આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના મિતેષ પટેલની લૂંટના ઈરાદે અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળી મારી હત્યા.


  • સ્ટોર બંધ કરી ઘરે જવાની તૈયારી કરતા સમયે જ લુંટારાઓ ત્રાટક્યા – મિતેષના બનેવી સ્ટોર માંજ બાથરૂમ ગયા હોવાથી તેઓનો આબાદ બચાવ
mitesh_With_Family

MITESH PATEL WITH HIS WIFE BHAVIKA PATEL AND DAUGHTER

અમેરીકામાં છેલ્લા કેટલાય મહિનાઓ થી ગુજરાતી યુવાનો પર હુમલા થવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આજે મૂળ આણંદ જિલ્લાના ઉમરેઠના મિતેષ વિનુભાઈ પટેલ પર અમેરીકાના કેલિફોર્નિયામાં અજાણ્ય અશ્વેત વ્યક્તિઓએ લુંટના ઈરાદે હુમલો કર્યો હતો. અશ્વેત લુંટારાઓએ મિતેષ પટેલ પર ફાયરીંગ કરતા મિતેષને તુરંત નજિકની હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. સદર બનાવ અંગે મિતેષ પટેલના પરિવારજનોને ઉમરેઠ ખાતે જાણ થતા તેઓ શોકાતુર બની ગયા હતા અને તેઓને દિલાસો આપવા તેઓના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ લગભગ ૧૩ વર્ષ થી અમેરિકામાં વસવાટ કરતા મિતેષ પટેલ હાલમાં કેલિફોર્નિયામાં પોતાના બનેવી

usa mardar umreth v 4.mpg_20160130151001

MITESH PATEL’S RELATIVE AND FAMILY FRIENDS VISIT HIS HOME TO MEET HIS FATHER VINUBHAI PATEL AND MOTHER PUSHPABEN PATEL

સમીર પટેલ સાથે એક સ્ટોર ચલાવતા હતા. નિત્ય નિયમ મુજબ આજે રાત્રે સ્ટોરનું કામકાજ પતાવી મિતેષ પટેલ ઘરે જવાની તૈયારી કરતા હતા, તેઓના બનેવી અન્ય કામકાજ અર્થે સ્ટોરના બીજા વિભાગમાં ગયા હતા. તેવામાં અજાણ્યા અશ્વેત લુંટારાઓએ લુંટના ઈરાદે સ્ટોરમાં આવી પહોંચ્યા હતા. મિતેષ પટેલ કાઉન્ટર પર એકલા હોવાને કારણે પરિસ્થિતિની ગંભીરતા માપી લુંટારાઓનો પ્રતિકાર કર્યા વગર પોતાની પાસેની રોકડ લુંટારુંના હવાલે કરી દીધી હતી,તેવામાં મિતેષભાઈના બનેવી સમીર પટેલ અચાનક આવી જતા સ્ટોરમાં અસુરક્ષાનો અહેસાસ થતા લુંટારાઓએ મિતેષ પટેલ પર અંધાધુન ગોળી ચલાવી દીધી હતી. લુંટારાઓએ કરેલ ફાયરીંગમાં સમીરભાઈ પટેલનો આબાદ બચાવ થયો હતો. જ્યારે મિતેષના પત્નિ ભાવિકા પટેલ પણ સદર સ્ટોરમાં જ તેઓના પતિ મિતેષ અને બનેવી સમીર પટેલને મદદ કરતા હતા ઘટના સમયે તેઓ સ્ટોરમાં હાજર ન હતા. મિતેષ પટેલને છાતી અને પેટના ભાગમાં ગોળી વાગતા તેઓ ગંભીર થઈ ગયા હતા અને તુરંત તેઓને નજદિકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું.

મિતેષ પટેલના માતા-પિતા અને કાકા અમેરિકા જશે.

mitesh_father

VINUBHAI PATEL (MITESH’S FATHER)

ઉમરેઠના મિતેષ પટેલની કેલિફોર્નિયામાં લુંટના ઈરાદે હત્યા થતા ઉમરેઠ ખાતે તેઓના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. મિતેષ પટેલના કાકા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુ કે મિતેષના માતા-પિતાને બનાવ અંગે જાણ થતાની સાથે અમેરિકા જવા માટે પ્રક્રિયા હાથધરી છે. તેઓના અન્ય પરિવારજનોએ પણ અમેરિકા જવા પ્રક્રિયા હાથધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે મિતેષના માતા-પિતા મિતેષ અમેરિકા સ્થાહી થયા બાદ અવાર નવાર અમેરિકા જતા હતા. અને બે-ત્રણ મહીના પહેલા જ ભારત પરત થયા હતા. તેઓ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે અને ઉમરેઠમાં અમર કન્ટ્રક્શન નામે પોતાના મોટા પૂત્ર ટીનાભાઈ પટેલ સાથે ફર્મ ચલાવે છે.

મિતેષ પટેલે ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

મિતેષ પટેલ ઉમરેઠમાં જ્યુબિલિ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. સ્કૂલના સમયે તેઓ ક્રિકેટના ભારે શોખીન હતા અને સ્પીન બોલર તરીકે તેઓના મિત્ર વર્તુળ સહીત ઉમરેઠની સ્થાનિક ટુર્નામેન્ટમાં નામના મેળવી હતી. મિતેષ પટેલે પોતાનો કોલેજનો અભ્યાસ વિદ્યાનગરની બી.જે.વી.એમ કોલેજ માંથી કર્યો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ લગભગ ૨૦૦૨માં તે અમેરીકા જવા રવાના થઈ ગયો હતો.

ગુજરાતીઓ પર થતા હુમલા અટકાવવા સરકારે કડક પગલા લેવા જોઈયે – ભૂપેન્દ્રભાઈ પટેલ 

મિતેષ પટેલની અમેરિકામાં લુંટના ઈરાદે હત્યા થતા ઉમરેઠ સ્થીત તેઓના કાકા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હત કે છેલ્લા કેટલાય સમય થી અમેરિકામાં વિવિધ ભાગમાં ભારતીય યુવાનો અને ખાસ કરીને ચરોતરના યુવાનો પર હૂમલાઓ થઈ રહ્યા છે,ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટ સરકારે કડક પગલા ભરવાનો સમય આવી ગયો છે.

2 responses to “ઉમરેઠના મિતેષ પટેલની લૂંટના ઈરાદે અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળી મારી હત્યા.

  1. Keyur patel January 31, 2016 at 2:13 pm

    RIP

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: