આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં વારાહિ માતાજીનો ૨૬૧મો ઐતીહાસિક હવન હોજાશે.


-હવનમાં યજમાન પદે બિરાજવા ૪૦ વર્ષ રાહ જોવી પડે છે..! 
– હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦કીલો ઘી,૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે.
 
varahi.jpg
ઉમરેઠ નગરમાં ઐતિહાસિક વારાહિમાતાનો આસો સુદ-૯ ને ૧૮/૧૦/૨૦૧૮ ને ગુરુવારના રોજ શ્રી વારાહિમાતા હવન ચોકમાં શ્રી ચંન્દ્રકાન્તભાઈ દવેના આચાર્ય પદે  તેમજ ભાસ્કરભાઈ એચ.ભટ્ટ પરિવારના યજમાન પદે યોજાશે. હવનની તૈયારીઓમાં બાજખેડાવાડ જ્ઞાતિના સેવકો લાગી ગયા છે ત્યારે ખાસ કરીને બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા વારાહિમાતાજીના હવનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવી પહોચશે.ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસીક વારાહિમાતાના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી જતા હોય છે, આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહિમાતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, કહેવાય છે આ હવણ દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહિમાતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ઓગનીસ ગાંઠો મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, યજમાન ના ઘરે આ સમયે લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય છે, ખાસ કરીને બાજખેડાવાડ ભ્રાહ્મનોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા ચમત્કારી વારાહિમાતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે તેમજ હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦કીલો ઘી,૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરિકે કરવામાં આવે છે.ઉમરેઠમાં યોજાનારા આ ઐતિહાસિક હવનને સફળ બનાવના વારાહિમાતા ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષી સહિત ઉમરેઠનું તંત્ર ખડે પગે તૈયારીઓમાં લાગી ગયુ છે. ઉલ્લેખનીય છે કે સદર હવન પહેલા વિશિષ્ટપુજા કરવામાં આવે છે જે ત્રણ પ્રહરની હોય છે એટલે કે તે દિવસે સવારે દશ કલાકે ત્યાર બાદ સાંજે સાત કલાકે અને રાત્રે દશ કલાકે પુજા વિધિ કર્યા બાદ જ હવન શરૂ થાય છે. માતાજી જે સ્થળે પ્રગટ થયા હતા તે જ સ્થળ પર આ હવન કરવાની વર્ષો થી પરંપરા ચાલી રહી છે. આ હવનની ખાસ વિશેષતા તે છે કે હવન માટે કોઈ કુંડ બનાવવામાં આવતો નથી જમીન પર માત્ર ગાયનું ગોબર તથા માટીનું લીપણ જ કરવામાં આવે છે અને તેની ઉપર હવનમાં ઉપયોગમાં લેવાના કાષ્ટ ગોઠવવામાં આવે છે. વારાહી ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષીએ જણાવ્યું હતુ કે, વિક્રમ સંવત ૧૮૧૦ ઈ.સ ૧૭૫૪માં શ્રી વારાહી-અંબા માતાજીની મૂર્તિઓ ભોલવા કૂવા માંથી પ્રગટ થઈ હતી અંદાજે ૨૬૦ વર્ષ પૂર્વે શ્રી વારાહી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે મૂર્તિ હાલ જે મંદિર છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી મુકાઈ હતી. વારાહીમાતાજીના હવન નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે જેમાં તા.૧૮.૧૦.૨૦૧૮ના રોજ સવારે ૧૦ કલાકે પ્રાતઃ પુજા, સાજે ૭ કલાકે મહા આરતી, સાંજે ૭.૩૦ કલાકે હવન સ્થાપન પુજન, રાત્રે ૧૦ કલાકે રાત્રી પુજન, રાત્રે ૧૧.૦૦ કલાકે હવન પ્રારંભ તેમજ ૧૯.૧૦.૨૦૧૮ને શુક્રવારના રોજ સવારે ૬.૩૦ કલાકે હવનની પૂર્ણાહૂતિ યોજાશે. ત્યારબાદ વારાહી માતાજીના ગરબા સવારે માતાજીના સન્મુખ કરવામાં આવશે.
 
અંગ્રેજો પણ માતાજીમાં શ્રધ્ધા રાખતા…!
 
ઉમરેઠ- અંગ્રેજોએ પણ વારાહિમાતા હાજરા હજુર હોવાનો અનુભવ કર્યો હતો. જ્યારે અંગ્રેજોએ પણ મંદિરના ધાર્મિક મહત્વને ધ્યાનમાં લઈ મંદિરને એક તલવાર ભેટ તરિકે અર્પણ કરી હતી અને માતાજી પ્રત્યે પોતાન શ્રધ્ધા વ્યકત કરી હતી, આ તલવાર આજે પણ મંદિરમાં જ છે.
 
ચોર આંધળા થઈ ગયા..!
 
કહેવાય છે અંગ્રેજોના સમયમાં મંદિરમાં ચોરી કરવાના ઈરાદાથી કેટલાક ઈસમો પ્રવેશ્યા હતા, આ સમયે મંદિરની કેટલીક ચીજો તેઓ એ ખરાબ ઈરાદા સાથે લેતા તેઓ તુરંત આંધળા થઈ ગયા હતા અને ચોરી કરી મંદિરની બહાર પણ નિકળી શક્યા ન હતા , જ્યારે આ સમયે મંદિરના પૂજારી આવી પહોંચતા તેઓને પરિસ્થિતીનો તાગ મળી ગયો અને પૂજારીએ ચોરોને માતાજી સમક્ષ પોતાની ભૂલ કબૂલી માફી માગવા જણાવ્યુ, ચોરોએ સાચા દિલથી માફી માગતા તેઓને આખે દેખાવવાનું શરુ થઈ ગયુ હતુ. અને આ રીતે વારાહિ માતાજીએ પોતે હાજરા હજુર હોવાની ખાતરી આપી હતી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: