આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં બનતા બેટની ભાવનગર, કલકત્તા, પૂના અને મુંબઇ સુધીની સફળ સફર


રૂ. પ૦થી ર૦૦માં જુદી જુદી સાઇઝના બેટ સાથે રૂ.૧પ૦થી ર૦૦માં સ્ટમ્પની જોડીનું વેચાણ 

આઇપીએલ ક્રિકેટની સીઝન તાજેતરમાં પૂર્ણ થવા સાથે ચરોતરના નાના, મોટા શહેરોમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન સાથે વેકેશન શરૂ થતાં જ પોળ, ગલીમાં પણ ક્રિકેટનો માહોલ જામી રહ્યો છે. જેમાં ઉમરેઠમાં ગૃહઉદ્યોગ તરીકે તૈયાર કરાતા બેટની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, બંગાળ સુધીની સફર નોંધનીય છે. જો કે બેટ તૈયાર કરનાર કારીગરો પાંખા સાધનો અને સરકારી મદદ વિના બેટના વ્યવસાયને ટકાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યાની વાસ્તવિકતા પણ જોવા મળે છે.

ઉમરેઠમાં પડીયા, પતરાળા, માટીના વાસણો, સાવરણી સહિતના નાના, મોટા ગૃહઉદ્યોગો ચાલી રહ્યા છે. ઉપરાંત મમરા, પૌંઆની ફેકટરીઓના કારણે પણ અનેક પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. જો કે વર્તમાન ટેકનોલોજીના યુગમાં અન્ય પ્રોડકટો સામેની સ્પર્ધામાં ટકી ન શકવાના કારણે અનેક રોજગાર બંધ થવાના આરે ટકી રહ્યા છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા આર્થિક મદદ, માળખાગત સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન હાથ ધરે તો ગૃહઉદ્યોગોમાં સંકળાયેલા અનેકો પરિવારોને આર્થિક ચિંતામાંથી મુકિત મળી શકે તેમ છે. ઉમરેઠમાં બેચરી ફાટક પાસે થોરી સમાજના ત્રણેક પરિવારો વર્ષોથી બેટ બનાવવાના ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલા છે. કોઇપણ કામદાર વગર જાતે જ લાકડાંની ખરીદીથી માંડીને બેટ બનાવ્યા બાદ વેપારીને પહોંચાડવાની કામગીરી તેઓ જાતે, મેન્યુઅલી કરે છે. જો કે તેમાં તેમની કાર્યશકિત ઘટવાની સાથે ખર્ચની સામે પૂરતું વળતર ન મળતું હોવાની પણ સ્થિતિ અનુભવી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા ગૃહઉદ્યોગ કે લધુઉદ્યોગને ફાળવાતી સહાય અંગે નિરક્ષર વ્યવસાયીઓ વંચિત હોવાની દુ:ખની વાત છે.

ઉમરેઠમાં બેટ બનાવવાના વ્યયસાય સાથે સંકળાયેલા વિક્રમભાઇ થોરીએ જણાવ્યું હતું કે, ઉનાળાના વેકેશનની સીઝનમાં તેઓ લગભગ ચાર હજારથી વધુ બેટ બનાવે છે. જેની ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં નિકાસ થાય છે. તેમાંયે ક્રિકેટ વર્લ્ડ કપ, આઇપીએલની મેચના માહોલ દરમ્યાન વધુ બેટની ખપત થાય છે. જો કે બેટ બનાવવામંા ઘરની મહિલાઓ સહિતના સભ્યો મદદરૂપ થાય છે. મજૂરોની મદદ લેવામાં આવે તો બેટનો પડતર ખર્ચ વધી જવાથી મળતર ઘટી જાય છે. તેઓ જુદી જુદી સાઇઝના રૂ.પ૦થી ર૦૦ની કિંમતના બેટ અને રૂ.૧પ૦થી ર૧૦ની કિંમતની સ્ટમ્પની જોડી તૈયાર કરે છે. ક્રિકેટ બેટ બનાવવામાં મહારથ હાંસલ કરનાર ઉમરેઠના થોરી પરિવારના બેટ ડાકોર, ભાવનગર, પૂના, કોલકતા અને છેક મુંબઇ સુધીની સફર કરે છે. જો કે વર્તમાન સમયમાં અન્ય ચીજોની જેમ લાકડાંને પણ મોંઘવારી નડી છે. આથી ઉંચા ભાવે લાકડુ ખરીદવું પડે છે. બીજી તરફ લાકડાનો કે તૈયાર બેટનો જથ્થો સંગ્રહ કરવા ગોડાઉન, દુકાન જેવી માળખાગત સુવિધાઓની અભાવ છે. આથી સીઝનમાં બેટ માટેના લાકડા સહિતની ખરીદી માટે વ્યાજે નાણાં લાવવા પડતા હોવાથી વેચાણ બાદ બે ટંકનો રોટલો જેટલું જ મળતર મળે છે.

નિરક્ષર થોરી સમાજ સરકારી યોજનાઓથી અજાણ

સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ સહિતની અનેક સરકારી યોજનાઓ લધુઉદ્યોગોને મજબૂત બનાવવા અમલી બનાવવામાં આવી છે. પરંતુ મોટાભાગના લઘુઉદ્યોગોમાં જોડાયેલા વ્યવસાયીઓ નિરક્ષર હોવાની વાસ્તવિકતા છે. ઉમરેઠમાં બેટ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા થોરી સમાજના વ્યવસાયીઓ પણ નિરક્ષર હોવાથી સરકારની યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. સ્વૈચ્છિક સંસ્થા કે સરકારના વિભાગ દ્વારા આવા લઘુઉદ્યોગકારોને માર્ગદર્શન, તેમનો ઉદ્યોગ આગળ ધપાવવા સરકારી સહાય સહિતનું માર્ગદર્શન આપવામાં આવે તો તેઓનું જીવનધોરણ ઉંચુ આવી શકે છે.

વધેલા લાકડાના વેસ્ટમાંથી બેસ્ટ

ક્રિકેટ બેટ બનાવવાના વ્યવસાયમાં દસ વર્ષથી જોડાયેલા થોરી સમાજના સભ્યોએ જણાવ્યું હતું કે, ક્રિકેટ બેટ બનાવ્યા બાદ લાકડાના વધતા ટુકડાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ટુકડાઓમાંથી પાટલી, પાટલા સહિત લાકડાની નાની નાની વસ્તુઓ બનાવવામાં આવે છે. જેથી લાકડાનો વ્યય ન થાય અને આવક મળી રહે. ઉપરાંત બેટને લીસ્સું બનાવવા સમયે પડતો લાકડાના વહેરનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: