આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના જીવન આધાર સેવા સંકૂલનો ૧૦મા વર્ષમાં મંગલ પ્રવેશ


અમારે ભુખ્યા નથી સુવુ પડતુ…!

jivanaadhar

જીવન આધાર સેવા સંકુલની ટીફીન સેવાનો લાભ લેતા જરૂરિયાતમંદ વૃધ્ધોએ જણાવ્યું હતુ કે સદર સંસ્થાના પ્રતાપે અમારે ભૂખ્યા સુવુ નથી પડતું. સદર સંસ્થા અમો માટે આશિર્વાદ સમાન છે,વૃધ્ધોએ સંસ્થાના સંચાલકો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રવર્તમાન યુગમાં જ્યારે ઘરડા ઘરો ઉભરાઈ રહ્યા છે,વૃધ્ધો પ્રત્યે યુવાન ધૃણા અને તિરસ્કાર ભાવના રાખે છે, કેટલાય યુવાનો પોતાના મા-બાપને પણ પોતાની સાથે રાખતા મોઢું મચકોડે છે અને માતા-પિતા પોતાના પૂત્રોની ઘરે ફુટબોલની જેમ આમ થી તેમ ફરવા મજબુર બને છે,ત્યારે ઉમરેઠના ત્રણ યુવાનો નગરના અશક્ત વૃધ્ધોને દરોજ્જ ઘરે બેઠા પૈષ્ટીક ભોજન પિરસી સમાજમાં સેવાનું અનોખું ઉદાહરણ આપી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષથી ઉમરેઠના હરિવદનભાઈ શાહ, નિતિનભાઈ શાહ, તેમજ અનિલભાઈ દેસાઈ ઉમરેઠના અશક્ત વૃધ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયા ટોકન લઈ ગરમા ગરમ ભોજન પૂરુ પાડે છે જેને લીધે ઉમરેઠના લગભગ સો થી પણ વધુ અશક્ત વૃધ્ધો દરોજ્જ ભરપેટ ભોજન કરી શકે છે.

ઉમરેઠના સદર ત્રણ યુવાનોની સેવાભાવનાને પ્રોત્સાહન આપવા ઉમરેઠના તેમજ ઉમરેઠ બહારના કેટલાય સેવાભાવી લોકો પરોક્ષ રીતે તેઓને આર્થિક સહયોગ કરવા આગળ આવી તેઓના આ ભગીરથ કાર્યને વેગવંતું બનાવે છે. સંસ્થાના સંચાલક હરિવદનભાઈ શાહએ જણાવ્યું હતુ કે,સંસ્થાની શરૂઆત થઈ ત્યારે માત્ર ૨૫ લાભાર્થી હતા હાલમાં ૧૦૯ જરૂરિયાતમંદ વૃધ્ધો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે, તેઓએ ઉમેર્યું હતુ કે સંસ્થાનો વહીવટ વ્યવસ્થીત રીતે થાય અને પારદર્શીતા જળવાઈ રહે તે માટે સંસ્થાના અન્ય વહીવટ કર્તા અનિલભાઈ દેસાઈ અને નિતિનભાઈ શાહ સાથે વિવિધ કાર્યોની વહેંચની કરેલ છે જેથી નિયમિત પ્રત્યક્ષ રીતે સંસ્થાના કાર્ય ઉપર નજર રાખી શકાય. અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે, અઠવાડિયાના તમામ દિવસે અલગ અલગ ભોજન આપવામાં આવે છે અને દરેક વાર પ્રમાને મેનું પહેલેથી નક્કી કરેલ છે જેથી દરોજ્જ સવારે સંસ્થાના રસોઈયા જે-તે વાર મુજબ નક્કી કરેલ ભોજન બનાવી દેતા હોય છે અને સવારે ૧૧ કલાકથી સંસ્થાના માણસો રીક્ષા દ્વારા જરૂરિયાતમંદોને ભોજન આપવા નિકળી પડે છે. વધુમાં સંસ્થાના અન્ય વહીવટકર્તા નિતિનભાઈ શાહએ જણાવ્યું હતુ કે સંસ્થાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૩,૨૮,૦૫૯ ટીફીનનું લાભાર્થિઓને વિતરણ કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા વાર-તહેવારે મેનુ તહેવારને અનુલક્ષી બનાવવામાં આવે છે હોળીમાં ધાણી-ચણા અને દશેરાએ ફાફડા-જલેબીનું પણ વિતરણ કરવામાં આવે છે, તેઓએ સંસ્થાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થા દ્વારા કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા પણ માંગી હતી.

૧૦૯ જરૂરિયાતમંદ વૃધ્ધો સદર સેવાનો લાભ લઈ રહ્યા છે.

 

આજે રાજભોગ પિરસાયો…!

આજે જીવન આધાર સેવા સંકૂલનો દશમાં વર્ષમાં પ્રવેશ થતા રાજભોગની સામાગ્રી બનાવવામાં આવી હતી જે જરૂરિયાત મંદ વૃધ્ધોને પિરસવામાં આવી હતી તે સંસ્થાના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તમે પણ કરી શકો છો સંસ્થાને મદદ

જીવન આધાર સેવા સંકૂલના સદર ભગીરથ કાર્યમાં તમે પણ પરોક્ષ રીતે સહભાગી બની શકો છો. જીવન આધાર સેવા સંકુલની સેવા અવિરત ચાલું રહે તે માટે તમે આર્થિક સહયોગ કરી શકો છો, સંસ્થાનો દેના બેન્કનો એકાઊન્ટ નંબર – ૦૦૯૦૧૦૦૦૪૩૪૮ છે.

વધુ માહીતી માટે સંસ્થાના કાર્યકરોના સંપર્ક સુત્ર –

હરિવદન કનૈયાલાલ શાહ મો. ૯૪૨૯૬ ૬૩૭૩૭ અને ૯૩૨૭૯૬૪૮૧૩

નિતિનભાઈ રમણલાલ શાહ (ઘંટીવાળા) મો. ૯૪૨૬૫ ૨૪૦૦૯

અનિલભાઈ ઠાકોરલાલ દેસાઈ મો.૯૪૨૮૪ ૩૫૫૦૨

2 responses to “ઉમરેઠના જીવન આધાર સેવા સંકૂલનો ૧૦મા વર્ષમાં મંગલ પ્રવેશ

  1. Dilip Shah September 12, 2014 at 1:39 pm

    Thanks a lot for sharing information about such a nice activity

    Like

  2. jignesh September 12, 2014 at 10:09 pm

    keep it up…harivadanbhai nitinbhai& anilbhai , this is truly social activity.ABHINANDAN.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: