આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ સિનિયર સીટીઝન ફોરમના પંદર વર્ષની ઉજવણી.


P_20160306_105944.jpg
ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમની સ્થાપણાના પંદરમાં વર્ષની ઉજવણી અત્રે તા.૬.૩.૨૦૧૬ને સવારે ૯.૩૦ કલાકે ગણપતિની વાડી ખાતે ર્ડો.પ્રકાશભાઈ શાહ (બાયડ)ના પ્રમુખ પદે કરવામાં આવી હતી આ પ્રસંગે યોજવામાં આવેલ સમારોહમાં મુખ્ય મહેમાન પદે કિરીટભાઈ ગાભાવાળા, આશિર્વચનદાતા બ્રહ્મકુમારીઝ રૂપલબેન ઉદગાટક પરેશભાઈ શેઠ તેમજ અતિથિ વિશેષ પદે અર્પિત ગાભાવાળા, મુકેશ દોશી તેમજ જયંત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સીટીઝન ફોરમના મંત્રી રમેશભાઈ કાછીયાએ સંસ્થાની પ્રવૃત્તિની વિગતવાર માહીતી આપી હતી. સિનિયર સીટીઝન ફોરમના નવા વરણી પામેલ પ્રમુખ કિરીટભાઈ શાહ અને તેઓની ટીમ દ્વારા સમારોહમાં ઉપસ્થીત વિશેષ વ્યક્તિઓને કલગી આપી આવકાર આપ્યો હતો. સમારોહના પ્રમુખ સ્થાનેથી બોલતા ર્ડો.પ્રકાશભાઈ શાહએ જણાવ્યું હતુ કે,સિનિયર સીટીઝન ફોરમ ઉમરેઠની પ્રવૃતિઓ સરહાના ને પાત્ર છે. ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના સભ્યોને જોઈ ચોકસ્સ કહેવાનું મન થાય છે, જવાની તો જવાની પણ મોજ તો રહેવાની જ, જીવનના વૃધ્ધા અવસ્થાના સમય માં પણ જે રીતે સિનિયર સીટીઝન ઉત્સાહ સાથે મોજ-શોખ સાથે સામાજિક કાર્યો કરે છે તે ખરેખર પ્રશંશાને પાત્ર છે, આવી જ રીતે ભવિષ્યમાં પણ સંસ્થા દ્વારા સામાજિક કાર્યો થતા રહે તેવી ઈચ્છા તેઓએ વ્યક્ત કરી હતી. 
P_20160306_105955
 
નવા વરણી પામેલ સિનિયર સીટીઝન ફોરમના પ્રમુખ કિરીટભાઈ શા.પટેલને શુભેચ્છા વ્યક્ત કરતા તેઓએ ઉમેર્યું હતુ કે કિરીટભાઈના પિતા સ્વ. શાન્તિલાલ મેમ્બર ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ હતા અને નગરનો વિકાસ કર્યો હતો અને સામાજિક કાર્યોમાં તેઓ હરહંમેશ આગળ રહેતા હતા ત્યારે હવે કિરીટભાઈ પણ સિનિયર સીટીઝન ફોરમના માધ્યમ થી સમાજ સેવા ક્ષેત્રે આગળ વધશે તે પ્રશંશાને પાત્ર છે. ર્ડો.પ્રકાશભાઈ શાહે ઉપસ્થીત મહેમાનોના આગ્રહથી એક ગીત ગાઈ લોકોને મનોરંજન પૂરુ પાડ્યું હતુંં
 
મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતુ કે, વૃધ્ધા અવસ્થામાં જ્યારે લોકો બીજા પર નિરભર રહે છે, ત્યારે ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના વૃધ્ધો નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્તિમાં રહી સામાજિક કાર્યો કરી બીજા ને મદદરૂપ થઈ રહ્યા છે તેઓનો સદર અભિગમ સમાજમાં દાખલા સ્વરૂપ છે.સિનિયર સીટીઝન ફોરમના પંદરમાં વર્ષની ઉજવણી અંગે યોજાયેલ સમારોહમાં ઉમરેઠના વરીષ્ઠ પત્રકાર કમલભાઈ વ્યાસ, સંતરામ વડીલોનું વૃદના પ્રમુખ નવનીતભાઈ સોની, લાયોનેસ ક્લબ ઓફ ઉમરેઠના પ્રમુખ બિજલબેન ગાભાવાળા,થામણા સિનીયર સીટીઝન ફોરમ ના પ્રમુખ ચંન્દ્રકાન્તભાઈ પટેલ સહીત નગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. સમારોહને સફળ બનાવવા માટે સિનીયર સીટીઝન ફોરમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.ગોપાલભાઈ શાહએ આભાર વિધિ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બિપીનભાઈ શાહ અને મનીષાબેન ગજ્જરે કર્યું હતું
 
પંદરમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે..
સિનિયર સિટીઝન ફોરમ દ્વારા જીવન આધાર સેવા સંકુલને અગિયાર હજારની સેવા.
 
ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના પંદરમાં વર્ષની ઉજવણી યાદગાર બનાવવા માટે ઉમરેઠ સિનિયર સીટીઝન ફોરમ દ્વારા ઉમરેઠમાં અશક્ત વૃધ્ધોને ઘરે બેઠા ભોજન પૂરુ પાડતી જીવન આધાર સેવા સંકુંલ સંસ્થાને અગિયાર હજાર રુપીયાનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ઉમરેઠ સિનિયર સીટીઝનના પ્રમુખ કિરીટભાઈ શા.પટેલે જીવન આધાર સેવા સંકુલના પ્રતિનિધિ અનિલભાઈ દેસાઈને અગિયાર હજાર નો ચેક સુપ્રત કર્યો હતો. આ અંગે અનિલભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે સિનિયર સીટીઝન ફોરમ દ્વારા મળેલ આર્થિક સહાય થી વૃધ્ધો ને તિથિ ભોજન આપવામાં આવશે તેઓએ કિરીટભાઈ શા.પટેલ તેમજ સિનિયર સીટીઝન ફોરમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: