આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

શ્રમજીવી પરિવારની સગીર યુવતિ પર બળાત્કાર પ્રકરણમાં… ઉમરેઠમાં ધર્મ જાગરણ સમિતિ દ્વારા રેલી કાઢી મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરાયું.


  • લવજેહાદની પ્રવૃત્તિઓને ડામવા તંત્ર કડક પગલા ભરે તેવી માંગ
  • પીડીત પરિવારને પોલીસ સુરક્ષા મળે અને તેઓને માનસીક ત્રાસ આપનાર અસામાજિક તત્વોને પાઠ ભણાવવા અપીલ.
  • રેલીમાં ઉમરેઠ શહેર ભાજપ સહીત શ્રમજીવી સમાજ અને નગરના અગ્રણીઓ જોડાયા. 
  • rally01.jpg
rally02.jpg
આજે સવારે ૧૦.૩૦ કલાકે ઉમરેઠ બેચરી ફાટક પાસે ધર્મ જાગરણ સમિતિ અને ઉમરેઠ શહેર ભાજપ દ્વારા ઉમરેઠના શ્રમજીવી પરિવારની સગીર યુવતિ પર વિધર્મી યુવકો દ્વારા આચરવામાં આવેલ બળાત્કારના કેસમાં આ કુકર્મી યુવકોને કડકમાં કડક સજા આપવા તેમજ સદર કેસમાં ઢીલુ મુકનાર પોલીસ કર્મીઓની તાત્કાલીક બદલી કરવાની માંગ સાથે રેલી કાઢી ઉમરેઠ મામલતદાર સી.કે.પટેલને આવેદનસુપ્રત કરવામાં આવ્યું હતું. સદર રેલી તેમજ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા અને અસામાજિક તત્વોને જડમુડ માંથી ઉખાડી ફેંકવા તંત્રને અપીલ કરી હતી.
 
ધર્મ જાગરણ વિભાગ સામાજિક સમિતિ દ્વારા આવેદન પત્રમા જણાવવામાં આવ્યું હતુ કે છેલ્લા કેટલાય સમય થી કેટલાક અસામાજિક મુસ્લીમ યુવાનો દ્વારા લવ જેહાદની પ્રવૃત્તિઓ આચારવામાં આવી રહી છે, જે અંતર્ગત હિન્દુ યુવતિઓને પટાવી ફોસલાવી તેઓને લાચાર બનાવી બ્લેકમેલ કરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ બંધ કરવા તંત્ર અસરકારક પગલા ભરે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ઉમેરવામાં આવ્યુ હતુ કે, ઉમરેઠમાં સગીર યુવતિ પર સુરેલીના વિધર્મી યુવાન દ્વારા કરવામાં આવેલ કુકર્મ બાદ પીડીત પરિવારના ઘરની આસ પાસ મચ્છી મટનની હાટળીઓ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા અડ્ડો જમાવવામાં આવ્યો છે, તેમજ પીડીત યુવતિના ઘરની આસ પાસ કેટલાક લુખ્ખા તત્વો બાઈક પર આવી ગંદી ગાળો બોલી તેઓને માનસીક ત્રાસ આપી રહ્યા છે. આવા લુખ્ખા તત્વોને તાત્કાલીક અસર થી પાઠ ભણાવવા તેઓએ માંગ કરી હતી.
 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઉમરેઠની શ્રમજીવી પરિવારની સગીર યુવતિ પર સુરેલી ગામના બે વિધર્મી યુવાનો દ્વારા છ માસ સુધી યુવતિને ડરાવી ધમકાવી બળાત્કાર કરવામાં આવ્યો હતો. યુવતિ ગર્ભવતી બનતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પીડીત પરિવાર પરિવાર ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો ત્યારે ફરજ પરના કોન્સ્ટેબલ દ્વારા તેઓને ભગાડી મુકવામાં આવ્યા હતા. આ અંગે નગરના કેટલાક વકીલ અને પત્રકાર મિત્રોને જાણ થતા તેઓએ પી.એસ.આઈ જે.એન.ગઢવીને વાત કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જે.એન.ગઢવી દ્વારા ગુન્હો દાખલ કરી ગણતરીના કલાક માં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
 
રેલી અને આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં ઉપસ્થીત જનમેદનીએ સ્પષ્ટ કર્યું હતુ કે અસામાજિક તત્વો સામે કાર્યવાહી નહી કરવામાં આવે અને પીડીતાને ન્યાન નહી મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરતા તેઓ ખચકાશ નહી.મામલતદાર સી.વી.પટેલે આવેદનપત્ર સ્વીકારે સકારાત્મક પગલા ભરવા પીડીત પરિવાર સાથે ધર્મ જાગરણ સમિતિના સભ્યોને આશ્વાસન આપ્યું હતુ અને તેઓની રજૂઆત કલેક્ટરશ્રીને પહોંચાડવા કટીબધ્ધતા દર્શાવી હતી. સમગ્ર રેલી-આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ શાંતિપૂર્ણ થાય તે માટે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.એન.ગઢવીએ ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવ્યો હતો.
 
રેલીનો રૂટ બદલવો પડ્યો –  સગીર યુવતિ પર થયેલ સામુહિક બળાત્કારમાં ન્યાય માંગવા આવેદન પત્ર આપવાના કાર્યક્રમ માટે નગરમાં થી રેલી લઈ મામલતદાર કચેરીએ પહોંચવાનું હતુ પણ તે રૂટને મંજૂરી ન મળતા રેલી બેચરી ફાટક થી રજનીનગર સોસાયટી થી મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યા મામલતદારશ્રીને રેલીનો રૂટને મંજૂરી ન આવપા બદલ ધર્મ જાગરણ સમિતિના સભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી. પ્રત્યુત્તરમાં મામલતદારશ્રીએ જણાવ્યું હતુ કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રએ રેલીનો રુટ નાનો કર્યો હતો. 
 
પીડીત યુવતિને કાનુની સહાય આપવામાં આવશે. – કમલેશ પટેલ
 
પીડીત યુવતિ ગરીબ ઘરની છે,તેનો પરિવાર લાંબી કાનુની લડત લડવા આર્થિક રીતે સક્ષમ નથી જેથી આ યુવતિને ન્યાય અપાવવા માટે જરૂરી તમામ કાનુની સહાય આપવા માટે તેઓએ તૈયારી બતાવી હતી, તેઓએ ઉમેયું હતુ કે યુવતિનો સમાજ પણ તેની પડખે જ ઉભો છે. 
 
કોન્સ્ટેબલ “રત્નાજી” અને મહિલા કોન્સ્ટેબ નયનાબેનને દૂર કરવા માંગ
rally03
ધર્મ જાગરણ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આપવામાં આવેલ આવેદનપત્રમાં ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ “રત્નાજી” અને મહિલા કોન્સ્ટેબ નયનાબેનને દૂર કરવા માંગ કરી હતી અને તેઓની તાત્કાલીક ધોરણે બદલી કરવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે રત્નાજી દ્વારા પીડીત પરિવારની ફરિયાદ લેવામાં નકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો,જ્યારે નયનાબેન દ્વારા સદર કેસ અંગે જે.એન.ગઢવીની જગ્યાએ અન્ય ઉચ્ચ અધિકારી સાથે કરેલ ફોનની વાતચીતનો ઓડીયો લીક થયો હતો જેમાં કેસ લુલો બનાવવા માટે પ્રયન્તો થતા હોય તેવું ફલીત થયું હતું. 

– કથીત ઓડીયો ક્લિપ મામલતદારને શંભળાવી –

odio_mamlatdar.jpg

ઉમરેઠ શહેર યુવા ભાજપના કાર્યકરોએ શ્રમજીવી પરિવારની સગીર યુવતી પર થયેલ સામુહિક બળાત્કાર પ્રકરણ અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના મહીલા કોન્સ્ટેબલ અને કોઈ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીની ટેલોફોનીક વાતચીતનો ઓડીયો ઉમરેઠ મામલતદારને શંભળાવ્યો હતો જેમાં ફલીત થતુ હતુ કે સદર કેસને પાંગળો બનાવી દેવાશે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: