આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં ૬૮મા સ્વાતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી.


શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠના શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે સ્વાતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. નિવૃત આચાર્ બાબુભાઈ એસ.પટેલના અધ્યક્ષ પદે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં બાબુભાઈ પટેલે વિદ્યાર્થીઓને દેશને મળેલ મહામૂલી આઝાદીનું જતન કરવા માટે અનુરોધ કર્યો હતો. સદર કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થી દેવાંશી શાહ તેમજ માલવ શેલતે સ્વતંત્રતા દિવસ પર અંગ્રેજીમાં વ્યાખ્યાન કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ન કરી દીધા હતા. શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. સરસ્વતી સ્કૂલના ચેરમેન ર્ડો.મધુસુધન ભગતના હસ્તે વિદ્યાલયના પૂર્વ આચાર્યશ્રી સંજયભાઈ પ્રજાપતિને ભવિષ્યનિધિનો ચેક અર્પન કરવામાં આવ્યો હતો અને તેનોના સ્કૂલ પ્રત્યેના યોગદાનની સરાહના કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.સદ કાર્યક્રમમાં વિદ્યાલયના ટ્રસ્ટ સુજલ શાહ,વ્યવસ્થા સ્થાપક કમિટીના સભ્ય ગુણવંતભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલી ગણ ઉપસ્થિત રહી દેશ પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરી હતી.

વલ્લભપાર્ક સોસાયટી ખાતે ધ્વજવંદન

વલ્લભપાર્ક સોસાયટી ખાતે ધ્વજવંદન

વલ્લભપાર્ક સોસાયટી ઉમરેઠની વલ્લભપાર્ક સોસાયટી ખાતે પણ ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશોએ જણાવ્યું હતુ કે, મોટાભાગે સ્કૂલ અને સરકારી કચેરીઓ માંજ ધ્વજ વંદન કરવામાં આવે છે ત્યારે વલ્લભપાર્ક સોસાયટીના લોકોએ પોતાની સોસાયટીમાં ધ્વજ વંદન કરી સતત બીજા વર્ષે ધ્વજવંદન કર્યું હતુ. સોસાયટીના વડીલો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ જેમાં તમામ રહીશો હાજર રહ્યા હતા.

મામલતદાર કચેરી ઉમરેઠની મામલતદાર કચેરી ખાતે ૬૮માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ઉમરેઠ તાલુકા મામલતદાર જી.આર.વસાવાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને ઝંડાને સલામી આપવામાં આવી હતી. આ પર્વે પ્રાસંગીક સંબોધનમાં મામલતદાર જી.આર.વસાવાએ આઝાદીનું મહત્વ સમજાવ્યું હતુ. મામલતદાર કચેરી ખાતે યોજાયેલ ધ્વજ વંદન કાર્યક્રમમાં નાયબ મામલતદાર મનીષભાઈ, દિપકભાઈ, તેમજ પૂરવઠા મામલતદાર પટેલ સહીત કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉમરેઠ પોલીસ સ્ટેશનના જવાનો અને સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકા પંચાયતની કચેરી ઉમરેઠ તાલુકા પંચાયતની કચેરી ખાતે પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાનના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે નગરની શાળાના વિદ્યાર્થીઓ સહીત ઉપ પ્રમુખ ફરીદભાઈ પઠાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિમલભાઈ પટેલ તેમજ રાજ્ય સભાના સાંસદ લાલસિંહભાઈ વડોદિયા ઉપસ્થિત રહ્યા હતા અને ઝંડાને સલામી આપી હતી.

ભરોડા પ્રાથમિક શાળા ઉમરેઠના ભરોડ ખાતે સ્વતંત્ર દિવસ ઉજવાયો હતો. ભરોડા ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક શાળા સહીત વિનય મંદીરમાં ધ્વજ વંદન કરવા સરકારી અધિકારીઓ સહીત ગ્રામ્યજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો હતો.

ભરોડા સ્કૂલમાં ધ્વજ વંદન

ભરોડા સ્કૂલમાં ધ્વજ વંદન

ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોક્સી)ના હસ્તે ઉંટખરી ખાતે ધ્વજ વંદન

ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોક્સી)ના હસ્તે ઉંટખરી ખાતે ધ્વજ વંદન

ઉટખરી પ્રાથમિક શાળા ઉમરેઠ તાલુકાના ઉંટખરી ગામની પ્રાથમિક શાળામાં ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી)ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના આચાર્ય સહીત શિક્ષણ ગણ અને બાળકો સહીત ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસકી)એ આઝાદી માટે શહીદ થનાર દેશના સપૂતોના બલીદાનને નમન કર્યા હતા અને આઝાદી પર્વના મહત્વને સમજાવ્યું હતું. ૬૮માં સ્વાતંત્રતા દિવસે ઉમરેઠના ઉંટખરી ગામે થનાર વિકાસ કાર્યોનું ખાતમહૂર્ત જયંતભાઈ પટેલે કર્યું હતુ જેમાં ગ્રામ્યજનો અને સરપંચ સહીત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: