આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં વ્હોરવાડ વિસ્તારની પ૦ વર્ષ જૂની પોસ્ટ ઓફિસને ખંભાતી તાળું લગાવાયું !


ડિજિટલ યુગની સાઇડ ઇફેકટ

ઇમેલ અને ઇન્ટરનેટના યુગમાં પોસ્ટ ઓફિસ ડચકાં ખાતી હાલતમાં મૂકાતા બંધ કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ

2post

પોસ્ટ વિભાગની મોટાભાગની કામગીરી ઓનલાઇન કરવા માટે તેમજ પોસ્ટના એટીએમ કાર્યરત કરવા માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરાયું છે. ડિજિટલ યુગની ાઇફેકટ સામે ઉમરેઠના વ્હોરવાડ વિસ્તારમાં આવેલી પચાસ વર્ષ જૂની પોસ્ટ ઓફિસને એકાએક બંધ કરી દેવામાં આવી છે. આજે સવારે આ પોસ્ટ ઓફિસ પર લગાવાયેલ નોટિસમાં જણાવાયું હતું કે, સદર પોસ્ટ ઓફિસ બંધ કરવામાં આવે છે અને પોસ્ટ ઓફિસના કામકાજ માટે ઓડ બજાર સ્થિત પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો.

વ્હોરવાડ વિસ્તારની આ પોસ્ટ ઓફિસ શહેરના મધ્યભાગમાં આવેલ હોવાથી મોટાભાગના વિસ્તારના રહિશો, વેપારીઓ વોકીંગ ડીસ્ટનસની આ પોસ્ટ ઓફિસનો વધુ ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આ પોસ્ટ ઓફિસ બંધ થવાના કારણે પોસ્ટકાર્ડ, અંતરદેર્શીય, મનીઅરડર સહિતની પોસ્ટ સેવાઓ માટે લોકોને ઓડ બજાર સુધીની દડમજલ ખેડવી પડશેનો ગણગણાટ ઉગ્ર બની રહ્યો છે.

પોસ્ટ વર્તુળોમાં ચર્ચાતું હતું કે આજના ઇમેઇલ, ઇન્ટરનેટના યુગમાં પોસ્ટ ઓફિસનો જૂજ ઉપયોગ થતો હોવાથી વર્કલોડ ખાસ્સો ઘટી ગયો હોવાથી પોસ્ટ ઓફિસને બંધ કરવા સિવાય તંત્ર પાસે કોઇ વિકલ્પ ન હતો. આ મામલે ઉમરેઠના વકીલ મુકેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઇ યુગમાં પોસ્ટઓફિસ ડચકાં ખાતી હોય તો તેને અપગ્રેડ કરવાનો વિકલ્પ તંત્ર પાસે છે. પોસ્ટ ઓફિસ બંધ કરીને તંત્ર શું સાબિત કરવા માંગે છે? હવે ઓડ બજાર સુધી જવા માટે સિનિયર સિટિઝનોને નાણાં અને સમયનો વ્યય થશે. જો કે ઉમરેઠના જાગૃતજનો દ્વારા વ્હોરવાડની પોસ્ટ ઓફિસને પુન: શરુ કરાવવા માટે રજૂઆતો હાથ ધરવા સાથે તંત્ર ન માને તો આંદોલન કરવા સુધીની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. વધુમાં જાણવા મળ્યાનુસાર ઓડ બજાર પોસ્ટ ઓફિસમાં કામનું ભારણ વધુ હોવા સાથે વારંવાર કનેકટીવીટીની સમસ્યા સર્જાય છે. આ સંજોગોમાં વ્હોરવાડની બંધ થયેલ પોસ્ટ ઓફિસનો કાર્યભાર પણ અહીંયા આવવાથી વધુ સમસ્યા સર્જાશે. જેથી પ્રજાજનોને વધુ હાડમારી વેઠવી પડશે તે નકકી છે. બીજી તરફ પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા પોસ્ટ ઓફિસ શા માટે બંધ કરવામાં આવી તે અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પોસ્ટ ઓફિસના બારણે નોટિસ લગાવ્યા બાદ કચેરીના વિવિધ દસ્તાવેજો ઓડ બજાર પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ દ્વારા રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એકાએક પોસ્ટ ઓફિસ બંધ કરી દેવાના નિર્ણયને નગરજનોએ તઘલખી નિર્ણય ગણાવીને વિરોધનો સૂર વ્યકત કર્યો હતો.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: