આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

પ્રતાપપુરા – મહીસાગર નદીમાં ડુબી રહેલા બાળકને બચાવવા જતા ત્રણ મહિલા સહીત બાળકનું મોત


mahisagar

ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે લગ્ન પ્રસંગે આવેલ ત્રણ મહીલાઓ સહીત એક બાળકનું નદીમાં ડુબવા થી મોત થતા સદર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહીતી મુજબ એક બાળક ગરમીને કારણે નદીમાં નાહ્વા પડ્યો હતો જે ડુબતો દેખાતા તેને બચાવવા માટે ચાર મહીલાઓ નદીમાં ગઈ હતી જેઓ પણ બાળકને બચાવવા જતા ત્રણ મહીલાઓના ડુબી જતા મોત નિપજ્યું હતુ જ્યારે એક મહીલા ઉમરેઠની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ખબર પ્રાપ્ત થઈ રહી છે.

pratappura01pratappura02

ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલ મહીસાગરનો કાંઠો આમ તો ખનન માફીયાની સક્રીયતાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ઉપરાંત નદીના પટમાં બેફામ ખોદકામ થી થયેલા ખાડામાં નદીમાં નાહ્વા જતા લોકોને મોત ભરખી ગયું હોત તેવા બનાવો પણ ભૂતકાળમાં  બન્યા છે ત્યારે આજે પૂનઃ મહીસાગરના પટમાં નાહ્વા ગયેલા એક બાળક સહીત ત્રણ મહીલાનું મોત નીપજતા સદર વિસ્તારમાં ગમગીની વ્યાપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ તાલુકા મથક ઉમરેઠના છેવાડાના કોતર વિસ્તારમાં પ્રતાપપુરા ગામમાં રહેતા રમેશભાઈ રતનસિંહના પુત્ર રાજેન્દ્રસિંહના લગ્ન હોઈ ભાઈના લગ્નમાં મહાલવા મોરબી પરણાવેલી સગી બહેન કિરણબા રણવીરસિંહ ઝાલા સહિત સગા સબંધીઓ વરરાજાના આંગણે આવ્યા હતા. ગઈકાલે ભોજન સમારંભ હતો અને આજે ભાઈની જાન ઠાસરા તાલુકાના ભૈડવા ગામે જવાની હોઈ તૈયારીઓ ચાલી રહી હતી,દરમ્યાન ઘર નજીક કોતરોમાંથી પસાર થતી  મહીસાગર નદીમાં પાંચ મહિલા અને એક નાનો છોકરો નાહવા ગયા હતા, દરમ્યાન ઉપેન્દ્ર ઉર્ફે ભીખાભાઇ વિજયભાઈ ચાવડા ઉ.વ.૧૨ પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા એક પછી એક ત્રણ મહિલા મધુબેન દીપભાઈ ખોડાભાઈ ચાવડા ઉ.વ.૫૦, રહે દાનિયાની મુવાડી, ચતુરબેન મોહનસિંહ પ્રતાપસિંહ પરમાર ઉ.વ.50 રહે,સરદારપુરા,રાણીયા,તા,ઠાસરા ,તેમજ સગી બહેન કિરણબા રણવીરસિંહ ઝાલા ઉ.વ.32,રહે રવાપૂરા,મોરબી ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા તમામ કરુણ મોતને ભેટ્યા હતા,જ્યારે પાંચમી મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુથી દોડી આવેલા ગ્રામજનોએ બચાવી લીધી હતી જેની  ઓડની સરકારી દવાખાનામાં સારવાર કરાઈ રહી છે,આ અંગે જાણ થતા ખંભોળજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પરાક્રમસિંહ પરમાર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ લાશોને ઓડ મુકામે આવેલ સરકારી દવાખાનામાં પોસમોર્ટમ કરવા મોકલી આપી હતી.

ખાણ ખનીજ માફિયાઓએ મહીસાગરમાં ડ્રિલિંગ કરી  ઠેરઠેર ઊંડા ખાડા કરી દેતા અકસ્માતો વધી પડ્યા. 
pratappura3.png
ઉમરેઠ તાલુકાના કાઠાગાળાના આગેવાન કનુભાઈ  ચૌહાણે  રોષપૂર્વક જણાવ્યું હતું કે મહીસાગરના પેટાળમાંથી રેતી કપચી કાઢવા ખનીજ માફિયા ગેરકાયદેસર ડ્રિલિંગ કરી ઠેર ઠેર ઊંડા ખાડા પાડી દીધા છે જે પાણીના કારણે જણાતા નથી અને આ કારણે અમારા વિસ્તારમાં વારંવાર ડૂબી જવાથી મૃત્યુ થવાના કારણો બની રહયા છે,આ બાબતે અનેક વખત સરકારમાં ફરિયાદ કરી છે પરંતુ એકલદોકલ નાના કેસો કરી ખનીજ માફિયાઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહયા છે, ગરીબ ગ્રામીણ પ્રજાના જીવની જાણે  કોઈ કિંમત જ નથી તેમ સરકારી બાબુઓ વર્તી રહયા છે 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: