આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ ભટ્ટવાડી પોળ યુવક મંડળ દ્વારા… પેપર પસ્તી અને લોટ થી બનાવેલ ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર..!


bpym.jpg

ઉમરેઠની ભટ્ટવાળી પોળ ખાતે નવમો ગણેશ મહોત્સવ ભક્તિભેર ઉજવાઈ રહ્યો છે. આ વખતે ભટ્ટવાળી પોળ યુવક મંડળ દ્વારા પર્યાવરણની જાળવણી થાય તે હેતુ થી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠની ભટ્ટવાળી પોળ યુવક મંડળના ગણેશજી પેપરની પસ્તી,ચચુકાનો લોટ અને અન્ય લોટની મદદ થી બનાવામાં આવ્યા છે, જેથી આ મૂર્તિ કોઈ પણ રીતે પર્યાવરણને નુકશાન નહી પહોંચાડે. આ અંગે વધુ માહીતી આપતા બિંદલ લખારાએ જણાવ્યું હતુ કે, ગણેશજીને વિધ્નહર્તા તરીકે આપણે પુજીયે છે, અને વિધ્નહર્તા ની પ્રતિમાં જ અન્ય જીવજંતુ કે પર્યાવરણ માટે વિધ્ન ન બને તે હેતુ થી ભટ્ટવાળી પોળ યુવક મંડળ દ્વારા નવમા ગણેશ મહોત્સવની ઉજવણી માટે ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું વિચાર્યું હતુ, સદર વિચારને ઉમરેઠના જયંતભાઈ પેઈન્ટરે તેઓની કૂનેહ થી આકાર આપીને ભટ્ટવાળી પોળ યુવક મંડળના ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી હતી. જયંતભાઈ પેઈન્ટરે જણાm વ્યું હતુ કે પેપર પસ્તીને પાણીમાં પલાળી તેની લુગદી બનાવી હતી, લુગદી દ્વારા બનાવેલ મૂર્તિના વિવિધ ભાગને ચોટાળવા માટે લોટ અને ચચુકાના ભુક્કાનો ઉપયોગ કરી મૂર્તિને અંતિમ ઓપ પાપ્યો હતો લગભગ પંદર થી વીશ દિવસની અથાગ મહેનત બાદ મૂર્તિ બનીને તૈયાર થઈ હતી. વધુમાં ભટ્ટવાળી પોળ યુવક મંળડના સભ્યોએ ઉમેર્યું હતુ કે, ગણેશ પંડાલમાં બિરાજમાન ઈકોફ્રેન્ડલી ગણેશજી વધુ આકર્ષક લાગે તે માટે પંડાલને મહેમદાવાદના ગણેશ મંદિરનો આકાર આપી સજાવવામાં આવ્યો છે, અને પેપર-પસ્તી અને લોટ માંથી બનેલ ગણેશજીની મૂર્તિ લગભગ સાઠા પાંચ ફુટ ઉંચી છે. જેને પગલે ઉમરેઠ પંથકમાં ભટ્ટવાળી પોળના ગણેશજીના દર્શનાર્થે આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. ઈકોફ્રેન્ડલી ગણેશજીને કારણે ઉમરેઠના ભટ્ટવાળી પોળ યુવક મંડળના સભ્યોમાં ગણેશ મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ છે અને ભક્તિ સાથે વાતાવરણને જાળવીને યુવાનોએ સમાજમાં એક સુંદર સંદેશો પાઠવ્યો છે જેની ચોફેર પ્રશંશા થઈ રહી છે.

Comments are closed.

%d bloggers like this: