આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશોને મોટા મોટા બજેટવાળા કામમાં જ રસ ધરાવે છે..?


ઉમરેઠમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો – સ્થાનિકોમાં આક્રોશ

0103

ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી પાલિકાના સત્તાધીશો વિકાસના કામોની ડંફાશો મારી રહ્યા છે પરંતુ પાણી,ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર આળશું અભિગમ દાખવી હોવાનું નગરજનો ફરિયાદ કરી રહ્યા છે. એક તરફ નગરના કેટલાક વિસ્તારમાં પાણી પૂરવઠો પુરતા ફોર્સમાં ન આવતો હોવાની લોક ચર્ચા થઈ રહી છે,ત્યારે નગરના કેટલાય વિસ્તારોમાં ગંદકી અને ખુલ્લી ગટરોને કારને લોકોનો જીવ અધ્ધર છે ત્યારે નગરના દરજીવાડના નાકા,ત્રિવેદી વગા વિસ્તારના રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જાણે આ વિસ્તાર પાવાગઢમાં આવ્યો હોય તેવો અહેસાસ થાય છે. એક તરફ નગરજનો માળખાગત સુવિધા માટે ટળવળી રહ્યા છે ત્યારે બીજી બાજૂ સત્તાધીશો તો સબ બરાબરની વાતો સાથે નગરમાં વિકાસ થઈ જ રહ્યો છે તેમ છાતી ઠોકી કહી રહ્યા છે..! પણ ખુલ્લી ગટરો, અને ખરાબ રસ્તા લોકોની આંખે ઉડીને વળગી જ રહ્યા છે પણ પાલિકા તંત્ર તેના નિકાલ માટે કોઈ પરિણાત્મક પગલા ભરતું નથી.

વધુમાં જાગૃતજનો તો આક્ષેપ કરી રહ્યા છે કે ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશોને લાખ્ખો-કરોડોના પ્રોજેક્ટ માંજ રસ છે ગટરના ઢાંકના અને ગંદક દૂર કરવા તેમજ રસ્તા રીપેર કરવાના નાના પ્રોજેક્ટમાં કોઈ હાથ નાખવા પણ તૈયાર નથી. નગરના ઓડ બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા બહાર, ઓડ બજાર શોપિંગ સેન્ટર બહાર તેમજ ઓડ બજાર સ્વામિનારાયણ મંદિર બહાર સહીત નગરના કેટલાય વિસ્તારમાં ખુલ્લી ગટરોને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. અગાઊ પણ આ અંગે નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવી હોવા છતા આજ દીન સુધી આ અંગે કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી ત્યારે ઉમરેઠની નગરપાલિકા સ્કૂલ બહાર જ ખુલ્લી ગટર પુરવામાં પાલિકા એક મહીના થી પણ વધુ સમયથી નિષ્ફળ નિવળી રહી છે ત્યારે અન્ય વિસ્તારમાં શું હાલત થશે તેમ નગરજનો વિચાર કરી રહ્યા છે. વધુમાં નગરપાલિકા સ્કૂલ બહાર ખુલ્લી ગટરમાં તાજેતરમાં નગરની ત્રણ પોળ ખાતે રહેતા કમલેશભાઈ શાહ (બેન્કવાળા) પોતાના બાઈક સાથે પડ્યા હતા તેઓને મોઢાના ભાગે ઈજાઓ પણ પહોંચી હતી, આ જોખમી ખાડા ઉપર હાલમાં સ્થાનિકોએ ભંગાર સાઈકલ મુકી દીધી છે પરંતુ પાલિકા તંત્ર આ ગટર ઉપર ઢાંકણું ક્યારે મુકશે તે યક્ષ પ્રશ્ન છે, પાલિકા તંત્ર જાગશે નહી તો નગરપાલિકા સ્કૂલના જ કોઈ બાળકને આ જોખમી ખુલ્લી ગટરનો ભોગ બનવાનો વારો આવશે તે નક્કી જ છે.

ભગવાન વગાના રહિશો નર્કાગાર સ્થિતીમાં..!
ઉમરેઠના ભગવાન વગા વિસ્તારમાં વરસાદના સામાન્ય ઝાપટાથી પાણી ભરાઈ જાય છે. કૃષ્ણ સિનેમાથી કાછીયાવાડ તરફ જતા રસ્તે માતાજીના મંદિર બહાર અસહ્ય ગંદકીના ઢગલા છે પરંતું પાલિકા તંત્ર આ વિસ્તારની સતત ઉપેક્ષા કરે છે. આ વિસ્તારમાં વરસાદના પાણીનો કાયમી નિકાલ થાય અને સ્વચ્છતા જાળવવામાં પાલીકા તંત્ર સજાગ બને તેમ સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
પંદર દિવસથી ખાડો ભુંગળાની રાહ જોવે છે..!
ઉમરેઠના પોલીસ લાઈન બહાર પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં દશ થી પંદર દિવસ પહેલા ખાડો કરી ભુંગળા નાખવા માટે કામ શરૂ કરવામાં આવ્યું હતુ પરંતુ ખાડો ખોદયા પછી દશ થી પંદર દિવસ થયા પણ પાલિકાનો કોઈ કર્મચારી આ વિસ્તારમાં ફરક્યો નથી ત્યારે આ ખાડો હવે ભુંગળાની રાહ જોઈ રહ્યો છે.
ખુલ્લી ગટરો પર ઢાંકના ટુંક સમયમાં લાગી જશે – પાલિકા પ્રમુખ
ઉમરેઠના ઓડ બજાર સહીત નગરના અન્ય વિસ્તારમાં ખુલ્લી ગટરો ઉપર ઢાંકણા લગાવવા માટે કાર્યવાહી ટુંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જણાવતા પાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે ખુલ્લી ગટરો ઉપર લગાવવા માટે ઢાંકણા તૈયાર થઈ ગય અછે પરંતુ હાલમાં વરસાદી વાતાવરણને કારણે ઢાંકના કાચા હોવાથી તે લગાવવામાં આવ્યા નથી.

One response to “ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશોને મોટા મોટા બજેટવાળા કામમાં જ રસ ધરાવે છે..?

  1. kbp August 3, 2014 at 4:48 pm

    In foreign countries (UK and USA), if anybody gets hurt with open gutters then they take legal action for negligence of the department and collect very large awards from court. Municipalities, private contractors, Stte Governments and Central Goverments are afraid of large legal payments and they never leave anything dangerous open. We need to learn that in India. Try filing a legal case against UMRETH Municipality and see how court handles it. You get get sick by mosquitos too (malaria) and some people lose their life

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: