આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ બ્રહ્મકુમારીઝ દ્વારા રચનાત્મક અભિવ્યક્તિ સ્પર્ધા યોજાઈ.


– વિજેયતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું.

BK BK01

ઉમરેઠ બ્રહ્મકુમારીઝ દ્વારા ચાર દિવસીય રચનાત્મક અભિવ્યક્તિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨.૮.૨૦૧૫ના રોજ રચનાત્મક અભિવ્યક્તિ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધામાં વિજેયતા થયેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો અને ઈનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાઓ ૭-૧૧ વર્ષ અને ૧૨-૧૬ વર્ષના વિદ્યાર્થીઓ માટે બે ભાગમાં યોજાઈ હતી. જેમાં સ્મૃતિ કસોટી, નિબંધ સ્પર્ધા, ચોત્ર સ્પર્ધા, વેશભૂષા, ભજન સ્પર્ધા સહીત આરતી સુશોભન સ્પર્ધાઓ યોજાઈ હતી. સમાપન સમારોહમાં વિજેયતા વિદ્યાર્થીઓને પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતોૂ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેની ઉપસ્થીત લોકોએ સરાહના કરી હતી. સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન પદે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગરજસિંહ ચૌહાણ, બ્ર.કુ ગજાનંદભાઈ (આબું) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધકોને ઈનામ એનાયત કરી પ્રોત્સાહીત કર્યા હતા. પ્રાસંગિક પ્રવચન કરતા ભૃગરાજસિંહ ચૌહાણે તેમજ બ્ર.કુ. ગજાનંદભાઈએ વિદ્યાર્થીઓની પ્રતિભાની પ્રશંશા કરી હતી અને તે પ્રતિભાને રજૂ કરવા માટે પ્લ્કેટફોર્મ પુરુ પાડવા બદલ ઉમરેઠ બ્રહ્મકુમારીઝ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બ્ર.કુ. વિનયભાઈએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ આયોજન ઉમરેઠ બ્ર.કુમારિ કેન્દ્રના બ્ર.કુ.નિતાબેન, બ્ર.કુ.અર્પિતાબેન કરી હતી. કાર્યક્રમમાં વિરપુર બ્ર.કુમારી સેવા કેન્દ્રના સંચાલક નિલમબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ વિદ્યાનગર કેન્દ્રના સંચાલિકા જાગૃતિબેને કરી હતી.

Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: