આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

સરકારી સ્કૂલના શિક્ષકે લોકડાઉન દરમ્યાન વિદ્યાર્થીઓને પોસ્ટકાર્ડ લખી જૂની વાતો વાગોળી..!


ઉમરેઠના સાજીદ સૈયદ સર વિંઝોલની પ્રાથમિક શાળામાં એકવીશ વર્ષથી ફરજ બજાવે છે. 

એક તરફ ખાનગી સ્કૂલો દ્વારા વેબીનાર ધ્વારા વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી વિડીયો કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે સંપર્કમાં રહેવામાં સરકારી સ્કૂલના શિક્ષક દ્વારા નવો કિમિયો શોધી નાખવામાં આવ્યો છે. સરકારી સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહેવા માટે પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠના સાજીદ સૈયદ સર ઉમરેઠ પાસેના અને ઠાસરા તાલુકાના વિંઝોલ ગામની સરકારી સ્કૂલમાં ૨૧ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે હાલમાં તેઓ શાળાના આચાર્ય તરીકે કાર્યરત છે અને શાળાના તમામ ૨૩૩ વિદ્યાર્થીઓના નામ તેઓને કંઠસ્થ યાદ છે, વિદ્યાર્થીઓના પરિવારમાં કોણ-કોણ છે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે અને આજ બધી વિગતો સાથે વિદ્યાર્થી સહીત તેઓના પરિવારજનોના ખબર અંતર પોસ્ટ કાર્ડ થી તેઓ પુછી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ લગભગ ૨૩૩ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટકાર્ડ લખી દીધા છે.સાજીદ સૈયદ સરે જણાવ્યું હતુ કે, અમારી સ્કૂલનું નામ વિંઝોલ પ્રાથમિક જીવન શાળા છે, પ્રાથમિક શાળા આગળ તેઓએ “જીવન” શબ્દ ઉમેરવાનું કારણ જણાવતા ઉમેર્યું હતુ કે, અમારી શાળામાં બાળકોને જીવતા તો શિખવ્યે જ છે પરંતુ તેમને જીવવા પણ દઈયે છે, મતલબ બાળક ને જે વિષયમાં રૂચિ હોય તે વિષયમાં તેને કોઈ રોકટોક વગર આગળ વધવા મદદ કરીએ છે. જીવનમાં અમુક વાતો વિદ્યાર્થીઓ પચાવી શકતા નથી અને તેઓ ઉતાવળે ન ભરવાના પગલા ભરી દેતા હોય છે જેથી વિદ્યાર્થીઓને નિષ્ફળતા પચાવવાના પાઠ પણ શિખવવામાં આવે છે. લગભગ ૨૧ વર્ષ થી વિંઝોલ સ્કૂલમાં હોવવાના કારને વિદ્યાર્થીઓ સહીત તેઓના પરિવારજનોને પણ તેઓ સારી રીતે ઓળખે છે, ઉપરાંત અમુક વિદ્યાર્થીઓના પિતા પણ તેઓના હાથ નીચે ભણી ચુક્યા છે, જેથી અહિયા તેઓને એક પરિવાર જેવો માહોલ મળે છે.સરકારી સ્કૂલમાં મોટાભાગે  વિદ્યાર્થીઓ કોમ્યુટર અને ઈન્ટરનેટ ઘરે વાપરી સકવા આર્થિક રીતે સક્ષમ હોતા નથી જેને પગલે ખાનગી સ્કૂલની જેમ તેઓ વિદ્યાર્થીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા ભણાવી તો નથી શકતા પરંતુ તેઓને પોસ્ટકાર્ડ લખી તેઓના ખબર અંતર ચોક્ક્સ પુછી રહ્યા છે. પ્રવર્તમાન કપરી પરીસ્થીતીમાં શિક્ષક કો પત્ર મળવાથી વિદ્યાર્થીઓને માનસીક શાંતિ મળે છે અને પરિવાર સિવાય પણ તેઓને અંગત રીતે કોઈ વ્હાલ કરતું હોય તેવો તેમને અહેસાસ મળે છે. શાળાના આચાર્યનો પત્ર તેમના ઘરે જાય જેને લઈને તેઓનું મનોબળ ઉંચુ જાય છે અને તેઓ ભણતર પ્રત્યે વધુ સજાગ થાય છે.વિદ્યાર્થીઓના વાલી સ્માર્ટ ફોન વાપરતા હોય છે તેઓને વોટ્સએપ દ્વારા થોડા ભણતર ને લગતા મેસેજ મોકલી વિદ્યાર્થીઓ ભણવામાં વ્યસ્ત રહે અને તેઓને લેશન આપવાનું કામ તેમજ પરીક્ષાનું પેપર મોકલવાનું વોટ્સએપ દ્વારા શરૂ કર્યું છે, વિદ્યાર્થીઓ લેશન કરી વોટ્સએપમાં તેઓને પાછું પણ મોકલી રહ્યા છે, વિદ્યાર્થીઓ તરફ થી આવો સકારાત્મક જવાબ મળતા તેઓને પણ આત્મ સંતોષનો અનુભવ થતો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: