આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠની નવાજૂની..


2505

Exlusive dulha collection
Shervani Fabrics
available at :
GANDHI DHIRUBHAI JITENDRAKUMAR
Nr Bank Of Baroda , Kharadi Ni Kodh

Click Link to See More Image : http://aapnuumreth.org/gandhidj/

Note – Only Fabrics of all Shervanis are Available, We are able to make Ready as par yours requirement. you are free to make change in design and color as you like. feel free to contact us on Indian office time for any query. pls click on image to zoom.(you may change colour and design as par your choice) for more information you may call us.
(Indian office time only)

નાતાલ પર્વની ઉજવણી

ઉમરેઠમાં નાતાલ પર્વની ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ પર્વ નિમિત્તે ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ચર્ચ ખાતે તેમજ સેંટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ સમયે ખ્રિસ્તીભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક બીજાને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠમાં ઈદ પર્વની ઉજવણી

ઉમરેઠમાં ઈદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લીમ બિરાદરોએ એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. બપોર બાદ નગરના ઓડ બજાર, કસ્બા તેમજ વડાબજાર વિસ્તાર માંથી ઝુલુસ નિકળ્યા હતા જેમાં મુસ્લીમ બિરાદરોએ વિવિધ કરતબો કરી લોકોને મંત્રમુગ્ન કરી દીધા હતા. ઝુલુસ નગરના વિવિધ વિસ્તારમાં ફર્યું હતુ. ઝુલુસ શાંતિપૂર્ણ સંપન્ન કરાવવા માટે ઉમરેઠ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

પટેલ સમાજનું ગૌરવ

ઉમરેઠના અરવિંદભાઈ એલ.પટેલ(વકીલ)સતત ત્રીજીવાર ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં વિજેયતા થયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ ત્રણેય વખત સૌથી વધુ લીડથી જીતવાનો વિક્રમ નોંધાવ્યો હતો. ભાજપ પક્ષના વફાદાર એવા અરવિંદભાઈ પટેલને ઉમરેઠ નગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે. અરવીંદભાઈ પટેલ નોટરી વકીલ તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે.

લાલ દરવાજા પીક-અપ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત

તાજેતરમાં ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ પીક-અપ બસ સ્ટેન્ડ પાસે સાયકલ સવારને ટ્રકે ટક્કર મારતા સાયકલ ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ગફલતભરી રીતે ટ્રક હંકારતા અકસ્માત સર્જાયો હતો,ઉમરેઠ પોલીસે આ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

કુબેર ભંડારી મહાદેવના નવનિર્માણ અર્થે શીલાપુંજન

ઉમરેઠ થામણા ચોકડી વિસ્તારમાં આવેલ કુબેર ભંડારી મહાદેવના જીર્ણોધ્ધાર અર્થે શીલાપુજન વિધિ કથાકાર પ.પૂ.રમેશભાઈ ઓઝા(પૂ.ભાઈશ્રી)ના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની ઓફિસનું નવનિર્માણ

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની ઓફિસનું નવનિર્માણ હાથધરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પ્રમુખની ઓફિસ નાની હતી જેમાં જુજ મુલાકાતીઓ બેસી સકતા હતા, હવે ઓફિસ સુવિધાજનક બનાવવા માટે કામ શરૂ થઈ ગયું છે.

ઉમરેઠ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં બ્લોગ નાખવમાં આવશે.

ઉમરેઠ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં બ્લોગ નાખવામાં આવશે. તાજેતરમાં ઉમરેઠ તાલુકા પંચાયતના નવા વરણી પામેલ પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખની હાજરીમાં ખાતમહુર્ત કરવામાં આવ્યું હતુ અને બ્લોગ નાખવાનું કામ આગામી ટુંક સમયમાં શરૂ થઈ જશે. ખાતમહુર્ત વિધિ પ્રસંગે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

ભાજપના નવા ચુંટાયેલા સભ્યોને સન્માનીત કરાયા.

ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ માંથી વિજેયતા થયેલ ૨ સભ્યોનો સન્માન સમારોહ તાજેતરમાં કુસુમહરનાથ પાર્ટી પ્લોટ ખાતે વારાહી ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષીના યજમાનપદે યોજાયો હતો. આ પ્રસંગે તમામ વોર્ડ માંથી ભાજપ પક્ષ માંથી ચુટાયેલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ વારાહી માતાજીના મંદિર સામે વોર્ડનં.૫ના ભાજપ કાર્યલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ખડાયતા સમાજ ધ્વારા સન્માન સમારોહ યોજાશે.

તાજેતરમાં યોજાયેલ ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં વિજેયતા થયેલ જ્ઞાતિના સભ્યોનો સન્માન સમારોહ આગામી ૨૯.૧૨.૨૦૧૫ના રોજ નાસિકવાળા હોલ ખાતે યોજાશે. આ પ્રસંગે જ્ઞાતિ રત્ન શ્રી જયંતિલાલ કાચવાળા ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપ માંથી ઉમેદવારી નોંધાવનાર જ્ઞાતિના ચાર સભ્યો વિજેયતા થયેલ છે જેમાં વોર્ડ નં.૪ માંથી જયપ્રકાશ શાહ (જે.પી), ગૌરાંગ ચોકસી (દેવ), તેમજ વોર્ડ નં.૬ માંથી કનુભાઈ શાહ (બેંગ્લોરી) તેમજ હર્ષ શહેરાવાળા(કે.સી)ને જ્ઞાતિજનો સન્માનિત કરશે. આ ઉપરાંત આણંદ ખડાયતા સમાજ દ્વારા પણ સદર સભ્યોને સન્માનીત કરવામાં આવશે.

ઉમરેઠ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ૧૪મો પાટોત્સવ ઉજવાયો.

ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો ૧૪મો પાટોત્સવ ભક્તિભેર ઉજવાયો હતો. આ પ્રસંગે યોજાયેલ મહાપુજા તેમજ સત્સંગ સભામાં આણંદ મંદિરના કોઠારીજી પૂ.ભગવતચરણ સ્વામિ તયા પૂ.યોગોશ સ્વામિ અને પૂ.મંગલપ્રિયસ્વામિ ખાસ ઉપસ્થીત રહ્યા હતા અને આશિર્વચન પાઠવ્યા હતા. સમગ્ર પાટોત્સવને સફળ બનાવવા આટે સત્સંગ મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.