આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં ઓમ ગૃપ દ્વારા નાશિકવાળા હોલ ખાતે અને શ્રી ગૃપ દ્વારા એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્ય આયોજન.


 નગરના વાંટા સ્ટ્રીટમાં પણ શેરી ગરબાની રમઝટ જામશે.

IMG-20181007-WA0005.jpg
એક તરફ નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાધન ગરબે રમવા માટે થનગનાટ કરી રહ્યું છે, યુવાનો અને યુવતિઓ દ્વારા નવરાત્રીની ખરીદીને લઈ અંતીમ ઓપ આપી રહ્યા છે. ત્યારે બીજી બાજૂ ખેલૈયાઓને ગરબા રમવામાં મઝા પડે અને કોઈ મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે ગરબાના આયોજકો દ્વારા પણ તડામાર તૈયારીઓ અંતિમ ચરણમાં આવી ગઈ છે. ઉમરેઠમાં વાંટા વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં માં શેરી ગરબાની રમઝટ તો જામશે જ સાથે સાથે નગરમાં ઓમ ગૃપ દ્વારા નાશિકવાળા હોલ ખાતે તેમજ શ્રી ગૃપ દ્વારા એસ.એન.ડી.ટી મેદાન ખાતે ભવ્ય ગરબાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
 
ઉમરેઠના ઓમ ગૃપ દ્વારા નગરના નાશિકવાળા હોલ ખાતે ભવ્ય ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. ઓમ ગૃપ ભાવિન પટેલ અને અન્ય સભ્યોએ જણાવ્યું હતુ કે ઓમ ગૃપ દ્વારા વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી ગરબાનું સફળ આયોજન કર્યું હતુ ત્યાર બાદ હવે ૨૦૧૮માં પણ નગરના નાશિકવાળા હોલ ખાતે ગરબાનું ભવ્ય આયોજન હાથ હાથ ધરાયું છે અને તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતુ કે ગરબા ગ્રાઉન્ડમાં હજાર થી પંદર સો સુધી ખેલૈયા વ્યવસ્થિત ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેને પગલે ખેલૈયા ગરબા રમવામાં ગીચતા ન અનુભવે આ ઉપરાંત પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થામાં સાત સો થી નવ સો લોકો બેસીને તેમજ તેટલાજ પ્રેક્ષકો ઉભા ઉભા પણ ગરબાનો આનંદ લઈ શકે તેવી વ્યવસ્તથા કરવામાં આવી રહી  છે. ઓમ ગૃપના સભ્યોએ ઉમેર્યુ હતુ કે ગરબા રમવા માટે યુવાનો અને યુવતિઓ માટે ટ્રેડીશનલ ડ્રેસ ફરજિયાત રાખેલ છે જેથી ગરબાની ગરીમા જળવાઈ રહે. તેમજ ગરબા રમવા કે જોવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલ નહી કરવામાં આવે યુવાનો અને યુવતિઓ તમામ માટે ગરબા રમવા અને જોવા માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવેલ છે, સાથે સાથે તેઓએ ઉમેર્યુ હતુ કે આ વર્ષે અદાજે ગરબામાં દશ લાખ જેટલો ખર્ચ આવશે.
 
રાજશ્રી વૃંદ દ્વારા ગરબાની રમઝટ – ઉમરેઠના ઓમ ગૃપના ગરબામાં વિદ્યાનગરનું રાજશ્રી વૃંદ યુવાધનને હિલોઢે ચઢાવશે,તેમ જણાવતા ગૃપના સભ્યોએ જણાવ્યું હતુ કે, રાજશ્રી વૃંદ દ્વારા અનેક ગરબાના સહીત કાર્યક્રમ આપવામાં આવ્યા છે, વિદ્યાનગર સહીત ચરોતરમાં તેમજ વિદેશમાં પણ રાજશ્રી વૃદના સભ્યો દ્વારા કાર્યક્રમ કરેલ છે અને આ વર્ષે ઉમરેઠના યુવાધનને રાજશ્રી વુંદ ઓમ ગૃપના માધ્યમ થી હિલોઢે ચઢાવશે.
 
ગરબા માંથી બચેલ ફંડ દ્વારા સેવાકિય પ્રવૃત્તો કરાય છે. – ઓમ ગૃપ
ઉમરેઠના ઓમ ગૃપના સભ્યોએ જણાવ્યું હતુ કે ગરબા મહોત્સવમાં અંદાજે દશ લાખ જેટલો ખર્ચ થશે અને આ દરમ્યાન જે રૂપિયા બચશે તે માંથી સામાજિક અને ગરીબો માટે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવશે ભૂતકાળમાં ગરબા દરમ્યાન બચેલા રુપિયા માંથી દિકરી વ્હાલ નો દરીયો કાર્યક્ર્મ યોજ્યો હતો, આ માટે ગરીબ લોકોને ભણવા માટે તેમજ ગરીબ ઘરની યુવતોને મેરેજ માટે સહાય પણ આપવાનું કાર્ય કરવામાં આવે છે, ગૌરી વ્રતમાં યુવતિઓ ને આઈસ્ક્રીમ વિતરણ તેમજ નગરના ધાર્મિક સ્થળો પર શ્રધ્ધાળુંઓને બેસવા બાકડા તેમજ શિક્ષન સંકુલમાં મિનરલ વોટર પ્લાન્ટ ની પણ ઓમ ગૃપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પણ ગરબામાં જે પૈસા વધશે તે માંથી લોક ઉપયોગી સેવા કાર્ય માટે પૈસા નો ઉપયોગ કરવા તેઓઈ ખાતરી આપી હતી. 
Screenshot_20181007-134151_1
 

ઉમરેઠ નગરમાં આ વર્ષે એસ.એન.ડી.ટી મેદાન ખાતે શ્રી ગૃપ દ્વારા તા.૧૦.૧૦.૨૦૧૮ થી ૧૮.૧૦.૨૦૧૮ સુધી નવરાત્રી મહોત્સવની ઉજવણી શિવનાદ વૃંદના સથવારે કરવામાં આવશે. નવરાત્રી મહોત્સવ દરમ્યાન ભાઈઓ તેમજ બહેનો માટે ફ્રી માં ગરબા રમવાની સુવિધા સહીત બહેનો માટે બેઠક વ્યવસ્થા પણ ફ્રી માં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવતા શ્રી ગૃપના હર્ષ શહેરાવાળાએ જણાવ્યું હતુ કે, સુરક્ષ કારણ થી ભાઈઓ માટે ગરબા રમવા માટે આઈ.કાર્ડ ફરજિયાત છે, જે વિનામુલ્યે રજિસ્ટ્રેશન કરાવી શ્રી ગૃપની ઓફિસ ખાતે થી મેળવી શકાશે. તેઓએ ઉમેર્યુ હતુ કે, ભાઈઓ માટે પ્રવેશ પણ ફ્રી રાખવામાં આવ્યો છે, અને ઉભા-ઉભા ભાઈઓ ગરબાનો આનંદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભાઈઓએ માત્ર બેસીને ગરબાનો આનંદ લેવો હોય તો જ પાસ લેવા જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, નગરના એસ.એન.ડી.ટી મેદાનમાં ગરબા રમવા માટે ખેલૈયાઓને વધુ જગ્યા મળશે અને જે લોકો ગરબા જોવા માગતા હોય તેઓ માટે પણ વધારેમાં વધારે વિશાળ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડમાં દાતાશ્રીઓ તેમજ મહેમાનો માટે અલાયદી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને ગરબા ગ્રાઉન્ડમાં ફુડ કોર્ટ પણ ઉભી કરવામાં આવશે જેથી ખેલૈયા સહીત ગરબાનો આનંદ લેવા આવેલા લોકો ગ્રાઉન્ડ માંજ રીફ્રેશ થઈ શકે. નગરના ખેલૈયાઓ તેમજ ગરબા રસીકો શીવનાદ ગૃપના સથવારે ઝુમવા માટે થનગનાટ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

શીવનાદ વૃંદ દ્વારા ગરબાની રમઝટ – શ્રી ગૃપ દ્વારા આયોજીત ગરબા મહોત્સવ-૨૦૧૮માં દર વર્ષની જેમ આ વર્ષે પણ શીવનાદ વૃંદ દ્વારા શદાશિવ દવે અને સ્મૃતિ દવેના ગરબાના તાલે ઉમરેઠનું યુવાધન હિલોઢે ચઢશે ઉલ્લેખનીય છે કે શીવનાદ વૃંદ ઉમરેઠમાં ખાસ્સુ લોકપ્રિય છે આ ઉપરાંત શવનાદ ગૃપ તાજેતરમાં જલસો લાઈવ જિમિંગ માં પણ પોતાની કલા પ્રસ્તુત કરી સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય થઈ ગયું છે શીવનાદ વૃંદ દ્વારા ચરોતર સહીત દેશના વિવિધ રાજ્યમાં પોતાના ગરબા શો કરેલા છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: