આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

અનામત મુદ્દે અમદાવાદમાં.. સમસ્ત ખડાયતા સમાજના આગેવાનોની બેઠક મળી.


– બ્રહ્મ સમાજ દ્વારા પણ સમસ્ત ખડાયતા સમાજને અનામત મુદ્દે ટેકો.

સમગ્ર ગુજરાતમાં માત્ર ચાર લાખ જેટલી વસ્તી ધરાવતો સમસ્ત ખડાયતા સમાજ નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે અનામતની માગણી કરવા સરકારશ્રી સમક્ષ કેવી રીતે રજૂઆતો કરવી અને પોતાની માગણી સંતોષાય તે માટે રણનીતિ ધડવા માટે સમસ્ત ખડાયતાના ગુજરાતભરના આગેવાનો અમદાવાદ ખાતે સી.કે.ખડાયતા છાત્રાલયમાં એકઠા થયા હતા. ખડાયતા જ્ઞાતિના અગ્રણી અને ખડાયતા જ્ઞાતિ દ્વારા જ્ઞાતિરત્નનું બિરુદ પામેલ જયંતિલાલ કાચવાળાની અદ્યક્ષતામાં સમસ્ત ખડાયતા જ્ઞાતિની બેઠક મળી હતી જેમાં વિવિધ એકડાના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા અને સમગ્ર અનામતની ચળવળને આગળ વધારવા માટે જ્ઞાતિના યુવાપાંખના પ્રમુખ જયેશભાઈ શાહને લીડર બનાવી તેઓની દોરવણી હેઠળ સમગ્ર આંદોલન આગળ વધારવા સર્વસંમતિ થઈ હતી. અનામત મુદ્દે મળેલ બેઠકમાં અનામત પ્રથા ને કારણે ઉપસ્થિત જ્ઞાતિજનોને ભૂતકાળમાં તેમજ વર્તમાનમાં પડેલી વિવિધ મુશ્કેલીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ પોતાના પૂત્ર અને પૂત્રીને સારા માર્ક હોવા છતા ઉચ્ચ અભ્યાસ માટે કોલેજમાં દાખલો મેળવવા માટે અનામતના કારણે કેવા અનુભવો થયા હતા તે જાહેરમાં લોકો સમક્ષ રજૂ કર્યા હતા અને ભવિષ્યમાં આજ મુશ્કેલીનો સામનો અન્ય જ્ઞાતિજનોને ન પડે તે માટે સૌ કોઈએ એક જૂથ થઈ જ્ઞાતિને અનામતમાં સમાવવામાં આવે તેવી માંગ ઉગ્ર બનાવવા આહ્વાન કર્યું હતું. આ સમયે ૨૦૦૬માં મળેલ ખડાયતા પરિષદ દરમ્યાન જ્ઞાતિને અનામત આપવાના મુદ્દે જે ઠરાવ થયો હતો તે ઉપસ્થિત જ્ઞાતિજનો સમક્ષ વાંચવામાં આવ્યો હતો. ખડાયતા જ્ઞાતિના અગ્રણી જયંતિભાઈ કાચવાળાએ જણાવ્યું હતુ કે ૨૦૦૬માં પણ ખડાયતા સમાજને અનામત આપવા માગણી કરવામાં આવી હતી અને જે તે વિભાગમાં આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતું પરિનામ શુન્ય આવ્યું હતુ આજે પણ તે રજૂઆત અંગે કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી ત્યારે હવે સમયની માંગને ધ્યાનમાં રાખી જ્ઞાતિને અનામત મળે તે માટે આંદોલનનો માર્ગ અપનાવવા તેઓએ આહ્વાન કર્યું હતું તેઓએ ઉમેર્યું હતુ કે જે ગાંધીજી પણ વૈષ્ણવ હતા તેઓએ દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો ત્યારે તેઓની જ્ઞાતિજ આજે નોકરી તેમજ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવામાં બાકાત રહે તે કેટલું વ્યાજબી છે. સમગ્ર એકડાના ખડાયતા અગ્રણીઓએ સદર આંદોલન તેજ બનાવવા સકારાત્મક અભિગમ દાખવવા જણાવ્યું હતુ ને આંદોલનમાં છેવાડાના ખડાયતા મિત્રોને પણ જોડાવવા હાકાલ કરી હતી. વધુમાં આવનાર તા.૩૦.૮.૨૦૧૫ના રોજ સમગ્ર ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓ સહીત યુવાનોની પૂનઃ બેઠક સી.કે.ખડાયતા છાત્રાલય ખાતે બપોરે ૨ કલાકે મળશે જેમાં તમામ જિલ્લા મથકો ખાતે ખડાયતા જ્ઞાતિજનો દ્વારા કલેક્ટરશ્રીને તેમજ તાલુકા મથક ખાતે મામલતદારશ્રીને આવેદન પત્ર આપવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવશે. વધુમાં નરેશભાઈ શાહએ જણાવ્યું હતુ કે બ્રહ્મ સમાજ દ્વારા પણ અનામત માંગણી કરવામાં આવી રહી છે અને ખડાયતા સમાજને પણ અનામત મળે તે માટે તેઓએ ટેકો જાહેર કર્યો છે, ખડાયતા સમાજ દ્વારા પણ બ્રહ્મ સમાજની સદર ચળવળને આવકારી એકજૂથ થઈ આગળ વધવા અપીલ કરી હતી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: