આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ બસ સ્ટેશનમાં આડેધડ ઉભી રહેતી બસોને કારણે મુસાફરો પરેશન.


  • પ્લેટફોર્મ ઉપર બસ ઉભી રહેતી નથી મુસાફરોએ બસની પાછળ દોડાદોડ કરવી પડે છે.

Jpeg

ઉમરેઠ બસ સ્ટેશન નવું બન્યા પછી બકરી કાઢતા ઊંટ ગુસ્યું હોવાનો લોકો અહેસાસ કરી રહ્યા છે. નવા બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર બસ ન ઉભી રહેતી હોવાને કારણે મુસાફરો ખાસ્સા પરેશાન થઈ રહ્યા છે રણીધણી વગરના ઉમરેઠ બસ સ્ટેશનમાં મુસાફરોને પડતી મુશ્કેલીઓ દુર કરવા એસ.ટી તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરે છે પરંતું કોઈ પરિણાત્મક પગલા ભરતું નથી જેને કારણે ઉમરેઠના મુસાફરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

ઉમરેઠ બસ સ્ટેશનમાં બસ સ્ટેશનમાં પ્રવેશતા સામેની બાજૂ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેને કારણે બસ ડ્રાઈવરને પ્લેટફોર્મ ઉપર બસ લઈ જવામાં મુશ્કેલી પડે છે જેથી બસ ડ્રાઈવર બસ સ્ટેશનમાં પ્રવેશ કરી તેને યોગ્ય લાગે ત્યાં બસ ઉભી રાખે છે જેથી પ્લેટફોર્મ પર ઉભા રહેલા મુસાફરોને જ્યાં બસ ઉભી હોય ત્યાં દોડીને જવું પડે છે, આવા સમયે મહીલાઓ અને બાળકો સહીત વૃધ્ધ લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બસ પાછળ દોડવાને કારણે વૃધ્ધો અને મહીલાઓ કેટલીક વાર પડી જવાના પણ બનાવો બન્યા હોવાનું સ્થાનિકો ચર્ચા કરે છે.

છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરેઠ બસ સ્ટેશનમાં પડતી સદર મુશ્કેલી અંગે ગામના જાગૃત લોકો દ્વારા ડાકોર ડેપો સહીત એસ.ટી તંત્રમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતા એસ.ટી તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરી સબ સલામતની બંડો પોકારે છે પરંતું હકીકતમાં ઉમરેઠ બસ સ્ટેશનમાં મુસાફરોની મુશ્કેલીઓ જ્યાંની ત્યાંજ હોવાનું લોકો કહી રહ્યા છે.

એસ.ટી.તંત્ર ધારાસભ્યને પણ ઉઠા ભણાવે છે..?

ઉમરેઠ બસ સ્ટેશનમાં મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ દ્વારા તાજેતરમાં રજૂઆત કરવામાં આવી હતી, આ સમયે ગણતરીના દિવસોમાં એસ.ટી તંત્ર દ્વારા તેઓને પ્રત્યુત્તર પાઠવી બસ પ્લેટફોર્મ ઉપર ઉભી રહેશે અને ડાકોર ડેપો માંથી એક કર્મચારી ઉમરેઠ બસ સ્ટેશનમાં વ્યવસ્થા જાળવવા ઉપસ્થિત રહેશે અને એસ.ટી તંત્રના અન્ય અધિકારી દ્વારા પણ આ અંગે સર્પ્રાઈઝ વીઝીટ થતી રહેશે તેવું લેખિતમાં ધારાસભ્યને પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું હતું પરંતુ હજૂ પણ ઉમરેઠ બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર બસ નથી ઉભી રહેતી તે સનાતન સત્ય છે.

પ્લેટફોર્મની ગોઠવણી વ્યવસ્થીત નથી – બસ ડ્રાઈવર

ઉમરેઠ બસ સ્ટેશન પર બસ વ્યવસ્થીત રીતે પ્લેટફોર્મ પ બસ ન ઉભી રાખવાનું કારણ પુછતા કેટલાક બસ ડ્રાઈવરોએ જણાવ્યું હતુ કે ઉમરેઠ બસ સ્ટેશનમાં બસ સ્ટેશનમાં પ્રવેશ કરતા સામેની બાજૂ પ્લેટફોર્મ છે જેથી બસ ઉલ્ટી દીશામાં વાડી રીવર્સ કરી પ્લેટફોર્મ પર લઈ જવી પડે આમ કરવામાં સમય વધારે લાગે છે તેમજ અકસ્માતનો પણ ભય રહે છે જેથી જ્યાં જગ્યા દેખાય ત્યાં બસ ઉભી રાખવી પડે છે. પ્લેટફોર્મની યોગ્ય રીતે ગોઠવણી થાય તો આ સમસ્યા દૂર થઈ શકે તેમ છે.

જમણી અને ડાબી બાજૂ પ્લેટફોર્મ બનાવવાની જરૂર

ઉમરેઠ બસ સ્ટેશનમાં પ્રવેશ કરતા જમણી બાજૂ અને ડાબી બાજૂ પ્લેટફોર્મ બનાવવાની જરૂર છે તો કાયમી રીતે ઉમરેઠ બસ સ્ટેશનમાં મુસાફરોને પડતી સમસ્યા દૂર થઈ શકે છે. બસ સ્ટેશનમાં પ્રવેશ કરતા જમણી બાજૂ વડોદરા અને અમદાવાદ તરફ જતી બસ અને ડાબી બાજૂ ડાકોર તરફ જતી બસ ઉભી રાખવામાં આવો તો ડ્રાઈવરો સહીત મુસાફરોને રાહત થાય તેમ છે તેવું મુસાફરો સહીત બસ ડ્રાઈવરો મત વ્યક્ત કરી રહ્યા છે.

બસ સ્ટેશનના પ્લેટફોર્મના રી-એરેન્જમેન્ટ અંગે રજૂઆત – જયંત પટેલ (ધારાસભ્ય)

ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે તાજેતરમાં વા.વ્ય.મંત્રી નિતિનભાઈ પટેલને ઉમરેઠ બસ સ્ટેશનમાં પડતી સમસ્યાને લઈ રજૂઆત કરી છે, અને ઉમરેઠ બસ સ્ટેશનથી બસ રૂટ વધારવા સહીત બસ સ્ટેશનમાં સુવિધાઓ વધારવા તેમજ પ્લેટફોર્મ રી-એરેન્જમેન્ટ કરવા સહીતના સુધારા વધારા અંગે ટુંક સમયમાં પરિણાત્મક પગલા ભરવામાં આવશે તેવી ખાતરી મળી છે.

One response to “ઉમરેઠ બસ સ્ટેશનમાં આડેધડ ઉભી રહેતી બસોને કારણે મુસાફરો પરેશન.

  1. Sandeep Shah October 15, 2014 at 8:35 pm

    bhai aa badhu to varso thi chale chhe, koi ne umreth ni padi nathi, darek party na MLA thai gaya umreth ma pan, no change , i hope kaik saru thay

    Liked by 1 person

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: