આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં શિવરાત્રી પર્વની ઉજવણી


ઉમરેઠમાં શિવરાત્રી પર્વને અનુલક્ષી સવાર થી જ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો થયો હતો. ઉમરેઠના જાગનાથ મહાદેવમાં શિવરાત્રી પર્વ ધામધૂમ થી ઉજવવામાં આવ્ય હતો. શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી જાગનાથ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. શિવરાત્રી નિમિત્તે ઉમરેઠના જાગનાથ મહાદેવ થી શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. શોભાયાત્રામાં શિવજી સહીત શિવજીના જનૈયા ભૂત-ભૂવાના અવનવા વેશધારણ કરેલ પાત્રો આકર્ષનનું કેન્દ્ર બન્યા હતા. જાગનાથ મહાદેવમાં નિતિનભાઈ શાહ (જાગનાથવાળા) ના યજમાન પદે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. મહાદેવમાં ભાંગના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમરેઠના કુબેર ભંડારી તેમજ કામેશ્વર મહાદેવમાં પણ ભક્તોની દિવસભર અવરજવર ચાલુ રહી હતી. એકંદરે સમગ્ર ઉમરેઠના વિવિધ મહાદેવમાં ભક્તિભેર ભોળા શંભુંના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.

ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં પણ બિલીપત્ર અને દૂધ ચઢાવવા માટે ભક્તોની લાઈન લાગી હતી. ઉલ્લેખનીય છે કે મિનળદેવીએ બંધાવેલ ઉમરેઠના ઐતિહાસીક મહાદેવમાં અષાઢ સુદ બીજના દિવસે અષાઢી જોખવામાં આવે છે, જેના પર થી ખેડૂતો પોતે કયો પાક કરવો અને વહેપારીઓ પોતે કયા ધાન્ય જૂવારનો વહેપાર કરવો તેનું તારણ કાઢે છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવ થી મહાદેવજીની પાલખીયાત્રા નિકળી હતી જે નગરવિહાર કરી મહાદેવ પરત ફરી હતી.

Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: