આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

મહાગુજરાત ચળવળમાં શહીદ થયેલા ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશ ભટ્ટને પુષ્પાંજલી અર્પણ કરાઈ.


મહાગુજરાત ચળવળમાં કેટલાય લોકોએ શહીદ થયા હતા જેમાં ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશભાઈ ભટ્ટ પણ શહીદ થયા હતા. ઉમરેઠમાં આવનારી પેઢીને સ્વ.સુરેશભાઈ ભટ્ટનું બલીદાન સ્મરણમાં રાખે તે માટે તેઓની યાદમાં ભાટવાડા વિસ્તારમાં વાંચનાલય સામે ખાંભી બનાવવામાં આવી હતી જ્યાં શહીદ દિવસે નગરની સેવાકીય સંસ્થાઓ દ્વારા તેઓને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવે છે, આજે ઉમરેઠની ગુજરાતી શાળા નં.૧ ના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સામાજિક સેવકો દ્વારા સ્વ.સુરેશભાઈ ભટ્ટની ખાંભી પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વ.સુરેશભાઈ ભટ્ટના બલીદાનને સૌ કોઈએ યાદ કર્યું હતું. આ સમયે હરિવદનભાઈ ભટ્ટએ જણાવ્યું હતુ કે, જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ન હતી ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય અસ્તીત્વમાં હતું, જેમાં થી ગુજરાતને છુટુ કરવા માટે ગુજરાતીઓ દ્વારા જે ચળવળ કરવામાં આવી હતી જેમાં સ્વ.સુરેશભાઈ ભટ્ટએ સક્રીય રીતે ભાગ લીધો હતો અને તેઓ શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે મહાગુજરાતની ચળવળમાં ઉમરેઠના ત્રણ પનોતા પૂત્રો સ્વ.સુરેશ ભટ્ટ, સ્વ.હરિહર ખંભોળજા તેમજ સ્વ.અશોક ભટ્ટએ મહત્વનું યોગદાન આપ્યું હતુ જેમાંથી સ્વ સુરેશ ભટ્ટ મહાગુજરાત ચળવળ દરમ્યાન શહીદ થયા હતા. .હરિહર ખંભોળજા અને સ્વ. અશોક ભટ્ટએ ગુજરાતની રાજનીતીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. આ ત્રણેય ઉમરેઠના સપૂતોને તેમના બલીદાન અને ગુજરાત પ્રત્યેના પ્રેમને કારણે ઉમરેઠની પ્રજા અને ખાસ કરીને બ્રહ્મસમાજ ક્યારે પણ નહી ભૂલે. શ્રધ્ધાંજલિ કાર્યક્રમ દરમ્યાન ઉમરેઠ નગરપાલિકાના સભ્ય ભદ્રેશભાઈ વ્યાસ, ગૌ સેવક ધનંજય શુક્લ, સામાજિક કાર્યકર અનીલભાઈ ત્રિવેદી, ગુજરાતી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.

Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: