આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


અખિલભારતીય શિક્ષણ સંસ્થા “વિદ્યાભારતી” સંલ્ગ્ન શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠ ખાતે ધો.૧૦ અને ધો.૧૨ની પરિક્ષામાં શ્રેષ્ઠ પરિનામ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ વિદ્યાલયના માધ્યમિક વિભાગના દાતા નવીનભાઈ સુત્તરીયાના અધ્યક્ષ પદે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાલયના મુખ્ય દાત ટ્રસ્ટી નવીનભાઈ સુત્તરીયા તરફથી વિદ્યાલયમાં ધો.૧૦માં પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થી દર્શનસિંહ ઝાલાને સુવર્ણ ચંન્દ્રક તેમજ અન્ય વિદ્યાર્થીઓને રજતમુદ્રાઓ અર્પણ કરી સન્માનીત કર્યા હતા. આ ઉપરાંત વિવિધ વિષયોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રોક્કડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર નવીનભાઈ સુત્તરીયા અને અન્ય મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાલયના ચેરમેન ર્ડો.મધુસુધન ભગતે શાળાની વિવિધ સિધ્ધિઓનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો અને શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે દાતાશ્રીઓના સહકારની કદર કરી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે કિર્તિવદનભાઈ શાહ(વિ.નગર),સરલાબેન સુત્તરીયા, અતિથિ વિશેષ પદે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, દિનેશભાઈ શાહ, રોટરી કલબના પ્રમુખ સંદિપભાઈ શાહ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલભાઈ શાહ સહીત નગરના પ્રતિષ્ઠીત નાગરિકો અને બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા અંગે સકારાત્મક અભિવ્યક્તિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવ માટે વિદ્યાલયના આચાર્ય સહીત શિક્ષકો તેમજ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

One response to “ઉમરેઠના શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

  1. deepeeka12850 August 17, 2014 at 10:09 am

    congratulation saraswatividhalaya and keep up

    Liked by 1 person

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: