આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કના નવનિર્મિત મકાનનું લોકાર્પણ


ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક આણંદ જિલ્લામાં એ.ટી.એમ સેવા આપનાર પ્રથમ કો.ઓ.બેન્ક બની.

bank01

ધી ઉમરેઠ અર્બન બેંકના નવનિર્મિત મકાનમાં રીબીન કાપી ચેરમેન રશ્મીભાઈ શાહ, મેનેજર કૌશીકભાઈ શાહ(ચાંગ) સહીત ડીરેક્ટરશ્રીઓ તેમજ કર્મચારી ગણએ પ્રવેશ કર્યો હતો.

bank02

ધી ઉમરેઠ અર્બન બેંક દ્વારા એ.ટી.એમ સેવ લોન્ચ કરાઈ હતી. આ સમયે બેંકના ચેરમેન રશ્મીભાઈ શાહએ બેંકના ગ્રાહકને એ.ટી.એમ કાર્ડ અર્પણ કર્યું હતું.

ઉમરેઠ તા. એક તરફ ચરોતર સહીત ગુજરાતભરમાં કો.ઓપરેટીવ બેંક પરથી ગ્રાહકોનો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે અને ટપોટપ કો.ઓપરેટીવ બેંક બંધ થઈ રહી છે ત્યારે ચરોતરનો ઉંબરો કહેવાતા ઉમરેઠની ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક ગ્રાહકોના વિશ્વાસ સાથે સફળતાના શિખરો સર કરી રહી છે.ઉમરેઠની ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક દ્વારા આજે નવનિર્મિત મકાનનું લોકાર્પણ તેમજ એ.ટી.એમ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ સાથે ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કની યશ કલગીમાં એક પીછ ઉમેરાયું હતું.

આ પ્રસંગે ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કના ચેરમેન રશ્મીભાઈ શાહ(વકીલ),મેનેજર કૌશીકભાઈ શાહ (ચાંગ)અને બેંકના ડીરોક્ટરશ્રીઓ,કર્મચારીઓએ રીબીન કાપી બેંકમાં વિધિવધ પ્રવેશ કર્યો હતો. બેંકના ચેરમેન રશ્મીભાઈ શાહ (વકીલ)એ જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન યુગમાં ખાનગી બેંક સામે હરિફાઈમાં ટકી રહેવા બેંકોએ ગ્રાહકોને વધુને વધુ સુવિધા પાડવી જરુરી બની ગઈ છે, જે અંતર્ગત ધી ઉમરેઠ અર્બન બેંક દ્વારા નવું સુવિધાજકન મકાનનું નિર્માણ કરેલ છે. બેંકમાં આવતા ગ્રાહકોને પાર્કિંગની સુવિધા પણ હવે ઉપલબ્ધ બનાવી છે. તેઓએ ઉમેર્યું હતુ કે, ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કના ગ્રાહકો હવે બેંકમાં સામાન્ય ફોર્મ ભરી એ.ટી.એમ કાર્ડ પણ મેળવી શકશે, જે એ.ટી.એમ કાર્ડ કોઈ પણ બેંકના એ.ટી.એમમાં ઉપયોગ કરી શકાશે. આ માટે અન્ય બેન્કોની જેમ એ.ટી.એમ માટે ગ્રાહકોએ વાર્ષિક ચાર્જ ચુકવવાનો રહેશે.

એ.ટી.એમ કાર્ડ અંગે વધુ માહીતી આપતા બેંકના ચેરમેન કૌશીકભાઈ શાહએ જણાવ્યું હતુ કે, ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કને આણંદ જિલ્લામાં એ.ટી.એમ સેવા આપનાર પ્રથમ બેંક હોવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે. તેઓએ ઉમેર્યું હતુ કે, ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક એચ.ડી.એફ.સી બેન્ક સાથે જોડાણ ધરાવે છે, જેથી એચ.ડી.એફ.સી બેંકના એ.ટી.એમ ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેંકના હોમ એ.ટી.એમ તરીકે ગણાશે જ્યારે અન્ય બેંકના એ.ટી.એમનો ગ્રાહકો પાંચ થી વધુ વાર ઉપયોગ કરશે તો તેઓને આર.બી.આઈના નિયમ મુજબ ચાર્જ થશે.

This slideshow requires JavaScript.

ઉલ્લેખનીય છે કે ધી.ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક છેલ્લા કેટલાય વર્ષથી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી સુવિધા પુરી પાડી રહી છે ત્યારે હવે એ.ટી.એમ સેવા પુરી પાડતા બેંકના ગ્રાહકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઉમરેઠની સૌથી જૂની બેંક હોવાને કારણે હાલમાં કેટલાય લોકો માત્ર ધી ઉમરેઠ અર્બન બેંક માંજ એકાઊન્ટ ધારણ કરતા હોવાથી હવે તેઓ દેશના કોઈ પણ ખૂણે બેંકના એ.ટી.એમથી પૈસા ઉપાડી શકશે. બેંકના નવનિર્મિત મકાનના લોકાર્પણ અને એ.ટી.એમ કાર્ડના લોન્ચીંગ સમયે બેંકના ચેરમેન રશ્મીભાઈ શાહ(વકીલ),કૌશીકભાઈ શાહ(મેનેજર), હરિવદનભાઈ શાહ,પંકજભાઈ શાહ,જયપ્રકાશ શાહ(જે.પી) સહીત બેંકના કર્મચારીઓ અને આમંત્રીતો ઉપસ્થીત રહ્યા હતા.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: