આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં નવા રસ્તા બનવાનું કામ પાછું ઠેલાયું..!


ચોમાસા પછી બનનારા રસ્તા હવે દિવાળી પછી બનશે.

છેલ્લા કેટલાય વર્ષથી ઉમરેઠના રસ્તાઓની હાલત તદ્દન બિસ્માર થઈ ગઈ છે તેમાં પણ હાલમાં ખાસ કરીને દરજીવાડના નાકા તેમજ ચોકસી બજાર વિસ્તારની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ છે, થોડા મહીના ઉપર ચોકસી બજારમાં થિંગડા મારીને લોકોની કોણીએ તંત્રએ ગોળ ચોપળ્યો હતો પરંતુ દરજીવાડના નાકા વિસ્તારમાં તો રીતસર પાવાગઢ ચઢતા હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે,આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે પાલિકા તંત્ર દ્વારા ચોમાસા બાદ રસ્તા બનાવવાની ખાતરી આપવામાં આવી હતી, જ્યારે હવે ચોમાસા બાદ ફરી પાલિકા તંત્રએ દિવાળી પછીની મુદત આપતા હવે ઉમરેઠના લોકોએ દિવાળીમાં પણ ખરાબ રસ્તાની પરેશાનીનો ભોગ બનવું પડશે.

ઉમરેઠના કેટલાય વિસ્તારોમાં મુખ્ય માર્ગોની હાલત ખરાબ છે, પ્રજાજનો આક્ષેપ કરી રહ્યા છે કે, જ્યારે પણ રસ્તા બને ત્યારે ગણતરીના મહીનાઓમાં તુટી જતા હોય છે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતનો તેઓએ ભોગ બનવું પડે છે. દરજીવાડના નાકા વિસ્તારમાં દિવસભર મોટી સંખ્યામાં અવર જવર થતી હોય છે જેથી લોકોને ભારે અગવડ પડી રહી છે. વાહન ચાલકતો શું ચાલતા અવર જવર કરતા લોકોને પણ આ માર્ગ પરથી અવર જવર કરવું મુશ્કેલ બની રહ્યું છે. દરજીવાડના નાકા સહીતના નગરના અન્ય માર્ગ તંદુરસ્ત થાય તેની નગરજનો કાગદોળે વાટ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલિકાના સૂત્રો દ્વારા અગાઊ સદર વિસ્તારના રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ ફાળવણી થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ હાથધરવામાં આવશે તેવી વાતો કરી હતી પરંતુ હાલમાં સદર વિસ્તાર ઉબડ ખાબડ રસ્તાથી ઓળખાય છે તે હકીકત છે.

દિવાળી પછી નવા રસ્તા બની જશે – સંજય પટેલ , પ્રમુખ

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલને નગરના બિસ્માર રસ્તા અંગે પુછતા તેઓએ જણાવ્યું હતુ કે દરજીવાડ નાકા સહીત અન્ય વિસ્તારમાં રસ્તા નવા બનાવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, ચોમાસાને કારણે રસ્તા બનાવવામાં વિલંબ કર્યો હતો પરંતુ હવે દિવાળી બાદ ચોક્કસ નવા રસ્તા બની જશે તે માટે ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા છે જે આજકાલમાં ખોલવામાં આવશે અને દિવાળી વેકેશન બાદ નવા માર્ગનું કામ શરૂ થઈ જશે.

Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: