આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય બાળપારાયણનું આયોજન


બાળવક્તા યશ જયેશભાઈ પટેલે શાસ્ત્રીજી મહારાજના બાળપણના દિવ્ય પ્રસંગોનું રસપાન કરાવ્યું

balparayan01 BALPARAYAN02

વિદ્યાર્થીઓમાં ધાર્મિક ભાવના વધે અને તેઓ સત્સંગ તરફ રૂચિ ધરાવતા થાત તે હેતુ થી લગભગ ૬૦ વર્ષ પહેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે બાળકોને બાળપારાયણ સ્વરૂપે અનોખો ધાર્મિક વારસો આપ્યો હતો. જે પરંપરાગત મુજબ બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં બાળપારાયણનું આયોજન થતુ હોય છે. જેમાં સત્સંગીઓના બાળકો નક્કી કરાયલ વિષયો ઉપર પોતાના વિચારો તેમજ ધાર્મિક પ્રવચનો રજૂ કરે છે. સદર બાળ પારાયણમાં અમદાવાદ શાહીબાગ બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી “જય જય શાસ્ત્રીજી મહારાજ” વિષય ઉપર બાળપારાયણના આયોજન કરવાની આજ્ઞા મળી હતી જેના ભાગરૂપે ઉમરેઠના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ ૨૨ ,૨૩ અને ૨૪ ઓગષ્ટે ત્રિદિવસીય બાળપારાયણનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં સત્સંગીઓ તેમજ તેઓના બાળકો સહ પરિવાર ભાગ લીધો હતો, બાળપારાયણની શરૂઆત શ્રી સ્વામિનારયાયણ ભગવાનની ધૂન,સ્તુતિ સાથે કરવામાં આવી હતી. આ અંગે સત્સંગી વિશાલભાઈ પટેલે જણાવ્યું હતુ કે, બાળકો દ્વારા બાળપારાયણમાં ધાર્મિક પ્રવચન કરવામાં આવે છે, તેઓને પોતાનું પ્રવચન તૈયાર કરવા સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓ તેમજ તેઓના પરિવારજનો મદદ કરે છે, ત્યાર બાદ બાળકો પોતાના વિચારો તેઓની ભાષામાં સૌ સમક્ષ રજૂ કરે છે. બાળપારાયણના પ્રથમ દિવસે યશ જયેશભાઈ પટેલે શાસ્ત્રીજી મહારાજના બાળપણના દિવ્ય પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું અને ઉપસ્થિત સત્સંગીઓને મંત્ર મુગ્ન કરી દીધા હતા ઉલ્લેખનીય છે કે બાળ સત્સંગીઓ ઈગ્લિસ મિડીયમ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવા છતા પણ તેઓ દ્વારા સુંદર રીતે શાસ્ત્રીજી મહારાજના બાળપણના પ્રસંગોને ગુજરાતીમાં સુંદર રીતે પોતાની રીતે પ્રગટ કર્યા હતા અને નૃત્ય, સ્કીટ અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા વિવિધ કાર્યક્રમો નો લાભ ઉપસ્થિત હરિભક્તોને આપ્યો હતો. સમગ્ર બાળપારાયણનું સંચાલન સંસ્થાના સત્સંગી બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતુ, ધાર્મિક પ્રવૃત્તિ બાદ બાળકોની સુસુપ્ત શક્તિઓને નિખારવા માટે ઈતર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું,એકંદરે ઉમરેઠના બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલ ત્રિદિવસીય બાળપારાયણ હર્સોઉલ્લાસ સાથે યોજાયો હતો.

Advertisements

One response to “ઉમરેઠના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય બાળપારાયણનું આયોજન

  1. સુથાર ઉત્કર્ષ ઓગસ્ટ 23, 2014 પર 12:29 પી એમ(pm)

    અદભુત …ન ભૂતો ન ભવિષ્યતિ…..ધન્ય છે baps ના બાળવીરોને ….

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: