આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં લોકસંવાદ સેતુ કાર્યક્રમ – ગરમીને કારણે પ્રજાજનો ગેરહાજર,આગણવાડીની બહેનો પ્રેક્ષક ગણમાં બેસવાની ફરજ પડી.


  •  ૮૧ પૈકી સીધાસાદા સવાલોના ફટાફટ નિરાકરણ પણ ૧૮ પ્રશ્નો નીતિ વિષયક અને નકારાત્મકના કારણ સાથે વણઉકલ્યા.

 4

રાજય ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઇ પટેલ, રાજયસભાના સાંસદ લાલસિંહ વડોદીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ, શહેર પ્રમુખ સુજલભાઇ શાહ, કલેકટર ડો.ધવલ પટેલ, ડીએસપી સૌરભસિંગ, જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલા સહિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય સાથે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ૮૧ અરજીઓ રજૂઆત માટે આવી હતી. છતાંયે પ્રજાજનોની પાંખી હાજરી સામે પાલિકા, તાલુકા પંચાયત, આંગણવાડી વર્કરોને ફરજિયાત સામેલ કરવામાં આવ્યા હોવા છતાંયે ખાલીખમ્મ ખુરશીઓ સરકારી કાર્યક્રમો પ્રત્યે પ્રજાજનોની મનોસ્થિતિનું સૂચક વર્ણન કરતી હતી.

સરકારી વિવિધ વિભાગો સામેની લાંબા સમયથી વણઉકલી ફરિયાદોનો અરજદારોને સત્વરે નિકાલ મળે તેવા શુભઆશયથી સરકાર દ્વારા શરૂ કરાયેલ લોક સંવાદ સેતુ કાર્યક્રમ આણંદ જિલ્લામાં પણ વિવિધ તાલુકા મથકોએ યોજાઇ રહ્યો છે. પરંતુ મોટાભાગે અરજદારો ઓછા અને અધિકારીઓ, કર્મચારીઓ ઝાઝાનો ઘાટ જોવા મળી રહ્યો છે. આજે ઉમરેઠના ટાઉનહોલમાં પણ યોજાયેલ આ કાર્યક્રમમાં અરજદારોની પાંખી હાજરી સાથે સંખ્યા બતાવવા માટે તાલુકા પંચાયત, નગર પાલિકા, આંગણવાડી વર્કરો, પં.દિનદયાલ ગ્રાહક ભંડારોના સંચાલકો સહિતના કર્મચારીઓને ફરજિયાત હાજર રહેવા પડયું હોવાની સ્થિતિ જોવા મળી હતી.

જો કે આજે ગરમીનો પારો પણ ૪૪ ડીગ્રીએ પહોંચ્યો હોવાથી ટાઉનહોલમાં ઉપસ્થિત અરજદારો, કર્મચારીઓ પણ આકળવિકળની સ્થિતિ અનુભવતા જોવા મળ્યા હતા. ગતરોજના કાર્યક્રમમાં પાણીના પોકારની ફરિયાદો ઉઠવા પામી હોવા છતાંયે આજે પાણીના યોગ્ય આયોજનનો અભાવ અરજદારો માટે રોષનું કારણ બન્યો હતો. કાર્યક્રમમાં મોટાભાગની ફરિયાદો નગરપાલિકા અને મામલતદાર કચેરીને લગતી હતી. ઉપરાંત પંથકમાં એસ.ટી.રૂટ, ડાકોર થી આણંદ,ગોધરા અનિયમિત ટ્રેન, પશુચોરી અને તસ્કરોનો વધતો આતંક સહિતની સમસ્યાઓ પણ રજૂ કરવામાં આવી હતી. રાજય પ્રધાનની સૌરભભાઇની ઉપસિથતિમાં સંબંધિત તંત્રના અધિકારીઓએ સમસ્યાના નિરાકરણનો જવાબ આપ્યો હતો. કુલ ૮૧ પૈકી ૧પ રજૂઆતો નકારાત્મક અને ૩ નીતિવિષયક ગણાવવા સાથે ૬૩ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

મારી પાસે પણ ખનનના સ્થળોની યાદી છે : તુષાર પટેલ (પત્રકાર)

ઉમરેઠના પત્રકાર તુષાર પટેલ દ્વારા ખનન ના મામલે પ્રશ્ન મુકવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતુમ કે ગેરકાયદેસર ખનન વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે, જેના પ્રત્યુત્તરમાં સંબંધીત અધિકારી સંતોષકારક જવાબ ન આપી શકતા કલેક્ટરશ્રી ર્ડો.ધવલે અરજદાર તુષાર પટેલ ને અધિકૃત ખનન ની સાઈટનું લીસ્ટ સુપ્રત કરવા જણાવ્યું હતુ, પરંતુ અરજદારએ કલેક્ટરશ્રી ને પણ જણાવી દીધુ હતુ કે અધિકૃત ખનન ની સાઈટ્સનું લીસ્ટ તેઓ પાસે હાજર છે. પરંતુ તે સિવાય ની અન્ય સાઈટ્સ પર પણ બેરોકટોક ખનન થઈ રહ્યુ છે. તંત્ર સમક્ષ વિવિધ સ્તરે રજૂઆતો કરી હોવા છતા ગેરકાયદેસર ખનન ની પ્રક્રિયા બંધ થતી નથી. આ સમયે સબંધીત તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગેરકાયદેસર ખનન અટકાવવા પગલા ભરવા માત્ર શાબ્દીક આશ્વાસન આપવામાં આવ્યું હતું.

 

Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: