આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ આણંદ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા ઉમરેઠ ખાતે પુસ્તકની પરબ કાર્યક્રમ યોજાયો.


unnamed-1

ઉમરેઠ ખાતે શ્રી ગૃપ દ્વારા આયોજીત યશોત્સવ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ આણંદ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા પુસ્તક ની પરબ કાર્યક્રમના ભાગરૂપે બુક  સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે.એન.યુ નું સત્ય , આવરણ, પશ્ચિમીકરણ વગર આધુનિકરણ, વર્તમાન સમયમાં હિન્દુત્વ જેવા યુવાનો માટે પ્રેરણાદાયક સહીત રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા વિવિધ પુસ્તકોનું વેચાણ કરવામાં આવ્યું હતું. ગરબા મહોત્સવમાં પુસ્તક ની સદર પરબ ને યુવાનો દ્વારા બહોળો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. આ સમયે તાલુકા કાર્યવાહક અજયભાઈ દેસાઈ, તાલુકા શારિરીક પ્રમુખ કેતનભાઈ પટેલ, પ્રચાર વિભાગ કાર્યકરતા ભુષણભાઈ શાહ, જલ્પન વ્યાસ, હર્ષ શહેરાવાળા  ઉપસ્થીત રહ્યા હતા. જિલ્લા પ્રચાર પ્રમુખ પ્રદિપભાઈ ઉપાધ્યાય અને પ્રચાર સમિતિના સતીષભાઈએ વિશેષ હાજરી આપી હતી અને મહાઆરતીનો લાહ્વો લીધો હતો. (વિવેક દોશી, ઉમરેઠ)

2 responses to “રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ આણંદ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા ઉમરેઠ ખાતે પુસ્તકની પરબ કાર્યક્રમ યોજાયો.

 1. પ્રદિપકુમાર ઉપાધ્યાય October 12, 2016 at 1:58 pm

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આણંદ જીલ્લા પ્રચાર વિભાગ દ્વારા થયેલ પુસ્તકવેચાણ કાર્યક્રમનો અહેવાલ આપના બ્લોગ પર પ્રસિધ્ધ કર્યો એ બદલ ખૂબ આભાર … રાષ્ટ્રવાદી વિચારધારા નો પ્રચાર પ્રસાર એ પણ દેશહિતનુ જ કાર્ય છે . ચરોતરના ઉમરેઠ વિષે નો બ્લોગ ખૂબ માહિતીપ્રદ ..ખૂબ શુભકામનાઓ .

  Liked by 1 person

  • VIVEK DOSHI October 12, 2016 at 4:16 pm

   માનનીય પ્રદિપભાઈ ઉપાધ્યાય,

   કુશળ હશો..

   આપનું ઉમરેઠ બ્લોગ ની મુલાકાત કરવા બદલ ધન્યવાદ,આપશ્રીના પ્રોત્સાહક શબ્દો મારા માટે ખુબજ મહત્વના છે. આજે તા.૧૨.૧૦.૨૦૧૬ના સરદાર ગુર્જરી સમાચાર પત્રમાં પણ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા યોજાયેલ બુક સ્ટોલ અંગે નોંધ લેવાઈ છે જે નીચેની લીન્ક ક્લીક કરી આપ વાંચી શકશો.

   ફરી એક વખત બ્લોગ ની મુલાકાત બદલ આભાર

   Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: