આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠની શ્રી સરસ્વતી સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી


એન.સી.શાહ (રી.આર્મી ઓફિસર, યુ.એસ.એ) સાથે વિદ્યાર્થીઓએ વાર્તાલાપ કયો.

This slideshow requires JavaScript.

ઉમરેઠ ખાતે ૬૮માં પ્રજાસત્તાક દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સરસ્વતિ વિદ્યાલય ખાતે એન.સી.શાહ (રીટાયર આર્મી ઓફિસર, યુ.એસ.એ) ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ સમયે શાળાના ચેરમેન ર્ડો.મધુસુદનભાઈ ભગત, આચાર્ય રાકેશ ગુરુજી, મુકેશભાઈ દોશી શાળાના શિક્ષકો સહીત વિદ્યાર્થીઓએ ઝંડાને સલામી આપી હતી અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો હતો. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજીત સમારોહમાં અતિથિ વિશેષ પદે એન.સી.શાહ અને મુખ્ય મહેમાન પદે મુકેશભાઈ દોશી ઉપસ્થીત રહ્યા હતા, તેઓનો શાબ્દિક પરિચય શાળાના ચેરમેન ર્ડો.મધુસુદન ભગતે આપ્યો હતો. પ્રાસંગિક પ્રવચન કરતા એન.સી.શાહએ પોતાની આગવી શૈલીમાં પોતાના દેશ અને ગામ સાથેના પોતાના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા અને જણાવ્યું હતુ કે,પોતના ના વતનમાં પ્રજાસત્તાક દિવસ નિમેત્તે ધ્વજવંદન કરવાની અમુલ્ય તક મળી છે તે અવિસ્મરણીય છે. આ સાથે ભારત અને અમેરીકાની સરખામણી કરી આપણા દેશની સંસ્કૃતિ,સ્વભાવના ભારોભાર વખાણ કર્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને માતૃભાષા અને પુષ્ટીમાર્ગના મહત્વ, શોશિયલ મિડીયા, ભારતની વિજ્ઞાન ક્ષેત્રે અગ્રેસરતા અને યુ.એસ આર્મી અંગે સવિસ્તાર માહીતી આપવા માટે ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ સાથે વિશેષ વાર્તાલાપ કર્યો હતો જેમાં વિદ્યાર્થીઓને પજવતા વિવિધ પ્રશ્નોનું શરળ રીતે તેઓએ માર્ગદર્શન આપ્યુ હતુ. ધ્વજ વંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ સહીત રમત ગમત ક્ષેત્રે આગવું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિદ્યાભારતી સંલગ્ન શાળાઓના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ રમતોત્સવ કાર્યક્રમમાં ઉમરેઠની શ્રી સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ સંગીતવાદન, લાંબીકૂદ, કબ્બડી જેવી રમતોમાં અગ્રેસર રહ્યા હતા અને પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતુ, સદર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષકો અને શિક્ષિકા બહેનોને પણ સંસ્થાના ચેરમેન ર્ડો.મધુસુધન ભગત અને પ્રધાનાચાર્ય રાકેશભાઈગુરૂજીએ અભિનંદન પાઠવ્યા હતા.

2 responses to “ઉમરેઠની શ્રી સરસ્વતી સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી

  1. Navnit Shah January 26, 2017 at 4:17 pm

    It was pleasure meeting/talking to you. Thank you so much for great coverage with photos. Very impressive that you are doing it quick. Congratulations. Please keep up the good work

    Sent from my iPhone

    >

    Like

    • VIVEK DOSHI January 26, 2017 at 4:33 pm

      શ્રી એન.સી.શાહ સાહેબ
      મને પણ તમોને મળી ને આનંદ થયો, પુષ્ટીમાર્ગ સહીત સાહીત્ય,શિક્ષણ અને સંરક્ષણ ક્ષેત્રે પણ તમે ઉંડું જ્ઞાન ધરાવો છો, વાર્તાલાપ દરમ્યાન તમે કરેલ વાતો વિદ્યાર્થીઓ અને ઉપસ્થીત તમામ શ્રોતાઓને લાભદાયી નિવડશે તેમ મારું માનવું છે. વિશેષ મારા માટે તમારા શબ્દો મારા માટે પ્રોત્સાહક છે. તમારા જેવા વડીલોના આશિર્વાદ થી આજ રીતે હું ઉમરેઠની નવાજુની આપણું ઉમરેઠ બ્લોગ દ્વારા પીરસવાનો પ્રયન્ત કરતો રહીશ ધન્યવાદ… AapnuUmreth

      Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: