આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠની નવાજૂની


  • ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ રામ તળાવના બ્યુટીફીકેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, આજ રીતે કામ ચાલશે તો પાંચ-મહિનામાં તળાવના બ્યુટીફીકેશનનું કામ પૂર્ણ થઈ જશે અને ઉમરેઠને મીની કાંકરીયામાં ટહેલવાનો મોકો મળી જશે.

  • એક બાજૂ અઢી કરોડના ખર્ચે રામ તળાવનું બ્યુટીફીકેશન થાય છે ત્યારે બીજી બાજૂ ઉમરેઠના વડું તળાવ અને મલાવ તળાવમાં જામી ગયેલ ગંદકીના થર અને જંગલી વનસ્પતી દૂર કરવામાં તંત્રને કોઈ રસ નથી. સદર બંન્ને તળાવને માત્ર સ્વચ્છ કરવા માટે તળાવની આસપાસ રહેતા લોકો માંગ કરી રહ્યા છે.

  • ઉમરેઠમાં રસ્તા બનાવવાનું કામ પણ જોરદાર ઝડપે ચાલે છે. ઓડ બજાર દૂધની ડેરી,સ્વામિનારાયણ મંદિર બાદ ગુજરાતી સ્કૂલ અને કોર્ટરોડમાં નવા રસ્તા બની ગયા બાદ હવે વડાબજારમાં નવા રસ્તા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.

  • ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલે તાજેતરમાં ઉમરેઠને આગવી ૧૦૮ એમ્યુલન્સ ફાળવવામાં આવે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ ,આરોગ્યમંત્રી નિતિનભાઈ પટેલ તેમજ ડીરેક્ટરશ્રી ૧૦૮ને પૂનઃ લેખિત રજૂઆત કરી છે.

  • ઉમરેઠ પાસેના થામણા ગામ ખાતે તાજેતરમાં લોક ડાયરાનું આયોજન થામણા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. થામણા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓના લાભાર્થે સદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

  • ઉમરેઠમાં પ્રિ-મોન્સુન પ્લાનનું આયોજક કરવા જેવું છે નગર બહાર પાણીનો નિકાલ થાય તે માટે બનાવવામાં આવેલ કાંસમાં ગંદકી તેમજ કચરાના ઢગલા થઈ ગયા છે કેટલાક કાંસમાં તો જંગલી વનસ્પતીનો થર થઈ ગયો છે ચોમાસા પહેલા આ કચરો અને જંગલી વનસ્પતી દૂર નહી કરવામાં આવે તો ગામ બહાર વરસાદી પાણીનો નિકાલ થવામાં મુશ્કેલી પડશે તે નક્કી જ છે. ઉમરેઠ લીંગડા માર્ગ પરનો કાંસ તેમજ જ્યુબિલી સ્કૂલ પાંસેનો કાંસ તેમજ એસ.એન.ડી.ટી મેદાનને સમાંતર કાંસ સહીત રેલ્વે ફાટક પાસેના કાંસની સફાઈ કરવાની જરૂર છે.

  • ઉમરેઠમાં આકાર પામેલ ગિરિરાજધામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગિરિરાજજીના દર્શનાર્થે સવારે મંગળા આરતી તેમજ સાંધ્ય આરતીમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને અગિયારસના દિવસે ગિરિરાજજીના દર્શન કરવા ભક્તોનો ઘસારો રહે છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: