આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ – ડમ્પર વીજ લાઈન સાથે ટકરાતા ૫ વીજ થાંભલા, ૧ ડી.પી ધરાશય


રાત્રીના ૨.૧૫ કલાકની આસપાસ બનેલી ઘટના, એમ.જી.વી.સી.એલને લાખ્ખોનું નુકશાન

This slideshow requires JavaScript.

ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના લગભગ ૨.૧૫ કલાકે એક ડમ્પર ગફલત ભરી રીતે હંકારતા ડમ્પર વીજ લાઈન સાથે ટકરાયું હતુ જેને કારને સદર વીજ લાઈન સાથે જોડાયેલા ૫ જેટલા વીજ થાંભલા અને એક ડી.પી ધરાશય થઈ ગઈ હતી અને અડધા ઉમરેઠમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તારમાં નગરના મુખ્ય દરવાજા પાસે થી પસાર થતા હાઈવે રસ્તા ઉપર થી એક અજાણ્યું ડંપર પુર ઝડપે જઈ રહ્યું હતુ જે પોલીસ સ્ટેશન થી ગામ તરફ જતી વીજ લાઈન સાથે ટકરાતા સદર લાઈન પર આવતા પાંચ જેટલા વીજ પોલ ધરાશય થઈ ગયા હતા. અચાનક વીજ પોલ ધરાશય થતા બસ સ્ટેશન વિસ્તાર માંથી પસાર થતા અન્ય વાહનો પોતાની જગ્યાએ ઉભા રહી ગયા હતા પરંતુ ડંમ્પર ચાલક ત્યાંથી ફરાર થવામાં સફળ થયો હતો. ઉમરેઠ એમ.જી.વી.સી.એલ કચેરી ઘટના સ્થળ થી માંડ ૨૦૦ મીટર દુર હોવાને કારણે તાબળ તોળ એમ.જી.વી.સી.એલ ના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રસ્તો ક્લિયર કરી ટ્રાફિક પુર્વવત કર્યો હતો. સદનસીબે વીજ કરંટ કે વીજ પોલ પડવાને કારણે કોઈ જાનહાની ન થઈ હોવાને કારણે એમ.જી.વી.સી.એલ ના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે ઉમરેઠ ટાઉન ઈજનેર આનંદભાઈ ધોખાઈએ જણાવ્યું હતુ કે વીજ થાંભલા ઉભા કરી ડી.પી કાર્યરત કરવા યુધ્ધના ધોરણે કામ શરૂ કરી સવારના સમયે વીજ પુરવઠાથી પ્રભાવીત થયેલા કેટલાક વિસ્તારમાં બેક-અપ એનર્જી થી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો જ્યારે બાકીના વિસ્તારમાં પણ વહેલી તકે વીજ પૂરવથો પૂર્વવત કરવા એમ.જી.વી.સી.એલના અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગી ગયા હતા. તેઓએ ઉમેર્યું હતુ કે સદર ઘટનાના પગલે એમ.જી.વી.સી.એલને માતબર નુકશાન થયુ છે અને સ્થાનિકોને અગવડતાનો સામનો કરવો પડ્યો છે, સમગ્ર ઘટના માટે જવાબદાર ડમ્મપ ચાલક સામે તેઓ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: