આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં નવું સિમાંકન ભાજપને ફળ્યું..!


ઉમરેઠ નગરપાલિકામાં જૂના સિમાંકન મુજબ કુલ ૯ વોર્ડ અને ૨૭ બેઠકો હતી, જેમાં ભાજપના ૧૮ અને કોગ્રેસ અપક્ષના મળીને સામે ૯ સભ્યો થી નગરપાલિકામાં ભાજપનું રાજ હતું. છેલ્લા બે દાયકા થી ચુંટનીમાં પ્રજાનો ભાજપ તરફી ઝુકાવ રહેતો હતો જે ચાલુ વર્ષે યોજાયેલ પાલિકાની ચુંટણીમામ પણ બરકરાર રહ્યો હતો. નવા સિમાંકન મુજબ ઉમરેઠ નગરપાલિકામાં કુલ ૭ વોર્ડ અને ૨૮ બેઠકો થઈ હતી. જેમાં થી કુલ ૨૨ બેઠક પર ભાજપને જ્યારે ૬ બેઠક પર એન.સી.પી ને વિજય મળ્યો હતો. જૂના સિમાંકનમાં વોર્ડ નં.૧માં પહેલે થી ભાજપનું વરચસ્વ રહેતું હતુ, આ વખતે પણ પહેલા અને બીજા વોર્ડમાં પણ ભાજપે પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો. આ બંન્ને વોર્ડમાં ભાજપની પેનલ વિજય બની હતી. નવા સિમાંકનમાં ભાજપ વધારે લીડ સાથે આ બંન્ને વોર્ડમાં વધુ મજબુત થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૧માં કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન ન થતા કોગ્રેસ તરફી ઉમેદવારો અન્ય પાર્ટી માંથી ઉમેદવાર નોંધાવી હતી જેથી એન.સી.પીના કેટલાક સક્ષમ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. નગરમાં ચર્ચાઈ રહ્યું છે કે જો વોર્ડ નં.૧ માં અપક્ષો ગેરહાજર હોત તો એન.સી.પી એક સીટ મેળવવામાં સફળ રહ્યું હોત. વોર્ડ નં.૩માં પહેલા ભાજપનો દબદબો હતો પરંતુ આ વર્ષે એન.સી.પીએ વોર્ડ નં.૩ માંથી ત્રણ બેઠકો મેળવતા ભાજપને વોર્ડ નં.૩માં માત્ર એક બેઠક પર સંતોષ માનવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૩માં જયેશ બી.પટેલ વ્યક્તિગત રીતે પોતાની ઓળખ ઉભી કરવામાં સફલ રહ્યા છે તેઓ જે પક્ષ માં હોય તે પક્ષનો આ વોર્ડમાં વિજય થાય છે. ગત ચુંટણીમાં તેઓ ભાજપ તરફ્થી ચુંટણી લડ્યા હતા અને ભાજપની પેનલનો વિજય થયો હતો પરંતું સમીકરણો બદલાતા તેઓએ એન.સી.પી માંથી ઉમેદવારી નોંધાવી હતી અને ત્રણ બેઠકો સાથે તેઓનો વિજય થયો હતો જ્યારે ભાજપ માંથી સોમાભાઈ પટેલ પણ પોતાના વ્યક્તિત્વને કારણે વિજય બન્યા હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે. વોર્ડ નં.૪ માં આ વર્ષે સૌ કોઈ ની નજર હતી, આ વોર્ડમાં બે પૂર્વ પ્રમુખ આમને સામને હતા તેમજ ખડાયતા જ્ઞાતિના બે અગ્રણીઓ એ પણ આ ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. નવા સિમાંકન બાદ વોર્ડ નં.૪માં વણિક,કાછીયા,રાણા અને પટેલ મતદારોનું ખાસ્સુ પ્રભુત્વ હતુ, ભાજપે જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં રાખી બે વણિક એક કાછીયા અને એક પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા જેને કારણે ભાજપને ખાસ્સો ફાયદો થયો હતો. પૂર્વ પ્રમુખ સંજય પટેલ (લુલી) પુરુષ બેઠક પર ત્રીજા નંબરે રહ્યા હતા જ્યારે મહિલા અનામત બેઠક પર પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ પટેલના પત્નિ સંગીતાબેન પટેલ બીજા નંબરે રહ્યા હતા. સંજય પટેલ(લુલી)ના મત મહિલા ઉમેદવાર કરતા પણ વધારે હોવા છતા અનામત બેઠક પર બે મહિલાને વિજેયતા જાહેર કરવામાં આવી હતી અને સંજયભાઈ પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો. વોર્ડ નં.૫માં જૂના સિમાંકન મુજબ કોગ્રેસનું પલડું હંમેશા ભારે રહેતુ હતું જે નવા સિમાંકન બાદ થોડું ઢીલુ પડ્યું હોય તેમ દેખાયું હતું. જૂના સિમાંકન મુજબ આ વોર્ડમાં કોગ્રેસની પેનલ જ વિજેયતા બનતી હતી અને ભદ્રેશભાઈ વ્યાસની આગેવાનીમાં આ વોર્ડની તમામ બેઠક કોગ્રેસને મળતી હતી. આ વર્ષે પણ ભદ્રેશભાઈ વ્યાસે એન.સી.પી માંથી ઉમેદવારી નોંધાવી હતી અને વોર્ડ નં.૫માં ત્રણ બેઠક પર વિજય મેળવ્યો હતો અને આ વોર્ડમાં ભાજપને એક બેઠકનો ફાયદો થયો હતો. ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં બ્રાહ્મણ મતનું વરચસ્વ હોવાને કારણે ભાજપની મહીલા ઉમેદવાર વિજેયતા થયા હતા. વોર્ડ નં.૬માં જૂના સિમાંકન મુજબ કોગ્રેસ અને ભાજપ બંન્નેને એક-બે સીટ મળતી હતી પરંતુ નવા સિમાંકન બાદ ભાજપે વોર્ડ નં.૬માં તમામ ચાર બેઠકો મેળવી એક હત્થુ વરચસ્વ કાયમ કરી દીધુ છે. વોર્ડ નં.૭માં ભાજપ અને કોગ્રેસ બંન્નેનું પલળું પહેલા સરખું રહેતું હતું. આ વર્ષે નવા સિમાંકન બાદ ભાજપને વોર્ડ નં.૭ની તમામ બેઠકો પર વિજય મેળવવામાં સફળતા મળતા હવે આ વોર્ડમાં પણ ભાજપ આગેકદમ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૭માં સૌથી વધુ મુસ્લિમ મતદાર હોવાને કારણે એન.સી.પીને આ વોર્ડ પર સૌથી વધુ આશા હતી, પરંતુ સદર ચુંટણીમાં મતદારોનો માત્ર ભાજપ તરફી ઝુકાવ જ રહ્યો હતો.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: