આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા રતનપુરા ગામ દત્તક લેવાયું


આગામી ત્રણ વર્ષ સુધી સેવાકીય પ્રવૃત્તિઓ કરશે

rરોટરી કલબ ઓફ ઉમરેઠ દ્વારા તાજેતરમાં ઉમરેઠનું રતનપુરા ગામ દત્તક લેવામાં આવ્યું છે. આ અંગે રતનપુરાના સરપંચ તેમજ તલાટી સાથે એમ.યુ.ઓ. કરવામાં આવ્યું છે. રતનપુરા ગામમાં શૈક્ષણિક, આરોગ્યલક્ષી સહિત અન્ય પ્રવૃત્તિઓ આગામી ત્રણ વર્ષ સુધી રોટરી કલબ રતનપુરા ગામે પૂર્ણ કરવા ભારે મુકશે તેમ કહેતાં રોટરી કલબના પ્રમુખ સંદીપભાઇ શાહએ જણાવ્યું હતું કે, રોટરી કલબ દ્વારા મળતી ગ્રાન્ટનો સૌથી વધુ ઉપયોગ રતનપુરા ગામના રહીશોના સુખાકારી માટે ખર્ચ થશે.તાજેતરમાં રતનપુરા ગામના લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ કેળવાય અને લોકો વૃક્ષો રોપે અને તેનું જતન કરે તે માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોટરી કલબ દ્વારા પણ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રતનપુરા ગામના સરપંચ તલાટી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ગામના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. રોટરી કલબ દ્વારા ગામના વિદ્યાર્થીઓને વ્યવસ્થિત શિક્ષણ મળી રહે તે માટે ભાર મુકવામાં આવ્યો હતો અને આગામી સમયમાં શૈક્ષણિક પ્રોજેકટો કરવા ખાતરી આપી હતી. આ પ્રસંગે મયુરભાઇ વ્યાસ (ડી-ચેરમેન, સાક્ષરતા), રો-પ્રમુખ સંદીપભાઇ શાહ, પરાગભાઇ ચોકસી, સેજલભાઇ શાહ, અનિલભાઇ પ્રજાપતિ તેમજ તલાટી બીદુબેન લખારા ઉપસ્થિત રહ્યાં હતાં.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: