આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ ચોકસી બજાર સતત બીજા દિવસે સજ્જડ બંધ


chokshi023323

એક્સાઈઝ ડ્યુટી સહીત પાનકાર્ડ અંગેના નિયમોને લઈ જ્વેલર્સ એશોશિયેશન દ્વારા સમગ્ર દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. જ્વેલર્સ એશોશિયેશન દ્વારા સદર કાળા કાયદા અંગે વિરોધ દર્શાવવા માટે ત્રણ દિવસ બંધનું એલાન આપ્યું છે, સદર બંધને સમર્થન આપતા ઉમરેઠ ચોકસી મહાજન દ્વારા પણ સતત બીજા દિવસે બજાર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. જેને કારણે ગામડા માંથી સોના-ચાંદીની ખરીદી કરવા આવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ બેંકમાં પણ લખ્ખોના નાણાકિય વ્યવહારોને અસર પહોંચી હતી.

આ અંગે ઉમરેઠ ચોકસી મહાજનના પ્રમુખ દિવ્યેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે બે લાખની જ્વેલરીની ખરીદ કરતા ગ્રાહક પાસે થી પાનકાર્ડ ફરજિયાત માગવું તેમજ એક્સાઈઝ ડ્યુટીમાં વધારાને લઈ ગ્રાહકો સહીત વહેપારીઓને ખાસ્સી પરેશાની નો સામનો કરવો પડશે. ગામડાના ગ્રાહકો કે ખેડૂતો પાનકાર્ડ પણ ધારણ નથી કરતા અને લગ્ન પ્રસંગે સામાજિક રીત રીવાજ મુજબ પોતાની દિકરી કે વહૂને સૌ કોઈ સોનું કે ચાંદી આપતા હોય છે આવા સમયે તેઓની ખરીદી વધારે રહેતી હોય છે અને તેઓ પાનકાર્ડ ન ધારણ કરતા હોવાથી મુશ્કેલી થાય છે. જેથી આ નવા કાયદા અંગે સરકારે પૂનઃ વિચાર કરવો જરૂરી છે. તેઓએ ઉમેર્યું હતુ કે જ્વેલર્સ એશોશિયેશન દ્વારા જે આંદોલનો કરવામાં આવશે તેમાં ઉમરેઠ ચોકસી મહાજન સાથ આપશે. આવતીકાલે ત્રીજા દિવસે પણ ઉમરેઠ ચોકસી મહાજન બંધ પાડશે તેમ તેઓએ જણાવ્યું હતું. આજે સવારે ચોકસી બજારની તમામ દૂકાનો પર વહેપારીઓએ દૂકાન બંધ રહેશેની નોંધ ચિપકાવી દીધી હતી. આવનારા દિવસોમાં આંદોલન વધુ વેગવંતુ બને તો નવાઈ નહી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: