આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં અકસ્માતગ્રસ્ત કાર માંથી વિદેશી દારૂ પકડાયો..!


DARU01.jpg

ગઈકાલે મોડી રાત્રે નગરના લાલ દરવાજા વિસ્તાર માંથી પુરાઝડપે જતી કાર એક ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી અને કાર અકસ્માતગ્રસ્ત થઈ હતી. કાર ચાલકને કોઈ ઈજા ન થઈ હોવાથી તે કાર છોડી ભાગી ગયો હતો. બિનવારસી અકસ્માતગ્રસ્ત કારમાં પોલીસે તપાસ કરતા કાર માંથી વિદેશી દારૂની ૩૮૪ બોટલો પકડાઈ હતી. આ કાર ક્યાંથી આવી હતી અને ક્યાં જતી હતી તે અંગે ઉમરેઠ પોલીસે તપાસ શરૂ કરી છે. ચર્ચાઈ રહ્યું છે કે આણંદ જિલ્લામાં હોળી-ધૂળેટી તહેવારને લઈને મોટી માત્રામાં વિદેશી દારૂ નો જથ્થો ઠલવાઈ રહ્યો છે. આ’તો પોલીસ ને બગાસું ખાતા પતાસું મળ્યું હોવાનો ઘાટ ઘડાયો હોવાનું સ્પષ્ટ થાય છે. દારૂ અને કાર થઈને લગભગ દશ લાખનો મુદ્દામાલ ઉમરેઠ પોલીસે જપ્ત કર્યો હતો.

Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: