આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

૧૮૦ વિદેશી યુવાનો ૮૨ રીક્ષા દ્વારા કોચીન થી જેસલમેરના પ્રવાસે નિકળ્યા..!


મૂળ ઉમરેઠ તાલુકાના ત્રણ યુવાનોનું ભરોડા ખાતે ભવ્ય સ્વાગત તેમજ સન્માન કરાયું

b1.jpg

b2.jpg

યુવાધન હંમેશા લીન્ક થી હટી કાંઈ નવું કરવા માટે તત્પર રહે છે. તેમાં પણ હરવા-ફરવાના શોખ ધરાવતા યુવાનો પોતાના શોખ પુરા કરવા સાઈકલ, બાઈક જેવા ટુ-વ્હિલર પર મેરોથોન પ્રવાસે નિકળી જતા પણ અચકાતા નથી. આવીજ રીતે અમેરીકા, ઓસ્ટ્રીલીયા, યુ.કે જેવા દેશના કુલ ૧૮૦ જેટલા યુવાનો હાલમાં ભારત આવી પહોંચ્યા છે જેઓએ તા.૧.૪.૨૦૧૮ થી કોચીન થી પોતાની યાત્રા રીક્ષા દ્વારા શરૂ કરી છે જે તા.૧૪.૪.૨૦૧૮ના રોજ જેસલમેર પહોંચશે. આ દરમ્યાન તેઓ કેરેલા થી રાજસ્થાન વચ્ચે આવતા વિવિધ રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં રીક્ષા દ્વારા પહોંચી ગામડામાં વસતા ભારતના દર્શન કરી અનોખો અનુભવ કરશે. પહેલી એપ્રિલ થી ૧૮૦ જેટલા યુવાનો ૮૨ રીક્ષા દ્વારા કોચીન થી જેસલમેર સુધીનો લગભગ ૩૨૦૦ કી.મી ની મુસાફરી રીક્ષામાં પૂર્ણ કરશે આ માટે તેઓએ યાત્રા પ્રારંભ પણ કરી દીધી છે અને હાલમાં તેઓ ગુજરાતના ગામડા ખુદીને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યા છે. ૧૮૦ વિદેશી યુવાનો પોતાની રીતે જેસલમેર જવાના માર્ગે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં થી પસાર થઈ રહ્યા છે, ત્યારે આ ૧૮૦ વિદેશી યુવાનોના ગૃપમાં અમેરીકાના આકાશ પટેલ, અજય પટેલ અને રાજકુમાર પટેલ પણ સામેલ છે. જેઓ મૂળ આણંદ જિલ્લાના વતની હોવાને કારણે તેઓ પોતાની રીક્ષા લઈને આજે આણંદ પોતાના વતન આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું ગ્રામ્યજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ગ્રામ્યજનો દ્વારા મળેલા અભૂતપૂર્વ આવકાર થી ભાવવિભોર થયેલા એન.આર.આઈ યુવાનોએ ભારતના ગામડાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હોવાનું ઉમેર્યું હતું. વધુમાં ૧૮૦ વિદેશી યુવાનોના ગૃપમાં મૂળ ઉમરેઠના ભરોડા ગામના વતની આકાશ પટેલે જણાવ્યું હતુ કે તેઓનો પરિવાર વર્ષો થી અમેરીકામાં સ્થાહી થયેલ છે, તેનો જન્મ પણ અમેરીકામાં થયો હતો આ પહેલા તેઓ ભારતની મુલાકાત કરેલ છે પરંતુ ભારતના ગામડાનું જીવન જોવા માટે તેઓ અને તેઓના જૂદા જૂદા દેશના યુવાનોના ગૃપ દ્વારા ભારતના કેરેલા થી રાજસ્થાન સુધીનો રીક્ષા પ્રવાસ ગ્રામ્ય વિસ્તારના માર્ગે થી પુરો કરવાનું આયોજન કર્યું છે. તેઓએ ઉમેર્યું હતુ કે યુવાનો દ્વારા ભારતમાં ચેરીટી માટે પોતાના મિત્ર વર્તુળ તેમજ અન્ય સ્વજનો પાસે થી ખાસ ફંડ એકઠું કર્યું છે, જે ભારતમાં સ્માઈલ ફાઉન્ડેશન નામની સંસ્થાને સુપ્રત કરવામાં આવશે. આ ઉપરાંત અમેરીકાની કુલ અર્થ ફાઉન્ડેશનમાં પણ તેઓ અમુક ફંડ આપવાના છે. અમેરીકાની કુલ અર્થ ફાઉન્ડેશન જંગલ વિસ્તારના રક્ષણ માટે કામ કરે છે જ્યારે ભારતની સ્માઈલ ફાઉન્ડેશન બાળકોના શિક્ષણ માટે કાર્યરત છે. તેઓએ ઉમેર્યું હતુ કે ૧૮૦ યુવાનોના ગૃપમાં તેઓ સાથે મૂળ ભાલેજના અને અમેરીકા સ્થીત અજય પટેલ અને મૂળ ત્રણોલના અમેરીકા સ્થીત રાજકુમાર પણ સાથે છે. તેઓ ભરોડા સાથે ત્રણોલ અને ભાલેજ ગામની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારના જીવન થી રૂબરૂ થયા હતા. ભરોડા ખાતે ત્રણેય યુવાનનું કબીર મંદિર તેમજ પ્રણામી મંદિરના મહાંતશ્રીઓ દ્વારા અને નવયુવક મંડળ દ્વારા સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું.

રીક્ષામાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરવાની સુગમતા રહે છે- રાજકુમાર
મૂળ ત્રણોલના અને હાલ અમેરીકા સ્થાહી થયેલ રાજકુમારે જણાવ્યું હતુ કે ભારતમાં રીક્ષા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરવાની અનોખી મઝા છે. વિદેશમાં તેમજ સામાન્ય ટુરમાં લગઝરી કાર અને બસમાં ફરવાનું થતુ જ હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ફરવા માટે ભારતમાં રીક્ષા ખુબજ સુગમ માધ્યમ છે. તેઓએ ઉમેર્યું હતુ કે કેટલીક રીક્ષાઓમાં વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે જેથી પ્રવાસમાં માળખાગત સુવિધાઓ મળી રહે 

પ્રવાસની મઝા સાથે સેવાનો પણ લાહ્વો મળશે. – આકાશ પટેલ

મૂળ ભરોડાના અને હાલ અમેરીકા વસ્તા આકાશ પટેલે જણાવ્યું હતુ કે તેઓ ભીખુભાઈ પટેલ (ચેરમેન-ચારૂતર વિદ્યા મંડળ)ના ભત્રીજા છે, તેઓના પિતા વિદેશમાં રહીને પણ સતત વતન પ્રેમની વાતો વાગોળતા રહે છે જેને કારણે ભારતમાં સદર પ્રવાસ દરમ્યાન તેઓ ભરોડા આવી પહોંચ્યા હતા. તેઓએ ઉમેર્યું હતુ કે પ્રવાસ માટે અમે વિવિધ મિત્રો અને સહયોગીઓ પાસે થી ફંડ એકત્રીત કર્યું હતુ જે તેઓ જંગલ અને પર્યાવરન માટે કામ કરતી કુલ અર્થ ફાઉન્ડેશન (અમેરીકા) અને બાળકો માટે કામ કરતી સ્માઈલ ફાઉન્ડેશન (ભારત)ને સુપ્રત કરશે અને પ્રવાસ સાથે સેવાનો લાભ મેળવશે. 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: