આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ


સોસાયટીના રહીશો તેમજ ખ.વે.સંઘના વહેપારીઓને ચિંતા સાથે અગમચેતી દાખવી

Jpeg Jpeg Jpeg Jpeg

ઉમરેઠમાં બે દિવસથી પડેલા અવિરત વરસાદને કારન કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને બેચરી ફાટક પાસે આવેલ ઝુપડ પટ્ટી વિસ્તારના લોકો ખાસ્સા પ્રભાવિત થયા હત. નગારી ફાટક તેમજ મફતલાલની ચાલી વિસ્તારની ઝુપડપટ્ટીમાં અચાનક પાણી આવી જતા લોકોને પોતાના સામાન ખસેડવાનો સમય પણ મળ્યો ન હતો. કેટલાક ઝુપડા સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હતા. ઉમરેઠ ડુંગરીપૂરા માર્ગ પર કેડસમા પાણી ભરાઈ ગયા હતા. આજે સવારે પાણીનું સ્તર વધતા નગારી ફાટકનું પાણી બેચરી ફાટક પાસે આવેલા ડેન્સા થી ગાયત્રિ મંદિર રોડ પર પોલીસ લાઈન સુધી આવી ગયું હતુ પરંતુ આજે સવારથી વરસાદ નહીવત રહેતા હવે પાણી ઓસરવાની લોકોને આશા જાગી છે છતા કાળા વાદળોને કારણે લોકોને શંકા કુશંકા થઈ રહી છે. ઉમરેઠમાં રેલ્વે ફાટક પાસેની કેટલીક સોસાયટીના રહીશો દ્વારા અગમચેતી સ્વરૂપે પોતાના ઘરનો સામાન પણ યોગ્ય ઉંચાઈએ મુકયો હતો જ્યારે ખ.વે.સંઘના વહેપારીઓ દ્વારા પણ અગમચેતી રાખવામાં આવતી હોવાનું જાણવા મળે છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.