આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના સદાશિવ દવેને શ્રેષ્ઠ સંગીત કલાકાર તેમજ આર્ષ વિદ્યાકલા એવોર્ડ એનાયત કરાયો.


davedave2

ઉમરેઠના શીવનાદ વૃંદના સંચાલક અને નડિયાદ શારદા મંદિર સ્કૂલના સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા સદાશિવ દવેને તાજેતરમાં નડિયાદ ખાતે પોતાના સંગીત ક્ષેત્રે મહત્વના યોગદાન બદલ બાલકન જી બારી દ્વારા શ્રેષ્ઠ સંગીત કલાકાર-૨૦૧૮ તેમજ આર્ષ વિદ્યા આરણ્યમ ટ્રસ્ટ દ્વારા પુજ્ય સ્વામિ મુદિતવદનાનંદજી તથા નિર્ગુણદાસજી મહારાજ (સંતરામ મંદિર)ના હસ્તે આર્ષ  વિદ્યા કલા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં સદાશિવ દવેએ જણાવ્યું હતુ કે, સંગીત પ્રત્યે પહેલે થી તેઓને રૂચિ રહી છે અને મોસાળ પક્ષ તરફ થી સંગીત વારસામાં મળ્યું છે. પંડિત ઓમકારનાવ ઠાકુરના શિષ્ય શ્રી ગોવિંદપ્રસાદ ત્રિવેદીના તેઓ દોહિત્ર ભાણેજ છે. તેઓએ ઉમેર્યુ હતુ કે આણંદ સ્થીત પુજ્ય ઈશ્વરભાઈ પારેખ સાથે રહીને સંગીત વિશારદ પૂર્ણ કર્યા બાદ સંગીતને સદાય સજીવન રાખવાના ગુરુમંત્ર સાથે તેઓ હાલ છેલ્લા ૧૩ વર્ષ થી શારદા મંદિર સ્કૂલ નડિયાદ ખાતે વિદ્યાર્થીઓને સંગીતના પાઠ ભણાવી રહ્યા છે, તેમજ શીવનાદ વૃંદના તેઓ સફળ સંચાલક છે અને સમગ્ર ભારતમાં તેઓએ લગભગ ૪૬૯ થી પણ વધુ કાર્યક્રમો રજુ કરી લોકોની ચાહના મેળવી છે, ઉમરેઠમાં છેલ્લા બે-ત્રણ વર્ષ થી યુવાધનને ગરબે ઝુમવા તેઓનો જ કંઠ અને સંગીત મજબુર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શદાશિવ દવે પાસે થી સંગીત વિદ્યા મેળવનાર વિદ્યાર્થીઓ વાદન તેમજ ગાયન ની વિવિધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ચુક્યા છે અને શારદા મંદિરનું નામ રોશન કર્યું છે. પોતાની સંગીત યાત્રા અંગે વધુ તાલ સાથે શદાશિવ દવેએ જનાવ્યું હતુ કે મારા જીવનમાં હમસફર બનનાર સ્મુતિ દવે તેઓની સંગીત યાત્રામાં પણ તેઓ સાથે જોડાઈ ગયા છે, ઉમરેઠમાં તેઓ નવરાત્રિ દરમ્યાન તેમજ વિવિધ સંગીત કાર્યક્રમમાં તેઓ પણ પોતાના મધુર કંઠનો સાથ આપી સંગીતની આરાધનામાં મગ્ન બની ગયા છે. શિક્ષક સાથે તેઓએ સ્વરકાર તેમજ સંગીતકાર તરીકે પણ ભૂમિકા અદા કરી છે જેમાં તેઓએ ગીતો,ગઝલો,અને કાવ્યો થઈ ૨૫૦ થી વધુ રચનાઓ સ્વરાંકિત કરેલ છે. નડિયાદ સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ લિખિત રામમસ્તી પદસંગ્રહ ની રચનાઓ સ્વરાંકિત કરી તેને સંગીત નિર્દેશન કરી ઓડીયો આલ્બમ પણ પ્રસિધ્ધ કરેલ છે. આ સાથે અનુપમ મિશન મોગરી સ્થિત સંત ભગવંત પુજ્ય સાહેબદાદાના દિવ્ય સાનિધ્યમાં “અમે બ્રહ્મ જ્યોતિમાં ખિલ્યારે..શ્રીજીના ફુલ” ,ગઝલ આલ્બમ “અધુરે સપને” તેમજ બાળગીત “ફુલવારી” જેવા લોકપ્રિય આલ્બમ સંગીત આપી સંગીતકારની પણ ભૂમિકા અદા કરેલ છે. નડિયાદની બે નામાંકિત સંસ્થાઓ દ્વારા ઉમરેઠના સદાશિવ દવેને સન્માનીત કરી એવોર્ડ અર્પણ કરવા બદલ ઉમરેઠની પ્રજા અને નડિયાદ શારદા મંદિર-વિદ્યોજનક મંડળના મેનેજીંગ ટ્રસ્ટી પૂ.સુનિલભાઈ પંડ્યાએ ગૌરવની લાગની સાથે તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: