આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

શ્રી નારાયણ સ્કૂલ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને ચારિત્રનું ઘડતર કરશે – પૂ.ગણેશદાસજી મહારાજ


ઉમરેઠમાં સંતરામ મંદિર સંચાલિત શ્રી નારાયણ સ્કૂલના પ્લે ગૃપ,જુનિયર તેમજ સિનિયર કે.જી વિભાગનો આરંભ થયો.

ઉમરેઠના વિદ્યાર્થીઓને ભણતર માટે પોતાના મા-બાપ થી દુર ન જવું પડે અને ઘર આંગણે સારું શિક્ષણ મળી રહે તે માટે ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા મુખ્ય દાતા શ્રી દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા)ના માતબર દાનથી ઉમરેઠ નગરમાં શ્રી નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની શરૂઆત કરવા જઈ રહ્યું છે તેમ જણાવતા ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે પ્રાસંગિક પ્રવચન કરતા શ્રી દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા)નો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થીત ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ સભ્ય લાલસિંહભાઈ વડોદીયા તેમજ હરિનભાઈ પાઠક (ડીરેક્ટર, ફર્ટીલાઈઝર), એમ.બી.શર્મા (આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી) ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલ તેમજ દાતાશ્રી પરમાનંદભાઈ પટેલ(ઓડ) અને બ્રહ્મકુમારી નિતાબેન સહીત ઉપસ્થીત મહાનુંભાવો અને સંતરમ મંદિરની વિવિધ શાખાના સંત-મહંતશ્રીઓને આવકાર આપી દિપ પ્રાગટ્ય કર્યું હતું. તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં શિક્ષણનો વેપલો થઈ રહ્યો છે ત્યારે આવા કપરા સમય માં વાલીઓએ પોતાના બાળકને શિક્ષણ આપવા માટે અઢળક નાણા ખર્ચ કરવા પડે છે, જેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ઉપર ખુબજ આર્થિક બોજો પડે છે જેથી નજીવી ફી થી કોઈ પણ જાતના ડોનેશન વગર સંતરામ મંદિર સંચાલિત શ્રી નારાયણ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં જુ.કે.જી અને સિ.કે.જીના વર્ગો શરૂ થયા છે હાલમાં પ્રથમ વર્ષે ૨૪ જેટલા વિદ્યાર્થીઓએ દાખલો મેળવ્યો છે, આવતા વર્ષે જેમ જેમ સ્કૂલનું બાંધકામ શરૂ થશે તેમ તેમ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધવા લાગશે. વિદ્યાર્થીઓ ને ભણતર માટે અનુકુળ વાતાવરણ સ્કૂલમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની તેઓએ તૈયારી બતાવી હતી. શાળાનો સમય હાલમાં ૮ થી ૧૨ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં શાળા માંજ ટ્યુશન પણ વિદ્યાર્થીઓને મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવશે. સંતરામ મંદિર દ્વારા શાળામાં અલ્પાહારની પણ વિના મુલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે. સ્કૂલની શરૂઆત કરવા માટે સહયોગ કરનાર તમામ લોકોનો શ્રી ગણેશદાસજી મહારાજે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતા ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી)એ નગરમાં શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં કોમ્યુટરનો યુગ ચાલી રહ્યો છે જેથી શાળામાં વિદ્યાર્થીઓને કોમ્યુટરનું શિક્ષણ મળે તે માટે શાળાને જેટલા કોમ્યુટરની જરૂર હોય તે તેઓની ગ્રાન્ટ માંથી આપવાની જાહેરાત કરી હતી. વધુમાં રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયાએ શાળાના મકાનના બાંધકામમાં ત્રણ વર્ગ ખંડ માટે પોતાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી સાથે સાથે તેઓએ ભવિષ્યમાં પણ સ્કૂલના વધુ નિર્માણ માટે અન્ય નાણાકિય વર્ષમાં ગ્રાન્ટ ની ફાળવણી કરવા તૈયારી બતાવી હતી. ઉલ્લેખ્ખનીય છે કે, શાળાનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલે તે માટે શિક્ષણ જગતને લગતા અનુભવી સંચાલકોની નિમણુક કરવામાં આવી છે જેઓ શાળાનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીના એડમીશનને લગતી કાર્યવાહી કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ તેમજ દિપકભાઈ શેઠે કર્યું હતું.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: