આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

મધ્ય ગુજરાતનો 18 વર્ષનો ગુજ્જુ યુવક  યુ. એસ ઇન્ટરનેશનલ પાયલટ બન્યો 


વિપરીત પરિસ્થિતિને સાનુકૂળ બનાવી  નામ મુજબ જીવન સાર્થક કરી બતાવ્યું 

IMG-20190515-WA0129નાનપણમાં જો અચાનક કોઈ ઘેરો ઘુરરરરાટી ભર્યો અવાજ કાને અથડાય તો તરત નજર ઉપર આકાશ તરફ જાય અને આંખો વિમાનને શોધવા લાગે,અને વિમાન આંખોથી ઓઝલના થાય ત્યાં સુધી એ ચળકતા ટીનના યંત્રને જોતા રહીએ ને સ્વપ્નમાં ખોવાઈ જઈએ,વિશાળ ગગનમાં પંખી બની ઉડવાના ઓરતા કોનેના હોય ? ચરોતરના ઉંબરા તરીકે જાણીતા ઉમરેઠ જેવા નાના નગરથી નીકળેલો હજુ માંડમૂછનો દોરો ફૂટ્યો છે તેવો માત્ર અઢાર વર્ષનો છોકરો આજે અમેરિકા સહિત યુરોપિયન દેશની માન્યતા પ્રાપ્ત FAA  ઇન્ટરનેશનલ પાયલટનું લાયસન્સ મેળવી પોતાના સ્વપ્નના આકાશમાં ઉડાન ભરી રહ્યો છે,સાર્થકના પરિશ્રમ અને પ્રારબ્ધની આ કહાનીમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા,પરંતુ મજબૂત નિર્ણય શક્તિએ આખરે ધારેલો ગોલ પૂરો કર્યો,તે સાથે 12માં ધોરણ પછી સફળ જીવન માટે કઈ લાઈન લેવી તે સમસ્યાથી ઝૂઝતા યુવાનો માટે ઉમદા દાખલો બનેલા સાર્થક ગોસ્વામીએ પરિવાર તેમજ વતન ઉમરેઠ સહિત સમગ્ર આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સાર્થક એનું નામ અને નામ પ્રમાણે જ પોતે ધારેલું લક્ષ્યાંક પૂરું કર્યું, સાર્થકને નાનપણ થી જ કાર અને વિમાનના રમકડાંનો શોખ હતો,પ્રથમથી અંગ્રેજી માધ્યમમાં ભણી રહેલા સાર્થકની કુંડળીમાં પણ વિદેશ યોગ લખેલો હતો અને જાણે વિધાતાના સંકેત એ તરફ ખેંચી રહયા હતા.જ્યારે તે પંદર વર્ષનો હતો ત્યારે પ્રથમ વખત હવાઈ સફર કરી અને આ સફરે જ તેની જિંદગીને નવો આયામ આપ્યો, સારસા ગામની સત કૈવલ હાઈસ્કુલમાં કોમર્સની પરીક્ષા આપી હવાઈમાર્ગે મોસાળ ગયેલ સાર્થકે પાયલોટ તરીકે કેરિયર બનાવવાની વાત પરિવાર સામે મૂકી,તે વખતે વિમાનની સફરની અસર હોવાનું જણાતા પરિવારે વાતને ગંભીરતાથી લીધી નહીં, કેમકે એવિએશન ફિલ્ડમાં જવા સાયન્સ લાઈન જોઈએ,અને દીકરાએ  કંપની સેક્રેટરી બનવા કોમર્સ લાઈન પસંદ કરી હતી,અને એવિએશન ફિલ્ડમાં જવું હોય તો સાયન્સ સબ્જેક્ટ ફરજીયાત જોઈએ,પરંતુ પાયલોટ જ બનવાના મક્કમ નિર્ધાર સાથે એક વર્ષ નો ડ્રોપ મૂકી ફરીથી સાયન્સ લાઈન જોઈન કરી અને ગગનવિહારનું પાયલટ બનવાનું સ્વપ્ન સાકાર કરવા મચી પડેલા કિશોરે આખરે ધો.12 સાયન્સનો અભ્યાસક્રમ ઉત્તમ માર્ક સાથે પૂર્ણ કરી,અમેરિકાની વાટ પકડી, પરંતુ રાહ આસાન હીટ મંજીલ અહીં થી વધુ કઠિન હતી,કેમકે યુ.એસમાં કોઈ સગુવહાલુ ત્યાં રાખવા હતું નહીં, અમદાવાદ એરપોર્ટ થી કતાર ઇન્ટરનેશનલ એરલાઇનમાં જ્યારે તે બેઠો ત્યારે તેની ઉંમર માત્ર 18વર્ષ અને 4 માસની હતી,અનેક તકલીફો અને સતત સંઘર્ષ અને નાની મોટી નોકરી કરી જાત મહેનતની કમાણીથી આખરે અમેરિકામાં આણંદ જિલ્લાનો સૌથી નાની ઉંમરનો સાર્થક ગોસ્વામીએ ઇન્ટરનેશનલ પાયલટ બની પરિવાર અને ઉમરેઠનું નામ રોશન કર્યું   

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: