આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં એલ.પી.જી સબસીડી છોડો અભિયાન યોજાયું.


giveitup01

રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદીયાએ એચ.પી.સી.એલના ડે.સેલ્સ મેનેજર સૌરભસિંહને ગીવ ઈટ અપ એલ.પી.જી સબસીડીનું ફોર્મ ભરી સુપ્રત કર્યું હતું.

ઉમરેઠમાં ગુરુદત્તાત્રેય હોલ ખાતે ખેડા જિલ્લા પરિવાર સદભાવના ટ્રસ્ટ સંચાલિત સિનિયર સિટીઝન ફોરમ દ્વારા લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ અને લાયોનેસ ક્લબ ઓફ ઉમરેઠના સહયોગથી એમ.જીતેન્દ્ર.શાહ એચ.પી.ગેસ ડીલરના સહકારથી “એલ.પી.જી સબસીડી છોડો અભિયાન” તેમજ “સેફ્ટી ક્લિનિક”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં ઉદ્ગાટક તરીકે રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદીયા, સમારોહના પ્રમુખ કિરીટભાઈ ગાભાવાળા (પ્રમુખ-લાયન્સ ક્લબ),મુખ્ય મહેમાન સૌરભસિંહ (ડે.મેનેજર-એચ.પી.સી.એલ),અતિથિ વિશેષ ભૂપેન્દ્રભાઈ પટેલ(ચેરમેન-કારોબારી કમિટી, નગરપાલિકા),વ્યક્તિ વિશેષ કનુભાઈ દોશી (ડાકોર) અને ચંન્દ્રકાન્તભાઈ પટેલ(થામણા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન કરતા કમલભાઈ વ્યાસ (પેઈન્ટર)એ ઉપસ્થિત મહાનુંભાવોનો પરિચય આપી તેઓને આવકાર આપ્યો હતો. ખેડા જિલ્લા પરિવાર સદભાવના ટ્રસ્ટ સંચાલિત સિનિયર સિટીઝન ફોરમ દ્વારા સતત ત્રણ વર્ષ થી ફાઈવ સ્ટાર રેઈટીંગ ધરાવવા માટે તેમજ વડોદરા સેલ્સ એરીયામાં શ્રેષ્ઠ ડીલરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ એચ.પી.ગેસ ડીલર મુકેશભાઈ દોશીનું સન્માન કરવામાં આવ્યું હતું..એચ.પી.ગેસ ઉમરેઠ દ્વારા આયોજીત ગીવ ઈટ અપ એલ.પી.જી સબસીડી અભિયાનને સમર્થન આપતા સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેનાર આણંદ જિલ્લા રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયાએ ગીવ ઈટ અપ સબસીડીનું ફોર્મ ભરી એચ.પી.સી.એલના ડે.સેલ્સ મેનેજર શ્રી સૌરભસિંહને સુપ્રત કર્યું હતું.

આ સમયે સમારોહમા ઉપસ્થિત અન્ય મહેમાનોએ પણ પોતાની એલ.પી.જી સબસીડી જતી કરવા સકારાત્મક અભિગમ દાખવ્યો હતો. સુરક્ષા અભિયાન અંતર્ગત એચ.પી.સી.એલના ડે.સેલ્સ મેનેજર શ્રી સૌરભસિંહએ ઉપસ્થિત લોકોને એલ.પી.જી ગેસ વાપરતા સમયે રાખવામાં આવતી તકેદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિપકભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે સદભાવના પરિવાર ટ્રસ્ટ સંચાલીત સિનિયર સિટીઝન ફોરમના સભ્યો કે જેઓની સદર મહીનામાં જન્મ તારીખ આવતી હોત તેઓને કલગી અને મોમેન્ટ આપી સન્માનીત કર્યા હતા. સંસ્થાના પ્રમુખ કમલભાઈ પેઈન્ટરે એલ.પી.જી સબસીડી છોડનાર તમામ લોકોની સરાહના કરી હતી.

Advertisements

One response to “ઉમરેઠમાં એલ.પી.જી સબસીડી છોડો અભિયાન યોજાયું.

  1. HOTMAIL NEW ઓગસ્ટ 4, 2015 પર 6:31 પી એમ(pm)

    Congratulations to Mukesh and all concerned. Giving up subsidy shows confidence towards the nation.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: