્ર. શૂન્યાવકાશમાં પડઘા પુસ્તક વીશે કાંઈ વિશેષ જણાવો

જ. શૂન્યાવકાશમાં પડઘા પુસ્તક લખવા માટે મેં ખૂબજ ચિંતત અને મનન કર્યું હતું. આ પુસ્તક લખવામાં લગભગ દશ થી બાર વર્ષમેં લીધા ત્યારે આ પુસ્તક આજે તમારી સમક્ષ છે. મારા મૂળ વતન ઉમરેઠને પણ મેં આ પુસ્તકમાં આવરી લીધુ છે, અને વિશ્વના ફલક ઉપર ઉમરેઠનું નામ આ પુસ્તક દ્વારા ગુંજતું કર્યું છે. આ પુસ્તકમાં મેં યુધ્ધ,પર્યાવરણ,અંગત જીવન સાથે અણુવિજ્ઞાન સહીતના મુદ્દાને આવરી લીધા છે. આ પુસ્તક અંગે મને ખુબજ ગૌરવ છે. મારા અન્ય પુસ્તક જિંદગીનો દસ્તાવેજમાં પણ મારા સ્નેહીજનો દ્વારા મારા પુસ્તક શૂન્યાવકાશમાં પડઘા પુસ્તક વીશે ખુબજ સુંદર અભિપ્રાયો આપ્યા છે. આ ઉપરાંત આ પુસ્તક અંગે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ છણાવટથી પુસ્તકની પ્રશંશા કરવામાં આવી હતી, અને મને ગુજરાતના ગૌરવ તરીકે સંબોધન કર્યું હતું. આ પુસ્તકના વિવિધ ભાગમાં ઉમરેઠની વિવિધ શેરી,સ્કૂલ અને મંદિરનો પણ મેં ઉલ્લેખ કર્યો છે.

પ્ર. ધર્મ પ્રત્યેનું તમે કયું વલણ ધરાવો છો.

જ. હું કોઈ પણ ધર્મમાં ભેદભાવ રાખતો નથી, મારી નવલકથા શૂયાવકાશમાં પડઘાંમાં પણ મેં આ અંગે સંકેત આપ્યા છે. મંદિર,મસ્જિદ કે ચર્ચ તમામ ભક્તિ સ્થાન છે,અને બધા પ્રભુના ધામ છે.

પ્ર. તમારા માટે સાહિત્ય ક્ષેત્રે સૌથી યાદગાર ક્ષણ કઈ છે.

જ. મારી ગુજરાતી નવલકથા “આંખને સગપણ આંસુનાં”નો અંગ્રેજી અનુવાદ Ordeal Of Innocence પ્રથમ વખત અમેરિકાની પ્રતિષ્ઠિત પબ્લીશીંગ કંપની IVY HOUSE PUBLISHING તરફથી ફેબ્રુઆરી ૨૦૦૫માં પ્રગટ થઈ હતી તે ક્ષણ મારા માટે ખુબજ યાદગાર રહી છે.

ચરોતરના યુવાનોમાં ટેટુ બનાવવાનો ક્રેઝ..!


  • ટેટું બનાવવા ૫૦૦ થી ૫૦૦૦ રૂપિયા ખર્ચ કરતા યુવાધન ખચકાતું નથી.

ચરોતરમાં આજકાલ યુવાનોમાં ટેટુ બનાવવાનો ખાસ્સો ક્રેઝ પ્રચલીત બન્યો છે. ખાસ કરીને આણંદ – વિદ્યાનગરમાં કોલેજીયન યુવાનો કોલેજના અન્ય યુવાનોની ભીડ માંથી અલગ દેખાવવા માટે શરીર ઉપર ટેટુ બનાવતા હોય છે. માત્ર યુવાનો જ નહી ટેટુની ફેશન યુવતિઓમાં પણ પ્રચલિત થઈ છે. કોલેજીયન યુવતિઓ પણ ટેટુ બનાવવા પાછળ રૂ.૫૦૦ થી રૂ.૫૦૦૦ સુધીનો ખર્ચ કરતા વિચારતી નથી.

વિદેશોમાં ટેટું પ્રથા વર્ષોથી પ્રચલીત છે, ત્યાં મોટાભાગના લોકો શરીર ઉપર ટેટુ લગાવતા જ હોય છે. હવે આ ફેશન ચરોતરમાં પણ લોકપ્રિય બની છે. હાલમાં આણંદ – વિદ્યાનગરમાં પણ ટેટુ આર્ટીસ્ટો ધામા નાખી બેસી ગયા છે, યુવાનોની ચર્ચાને ધ્યાનમાં લઈએ તો, પરમેનેન્ટ ટેટુ બનાવવા માટે શ્રીમંત કુંટુંબના નબિરાઓ રૂ.૫૦૦૦ ખર્ચ કરતા પણ બે ઘડી વિચાર કરતા નથી. યુવાધનનું માનવું છે કે, ટેટુ લગાવવાથી તેઓ સામાન્ય યુવાનોની અલગ દેખાઈ આવે છે. ખાસ કરીને યુવાનોમાં હાથ ઉપર તેમજ પગ ઉપર અને યુવતોમાં મોં તેમજ હાથ ઉપર વધારે ટેટુ ચિતરવામાં આવે છે. યુવતઊ પણ ટેટુ લગાવવા માટે યુવાનો જેટલીજ ઉત્સાહીત હોય છે. આણંદ વિદ્યાનગરમાં શ્રીમંત પરિવારની યુવતિઓ પણ આર્ટીસ્ટો પાસે અવનવા ટેટું ચિતરાવતી હોય છે.

ટેટુ કેટલીક વખત ફેશનની જગ્યાએ ટેન્શનરૂપ સાબીત થાય છે.

ટેટુ કેટલીક વખત ફેશનની જગ્યાએ ટેન્શનરૂપ સાબીત થાય છે.

નિષ્ણાંતોની વાતને માનીયે તો ટેટુ હાલમાં ફેશન છ પણ સાથે સાથે ટેન્શન પણ છે કેમ કે, ટેટું બનાવતા આર્ટીસ્ટો એકદમ પાતળી સોયથી શરીરના જે તે ભાગમાં કાના પાડી ટેટુ બનાવતા હોય છે. કેટલાક કીસ્સામાં ટેટુ લગાવનાર વ્યક્તિની ત્વચા સહન ન કરી શકે તો એલર્જી થવાની પણ શક્યતા રહે છે અને આ છીદ્રો પાડતા સમયે કેટલીક વખત લોહી પણ બંધ કરવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે. યુવાધન ટેટુંના સાઈડ ઈફેક્ટની પરવા કર્યા વિગર બિન્દાસ ટેટું લગાવતા હોય છે. ભરોડાના મોન્ટુ પટેલે જણાવ્યું હતુ કે, તેઓને વર્ષોથી ટેટું લગાડવાનો શોખ હતો છેવટે ગોવા પ્રવાસમાં તેમને યોગ્ય ટેટુ આર્ટીસ્ટ મળ્યા બાદ હાથમાં પરમેનેન્ટ ટેટુ ચિતરવ્યું છે. ટેટું લગાવતા સમયે થોડી વેદના થાય છે. પણ ત્યાર બાદ ભીડથી અલગ દેખાવવાનો અહેસાસ કાંઈ અલગ જ હોય છે. તેઓએ ઉમેર્યું હતુ કે ટેટુનો ભાવ સેન્ટીમીટર ઉપર આર્ટીસ્ટો વસુલ કરે છે. તેઓ બારીકાઈથી ટેટુ બનાવે છે અને વેદના પણ ઓછી થાય છે.

ઉમરેઠમાં વેકેશન પડતાની સાથે સમર કેમ્પનો ક્રેઝ..!


  • વેકેશનમાં મામાની ઘરે જવાનું જૂનુ થયું , સમર કેમ્પની બોલબાલા
સ્કેટીંગ

સ્કેટીંગ

પહેલા વેકેશન પડે એટલે બાળકોને મામાનું ઘર યાદ આવી જાય અને બિસ્તરા પોટલા સાથે આખા વર્ષનો ભણતરનો ભાર ઉતારવા માટે બધા વિદ્યાર્થીઓ માટે મામાનું ઘર શ્રેષ્ઠ વિકલ્પ હતો. હવે સમય બદલાતા વેકેશનમાં મામાની ઘરે સમય પસાર કરવાની જગ્યાએ વિદ્યાર્થી સમર કેમ્પમાં ભાગ લઈ ભણતર સિવાયની ઈતર પ્રવૃતિઓ કરી ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. મોટા શહેરો સાથે નાના ગામોમાં પણ ઠેર ઠેર સમર કેમ્પનું આયોજન થાય છે, જેમાં વાલીઓ પોતાના બાળકોને હોશે હોશે મોકલે છે,અને વેકેશનમાં સમયનો સદઉપયોગ કરે છે. બાળકો,અને વાલીઓ હવે,વેકેશનની આતુરતાથી રાહ જોતા હોય છે.વેકેશનમાં પોતાના બાળકના જ્ઞાનમાં કેવી રીતે વધારો કરવો,અથવા કઇ નવી પ્રવૃત્તિ શીખવાડવી તેવો પ્રશ્ન મોટાભાગના વાલીઓને થતો હોય છે.હવે મોટા શહેરો સાથે નાના ગામમાં સમર કેમ્પનું આયોજન થવાનું શરૂ થઈ ગયું હોવાથી વેકેશનમાં પોતાના બાળકના વિકાસ માટે ઈતર પ્રવૃતિ સાથે જ્ઞાન મેળવવા માટે સમર કેમ્પ એક શરળ માધ્યમ બની ગયું છે. ખાસકરીને સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે,ડ્રોઇંગ,ડાન્સિંગ, ડ્રામા એક્ટિંગ, પ્લેઇંગ,સિંગિંગ,ક્રાફ્ટિંગ,શિખવાડવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક સમર કેમ્પમાં આયોજકો કાઊન્સિલરોની પણ વ્યવસ્થા કરતા હોય છે, જેઓ તમામ બાળકોને જરૂરિયાત મુજબ સલાહ સુચન આપી તેઓની પર્સનાલીટી ડેવલોપ કરવામાં પણ સહાયરૂપ બને છે.ઉમરેઠ પંથકમાં હાલમાં સમર કેમ્પનો ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઉમરેઠના ટાઊન હોલમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. સમર કેમ્પમાં ૫ થી ૧૫ વર્ષ સુધીના બાળકો વધારે ભાગ લેતા હોય છે. તમામ બાળકોને સમર કેમ્પના સંચાલકો તેઓની જરૂરિયાત અને ઉમર મુજબ પ્રવૃત્તિઓ કરાવતા હોય છે. હાલમાં સમર કેમ્પમાં ડ્રોઈંગ, પેન્ટીંગ, ડાન્સ અને સ્કેટીંગ શિખવાળવામાં વાલીઓ વધારે રૂચિ દાખવે છે. બાળકો પણ આજ પ્રવૃત્તિ કરવા આતુર હોય છે. આ ઉપરાંત એક પાત્ર અભિનય, ગૃપ અભિનય સહીત સિંગીંગ સહીતની પ્રવૃત્તિ ઉપર વિવિધ સમર કેમ્પના સંચાલકો ભાર મુકતા હોય છે. સમર કેમ્પમાં બાળકને પોતાની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે અનુકૂળ વાતાવરણ તેમજ માર્ગદર્શન મળે છે અને બાળકનો વેકેશનનો સદ-ઉપયોગ કરી શકે છે.  (સમર કેમ્પના વધુ ફોટા જોવા માટે તમારું ફેશબુક એકાઊન્ટ ખોલો અને અહીયા ક્લિક કરો.)

બાળકોમાં સ્કેટીંગ હોટફેવરીટ – જીનલ શાહ ( સંચાલક- સમર કેમ્પ)

મોટા શહેરમાં સમર કેમ્પનો કોન્સેપ્ટ વર્ષોથી ચાલે છે, ઉમરેઠમાં આ વર્ષે પહેલી જ વાર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે. સમર કેમ્પમાં આ વર્ષે ખાસ કરીને વિદ્યાર્થીઓ સ્કેટીંગ કરવામાં વધુ રસ દાખવે છે. આ ઉપરાંત સિંગીંગ અને ડ્રોઈંગમાં પણ કેટલાય વિદ્યાર્થીઓ સક્રીય રસ દાખવે છે. જો આવા વિદ્યાર્થીઓને પ્રોપર માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરી શકે તેમ છે.

સમર કેમ્પ એટલે ગમ્મત સાથે જ્ઞાન મેળવવાનું સ્થળ – નમ્રતા ગાંધી 

સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળે છે, ઉપરાંત તેઓમાં રહેલી આંતરીક કૂનેહ પણ બહાર આવે છે. સમર કેમ્પમાં સહઉંમરના વિદ્યાર્થીઓ સાથે મુક્ત રીતે બાળકો હળીમળી શકે છે અને વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકે છે. ઉમરેઠ જેવા ગામમાં સમર કેમ્પનું આયોજન થયું તે અમારા માટે આનંદની વાત છે. સ્કૂલ જવામાં વિદ્યાર્થીઓ આનાકાની કરે પણ સમરકેમ્પમાં જવા વિદ્યાર્થીઓ આતુર હોય છે.

સમર કેમ્પ માટે ટૂરનો કાર્યક્રમ રદ કર્યો – સીમાબેન પંડ્યા

સમર કેમ્પમાં પોતાની દિકરી સમય પસાર કરે તે માટે સીમાબેન પંડ્યાએ પોતાના પરિવાર સાથે વેકેશનમાં ટૂરનો કાર્યક્રમ રદ કર્યો, તેઓએ જણાવ્યું હતુ કે વર્ષમાં એક વાર બાળકોને સમર કેમ્પનો લાહ્વો મળે છે ત્યારે આજ સમયે અમારો પરિવાર ટૂરમાં જતો રહે અને બાળકો નિસાસો નાખે તે કઈ રીતે ચાલે..? આમ પણ સમર કેમ્પમાં બાળકો વધુ આનંદ કરે અને તેઓના જ્ઞાનમાં પણ વધારો થાય છે.

ઉમરેઠમાં અનોખો રાજકિય ત્રિવેણી સંગમ..!


રાજકીય વર્તુંળમાં ઉમરેઠનું મહત્વ ત્રિવેણી સંગમ જેવું કહેવાય કારણ કે, હાલમાં ઉમરેઠમાં મુખ્ય ત્રણ હોદ્દા ઉપર વિવિધ ત્રણ રાજકીય પક્ષોનું શાશન છે. ઉમરેઠની બાહોશ પ્રજાએ પોતાના મતો તેવી રીતે આપ્યા છે કે, ઉમરેઠના વહીવટી તંત્રમાં હાલમાં અલગ અગલ ત્રણ રાજકિય પક્ષોના હાથમાં શાશન આવી ગયું છે. ત્યારે વહીવટી તંત્રના આ ત્રણેય પડાવ ઉપર જે તે રાજકિય પક્ષ કેટલો કારગર સાબિત થયો છે તે અંગે ખુબજ ટુંકી ચર્ચા કરીયે.

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદે વિષ્ણુભાઈ છોટાભાઈ પટેલ છે, જેઓ ભાજપના છે.

ઉમરેઠ નગરપાલિકામાં ભાજપનું છેલ્લી કેટલાય વર્ષોથી એક હથ્થું શાશન છે. હાલમાં ઉમરેઠ નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહૂમતી ધરાવે છે અને પ્રમુખશ્રી વિષ્ણુભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. કેટલાક અપવાદો બાદ કરીયે તો એકંદરે ઉમરેઠ નગરપાલિકાની કામગીરી સંતોષકારક કહેવાય. મુખ્યત્વે નગરપાલિકા પાસેથી પ્રજા પાણી,ગટર અને રસ્તા સહીત સ્ટ્રીટ લાઈટની અપેક્ષા રાખે છે. ઉપરોક્ત ચાર સેવા જો નગરપાલિકા દ્વારા સુંદર રીતે બહાલ કરવામાં આવે તો નગરપાલિકામાં સત્તા ટકાવી રાખવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ઉપરોક્ત ચાર પરિબળો જ ઉમરેઠમાં ભાજપને સત્તામાં રાખવામાં કારગત સાબિત થઈ રહી છે.

ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી) છે, જેઓ એન.સી.પીના છે.

તાજેતરમાં ઉમરેઠ વિધાનસભામાં નવું સિમાંકન લાગ્યુ, જેથી સારસા મત વિસ્તારના કેટલાક ગામો ઉમરેઠમાં આવી ગયા જેથી ઉમરેઠ બેઠક ઉપરથી ચિખોદરાના જયંતભાઈ પટેલ (બોસ્કી) એન.સી.પી માંથી અને ગોવિંદભાઈ પરમાર (ચિખોદરા) ભાજપ માંથી ઉભા રહ્યા હતા અને જયંતભાઈ બોસ્કીનો લગભગ ૧૩૦૦ વોટથી વિજય થયો હતો. ધારાસભ્ય બને બે મહિનામાં ઉમરેઠ બસ સ્ટેશનનો મુદ્દો ઉઠાવી જયંતભાઈ નગરના વિકાસ માટે કટીબધ્ધતા દર્શાવી રહ્યા છે, પરંતુ હજૂ ઉમરેઠમાં તેઓએ પોતાની કાબેલીયત બતાવવા માટે ખૂબ કામ કરવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક ઉમરેઠના તેઓનો ખૂબ ઓછા મત મળ્યા હતા.

ઉમરેઠના સંસદ સભ્ય ભરતસિંહ સોલંકી છે, જેઓ કોગ્રેસના છે.

ઉમરેઠના સંસદ સભ્ય તરીકે ભરતભાઈ સોલંકીની કામગીરી ઠીક કહેવાય. પાંચ વર્ષમાં પાંચ વખત પણ ઉમરેઠમાં તેઓ દેખાયા નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીયે તો ઉમરેઠ પ્રત્યે થોડી તેમને ઠીલાશ રાખી છે, પરંતુ તે પણ હકીકત છે કે ઉમરેઠ થી અમદાવાદ જવા માટે ટ્રેન સેવા શરૂકરવા તેમનો અથાગ પ્રયત્ન છે. પરંતું પાંચ વર્ષમાં એક જ સારું કામ..? યે દિલ માંગે મોર…!

મુખ્ય ત્રણ પક્ષો નગર,તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉમરેઠમાં શાશન ધરાવે છે, ત્યારે ઉમરેઠ તેમજ ઉમરેઠ તાલુકાની ખમીરવંતી જનતાનો તમામ રાજકીય અવસરે કેવો મૂળ રહે છે તે આ ઉપરથી સ્પષ્ટ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ છે. જેઓ છેલ્લા પંદર વર્ષથી એટલે કે ત્રણ ટર્મથી સતત પ્રમુખ પદે ચુંટાઈ આવે છે. પહેલા ભૃગુરાજસિંહ ચૌહાણ કોગ્રેસમાં હતા, પરંતુ ૨૦૦૭માં તેઓની અવગણના કરવામાં આવતા તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા જે આજ દીન સુધી કાયમ છે. કહેનારાતો તેમ પણ કહે છે કે, ભૃગુરાજસિંહ ચૌહાણ ધારે તો અપક્ષ ઉભા રહીને પણ તાલુકા પંચાયત પકડી રાખવાની ક્ષમતા ધરાવે છે. આમ ઉમરેઠ અને ઉમરેઠ તાલુકાની પ્રજાએ તમામ રાજકિય પક્ષોને સરખા ભાગે સત્તા આપી છે તેમ કહીયે તો ખોટું નથી.

2012 in review


તમામ વાંચકોનો ધન્યવાદ તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા…

Here’s an excerpt:

4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 29,000 views in 2012. If each view were a film, this blog would power 7 Film Festivals

Click here to see the complete report.

ઉમરેઠમાં ક્રિકેટ બેટ બનાવવાના ઉદ્યોગને સરકારી સહાયની જરૂર..!


ડાકોર સહીત મહારાષ્ટ્ર સુધી બેટ જાય છે.

ઉમરેઠ નગરમાં પડીયા પતરાંડા સહીત માટીના વાસનો અને સાવરણી બનાવવાના ગૃહ ઉધોગો ચાલી રહ્યા છે. આવા ગૃહ ઉધોગોને કારણે કેટલાક પરિવારોને રોજી રોટી મળે છે અને કેટલીક નોકરીઓ પણ ઉભી થાય છે. પરંતું પ્રવર્તમાન ફાસ્ટ યુગમાં આવા ઉદ્યોગો હરિફાઈમાં ટકી ન શકતા ટપોટપ તેઓના કામધંધા બંધ થઈ જવાને આરે છે. જો આવા સમયે સરકાર તેઓની વહારે આવે અને આર્થિક મદદ સહીત માળખાગર સુવિધાઓ પૂરી પાડે તો આવા ઉદ્યોગોને ઓક્સિજન મળે તેમ છે, અને ભવિષ્યમાં પણ આવા નાના ગૃહ ઉદ્યોગોને કારણે સમાજના કેટલાલક લોકો રોજીરોટી રડી શકે તેમ છે.

આવીજ રીતે ઉમરેઠમાં હાલમાં ક્રિકેટ બેટ બનાવવાનો લગુઉદ્યોગ પણ ચાલે છે. ક્રિકેટ બેટ બનાવવામાં મહારથ હાસીલ કરનાર ઉમરેઠના થોરી સમાજના લોકો દ્વારા બનાવેલ બેટ ઉમરેઠ,ડાકોર સહીત મહારાષ્ટ્ર સહીત કલકત્તા સુધી વેચાણ થાય છે. હાલમાં લાકડાના વધતા જતા ભાવને કારણે આ નાના ઉદ્યોગકારોને ખરીદી ઉંચા ભાવે કરવી પડે છે અને હરિફાઈના યુગમાં બજારમાં તેઓ ટકી સકતા નથી આ નાના ઉદ્યોગકારો પાસે માળખાગર સુવિધાનો પણ અભાવ હોવાને કારણે તેઓ લાકડાની નાની – મોટી વસ્તુઓ બનાવી તેનો યોગ્ય સંગ્રહ કરી સકતા નથી જેથી જરૂરિયાત મુજબ તેઓના માલ સામાનાની શંભાળ રહેતી નથી. આ ઉપરાંત આ લગુઉદ્યોગ ચલાવનાર થોરી સમાજના લોકોને બજાર માંથી વ્યાજે પૈસા લાવી ધંધો કરવો પડે છે અને સરવાળે કેટલીય મહેનત કરે હાથમાં બે ટંક રોટલીથી વિશેષ લાભ થતો નથી. આવા સમયે આવા નાના ઉદ્યોગોને સરકારી સહાય મળે અને પ્રવર્તમાન સરકારી યોજનાઓથી તેઓને વાકેફ કરવામાં આવે તેની ખસ્સી જરૂરિયાત દેખાઈ રહી છે. વર્ષોથી ઉમરેઠમાં થોરી સમાજ દ્વારા આ ક્રિકેટ બેટ બનાવવાનો ઉદ્યોગ ચલાવવામાં આવે છે, પરંતુ નિરક્ષરતાને કારણે પ્રવર્તમાન સરકારી યોજનાઓનો લાભ લેવા તેઓ નિષ્ફળ નિવળી રહ્યા છે ત્યારે સ્વૈછીક સંસ્થા કે સરકારી સંસ્થા તેઓને માર્ગદર્શન આપી, પોતાના ઉદ્યોગને આગળ વધારવા અને તેઓનું જીવન ધોરણ ઉંચું લાવવા મદદ કરે તે સમયની માંગ છે.

વેસ્ટ માંથી બેસ્ટ – ક્રિકેટ બેટ બનાવવાના કામમાં છેલ્લા દશ વર્ષથી પોતાનો પરિવાર રચ્યો પચ્યો છે તેમ જણાવતા થોરીભાઈએ જણાવ્યું હતુ કે, ક્રિકેટ બેટ બનાવ્યા પછી જે લાકડાના ટુકડા બચે છે તેનો પણ અમે ઉપયોગ કરીએ છે અને પાટલી, પાટલા સહીત લાકડાની નાની નાની વસ્તુઓ બનાવીએ છે. જેથી લાકડાનો વ્યય ન થાય આ ઉપરાંત બેટને લીસ્સુ બનાવતા સમયે જે લાકડાનું છીણ નિકળે છે તેનો અમે બળતણ તરીકે ઉપયોગ કરીયે છે

જય કિશાન


ચરોતરના ખેડૂતો નવી રીત ભાત અપનાવવા માટે પ્રચલિત છે. વર્ષમાં ત્રણ પાક કેવી રીતે મેળવવા અને કૃષી ક્ષેત્રે કઈ રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું તેની ગણતરી ચરોતરના ખેડૂતો જ યોગ્ય રીતે કરી શકે. ચરોતરના ચતુર કિશાન ઓછા ખર્ચમાં ખેતીનું કામ કરવા માટે અવનવા નુસખા અપનાવે છે, આવીજ રીતે પોતાના રોજબરોજના કામમાં પણ કરકસર પૂર્વક અખૂટ આનંદ મેળવવા માટે આવા ચરોતરના ચતુર ખેડૂતો નિતનવા નુસખા અજમાવતા હોય છે, ઉમરેઠ પાસેના ઓડ ગામના એક ખેડૂતે પોતાના હોન્ડા બાઈક પાછળ ટ્રોલી જોડી વધુ માલ સામાન લઈ જવા માટે બાઈકનો ઉપયોગ કરે છે. આ ખેડૂત કહે છે કે સ્કૂટરના સાદા બે પૈડા અને લોખંડ હલકા વજનની પ્લેટોથી ટ્રોલી બનાવી હોન્ડા સાથે જોડી દીધી છે, જેથી રોજબરોજ ખેતરમાં ખાતર કે ઘાસના પૂળા જેવી ચીજ વસ્તુ વધારે પ્રમાનમાં લાવવા લઈજવા સુગમતા અને સસ્તુ પડે છે. ટ્રોલી લગાવવાથી બાઈકની એવરેજમાં નુકશાન ન થાય..? તે સવાલના જવાબમાં ખેડૂતે જણાવ્યું હતુ કે, એવરેજ સાથે થોડું સમાધાન કરવું પડે છે, પણ અંતિમ હિસાબ કરીયે તો ઓછી એવરેજ થી પણ કોઈ ફરક નથી પડતો સરવાડે રીક્ષા કે ટ્રેક્ટરની સરખામનીમાં આ નવો નુસ્ખો સસ્તો અને સારો સાબીત થાય છે. આર.ટી.ઓ ના નિયમને આ રીત અનુરૂપ છે..? તેવા પ્રશ્નના જવાબમાં આ ખેડૂતે જણાવ્યું હતુ કે આ નિયમને અનુરૂપ છે કે નહી તે ખ્યાલ નથી પણ આર.ટી.ઓ સાથે વિવાદથી બચવા આ ટ્રોલીનો માત્ર ખેતરથી ઘરે અને ઘરેથી ખેતરમાં જવા માટેજ ઉપયોગ કરૂં છું અન્ય ગામમાં જવાનું હોય તો આ ટ્રોલી ફોલ્ડીંગ હોવાને કારણે નિકાળી દવ છું જેથી આર.ટી.ઓની પણ ગરીમા જળવાઈ રહે. ખરેખર આવા કરકસરીયા ચરોતરના ચતુર ખેડૂતોને જોઈ “જય કિશાન” કહેવું યોગ્ય જ છે ને..! (વિવેક દોશી, આપણું ઉમરેઠ)

ઉમરેઠમાં શ્રાવણ માસ દરમ્યાન સાડી બજારમાં “સેલ”ની ધૂમ


  • સાડી તેમજ ડ્રેસ મટીરીયલ્સની ખરીદી કરવા મહિલાઓનો ઘસારો

શ્રાવણ માસ એટલે ભક્તિ કરવાનો માસ પરંતું ઉમરેઠ સહીત સમગ્ર ચરોતરમાં શ્રાવણ માસમાં ભક્તિ સાથે ખરીદી કરવાનો પણ ટ્રેન્ડ છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમ્યાન કાપડની દૂકાને દૂકાને સેલના પાટીયા લાગી જાય છે. મહિલાઓ અને યુવતિઓ પણ સેલ દરમ્યાન સસ્તામાં સારા કપડા લેવાનું ચુકતી નથી. આ સમયે વહેપારીઓ પણ પોતાની દૂકાનનો સામાન વર્ષના અન્ય મહીનાઓની સરખામણીમાં ઓછા ભાવે ઓફર કરી રોકડી કરી લેતા હોય છે.

વધુમાં સિલ્ક સીટી ઉમરેઠમાં પણ સેલનો માહોલ જામ્યો છે. નગરની સાડીઓની દૂકાનોમાં સેલના પાટીયા લાગી ગયા છે. નગરની મહિલાઓ અને યુવતિઓ સેલ દરમ્યાન વિવિધ સાડીની ખરીદી કરવા લાગી છે. આમ પણ પહેલેથી ઉમરેઠ સાડીની ખરીદી કરવા પ્રખ્યાત છે જેથી માત્ર ઉમરેઠ જ નથી પરંતું અમદાવાદ,વડોદરા, આણંદ અને નડિયાદ જેવા શહેરના લોકો પણ ઉમરેઠમાં સેલ દરમ્યાન અચૂક સાડીની ખરીદી કરવા આવતા હોય છે. થોડા સમય પહેલા સાડીનો ધંધો ઉમરેઠમાં પાટા ઉપરથી ઉતરી ગયો હતો પરંતું પૂનઃ હવે નગરમાં સાડીનું બજાર જામવા લાગ્યું છે. રૂ સો થી માડી રૂ પચ્ચીસ થી ત્રીસ હજારની સાડી પણ ઉમરૅઠના વહેપારીઓ રાખતા થયા છે. જેથી માત્ર ઉમરેઠના જ નહી પરંતું બહારગામના લોકો પણ ઉમરેઠ ખરીદી કરવા આવવા લાગ્યા છે. વળી, ઉમરેઠમાં મળતી સાડીઓ અન્ય જગ્યાએ મળતી સાડીઓ કરતા વિવિધતા થી ભરપૂર હોય છે અને ખાસ ભાવ પણ શહેરોની સરખામણીમાં અડધો હોય છે, જે સાડી અમદાવાદ કે વડોદરા જેવા શહેરના શો રૂમમાં પાંચ હજ્જારમાં મળે તે સાડી ઉમરેઠના બજારમાં બે-ત્રણ હજારમાં રમતા રમતા મળી જાય છે. કહેવાય છે, ઉમરેઠમાં સાડીઓની વધારે દૂકાનો હોવાને કારણે હરિફાઈથી ગ્રાહક વર્ગ ખરેખર બજારમાં નિકળે ત્યારે રાજા હોવાનો અહેસાસ કરે છે.

એક તરફ ઉમરેઠના મંદિરોમાં ધાર્મિક આયોજનથી શ્રાવણ માસનો રંગ જામ્યો છે, ત્યારે ઉમરેઠના સાડી બજાર, સહીત અન્ય વહેપાર ધંધામાં પણ સેલનો ટ્રેન્ડ જામ્યો છે. હવે ઉમરેઠ પોતાનું સિલ્ક સીટી તરીકે નામ ઉંચુને ઉંચુ લઈ જાય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ડ્રેસ મટીરીયલ્સની વધતી માંગ – રાજેશભાઈ

ઉમરેઠના સાડીના વહેપારી રાજેશભાઈએ જણાવ્યું હતુ કે, સમય બદલાતાની સાથે સાડીઓ સાથે ડ્રેસ મટીરીયલ્સની માંગ વધવા લાગી છે. યુવતીઓ સાથે મહિલાઓ પણ સાડીઓની સાથે ડ્રેસ મટીરીયલ્સ ખરીદી કરે છે.જેથી હવે અમારો ધંધો સાડી પુરતો સિમિત રહ્યો નથી. આવનારા સમયમાં ઉમરેઠ માત્ર સાડી જ નહી ડ્રેસ મટીરીયલ્સ ક્ષેત્રે પણ ઈજારો સ્થાપે તો નવાઈ નહી..!

અમે તો સાડીઓ ઉમરેઠથીજ ખરીદ કરીયે છે. – રીટાબેન, વડોદરા

અમે દર વર્ષે શ્રાવણ માસમાં ઉમરેઠથીજ સાડીઓની ખરીદી કરીયે છે તેમ કહેતા વડોદરાના રીટાબેને ઉમેર્યું હતુ કે વડોદરા જેવીજ સાડીઓની વેરાયટી ઉમરેઠથી લગભગ ૨૫ થી ૩૦ ટકા ઓછા ભાવે મળે છે. આ ઉપરાંત ઉમરેઠમાં સાડોની દૂકાનોમાં વિવિવધાથી ભરપૂર સાડીઓનો સ્ટોક હોય છે જેથી સાડી ખરીદવા તેમના માટે ઉમરેઠ શ્રેષ્ઠ સ્થળ છે.

“વહૂ”ઓની કીટી પાર્ટી અને “સાસુ”ઓની ભજન મંડળીની ધૂમ..!


  • “વહૂ” કીટી પાર્ટીમાં અને “સાસુ”ઓ ભજન મંળલીમાં મસ્ત..!

કીટીપાર્ટી દ્વારા સાઈડ ઈન્કમ – સીમાબેન

સીમાબેન વીમા એજન્ટ પણ છે, અને તેઓ કીટી પાર્ટીનો મનોરંજન માત્ર તરીકે નહી પરંતુ સાઈડ ઈન્કમનો સ્ત્રોત તરીકે પણ ઉપયોગ કરે છે. તેઓએ જણાવ્યું હતુ કે તેમની કીટી પાર્ટીમાં ૧૫ જેટલી મહિલાઓ છ અને કેટલીક મહીલાઓએ તેમની પાસે વીમા પણ કરાવ્યા છે. આ ઉપરાંત રશ્મીકાબેન જણાવે છે કે તેઓ જ્વેલરીનો ધરથ્થુ વહેપાર કરે છે અને કીટી પાર્ટીમાં તેઓને સારો વહેપાર થઈ જાય છે. આમ કીટી પાર્ટી કેટલીક મહીલાઓ માટે મનોરંજન સાથે વહેપારનું પણ માધ્યમ બની ગયુ છે.

પ્રતિકારાત્મક તસ્વીર – Google

સાસુ અને વહુની વાત નિકળે એટલે મોટાભાગના લોકો આ સબંધમાં કળવાશ અને વાસણો ઉછળતા હશે તેવું જ વિચારે પણ હવે બદલાતા જમાનામાં વહુ અને સાસુનો સબંધ સુમેળ ભર્યો થઈ રહ્યો છે. જુનવાણી વિચારની સાસુ અને આધુનિક વિચારની વહૂઓની વાતો હવે જૂની થઈ અને નવા જમાનાને અનુરૂપ મહિલાઓ પોતાના જીવનના તમામ રોલ સારી રીતે નિભાવવા લાગી છે. સાસુઓ વહૂઓને કીટી પાર્ટીમાં મદદરૂપ થાય છે, જ્યારે વહૂઓ પણ સાસુઓની ભજન મંડલીમાં ઉત્સાહભેર ભાગ લઈ રહી છે.

હવે કીટી પાર્ટીનું અસ્તીત્વ માત્ર મેટ્રો સીટી પૂરતુ નથી રહ્યું નાના ગામની મહિલાઓ પણ પોતાના ગૃપમાં કીટી પાર્ટીનું આયોજન કરતી થઈ ગઈ છે. મહિનામાં એક દિવસ કીટી પાર્ટી યોજાય છે અને મહિલાઓ આ પ્રસંગે વિવિધ રમતો રમે છે, પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે અને નાસ્તા-પાણી કરી છુટા પડે છે. મોટા ભાગે ગૃહિણીઓ દિવસ ભર કામમાં વ્યસ્ત રહેતી હોય છે. સવારે ચા-નાસ્તા થી માંડી સાંજના ભોજન સુધી મહિલાઓને માત્ર ગણતરીના કલાકો જ આરામ મળે છે. સ્કૂલમાં બાળકોને મુકવા તેમજ લેવા જવાની પણ જવાબદારીઓ કેટલીક મહિલાઓ ઉપાડી લેતી હોય છે. આવા સમયે કેટલીકવાર સતત કામના બોજને કારણે મહિલાઓને તણાવની પરિસ્થિતીનો પણ સામનો કરવો પડે છે. જેથી મહિનામાં એક વાર પોતાના ગૃપની મહિલાઓ સાથે કીટી પાર્ટીનું આયોજન કરી મહિનાભરનો તણાવ પણ મહિલાઓ દૂર કરી દેતી હોય છે.

કીટી પાર્ટીમાં મહિલાઓ ટોકન ચાર્જ પણ ઉઘરાવતી હોય છે. જેથી મહિલાઓ માટે ખાસ્સી તેવી રકમની બચત પણ થઈ જાય છે. જે મહિલાની ઘરે કીટી પાર્ટી હોય તે મહિલાને અન્ય મહિલાઓ નક્કી કરેલ રકમ આપે છે જેથી જે તે રકમનો મહિલાઓ સદુપયોગ કરી શકે છે. કહેવાય છે. કેટલીક મહિલાઓ આવી કીટી પાર્ટીથી એકઠી થયેલ રકમ ચેરીટીમાં પણ આપતી હોય છે. મનોરંજન સાથે બચતનો આ અભિગમ હાલમાં ખાસ્સો પ્રચલિત થયો છે.

હાલમાં ઉમરેઠમાં સોસાયટી વિસ્તાર સહીત પોળો અને ફળીયાઓમાં પણ કીટી પાર્ટીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. હાલના ફાસ્ટયુગમાં જ્યારે મહિલાઓની કાર્યક્ષેત્ર માત્ર રસોડા પૂરતુમ જ સિમિત નથી રહ્યું કેટલીક મહીલો નોકરી પણ કરતી હોય છે જેથી આવી મહિલાઓ સામાજિક કાર્યો માટે ખૂબજ ઓછો સમય ફાળવી શકતી હોય છે જેથી આવી કીટી પાર્ટીના માધ્યમથી તે અન્ય મહિલાઓના સંપર્કમાં રહી શકે છે અને કામનિ તણાવ પણ દૂર કરી શકે છે. કહેવાય છે જે કીટી ગૃપમાં વર્કિંગ વુમનની હાજરી હોય છે, તેવી કીટી પાર્ટી ખાસ રવીવાર કે જાહેર રજાના દિવસે જ ગોઠવવામાં આવે છે.

થીમ બેઈઝ કીટી પાર્ટી –  આણંદ અને નડિયાદ જેવા મોટા શહેરોમાં મહિલાઓ થીમ બેઈઝ કીટી પાર્ટીનું આયોજન કરતી હોય છે. હજૂ ઉમરેઠ,બોરસદ,પેટલાદ સહીતના ગામોમાં આ પ્રથા મહિલાઓએ અપનાવી નથી. થીમ બેઈઝ પાર્ટીમાં કોઈ થીમ રાખવામાં આવે છે તેના મુજબ મહિલાઓ ડ્રેસિંગ કરીને આવે છે. જે મહિલાની ઘરે કીટી પાર્ટી હોય તે મહિલા પોતાના ઘરમાં થીમ પ્રમાણે ડેકોરેશન પણ કરે છે. જો ધાર્મિક થીમ રાખવામાં આવી હોય તો મહિલાઓ ભગવા કપડા પહેરી કીટી પાર્ટીમાં જાય છે અને જે તે ઘરમાં ધાર્મિક માહોલ ઉભો થાય તેવું ડેકોરેશન પણ કરવામાં આવે છે.

એક બાજૂ “વહૂઃ” કીટી પાર્ટીમાં મસ્ત છે, ત્યારે બીજી બાજૂ “સાસુ”ઓ ભજન મંળલીમાં વ્યસ્ત થઈ જતી હોય છે. મોટા ભાગે સિનિયર સિટીઝન મહિલાઓ ઘરે ખપ પુરતુ જ કામ કરતી હોય છે,જેથી સમય પસાર કરવા માટે તેઓ પાસે અન્ય કોઈ સાધન રહેતુ નથી જેથી આવી સિનિયર સિટીઝન મહીલાઓ દિવસમાં લગભગ ૨ થી ૩ કલાક પાઠ,પુજા અને ભજનમાં વિતાવતી હોય છે. મોટા ભાગે એક સમાજની મહિલાઓ દરોજ નક્કી કરેલ સ્થળ ઉપર એકઠી થઈ ભગવાનની આરાધના કરે છે અને ભજન કિર્તન કરી પોતાનો ધાર્મિક સ્વાર્થ પૂરો પાડે છે.

ભજન મંળલીમાં નિયમિત નક્કી કરેલ સમયે મહિલાઓ એકઠી થાય છે અને ઠાકોરજીની સેવા કરે છે. તેમજ યમુનાષ્ટક સહીતના પાઠ તેમજ ભજન કિર્તન કરે છે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક ઉત્સવો અને ધાર્મિક પ્રવાસોનું પણ આ મહિલાઓ સમયાંતરે આયોજન કરતી રહે છે. સિનિયર સિટીઝન મહિલાઓ ઘરના ખૂણામાં એક ખાટલે બેસી રહેવાની જગ્યાએ દિવસમાં બે-ત્રણ કલાક આવી ધાર્મિક ઈતર પ્રવૃત્તિમાં વિતાવી આનંદની અનુભૂતિ કરતી હોય છે.

ધાર્મિક પ્રવૃત્તિ સાથે આનંદ પ્રમોદ માટે આવી સિનિયર સિટીઝન મહિલાઓ પોતાની મંડલીની અન્ય મહિલા મિત્રોના જન્મ દિવસની ઉજવણી પણ કરતી હોય છે. આવા દિવસે વિશેષ પુજા પાઠનું આયોજન થાય છે. તેમજ જે તે સિનિયર સિટીઝન મહિલાનો જન્મ દિવસ હોય તે પોતાની ઈચ્છા શક્તિ મુજબ અન્ય મહિલા સભ્યોને નાસ્તા-પાણી પણ કરાવે છે. કહેવાય છે આવી સિનિયર સિટીઝન મહીલાઓને તેઓની ધાર્મિક પ્રવૃત્તિ સાથે આવી ઈતર પ્રવૃત્તિ કરવા તેઓની “વહૂ”ઓ પણ સાથ સહકાર આપે છે. ઉમરેઠમાં હાલમાં ગલાગોઠડીયાની પોળ તેમજ મોટા મંદિરમાં દૈનિક ભજન મંડલી યોજાય છે. જેમાં સિનિયર સિટીઝન મહિલાઓ નિયમિત હાજર રહે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ વેગવંતિ બનાવે છે.

દિવસમાં બે-ત્રણ કલાક ધાર્મિક પ્રવૃત્તિ કરવાથી આનંદ મળે છે. – મધુબેન શાહ

ભજન મંળલીના અગ્રણી મધુનેબ શાહએ જણાવ્યું હતુ કે દિવસમાં બે-ત્રણ કલાક માત્રને માત્ર ધાર્મિક પ્રવૃત્તિ કરવાથી અનેરો આનંદ મળે છે. સવારે નિત્ય પાઠ પુજાતો અચુક કરવામાં આવેજ છે , પણ સમૂહમાં બધા સાથે પાઠ પુજા કરવાથી વધુ આનંદ આવે છે. અને એક બીજાના સંપર્કમાં રહેવાય છે. આખો દિવસ ઘરે બેસીને કંટાળી જવાય છે, નિયમિત આમ ધાર્મિક પ્રવૃત્તિ માટે સમય નિકળે તે અમારા માટે સારી વાત છે.

ઉમરેઠ પંથકમાં ક્રિકેટ સહીત અન્ય રમતોમાં યુવાનોનો ઝોખ..!


  • પુલ, ટેનીસ અને વોલીબોલ રમવાનો યુવાનોમાં ક્રેઝ

ભારતમાં ક્રિકેટ ધર્મ ગણવામાં આવે છે, અન્ય રમતોની રીતસર યુવાનો અવગણના જ કરે છે. પરંતુ બદલાતા જતા સમયની સાથે સાથે હવે અન્ય રમતો પ્રત્યે પણ યુવાનો જાગૃત થયા છે અને ટેનીસ અને વોલીબોલ જેવી આઊટડોર ગેમ સાથે પુલ જેવી ઈન્ડોર રમતો રમવાનો પણ યુવાનોમાં ક્રેઝ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત પોળો અને ફળીયાઓમાં યુવતિઓમાં ફૂલ-રેકેટ રમવાનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

વધુમાં ઉમરેઠ પંથકમાં યુવાનો હવે ક્રિકેટ સહીત અન્ય રમતો તરફ વળ્યા છે. સાંજના સમયે એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ ખાતે ક્રિકેટની સાથે વોલીબોલ રમતા ઉત્સાહી રમતવીરો પણ દેખાય છે. બીજી બાજુ તાજેતરમાંજ ટેનીસ પ્રત્યે ઝોખ ધરાવતા ખેલાડીઓ માટે ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ ખાતે ટેનીસ કોર્ટ પણ બનાવવામાં આવી છે. જ્યા શાળાના વિદ્યાર્થીઓને રમત ગમતના શિક્ષક દ્વારા ટેનીસના પાઠ પણ ભણાવવામાં આવે છે. આઊટડોર ગેમ્સમાં હાલમાં ક્રિકેટ સાથે વોલીબોલ અને ટેનીસ લોકપ્રિય રમત બની છે. ક્રિકેટ રમતા યુવાનોની સરખામણીમાં ટેનીસ અને વોલીબોલ રમતા યુવાનોની સંખ્યા ઓછી છે પણ જે રીતે યુવાનો આ રમતોને અપનાવી રહ્યા છે તે જોઈ ભવિષ્યમાં ટેનીસ અને વોલીબોલ રમતા યુવાનોની સંખ્યા વધે તો નવાઈ નહી.

એક તરફ આઊટ ડોર ગેમ્સમાં ટેનીસ અને વોલીબોલ લોકપ્રિય છે ત્યારે બીજી બાજૂ ઈનડોર ગેમ્સમાં સ્નૂકર (પુલ) લોકપ્રિય રમત બની રહી છે. પહેલા આ રમત ઉપર ધનાઢ્ય લોકોનો દબદબો હત પુલ ટેબલની કિંમત વધારે હોવાથી સામાન્ય માણસ આવી રમતોથી દૂર જ રહેતો હતો. પણ હવે પુલ ટેબલ રેન્ટ ઉપર મળતા થઈ ગયા હોવાને કારણે સામાન્ય લોકો પણ પુલની રમત રમવા લાગ્યા છે. ઉમરેઠમાં પણ પુલ રમવા માટે પ્લેઝોનમાં નગરના યુવાનો આવી રહ્યા છે. આ અંગે પ્લેઝોનના સંચાલક અર્પણભાઈએ જણાવ્યું હતુ કે, ક્રિકેટ જેવી રમતમાં વધારે સમયની જરૂર પડે છે, પુલમાં માત્ર એક-બે કલાકમાં યુવાનો ધરાઈ જાય છે અને તેનોને આનંદ મળે છે. દિવસે દિવસે યુવાનો પુલ તરફ આકર્ષીત થઈ રહ્યા છે. ડોક્ટર વકીલ જેવા પ્રતિષ્ઠીત વ્યક્તિઓ પણ નિયમિત પુલ રમવા આવે છે. તેઓએ ઉમેર્યું હતુ કે સરકાર દ્વારા નવોદીત ખેલાડીઓને સારૂ પ્રશિક્ષણ આપવાની પરિણામલક્ષી વ્યવસ્થા થાય તો ઉમરેઠમાં પણ પુલ જેવી રમત રમનારા આશાસ્પદ ખેલાડીઓની કમી નથી..!

સ્કૂલના જૂના મિત્રો ભેગા કરવાનો ટ્રેન્ડ.


ફેશબુક થી ફેશ ટુ ફેશ સુધીની સફર..!

રીસોર્ટ અને હોટલ એકઠા થવા માટે લોકપ્રિય સ્થળ – જૂના મિત્રોને મળવા માટે મોટા ભાગે રીસોર્ટ અને હોટલ લોકપ્રિય સ્થળ છે. આખો દિવસ જૂના મિત્રો સાથે વિતાવે છે. સ પરિવાર બાળકો અને પોતાના મિત્રો સાથે કુદરતના સાનિધ્યમાં દિવસ પસાર કરવા વિવિધ રમતો, અને ક્વિઝનું પણ આયોજન થાય છે જેમાં મિત્રો એકબીજાને વધુ સારી રીતે જાણી શકે તેવા આયોજન કરવામાં આવે છે.

દરેક વ્યક્તિઓના જીવનમાં મિત્રોનું ખાસ મહત્વ હોય છે, સ્કૂલ કોલેજથી માંડી નોકરી ધંધાના વિવિધ તબક્કામાં આપણે કેટલાય લોકોના સંપર્કમાં આવીયે છે અને તેઓ સાથે મિત્રતા બંધાઈ જાય છે, પરંતુ તમામ મિત્રોમાં સ્કૂલના મિત્રોનું બધા માટે ખાસ મહત્વ હોય છે. સ્કૂલના મિત્રો ક્યારે પણ ભુલાતા નથી. સમય અને સંજોગોને કારણે સ્કૂલના મિત્રોથી દૂર થવાનો પણ વારો આવે છે. સ્કૂલમાં જે મિત્રો સાથે મોજ મસ્તી કરી હોય તે મિત્રોને મળવાનું બધાને મન થાય તે સ્વભાવિક છે.

પરંતુ સ્કૂલના સમયમાં છુટા પડેલા મિત્રો હાલમાં ક્યાં છે..? કેવી રીતે તેમને શોધીશું…? તેમનો સંપર્ક કેવી રીતે કરીશું..? જેવા વિવિધ સવાલો થાય તે પણ સ્વભાવિક છે. પણ..હવે, ફેશબુકના આગમનથી સ્કૂલના મિત્રોને શોધવાનું કામ અઘરૂં રહ્યું નથી. લગભગ મોટાભાગના લોકો ફેશબુક ઉપરથી મળી જાય છે. અને બાકીના લોકોને શોધવાનું કામ સ્કૂલના રજિસ્ટર માંથી તેઓના જૂના એડ્રેસ ઉપરથી થઈ જાય છે. હાલમાં ચરોતરમાં જૂના મિત્રો એકઠા કરવાનો ખાસ ટ્રેન્ડ્ર ચાલી રહ્યો છે. લગભગ ૩૫ થી ૪૦ વર્ષના યુવાનોમાં આ ટ્રેન્ડ ખાસ જોવા મળે છે. તેમા પણ વિદેશમાં રહેતા લોકો માટે મિત્રોને ભેગા કરવાની ખાસ તલપ હોય છે. તેઓમાં જૂના મિત્રોને શોધવા તેટલા તલપાપડ હોય છે કે, તેઓ કાંઈ પણ કરી છુટવા તૈયાર થઈ જાય છે,સ્કૂલમાં જઈ જૂના રજિસ્ટરો પણ ફંફોસે છે અને ફેશબુક ઉપર કલાકો વિતાવી પોતાના મિત્રોને શોધી કાઢે છે પછી એક ગેટ ટુ ગેધરનું આયોજન થાય છે. વર્ષો પછી મિત્રોને મળવાની મજા ખૂબજ અનેરી હોય છે. બાળપણમાં છૂટા પડેલા મિત્રોને પણ બાળકો હોય અને આ બાળકો પણ પોતાના માતા-પિતાના સ્કૂલના મિત્રોને મળે તે ઘડી ખરેખર રોમાંચીંત કરી દે તેવી હોય છે.

ચરોતરની સ્કૂલોમાં પણ સંચાલકો આવા યુવાનોને પોતાના મિત્રોને ભેગા કરવામાં ખુબજ સકારાત્મક અભિગમ દાખવે છે. જૂના રજિસ્ટર માંથી જેતે વર્ષના વિદ્યાર્થીઓના નાન-સરનામા સ્કૂલના સંચાલકો ઉપલબ્ધ કરાવે છે અને પોતાના જૂના મિત્રોને મળવા ઉત્સુખ યુવાનોને મદદ કરી સ્કૂલ સકારાત્મક અભિગક દાખવે છે. જ્યારે સ્કૂલના શિક્ષકોનું ઋણ અદા કરવા માટે આવા યુવાનો પોતાના શિક્ષકોને પણ આવા ગેટ ટુ ગેધરમાં આમંત્રિત કરી તેઓને સન્માનીત કરે છે. અને પોતાના જીવનમાં તેઓના અમુલ્ય ફાળાની સરાહના કરે છે. કેટલીક વખત સ્કૂલો જ પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓને એકઠા કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમાં અલગ અલગ બેચના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવે છે. આવા કાર્યક્રમમાં સ્કૂલના મિત્રોને મળવાની લાલચથી અચુક તમામ વિદ્યાર્થીઓ અચુક હાજર થઈ જતા હોય છે.

હાલમાં મોટાભાગે ચરોતરમાં આણંદ, વિદ્યાનગર સહીત ઉમરેઠ તેમજ ખેડા જિલ્લાના નડિયાદ જેવા વિસ્તારોમાં આ ટ્રેન્ડ ખાસ જોવા મળી રહ્યો છે. જૂના મિત્રોને મળતા જ યુવાનો અને યુવતિઓમાં અનેરો ઉત્સાહ આવી જાય છે અને એકબીજાના મિત્રો હાલમાં શું કરે છે..? કયા હોદ્દા ઉપર છે..? કે કયા ધંધા રોજગાર કરે છે જેવી ઉપયોગી માહિતી એકઠી કરી એકબીજાને મદદરૂપ પણ થાય છે. સ્કૂલમાં સાઈકલ ઉપર આવતા મિત્રો આવા ગેટ ટુ ગેધરમાં મોંધી દાટ ગાડીયો લઈ આવે ત્યારે તેમના શિક્ષકની છાતી ફુલી જાય તેમાં પણ કોઈ બે મત નથી.

સ્કૂલની પરિક્ષાઓ પછી જિંદગીની પરિક્ષાઓ શરૂ થાય છે ત્યારે આ પરિક્ષા પાસ કરવા કોઈને સાત સમુંદર પાર જવું પડે છે તો કોઈને પોતાના વતનથી દૂર બીજા રાજ્ય કે ગામમાં જવું પડે છે. અને પોતાના વહેપાર ધંધા કે નોકરીમાં નવા મિત્રો મળે એટલે સ્કૂલના મિત્રો નજરોથી અને દિમાગથી દૂર થઈ જાય છે. પણ લંગોટીયા મિત્રો કેટલા સમય સુધી ભુલાય..? છેલ્લે પોતાના બાળકોને સ્કૂલમાં મુકવા જઈયે એટલે આપણા સ્કૂલના દિવસો યાદ આવે અને સ્કૂલના દિવસો યાદ આવે એટલે સ્કૂલના મિત્રો પણ યાદ આવે તે સ્વભાવિક છે. મિત્રોની યાદ આવા યુવાનોને પોતાના વતન સુધી લઈ જાય છે અને જૂના મિત્રોને મળવા કસરત શરૂ કરાવે છે.

તાજેતરમાં ઉમરેઠ-ડાકોરના જૂના મિત્રો એકઠા થયા હતા અને પોતાના સ્કૂલના સમયની વાતો તાજી કરી હતી. અમેરીકાથી આવેલ એક યુવાનને પોતાના મિત્રોને મળવાનો વિચાર આવતા અન્ય લોકલ મિત્રો અને સ્કૂલ સહીત ફેશબુકની મદદથી પોતાના સ્કૂલના મિત્રો હાલમાં ક્યાં છે તે શોધી કાઢ્યું હતુ અને તેઓને ડાકોર ખાતે એકઠા કર્યા હતા. આ સમયે જૂના મિત્રોને મળી તમામ લોકોએ રોમાંચતાનો અનુભવ કર્યો હતો. હાલમાં તમામ મિત્રો શું કરે છે સહીત તેઓના પરિવારની માહીતી એકઠી કરી હતી અને જીવનના વળાંક ઉપર હવે, હંમેશા સંપર્કમાં રહેવા કસરત કરી હતી. હાલમાં કેટલાક મિત્રો ઉચ્ચ સરકારી હોદ્દા ઉપર હતા તો કેટલાક પોતાના વહેપાર ધંધામાં સફળતા મેળવી સમાજમાં અગ્રણી બની ગયા હતા, તો કેટલાક પોતાની નોકરીમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન થઈ ગયા હતા. આવા તમામ મિત્રોએ પોતાના અનુભવોની એકબીજા સાથે ચર્ચા કરી હતી અને ભવિષ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થવાની ખાતરી આપી હતી.

ફેશબુકથી મોટાભાગના મિત્રો મળી ગયા – મુકેશભાઈએ જણાવ્યું હતુ કે, મોટાભાગના મિત્રો ફેશબુકથી મળી ગયા હતા. ફેશબુકની મદદથી સ્કૂલના મિત્રોને પંદર વીશ વર્ષે ફેશ ટુ ફેશ મળવાનો લાહ્વો મળ્યો. જે મિત્રો ફેશબુકમાં ન હતા તેઓને શોધવા માટે સ્કૂલના વહિવટી તંત્રએ મદદ કરી.

ચાલ..લાગી ૧૦૦ની… ઉમરેઠમાં આઈ.પી.એલ મેચને લઈ લાખ્ખોની “શરતો” વાગે છે..!


  • મૌખિક શરતોમાં બે મેચમાં લાખ રૂપિયા આસપાસ ટર્ન ઓવર થતું હોવાની શક્યતા.

એક તરફ મોટા શહેરોમાં આઈ.પી.એલની મેચોને લઈ કરોડોના સટ્ટા રમવામાં આવે છે ત્યારે બીજી બાજૂ ઉમરેઠ પંથકના ક્રિકેટ રસીકોમાં “શરતો”નું બજાર ગરમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને કોલેજીયન યુવાનો “શરતો”ના બહાને પોતાની પોકેટ મનીનો બંદોબસ્ત કરી દેતા હોય છે ત્યારે કેટલાક બદનસિબ યુવાનોને પોતાના પોકેટ ખાલી કરવાની પણ નોબત આવી જાય છે. ત્યારે આજે શરતોના બજારમાં બાદશાહ બનતા લંબરમુછરીયાઓ આવતી કાલે સટ્ટાકિંગ બનવાના પણ સપના જોતા હોય તેમાં નવાઈ નથી.

સાંજે ૪ વાગે એટલે ક્રિકેટ રસીકો પોતાના ઘરે દૂકાને અથવાતો મિત્રો સાથે ટી.વી સેટ સામે બેસી જાય છે,અને જાત જાતની શરતો લગાવી દેતા હોય છે. આમ જોવા જઈયે તો શરતો નાની રકમોની હોય છે પરંતું જો સમગ્ર ઉમરેઠ પંથકની આવી નાની શરતો અંગે વિચારીયે તો આંકડો લાખ ઉપર થઈ જતો હોવાનું કેટલાક યુવાનો જણાવી રહ્યા છે. કહેવાય છે, પ્રોફેશનલ સટ્ટા બજારમાં આવી શરતો લગાવવાથી કોઈ દિવસ કાનુનના સકંજામાં આવી જવાનો ભય અને હારજીતની મોટી રકમને ધ્યાનમાં રાખી હવે યુવાનો પોતાના જ ગૃપમાં નાના પાયે શરતો લગાવી આઈ.પી.એલ મેચ દરમ્યાન રોકડી કરવાના મૂળમાં છે. અને પોતાના ગૃપમાં જ આવી શરતો લગાવવાથી હાર-જીતના સમયે પૈસા આપવા કે લેવામાં વાર-વાયદા પણ કરી દેવાની સવલત મળી જાય છે.

ખાસ કરીને આવી શરતો લગાવા માટે પણ સટ્ટા બજારની મોડસ ઓપરેનડી અપનાવવામાં આવે છે. મેચ શરૂ થતાની સાથે ટોસ કોણ જીતશે તેવી શરતથી વાત શરૂ થાય છે ને મેચ કોણ જીતશે ત્યાં સુધી મેચના વિવિધ તબક્કે શરતોનો દોર ચાલુ રહેતો હોય છે. છઠ્ઠી ઓવરમાં વાઈડ બોલ પડશે..? દશમી ઓવરમાં કેટલી વિકેટ પડશે..? સહિત બંન્ને ટીમના ખેલાડીનોના રન ના તફાવતની પણ શરતો યુવાનો લગાવતા હોય છે. એક યુવાનની ચર્ચાને ધ્યાનમાં રાખીયે તો સમગ્ર ઉમરેઠમાં માત્ર યુવાનો જ નથી મોટા પૂરોષો પણ આવી શરતોના રવાઢે ચઢી ગયા છે. ગમ્મ્મત ગમ્મતમાં એક દિવસની બે મેચમાં લગભગ લાખ રૂપિયા ઈધર ઉધર થઈ જતા હોવાની પણ શક્યતાને આવા શરતીયા યુવાનો નકારતા નથી.

યુવાનો તેમ પણ કહે છે સટ્ટા બજારમાં પાયમાલ થવાનો ભય રહે છે અને પૈસાની લેણી-દેણી પણ નિતિ નિયમો મુજબ કરી દેવી પડે છે જો આમ કરવામાં ચુક થાય તો ઈજ્જતની ફજેતી સાથે વાત છેક ઘર સુધી પણ પહોંચી જાય છે. બીજી બાજૂ શરતો નાના પાયે લાગતી હોવાથી બહૂ મોટી હારજીત થતી નથી તેમજ ઘરના લોકોને પણ શંકા પણ જતી નથી ઘરમાં બેઠા જ મેચના આનંદ સાથે “શરતો”ની મહેફીલ જામી જાય છે. ત્યારે સટ્ટા બજારથી દૂર શરતોના મોલમાં શોપિંગ કરતા યુવાનો ઉપર તેઓના મા-બાપે લગામ કસવાની ખૂબ જરૂરિયાત છે નહિતો આવનારા સમયમાં શરતોના બજારમાં રખડતા છોકરાઓ સટ્ટા બજારમાં રમતા થઈ જાય તેમાં કોઈ બે મત નથી.

શોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર સિનિયર સિટીઝનોનું લોગ ઈન..!


સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો શોશિયલ નેટવર્કિંગ સાઈટ આશિર્વાદરૂપ હોવાનું વડિલોનું તારણ.

હવે, કોમ્યુટર અને ઈન્ટરનેટના જમાનામાં વૃધ્ધો માત્ર ધરના ખૂણામાં ખાટલે બેસી નથી રહેતા પરંતુ શોશિયલ સાઈટ્સની મદદથી પોતાના વિચારોનો આદાન પ્રદાન કરતા થઈ ગયા છે. પહેલા ઓટલા સભા અને સિનિયર સિટીઝન ક્લબના માધ્યમથી સિનિયર સીટીઝનો એક બીજાના સંપર્કમાં રહેતા હતા જ્યારે હવે ઈન્ટરનેટના માધ્યમને એક બીજા સાથે જોડાવવા તેઓએ ફેશબુકને લાઈક કર્યું હોય તેમ લાગે છે. ફેશબુક ઉપર સિનિયર સિટીઝન નાગરીકોના ગૃપ અને કોમ્યુનિટીની હાજરી સિનિયર સિટીઝનની ફેશબુક ઉપર હાજરીની ચાડી ખાઈ રહ્યું છે. દિવસે દિવસે ફેશબુકનો ઉપયોગ કરતા વૃધ્ધોની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે શોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર ધૂમ મચાવવાનો ઈજારો માત્ર યુવાધન પાસે નથી રહ્યો, દિવસે દિવસે શોશિયલ નેટવર્કિંગ સાઈટો ઉપર સિનિયર સિટીઝનની ચહેલ પહેલમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રીટાયર્ડ લાઈફમાં સમય પસાર કરવા તેમજ પોતાના સ્વજનો અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે શોશિયલ નેટવર્કિંગ સાઈટો કેટલાક વૃધ્ધો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે.

મુકુંદભાઈ શાહ છેલ્લા ત્રણ વર્ષથી રીટાયર્ડ લાઈફ ભોગવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, ફેશબુકમાં જોડાયા બાદ કેટલાય નવા લોકો સાથે વિચારો આદાન પ્રદાન કરવાની તક મળી તેમજ ગુજરાત બહાર નોકરી કરતા પોતાના પૂત્ર અને પૌત્રોના ફોટા તેમજ વિડિયો પણ ફેશબુકના માધ્યમથી જોઈ શકે છે. તેઓએ ઉમેર્યું હતુ કે રીટાયર્ડ લાઈફમાં સમય પસાર કરવા સિનિયર સિટીઝન મંદિર, સહીત ઓટલા સભાનો સહારો લેતા હોય છે ત્યારે ફેશબુક હવે નવો વિકલ્પ બની ગયું છે. રસીકભાઈ પટેલના પૂત્રો વિદેશમાં રહે છે, તેઓ જણાવે છે કે, ફેશબુક દ્વારા તેઓના પૂત્ર અને અન્ય પરિવારજનો સાથે તેઓ નિયમિત જોડાયેલા રહે છે. વિડીયો ચેટીંગ દ્વારા વિદેશમાં વસતા પોતાના પરિવાર સાથે વાતચીત કરે છે. આ ઉપરાંત ફેશબુકના માદ્યમથી પ્રવર્તમાન સમસ્યાઓ અંગે તેઓ ફેશબુક ઉપર પોતાના વિચારો પણ રજૂ કરૅ છે. તેઓ ઉમેરે છે કે, ફેશબુકનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો ખરેખર ઉપયોગી સાબીત થાય તેમ છે.

ફેશબુક ઉપર સિનિયર સીટીઝનને લગતી અઢડક કોમ્યુનિટીઓ છે કે જેમાં સિનિયર સીટીઝન પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે, માત્ર ભારતના જ નહી પરંતું વિદેશના સિનિયર સીટીઝનો પણ ફેશબુકમાં સક્રીય છે. સિનિયર સિટીઝનઓને લગતી સમસ્યા અને તેના નિરાકરણ અંગે પણ મુક્ત રીતે ફેશબુકના માધ્યમનો સિનિયર સિટીઝનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ફેશબુક ઉપર માત્ર યુવાધનની દાદાગીરી નહી ચાલે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેટલાક સિનિયર સિટીઝનો તો તેમ પણ કહી રહ્યા છે કે તેઓના પુત્રો અને પૌત્રોને પણ તેઓની ફેશબુક ઉપર હાજરી હોવાની જાણ હોય છે જેથી તેઓ પણ ફેશબુકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. વૃધ્ધો હવે જૂનવાણી છોડી પ્રવર્તમાન પેઢી સાથે તાલ મિલાવી આગળ આવી રહ્યા છે, તેઓનો આ અભિગમ યુવાનો અને વૃધ્ધો વચ્ચે સેતુ સમાન સાબિત થશે અને યુવાનો વૃધ્ધોની સાથે સંવાદ કરવા મુક્ત રીતે આગળ આવશે. વૃધ્ધો અને યુવાનો વચ્ચે વિચારભેદનો છેદ ઉડશે એટલે આપોઆપ તેઓ એક બીજાની નજીક આવશે કદાચ ભવિષ્યમાં ઓલ્ડ એઈજ હોમને તાળા વાગે તો પણ નવાઈ નહિ..!

યુવાધન ફેશબુકથી કંટાળ્યું..? એક તરફ ફેશબુકમાં ફટાફટ લોકો લોગઈન કરે છે ત્યારે કેટલાક યુવાનો અને યુવતિઓ ફેશબુકમાં ઈનવીઝેબલ મોડમાં આવી ગયા છે. લગભગ ચાર વર્ષથી ફેશબુક યુઝ કરતા નમ્રતાબેન કહે છે હવે ફેશબુક કંટાળા જનક લાગે છે. પહેલા દરોજ ફેશબુકમાં લોગઈન કરવા માટે તલ પાપડ રહેતી હતી હવે કાંઈ ખાસ બાળકોની એક્ટીવીટી કે ફોટા ફેમિલી અને મીત્રો સાથે શેર કરવાના હોય તો જ ફેશબુકમાં લોગઈન કરૂં છું

મેગી ખરીદતા પહેલા બે મિનિટ વિચારજો..!


બે મિનિટમાં ઝટપટ તૈયાર થતી મેગી ખરીદતા પહેલા બે મિનિટ વિચાર્યા વગર હવે છુટકો નથી. બજાર માંથી મેગીનું ૭૯ રૂપિયાનું પેકેટ ખરીદ કર્યું, જેના ઉપર વજન ૬૪૦ ગ્રામ લખેલું હતું. અનાયસે ઈલેક્ટ્રોનીક્સ કાંટા ઉપર આ પેકેટનું વજન કર્યું ત્યારે ૫૫૦ ગ્રામ નિકળ્યું. દૂકાનદાર પ્રામાણિક હતો તો તેને પેકેટ પરત લઈ લીધુ પણ દુકાનદારે કંપનીમાં આ અંગે જાણ કરી તો કંપનીના કોઈ ઉચ્ચ અધિકારીએ કહી દીધુ,” તમારા મેગી વેચવી હોય તો વેચો, નહિતો રહેવા દો..!”

..ખેર ગ્રાહક તરીકે હું તો બચી ગયો પણ પેલા દુકાનદારનું શું..? હવે એક વાત ચોક્ક્સ છે મોટી કંપની હોય તો પણ માલ ચકાસીને લેવો જરૂરી બન્યો છે. જાગો ગ્રાહક જાગો મેગી ખરીદતા પહેલા બે મિનિટ વિચારો..!

%d bloggers like this: